ટેરો રાશિફળ / શુક્રવારે મેષ રાશિના જાતકોના નવા પ્રયોગો સફળ રહેશે, મિથુન રાશિના જાતકોને મનમાં હારનો ડર રહેશે

Tarot Rashifal for 7 junei

Divyabhaskar.com

Jun 06, 2019, 12:32 PM IST

ધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 7 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે.


મેષ રાશિ
Knight of Wands
આજનો દિવસ સાહસથી ભરપૂર રહેશે. તમારો આત્મવિશ્વાસ જ તમારી તાકાત છે. નવા પ્રયોગો સફળ રહેશે. યાત્રા રોમાન્સ ભરેલી રહેશે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.


વૃષભ રાશિ
Two of Cups
જીવનસાથી કે પ્રેમી સાથે સંબંધ મધુર બનવાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે.
લકી કલર-ક્રીમ, લકી નંબર-2.


મિથુન રાશિ
Ten of Swords
આજનો દિવસ વિપરીત પરિસ્થિતિ લઈને આવી રહ્યો છે. મનમાં હારનો ડર રહેશે. વિવાદ થવાથી દિવસ ખરાબ થઈ શકે છે.
લકી કલર-વાદળી, લકી નંબર-6.


કર્ક રાશિ
Five of Wands
આજે તમને સંઘર્ષ પછી પરિણામ મળશે. આ દરમિયાન ઘણા નવા લોકો સાથે મુલાકાત થશે. જીવનમાં નવું શીખવા મળશે.
લકી કલર-જાંબલી, લકી નંબર-8.


સિંહ રાશિ
Ace of Swords
આજે તમે ભાવનાત્મક રીતે ખૂબ મજબૂતીનો અનુભવ કરશો. સંબંધોને મજબૂત કરવાનો દિવસ છે. કાર્યસ્થળે સફળતા મળશે.
લકી કલર-લીલો, લકી નંબર-8.

કન્યા રાશિ
Six of Pentacles
આજનો દિવસ પરત કરવાનો છે. સમાજમાંથી જે પણ લઈ રહ્યા છો તેને દાન-પૂણ્ય કરી પરત આપવું. તમારો દિવસ સારો રહેશે.
લકી કલર-પીળો, લકી નંબર-5.


તુલા રાશિ
Five of Cups
આજે નુકસાન થવાનો યોગ છે. નુકસાનથી દુ:ખી ન થવું. નુકસાન ભરપાઈ થઈ જશે. આજે ખોટી વસ્તુનો અફસોસ કરશો.
લકી કલર-પિંક, લકી નંબર-0.


વૃશ્ચિક રાશિ
The Hanged Man
આજે સમર્પણ ભાવનાથી કામ કરવું પડશે. નજીકના લોકો સાથે વિવાદ થવાથી માનસિંક અશાંતિ રહેશે. ગળાની તકલીફ થઈ શકે છે.
લકી કલર-લીલો, લકી નંબર-8.


ધન રાશિ
Page of Cups
આજે કરિયરમાં બદલાવ આવી શકે છે. શિક્ષણનો યોગ છે. તમારી સભ્યતાને યથાવત રાખવી.
લકી કલર-સફેદ, લકી નંબર-1.

મકર રાશિ
Strength
માતૃશક્તિની આરાધના કરવી તમારા માટે શુભ છે. આજે તમારી જાતને મજબૂત અનુભવશો. તમારી ઈચ્છા શક્તિ તમને જીત અપાવશે.
લકી કલર-લાલ, લકી નંબર-3.


કુંભ રાશિ
Temperance
કોમ્બિનેશન અને કોમ્પ્રોમાઈઝથી ભરેલો દિવસ છે. આજે નવા પ્રયોગ કરવાથી સફળતા મળશે. બીજાની ભાવનાની કદર કરવી.
લકી કલર-વાદળી, લકી નંબર-8.


મીન રાશિ
Four of Pentacles
અસુરક્ષાની ભાવના તમને પરેશાન કરશે. તમે આસપાસની બિનજરૂરી વસ્તુઓ પ્રત્યે લગાવ રાખશો. દુ:ખી મન દુ:ખ લાવે છે એટલા માટે ભાવના ઉપર કાબૂ રાખો.

X
Tarot Rashifal for 7 junei

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી