ટેરો રાશિફળ / મિથુન રાશિના જાતકોના સંબંધોમાં અવરોધ આવી શકે, સિંહ રાશિના લોકોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂરા થશે

Tarot Rashifal for 14th August 2019, Shila M bajaj

Divyabhaskar.com

Aug 13, 2019, 05:38 PM IST

ધર્મ ડેસ્ક. બુધવાર, 14 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ રાશિ

Temperance

આજે તમારી સામે ઘણી સારી તકો આવી શકે છે. સામાજિક સ્તરે તમારું સન્માન વધશે. કોઈપણ નવો વિચાર તમારી ખ્યાતિ વધારી શકે છે. તમારી છબી લોકોમાં સારી રહેશે. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો, તેને પ્રાપ્ત કરવા તરફ ઝડપથી આગળ વધશો. સંબંધોમાં તમારે થોડું ધ્યાન આપવાની જરૂરિયાત જણાશે.

કરિયરઃ કાર્યમાં પુરસ્કાર મળી શકે. તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે ટ્રેક યોગ્ય પર છો.

લવઃ તમારા સંબંધોમાં અપરાધની ભાવના આવી શકે છે. તમારા જીવનસાથી અવગણના અનુભવે છે, સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાશ કરો.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિ નિત્યક્રમમાં ઉમેરવાથી વધુ સારું રહેશે.

----------

વૃષભ રાશિ

The Chariot

તમારી પાસે પરિસ્થિતિઓને વધુ સારી અને અનુકૂળ બનાવવા માટે ઉત્તમ સમય છે. તમારા મનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિચારો અને ભાવનાઓને પ્રગટ કરવાનો સમય છે. મિત્રો સાથે વાતચિત કરવાથી કેટલીક નવી શક્યતાઓને ઉત્તેજન મળશે. દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે.

કરિયર : સહયોગીએ વચ્ચે મતભેદો થવા દો. કાર્યસ્થળ પર તમારા મનનો અવાજ સાંભળો.

લવઃ જીવનસાથી સાથે તમને ખુબ આનંદ મળશે. સંબંધોને વધુ મજબૂત બનાવશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યની સંભાળ રાખો.

----------

મિથુન રાશિ

The Hierophant

આજે વધારાની જવાબદારીઓ નિભાવવાનો દિવસ છે. તમે થોડો તણાવ અનુભવી શકો છો. કોઈ પણ સંજોગોમાં એકપક્ષીય નિર્ણય ન લો. તમને સાથીદારોની મદદ મળી શકે છે, તેથી કોઈ પણ કામ એકલા કરવા વિશે વિચારશો નહીં. કેટલાક કિસ્સાઓમાં દિવસ તમારા માટે અનુકૂળ રહેશે.

કરિયર: ઘણાં લોકો તમને દબાણ અને પરેશાન કરી રહ્યા છે. તમારી પાસે મોટી માત્રામાં કામ હોઈ શકે છે, તેને તમારા સાથીદારોમાં વિભાજિત કરી શકો છો.

લવઃ સંબંધો ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સંતુલન બનાવવાની જરૂર છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય માટે દિવસ ખૂબ જ વિશેષ છે. તમે સંપૂર્ણ સ્વસ્થ રહેશો.

----------

કર્ક રાશિ

The Lovers

તમે તમારી જાતને થોડી વિચલિત અને પોતાનામાં ખોવાઈ ગયા હો તેવું અનુભવશો. ઘણી બાબતોમાં સમાધાન કરવું પડી શકે છે. તમારો માર્ગ પસંદ કરવાની હિંમતનો અભાવ જણાય. સકારાત્મક વલણ અપનાવશો. વ્યાયામ કરો અને પરસેવો વહેવડાવો. તમારે તમારા શરીર અને મનમાંથી નકારાત્મક ઊર્જા અને વિચારો કાઢવાની જરૂર છે.

કરિયરઃ કારકિર્દી માટે દિવસ સારો છે પરંતુ તમારું મન વધુ રમતિયાળ બની શકે છે. તેનાથી કામ પરથી ધ્યાન ભટકી શકે છે.

લવઃ કૌટુંબિક આયોજન માટે સારો સમય છે. જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાણ અનુભવશો.

સ્વાસ્થ્યઃ તમે ઘૂંટણની પીડાની ફરિયાદ કરી શકો છો.

--------------

સિંહ રાશિ

Justice

આજે તમે તમારી જાતને વધુ ભાવનાત્મક અનુભવશો. તમારા માટે તમારા સામાન્ય નિત્યક્રિયાનું પાલન કરવાનું વધુ સારું રહેશે. નકારાત્મક ઉર્જા અને ભાવનાત્મક વિચારોને તમારા પર હાવી થવા દેશો નહીં. આજનો દિવસ તમારા માટે કેટલાક વિશેષ પરિણામો લાવી શકે છે. કામ પર તમારી એકાગ્રતા રાખો.

કરિયરઃ કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂરા થઈ શકે છે. કરિયરમાં તમને મોટી ઉપલબ્ધિ મળી શકે છે.

લવઃ તમારા સંબંધો સ્થિરતાના તબક્કે પહોંચી ગયા છે. તમારા જીવનસાથી સાથે સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ નિયમિત અને સ્વસ્થ આહાર લેવાનું રાખો.

----------

કન્યા રાશિ

The Tower

આજે તમને ખૂબ દબાણ પરેશાન કરી શકે છે. કેટલીક ટ્રિપ્સ કાર્ડ્સ પર છે, જે સકારાત્મક પરિણામો લાવશે. થોડી ધીરજ અને સંતોષ સાથે તમારી જાતને સંભાળો. કોઈ પણ સંજોગોમાં ઉતાવળ અથવા વધારે તણાવ તમારા માટે પ્રતિકૂળ પરિણામ લાવી શકે છે. તમારે મનમાં નકારાત્મક ભાવનાઓથી મુક્ત થવું પડશે.

કરિયરઃ કારકિર્દીમાં તમારે તમારા આત્માના અવાજ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તમને સાચી દિશા મળશે.

લવઃ તમારા સંબંધો વચ્ચે અપરાધની ભાવના રહેલી છે. તેને વાતોથી જ સુધારી શકાશે.

સ્વાસ્થ્યઃ તણાવથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

-----------

તુલા રાશિ

Strength

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા માટે કોઈ પણ બાબતમાં પાછળ રહેવાનો સમય નથી. કેટલાક જૂના કેસો આજે તમને સારા પરિણામ આપી શકે છે. કાનૂની બાબતોમાં તમને સકારાત્મક પરિણામ મળવાની અપેક્ષા રાખી શકાય. તમારો દિવસ સારો રહેશે પરંતુ વાહન ચલાવતા સમયે અથવા સીડીથી નીચે ઉતરતી વખતે સાવચેત રહો.

કારકિર્દીઃ જુના પ્રોજેક્ટ પૂર્ણ થવા તરફ આગળ વધશે. નવો વિચાર મળી શકે છે. ખાતરી કરો કે તમે તેની સાથે આગળ વધશો.

લવઃ તમારા સંબંધોમાં દમનની લાગણી તમને પરેશાન કરશે. તમારી લાગણીઓ સાથે નિખાલસ બનો.

સ્વાસ્થ્યઃ તમારા ગળનું ચક્ર નબળું પડી શકે છે. સંદેશાવ્યવહારનો પણ અભાવ જોવા મળશે.

--------------

વૃશ્ચિક રાશિ

Temperance

આજે તમે કેટલાક લોકોને મળશો. એક સાથે ઘણા લોકોને મળવાનું શક્ય છે અથવા કેટલાક લોકો દિવસ દરમિયાન તમને ટુકડે ટૂકડે મળી શકે છે. આ લોકોમાંથી ઘણા લાંબા સમય સુધી તમારી સાથે સંકળાયેલા રહી શકે છે. તમારી આસપાસના કેટલાક લોકો સાથે સાવચેત રહેવાની જરૂર છે. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

કરિયરઃ આજનો દિવસ નોકરી અને વ્યવસાયી લોકો માટે મીટિંગ્સથી ભરેલો હોઈ શકે. હરીફોથી સાવધ રહો.

લવઃ તમારા સંબંધના કેટલાક ક્ષેત્રમાં તમને થોડા અવરોધો જણાશે. જીવનસાથી સાથેની વાતચિત થકી તેનું નિરાકરણ લાવી શકો છો.

સ્વાસ્થ્યઃ પીઠ અને કરોડરજ્જુમાં દુખાવો થઈ શકે છે અથવા થોડી સમસ્યા થઈ શકે છે.

-----------

ધન રાશિ

Knight of Cups

આજે મુસાફરીનો યોગ બને છે. તમે કોઈ સફર પર જઈ શકો છો. વ્યક્તિગત અથવા વ્યવસાયિક કાર્ય માટેની યોજના પર કામ કરી શકો છો. તમારામાંથી કેટલાક લોકો મૂંઝવણ અને નિર્ણયના અભાવથી પરેશાની અનુભવી શકે છે. કોઈપણ જૂનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. તમે ખૂબ આનંદ અને સંતોષનો અનુભવ કરશો.

કરિયરઃ નોકરી અંગે સ્થિતિ સારી રહેશે. ધંધામાં મુસાફરી થવાની સંભાવના છે, જે તમને ફાયદો કરાવશે.

લવઃ તમારામાંથી કેટલાક નવા વ્યક્તિને મળી શકે છે. જેમની સાથે તમારા સંબંધો લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ આરોગ્ય બાબતે ધ્યાન આપવાની જરૂર છે. ભારે વસ્તુઓ ઉપાડવાનું ટાળો.

-------------

મકર રાશિ

Page of Swords

તમારી પાસે અપાર સંભાવનાઓ રહેલી છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો, વિજય તમારી પાસે હશે. આજે એવી ઘણી તકો તમારી સમક્ષ આવી શકે છે જેનો તમે વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો. કોઈ પણ સંજોગોમાં આજે તમારી પકડ ઢીલી ન થવા દેવી. કામમાં મક્કમ રહો.

કરિયરઃ તમારી કાર્ય પદ્ધતિઓને બદલવાનો આ સમય છે. તમે તમારી પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.

લવઃ સંબંધોમાં દ્વિધા અનુભવી શકાય છે. તમારા નજીકના મિત્રોમાંથી કોઈની સલાહ લો.

સ્વાસ્થ્યઃ તમારે આજે તમારી ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. કેટલાક લાંબા વ્યસનોના લીધે આરોગ્ય બગડી શકે છે.

----------------

કુંભ રાશિ

Ten of Wands

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેના તરફ તમે ઝડપથી આગળ વધશો. યોજનાઓને વેગ મળશે. જુના અટવાયેલા કામો પણ પૂર્ણ થઈ શકશે. કેટલાક નવા લોકોની મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમારે પણ થોડો આરામ કરવાનો અને એકાંતમાં રહેવાનો આગ્રહ રાખવો જોઈએ.

કરિયરઃ તમારા કાર્યમાં લાભ મળશે. તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા માટેના ટ્રેક પર છો.

લવઃ કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે. હવે તમારા માટે કોઈ નવો સંબંધ શરૂ થવાનો સમય છે.

હેલ્થઃ આરોગ્ય તમારી ચિંતાનો વિષય છે, વધારે કામ ન કરો. એકલતાનો આનંદ માણો અને આરામ કરો.

-------------

મીન રાશિ

Seven of Pentacles

તમારામાંથી કેટલાક લોકો પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં થાક અનુભવશે. તમારી આસપાસના લોકોને ઈર્ષ્યા થશે. અગાઉ બનાવેલી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પરિવર્તન આવે તો યોજનાઓમાં થયેલા પરિવર્તન પર નજર રાખો. તમને થોડી સફળતા મળી શકે છે.

કરિયરઃ નવી યોજનાઓ કોઈ કારણોસર મુલતવી રાખવી પડી શકે છે. સહયોગીએ છેતરી શકે છે.

લવઃ સંબંધોમાં વિવાદ અથવા મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ આરોગ્ય માટે ધ્યાન આપવાની જરૂર છે. તણાવથી દૂર રહેવા પ્રયત્ન કરો.

X
Tarot Rashifal for 14th August 2019, Shila M bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી