ટેરો રાશિફળ / સિંહ રાશિના લોકોને નોકરી બદલવા માટે સારો સમય છે, ધન રાશિના જાતકોને બઢતી મળવાની શક્યતા છે

Tarot Rashifal for 13th August 2019, Shila M bajaj

Divyabhaskar.com

Aug 12, 2019, 01:29 PM IST

ધર્મ ડેસ્ક. મંગવાર, 13 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ રાશિ

Strength

વ્યર્થ ચિંતાઓમાં તમારી ઊર્જા લગાવવાને બદલે તેને સકારાત્મક કાર્યોમાં લગાવશો તો ફાયદાકારક રહેશે. આજે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. દ્વિધામાં નિર્ણય ન લો, પરિસ્થિતિ અનુકૂળ થાય તેની રાહ જુઓ. આજે વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. જો તમે તમારા સંબંધો વિશે ચિંતિત છો, તો તેના સંબંધિત નિર્ણયને મુલતવી રાખશો નહીં, નહીં તો વધુ પીડાદાયક બનશે. જો તમને કોઈની પ્રત્યે લાગણી છે, તો તે આજે વ્યક્ત કરી શકો છો.

કરિયર: નિર્ણય લેવામાં વધારે વિલંબ કરશો તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તમે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તેને ટાળવાનો પ્રયાસ કરો. તમારા મનમાં શાંતિ આવશે.

લવ: તમે જે પરિસ્થિતિથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેનો જેટલા વહેલી તકે સામનો કરશો તેટલું તમારા માટે સરળ બનશે.

સ્વાસ્થ્ય: ચિંતાને કારણે તમારા સ્વાસ્થ્યને અસર થવા દેશો નહીં. ધ્યાન, યોગ અને પ્રાણાયામ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.

------------

વૃષભ રાશિ

The Empress

જૂની પરિસ્થિતિઓ છૂટી રહી છે, કોઈને મનમાં ઉદાસીનતાનો અનુભવ થશે. પરંતુ તે નવા જીવનની નિશાની પણ છે. આ પરિવર્તનને ખુશીથી અપનાવો. તમારા જીવન માટે જે બાબાત મદદરૂપ નથી તે તમારાથી દૂર થઈ જશે. આત્મનિર્ભરતા તરફ આગળ વધશો.

કરિયર : નોકરી કરતા લોકોએ તેમના કામ પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું નહીં તો સમસ્યા આવી શકે છે.

લવ: જે કંઈ કરો તે સમજી વિચારીને કરો. કોઈ જૂના મિત્રો સાથેના સંબંધોમાં સુધારો કરવાની તક મળશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ સામાજિક કાર્યમાં સેવા કરવાથી લાભ થશે. તમારા સ્વાસ્થ્ય માટે સખત મહેનત કરો, તમને જલ્દી જ સારું ફળ મળશે.

-------------

મિથુન રાશિ

The Lovers

આજનો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલો હોઈ શકે છે. જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો તેને કોઈની સાથે શેર કરો. આવું કરવાથી મન હળવું થશે અને ચિંતામાં સમાધાન મળશે. ભવિષ્યની ચિંતા કરશો નહીં, બધું જ સમય સાથે હલ થશે. આજે તમારી ઊર્જામાં કોઈ કમી નહીં હોય. તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો અને સ્વાસ્થ્યની સારી સંભાળ રાખો.

કરિયર: આજનો દિવસ તમારા કાર્યમાં ખાસ ફળદાયી રહેશે નહીં. કામમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે નિષ્ણાતની સલાહ લેવી તમારા માટે સારી રહેશે.

લવ : જો તમે તમારા પ્રિયજનથી નારાજ છો, તો તેની સાથે વાત કરો, માત્ર તમારા મનમાં વાત રાખશો તો કોઈ સમસ્યા કે વિવાદનો હલ થશે નહીં.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. મનની વાત વ્યક્ત કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ લાભ થશે. એક સારા સલાહકારને મળો.

-----------

કર્ક રાશિ

The Moon

જો કોઈના માટે મનમાં કડવાશ હોય, તો તેને માફ કરી દો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારા ક્રાર્યો સારા રહેશે. વ્યર્થ ચિંતા કરશો નહીં. ટૂંક સમયમાં પરિસ્થિતિ તમારી અનુકૂળ રહેશે. પરિસ્થિતિ પ્રત્યે અનાશક્તિની ભાવના રાખો, તે તમને ફાયદાકારક રહેશે. નકારાત્મક વિચારસરણી ટાળો અને નકારાત્મક વિચારશીલ લોકોથી પણ દૂર રહો. કોઈ પણ સંજોગોમાં નિર્ણય લેતા પહેલા થોડી રાહ જોવી વધુ સારી રહેશે.

કરિયર : જો પરિસ્થિતિ તમારા અનુકૂળ નથી આવી રહી, તો તેના માટે નારાજ થવાને બદલે તમે તેને કેવી રીતે સુધારી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. નોકરી બદલવાનો પણ યોગ બની રહ્યો છે.

લવ : પ્રિયજનો સાથે બિનજરૂરી ચર્ચા કરવાનું ટાળો નહીં તો તે મોટી લડાઈનું સ્વરૂપ લઈ શકે છે. જો તમે કોઈ સંબંધથી ખુશ નથી, તો તેનાથી ભાગવાને બદલે, એ જાણવાનો પ્રયાસ કરો કે આ સંબંધ તમારા જીવનમાં કેમ આવ્યો?

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રોગમાંથી મુક્તિ મેળવવા માટે સતત પ્રયત્નો કરતા રહો. તમારા ઈષ્ટદેવનું નામ લઈ તેમના પ્રત્યે ધ્યાન અને ભક્તિ કરવાથી મનને શાંતિ મળશે.

-------------

સિંહ રાશિ

Queen of Swords

તમારી યોજનાઓમાં અવરોધ આવતા મનમાં અસ્થિરતા આવી શકે છે. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે, પરંતુ તમારી મહેનત જલ્દી ફળ આપશે. તેથી નિરાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખો. તમારું ધ્યાન કામમાં ખૂબ જ સારું રહેશે. પરંતુ આ કારણોસર તમારા પરિવારના સભ્યોને અવગણશો નહીં. તેમની સાથે પણ થોડો સમય અવશ્ય વિતાવો.

કરિયરઃ નોકરી બદલવા માટે આ સારો સમય છે. તમારી યોગ્યતાની પ્રસંશા થશે. આજે કામનું ભારણ થોડું વધારે રહેશે.

લવઃ કામને એટલું મહત્ત્વ ન આપો કે જેથી તમારા પ્રેમીને સમય ન આપી શકો. જો કોઈ સંબંધોમાં તણાવ છે તો તે સંબંધ માટે થોડો વધુ સમય આપો.

હેલ્થઃ દવા સાથે સારી દિનચર્યા અને ખાવા પીવામાં ધ્યાન આપવું. થોડી કસરત કરવી. મનની શાંતિ માટે મેડિટેશનને તમારા દૈનિક કાર્યનો એક ભાગ બનાવો.

-----------

કન્યા રાશિ

The Chariot

તમારા દ્વારા અપાયેલા આઈડિયા ટૂંક સમયમાં જ લાગૂ થશે, જેના થકી તમને ખૂબ માન સન્માન મળશે. કામમાં તમારુ ધ્યાન ખૂબ સારું છે પરંતુ તેની સાથે પરિવારની જવાબદારીઓને નજર અંદાજ કરશો નહીં, તેમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઈ પારિવારિક સભ્ય સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો છે. આજે સામાજિક સ્તર પર કોઈ એવી વ્યક્તિને મળશો જેની સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે.

કરિયરઃ આજે તમારા કામમાં ધ્યાન સારું રહેશે. બોસ અને સહકર્મીઓ દ્વારા તમારી પ્રસંશા થશે. જોકે સફળતા માટે હજી થોડી રાહ જોવાની જરૂર જણાય.

લવઃ આજે થોડો સમય પ્રિયજનો સાથે વિતાવો. તેમના તરફથી તમને પુરતો સહયોગ મળશે. બાળકો માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો ટૂંકમાં સફળતા મળશે.

હેલ્થઃ સ્વાસ્થ્ય આજે સારું રહેશે. કોઈ વ્યાયમનું નિયમિત રીતે પાલન કરો. તેનાથી માત્ર સ્વાસ્થ્યમાં સુધારો જ નહીં પણ મનની શાંતિ પણ રહેશે.

----------

તુલા રાશિ

Four of Pentacles

તમારા હકારાત્મક વલણને કારણે તમે દરેક પરિસ્થિતિમાં અનુકૂળતા સાધવામાં સફળ થશો. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. કોઈ મહત્વપૂર્ણ સોદો તમારી તરફેણમાં આવી શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદનો દિવસ રહેશે. આજે, તમારા દૈનિક કાર્ય ઉપરાંત, કંઈક એવું કરવાનું વિચારો કે જે તમારા અને તમારા નજીકના લોકો સિવાય, સામાજિક દ્રષ્ટિએ પણ ઉપયોગી સાબિત થાય. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યા છો, પરંતુ આજે કોઈકનું ભલું કરવામાં થોડો સમય પસાર કરો. સામાજિક સેવાના કાર્યક્રમનો ભાગ બનશો.

કરિયરઃ કોઈ બીજી વ્યક્તિ માટે તમે ક્યાં, ક્યારે અને કેવું બોલો છો તેનો ખ્યાલ રાખો નહીં તો તમારી વાતનું ખોટું અર્થઘટન થઈ શકે છે.

લવઃ પ્રિયજનો સાથે સમય પસાર કરવાની તક મળશે. સંબંધીઓની વાતોમાં આવીને પરિવારમાં કોઈ ખટપટ લાવશો નહીં.

હેલ્થઃ પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો પ્રયાસ કરો. પરિવારમાં કોઈ નવયુવક આત્મનિર્ભર થવા માટે તૈયાર થશે, તેને પણ સહયોગ આપવો.

--------------

વૃશ્ચિક રાશિ

Seven of Wands

તમારી જાતને પણ બદલવાનો પ્રયત્ન કરો. તમારા શબ્દો અથવા વિચારોમાં હઠીલા ન બનો, નહીં તો તમારા વિક્ષેપપૂર્ણ સ્વભાવને લીધે તમે તમારું નુકસાન કરી શકો છો. સંબંધોમાં પણ અન્યના વલણો જોવાની કોશિશ કરો, તો જ કોઈ પણ મુદ્દો ઉકેલાશે. તમારા વિચારો ખૂબ પ્રશંસનીય છે, પરંતુ તેમને થોડો વ્યવહારિક બનાવવાની પણ જરૂર છે. આજે કોઈ પ્રેમી અથવા ગર્લફ્રેન્ડ સાથે લડાઈ થઈ શકે છે.

કરિયરઃ કાર્યક્ષેત્રમાં તમારા સ્વભાવને નમ્ર બનાવીને રાખો. તમારા વિચારો ઉપર અડગ રહેશો નહીં. બીજા લોકોના દ્રષ્ટિકોણને પણ જાણવાનો પ્રયાસ કરો.

લવઃ તમારી કોઈ વાત ઉપર અડીને રહેશો નહીં. બીજા લોકોના દ્રષ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ ખોટી ચિંતા કરવાનું ટાળો. કોઈપણ રોગના લક્ષણો દેખાય તો બેદરકારી દાખવ્યા વિના ડૉક્ટરની સલાહ લો. શક્ય હોય તો આજે સંપૂર્ણ હેલ્થ ચેક અપ કરાવી શકો છો.

------------

ધન રાશિ

Nine of Swords

આજે લોકોને હળવા મળવાનું ચાલુ રહેશે, જેના કારણે કાર્યક્ષેત્ર અને અંગત જીવનમાં સફળતા માટેના દરવાજા ખુલશે. આ બધામાં, તમારી જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં. તમે પણ બીજા જેટલા જ મહત્વપૂર્ણ છો. તમારા મનની વાત સાંભળો. જો તમારા માટે કંઈક યોગ્ય નથી, તો તેના પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

કરિયરઃ તમારા પગાર અને તમારી પ્રતિષ્ઠા બાબતે કોઈપણ પ્રકારે સમાધાન ન કરો. નોકરીમાં બઢતી મળશે.

લવ: આજે તમે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જે ભવિષ્યમાં સારા સંબંધો બનાવશે. કુંવારા લોકો માટે આજનો દિવસ સારો છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પેટને લગતી થોડી મુશ્કેલી આવી શકે છે. તમારી દિનચર્યાની કાળજી રાખો. તેનો ફાયદો થશે.

------------

મકર રાશિ

The Magician

તમારી કુશળતા પર વિશ્વાસ કરો. તમને તમારી મહેનતનું ફળ જલ્દીથી મળશે. જો તમે કોઈની વર્તણૂક અથવા વર્તનથી નારાજ છો, તો તેને કારણે પોતાને દોષી ન સમજો. સામે વાળી વ્યક્તિને માફ કરવાનો પ્રયાસ કરો. આજે ધનનો સારો ફાયદો થઈ રહ્યો છે. નિરર્થક ચિંતાઓ કરીને તમને મળેલી તક ગુમાવશો નહીં. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો, તે તમને ચોક્કસ મળશે, તમારામાં યોગ્યતાનો અભાવ નથી, ફક્ત પ્રયત્નોની જરૂર છે.

કરિયર: આજે તમને કામ કરવાનું મન નહીં થાય. તમારા મૂડ સ્વિંગને નિયંત્રણમાં રાખો. કોઈની નિંદાથી પ્રભાવિત થશો નહીં, તમારી ક્ષમતા અને સખત મહેનતનો અભાવ નથી. તમારો આત્મવિશ્વાસ ચાલુ રાખો.

લવ: તમે તમારા સંબંધોમાં જેટલી પારદર્શિતા જાળવશો તેટલા સંબંધો ગાઢ બનશે. સંબંધોમાં કોઈ ઉણપ નથી, ફક્ત તમારી વિચારસરણી બદલો.

સ્વાસ્થ્ય: મેડિટેશન તમારા વિચારોમાં સ્થિરતા લાવશે અને આત્મવિશ્વાસ પણ વધારશે, જે સ્વાસ્થ્યને સુધારશે.

----------

કુંભ રાશિ

The Emperor

ધંધામાં નવી તકો મળશે. વિશ્વાસનો અભાવ ન રહેવા દો. કોઈ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવાની ખાતરી કરો. તમારા કરિયરમાં પ્રગતિની સંભાવના છે. આજે લાભની તક મળશે. દિવસ સામાજિક પ્રસંહોમાં વિતાવશો.

કરિયર: આજે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે. પ્રગતિની સંભાવના છે. તમને બોસ તરફથી પ્રશંસા મળશે. જો તમે નોકરીની શોધમાં છો તો આજે તમને ચોક્કસ સફળતા મળશે.

લવ : જો તમે અપરિણીત છો, તો નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તેની સાથે ભવિષ્યમાં સારા સંબંધો બની શકે છે. તમારા મનના દરવાજા ખુલ્લા રાખો.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો તમે કોઈ રોગથી પરેશાન છો, તો વૈકલ્પિક દવા તેના માટે ફાયદાકારક રહેશે.

-----------

મીન રાશિ

The Hanged Man

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કોઈ નવા કામની શરૂઆત માટે આજે સારો દિવસ છે. તમારી સલાહ અનેક લોકોના કામમાં આવી શકે છે તેથી કોઈને સલાહ આપવામાં ખચકાશો નહીં. બીજા લોકોની મદદ કરો. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો છે. ઘણું બધું શીખવા મળશે તેથી તમારા અડગ સ્વભાવથી દૂર રહો.

કરિયરઃ કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે. પ્રગતિના માર્ગો ખુલશે. જો કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો ટૂંક સમયમાં જ સફળતા પ્રાપ્ત થશે.

લવઃ તમારા જીવનમાં કોઈ નવયુવાન સ્વાવલંબી થવાનો પ્રયાસ કરે છે તો તેને નવી જવાબદારી ઉઠાવવા માટે તૈયાર કરો. તેને તમામ તબક્કે સહયોગ આપો.

હેલ્થઃ સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સારી દિનચર્યા માટે ખાવા પીવામાં ધ્યાન રાખો. નહીં તો કોઈ રોગનો ભોગ બની શકો છો.

X
Tarot Rashifal for 13th August 2019, Shila M bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી