તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેષ રાશિના જાતકો આજે લોકોની મદદ કરશે, વૃષભ રાશિના જાતકો જવાબદારીઓને સારી રીતે નિભાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 18 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે.


મેષ રાશિ
Ten of Pentacles    
ટીમ વર્કથી કામ કરવાનો દિવસ છે. આજે તમારા ઉપર જવાબદારીઓ રહેશે. લોકોની મદદ કરવાથી તમને આનંદ થશે.
લકી કલર-લીલો, લકી નંબર- 5.


...............

વૃષભ રાશિ
The Hierophant    
આજે તમે જવાબદારીઓને સારી રીતે નિભાવશો. વડીલ કે ગુરુના આશીર્વાદ મળશે.
લકી કલર-લાલ, લકી નંબર-3.


...........


મિથુન રાશિ
Four of Cups
આજે તમે તમારી મહેનતથી અસંતુષ્ટ રહેશો. નજીકના વ્યક્તિઓ પ્રત્યે વધુ દયા ભાવ ન રાખવો. સંઘર્ષ ચાલું રાખવો. 
લકી કલર-બ્રાઉન, લકી નંબર-3.    

.............

કર્ક રાશિ
King of Pentacles    
આજે તમારો વ્યક્તિ અનુભવી વ્યક્તિ જેવો હશે. તમારા સંબંધોમાં સુધારો થશે. સુખ-સુવિધા ઉપર ખર્ચ થશે.
લકી કલર-લીલો, લકી નંબર-3.    

...............


સિંહ રાશિ
Page of Swords    
આજનો તમારો દિવસ હકારાત્મક રહેશે. તમારા દિમાગમાં નવા નવા આઈડિયા આવતા રહેશે. કામ કરવાની તમને નવી ઉર્જા મળશે.
લકી કલર-જાંબલી, લકી નંબર-4.    

..........

કન્યા રાશિ
Nine of Wands    
આજે તમને ઈજા થઈ શકે છે. સંભાળીને રહેવું. આજે તમને અનુભવ ખૂબ કામ લાગશે. તેના આધારે નિર્ણય લેવો.
લકી કલર-વાદળી, લકી નંબર-7.

.............

તુલા રાશિ
Seven of Swords
આજનો દિવસ તમારા માટે શુભ છે. તમારી કાર્યક્ષમતાને વધારવી પડશે. આજે યોજનાપૂર્વક નિર્ણય લેવા. સમજી વિચારીને બોલવું.
લકી કલર-વાદળી, લકી નંબર-6.

......

વૃશ્ચિક રાશિ
Three of Cups    
આજે તમારા ભાગ્યમાં વધારો થશે. મોટી ડીલ થવાની સંભાવના છે. નવી શોધમાં જોડાયેલા રહો, ભાગ્ય તમને સાથ આપશે.
લકી કલર-સફેદ, લકી નંબર-9.

...........

ધન રાશિ
Two of Wands    
આજે તમારો વિજય થશે. સમાજમાં તમારુ માન-સન્માન વધશે. તમને રોલ મોડલ માનવામાં આવશે.
લકી કલર- સફેદ, લકી નંબર-7.

.............

મકર રાશિ
The Moon    
મનમાં ચિંતા રહેશે. ભાવનાત્મક વિચારો વધુ આવશે. નકારાત્મકતાથી પોતાની જાતને દૂર રાખવી. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે.
લકી કલર-સફેદ, લકી નંબર-10.

.....


કુંભ રાશિ
Justice    
તમારા જૂના કામનું મુલ્યાંકન કરવાનો દિવસ છે. કોઈ નિર્ણાયક સ્થિતમાં પહોંચતા પહેલા તમામ પાસા ઉપર વિચાર કરવો. 
લકી કલર-બદામી, લકી નંબર-10.

..........

મીન રાશિ
The Tower
તમારી આસપાસ સ્થિતિ બગડી શકે છે. જેનાથી તમને ક્રોઘ આવશે. મનને શાંત રાખવું. આજે જરૂરી કામને ટાળી દેવા.
લકી કલર-વાદળી, લકી નંબર-3.