ટેરો રાશિફળ / આજે સિંહ રાશિના જાતકોએ મુશ્કેલ સ્થિતિમાં પસાર થવું પડશે, તુલા રાશિના બગડેલા સંબંધો સુધરશે

Tarot Rashifal for 8 june

Divyabhaskar.com

Jun 07, 2019, 01:15 PM IST

ધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 8 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે.


મેષ રાશિ
The Devil
આજે તમારી આસપાસના લોકો અને વસ્તુ પ્રત્યે લગાવનો અનુભવ કરશો. અસુરક્ષાની ભાવનાથી નકારાત્મકતા રહેશે.
લકી કલર-ગ્રે, લકી નંબર-8.

વૃષભ રાશિ
Eight of Wands
યાત્રાનો યોગ બની રહ્યો છે જે તમારા માટે શુભ રહેશે. નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. વિદેશ યોગ પણ બની રહ્યા છે.
લકી કલર- પીળો, લકી નંબર-9


મિથુન રાશિ
Three of Pentacles
ટીમ વર્કથી તમને ઉર્જા અને ઉત્સાહ મળશે. ઝડપથી નવા કાર્યની યોજના ઉપર કામ શરૂ કરશો.
લકી કલર-વાદળી, લકી નંબર-1.


કર્ક રાશિ
Seven of Cups
આજે જૂના હિસાબને ચૂકવશો. કોઈ પરિણામમાં વાસ્તવિકતાથી દૂર ન રહેવું જ તમારા માટે ફાયદાકારક છે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.


સિંહ રાશિ
Five of Swords
આજે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડશે. મનમાં ક્રોઘ રહેશે. તેનું મુખ્ય કારણ નજીકની વ્યક્તિ વ્યક્તિ દ્વારા દગો કરવો હોય શકે છે.
લકી કલર-મરૂન, લકી નંબર-6.


કન્યા રાશિ
Death
નગમતો બદલાવ થવાથી બધુ સમાપ્ત થઈ ગયું છે તેવું લાગશે. આજે ભાગ્યને અજમાવવું નહીં.
લકી કલર-સફેદ, લકી નંબર-3.

તુલા રાશિ
Ten of Cups
આજે બગડેલા જૂના સંબંધો સુધરશે. સંબંધોમાં સુધારો આવવાથી ખુશીઓ આવશે. મિત્રો પ્રત્યે લગાવ વધશે.
લકી કલર-મરૂન, લકી નંબર-5.

વૃશ્ચિક રાશિ
Queen of Pentacles
આત્મવિશ્વાસ અને હકારાત્મકતાથી ભરેલો દિવસ. આજે નવા કામ શરૂ કરી શકો છો. સંબંધોમાં સુધારો થશે.
લકી કલર-પીળો, લકી નંબર-8.

ધન રાશિ
Ace of Pentacles
આજે તમારી સુવિધામાં વધારો થશે. દિવસ સારી રીતે વિતશે. સંબંધોમાં તાજગી અનુભવશો. નવી ઉર્જાનો અનુભવ થશે.
લકી કલર-પીળો, લકી નંબર-4.

મકર રાશિ
The Sun
જીવન આજે પ્રગતિ થશે. પોતાનો માર્ગ જાતે બનાવવો. ભાગ્ય તમને સાથ આપશે.
લકી કલર-ગોલ્ડન, લકી નંબર-10.


કુંભ રાશિ
Six of Wands
આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પ્રમોશન કે મોટી ડીલની જાણ થઈ શકે છે.
લકી કલર-લીલો, લકી નંબર-6.


મીન રાશિ
King of Swords
આજે ઘર-ઓફિસ બધી જગ્યાએ તમારો સ્વભાવ નિયંત્રણમાં રહેશે. સમસ્યાનું સમાધાન શોધી લેશો. તમારા નિર્ણયને માનવમાં આવશે.
લકી કલર-લાલ, લકી નંબર-2.

X
Tarot Rashifal for 8 june
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી