ટેરો રાશિફળ / સિંહ રાશિના જાતકોને નવી જવાબદારી મળી શકે છે, કન્યા રાશિના લોકોએ નોકરીમાં ધ્યાન કેન્દ્રિત કરવું

Tarot Rashifal for 12th August 2019

Divyabhaskar.com

Aug 10, 2019, 03:38 PM IST

ધર્મ ડેસ્ક. સોમવાર, 12 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ રાશિ

The Star

આજે તમને કેટલીક નવી તકો મળવાની અપેક્ષા છે. તકોનો પૂર્ણ લાભ લેવા માટે સાવધ અને જાગૃત રહો. વાહન ચલાવવામાં સાવચેતી રાખવી. કોઈ ઇજા અથવા મચકોડની અસર થઈ શકે છે. તમારે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને તમારા સાથી ખેલાડીઓ માટે સમય કાઢવાની જરૂર છે.

કરિયર: કેટલીક નવી તકો તમારી કારકિર્દીનો દરવાજો ખખડાવી શકે છે. નોકરીમાં પ્રગતિ થવાની સંભાવનાઓ છે પરંતુ તે જ સમયે તમારા આસપાસના ક્ષેત્ર પર પણ નજર રાખો.

લવઃ તમારા જીવનસાથી તરફથી તમને અપાર લગાવ, સ્નેહ અને આદર મળશે. જેઓ આજે અપરિણીત છે તે કોઈની સાથે મળી શકે છે જેની સાથે તમે ગાઢબંધન રાખી શકો છો.

સ્વાસ્થ્ય: સ્નાયુઓમાં તાણ આવી શકે છે.

ટીપ્સ: પ્રિયજનો સાથે કોઈ મૌખિક તકરાર ટાળો.

-----------------

વૃષભ રાશિ

Justice

આજનો દિવસ તમારા માટે થોડો અવ્યવસ્થિત રહેશે. યોજના મુજબ કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તાણ અને ચિંતા તમારા દિવસને બગાડવાનો પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં તમારે તમારું મન બીજે લગાવવાની જરૂર રહેશે.

કરિયર : કરિયરના મોરચે સમસ્યાઓ અને ઉથલપાથલ થઈ શકે છે, જેને ટાળી શકાશે નહીં.

સલઃ જીવનસાથી તરફથી તમને ઘણો સહયોગ મળશે. તમારા જીવનસાથીને તમારી ભાવનાઓને જાહેર કરવાનો આ યોગ્ય સમય છે.

સ્વાસ્થ્ય: પેટની સમસ્યાઓ થઈ શકે છે. ભૂખની પરેશાની આવી શકે છે.

ટિપ્સ: તમે આજે બગીચામાં એક છોડ રોપશો.

---------------

મિથુન રાશિ

Temperance

આજે તમને કોઈ મોટા પરિવર્તનનો સંકેત મળી શકે છે. આગામી દિવસોમાં નવી વસ્તુઓ શોધી શકાશે. તમારા અધૂરા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઈ પણ બાબતે નિર્ણય લેવામાં એટલો સમય ન લગાવો કે તક ગુમાવવી પડે. તમારા નિર્ણય પર ધ્યાન આપો અને ઝડપી નિર્ણયો લેવા માનસિક તૈયારી કેળવો.

કરિયર : કારકિર્દીના મોરચે તમને વિકાસ જોવા મળશે. તમે સકારાત્મક, બોલ્ડ અને યોગ્ય નિર્ણય લેશો, જેનાથી તમને ફાયદો થશે.

લવ: તમારો સંબંધ કોઈ સુંદર પ્રેમ કથાથી ઓછો નહીં હોય જ્યાં બધું સંપૂર્ણ લાગે છે.

સ્વાસ્થ્ય: તમે ખૂબ ઊંચી ઉર્જા સ્તરોનો અનુભવ કરશો.

ટીપ્સ: તમારા દિવસની શરૂઆત નિયમિત કસરતથી કરો.

--------------

કર્ક રાશિ

The Chariot

આજે જેટલું કામ અથવા જવાબદારી લો તે તમે સરળતાથી પૂર્ણ કરી શકો છો. વધારાની જવાબદારીઓ લેવાનું ટાળો. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને તાણમાં ન આવવા દો. કેટલાક મિત્રો સાથે પણ મતભેદ અથવા સંબંધોમાં તફાવત આવી શકે છે. સંજોગો સ્વીકારીને આગળ વધો. પરિસ્થિતિઓ ધીમે ધીમે સુધરશે.

કરિયર : કારકિર્દીના મોરચે તમે તાણ અથવા કંટાળાજનક અનુભવ કરશો. વધારાના કામના ભારથી પરેશાન થઈ શકો છો.

લવઃ પ્રેમ સંબંધોમાં કંટાળો અનુભવી શકો છો. સંબંધોને લઈને આગળ વધવામાં તકલીફ થશે.

સ્વાસ્થ્ય: તમારા નિત્યક્રમમાં નિયમિત વ્યાયામને શામેલ કરો.

ટિપ્સ: તમારા રૂમમાં લવંડરની સુગંધિત ધૂપ લાકડીઓ રાખો.

------------

સિંહ રાશિ

Wheel of Fortune

નસીબ બદલવા માટે તૈયાર રહો. નવા અને ઉત્તેજક ફેરફારોનાં ચિહ્નો કાર્ડ્સ પર રહેલા છે. તમને કેટલીક સારી માહિતી સાથે કેટલીક નવી જવાબદારી મળવાના સંકેતો છે. તમે નવી વસ્તુઓની શોધમાં આક્રમક રીતે વ્યસ્ત રહેશો. કોઈ પણ સંજોગોમાં તમે કામમાં પીછેહઠ નહીં કરો.

કરિયર: કોઈ નવો પ્રોજેક્ટ અથવા નવી નોકરી તમારી રાહ જોશે. તમે નવી જવાબદારીઓને પૂર્ણ કરશો.

લવ: શુક્ર તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. ઘણા બધા નવા સંબંધો અને નવો પ્રેમ આવશે. પ્રેમની દ્રષ્ટિએ દિવસ ખૂબ સારો રહેશે.

સ્વાસ્થ્ય: ઊંઘના અભાવે તમને કંટાળો આવશે અને બળતરા અનુભવાશે.

ટીપ્સ: તમારા રૂમમાં લાલ મીણબત્તી પ્રગટાવો.

---------------

કન્યા રાશિ

The Hierophant

તમે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સગવડતાઓ, સંપત્તિ અને સારી વસ્તુઓ મેળવવાની અપેક્ષા રાખી શકો છો. આ સમય આગળ વધવાનો છે. તમારી યોજનાઓને સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરવાનો છે. સફળતા અને પૈસા બંને કાર્ડ પર છે. પરંતુ, તમારા અહંકારને ક્યાંય વચ્ચે ન આવવા દો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

કરિયર : નોકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જીવન અને કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી શકો છો.

લવ : તમારા સંબંધોને સંભાળવાનો અને આગળ ધપાવવાનો સમય છે. તમારા જીવનસાથીને સંપૂર્ણ સમય આપો.

સ્વાસ્થ્ય: તમે થોડો થાક અનુભવી શકો છો.

ટીપ્સ: તમારી જાતને થોડી ખુલ્લી હવામાં રહેવા દો.

--------------

તુલા રાશિ

Strength

નસીબનું ચક્ર તમારા આત્મવિશ્વાસનું સ્તર વધારી રહ્યું છે. તમારી પાસે કનેક્ટ થવાની અને અંતિમ શાંતિ સુધી પહોંચવાની તક છે. સંજોગો પણ તમારી વિરુદ્ધ હોઈ શકે છે, પરંતુ તમારે હિંમત જાળવી રાખવાની છે.

કરિયરઃ સ્ટાર્સ તમારી કારકિર્દીને મજબૂત બનાવે છે. તમે સકારાત્મક, બોલ્ડ અને યોગ્ય નિર્ણય લેશો.

લવઃ સંબંધોમાં પરિવર્તનના સંકેત છે. જો કોઈ સંબંધ બોજ બની રહ્યો છે, તો તેને આ સમયે છોડી શકો છો.

સ્વાસ્થ્યઃ પીઠનો દુખાવો થઈ શકે છે. ડૉક્ટરની સલાહ લો.

ટીપ્સઃ તમારા ઘરના ખૂણામાં મેટલ મૂકો.

--------------

વૃશ્ચિક રાશિ

Ten of Swords

આજનો દિવસ તમારા માટે આરામનો દિવસ બની શકે છે. તમારા અનુભવને સાચવો અને તેના આધારે તમારી ભાવિ યોજનાઓ બનાવો. આજનો દિવસ તમારા માટે આત્મનિરીક્ષણનો છે. તમારા ભૂતકાળ અને સંબંધો વિશે ઊંડો વિચાર કરો. તમને યોગ્ય સમાધાન મળશે. જીવનની રચનાત્મક બાજુઓ સાથે જોડાઓ.

કરિયરઃ તમે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છો, હવે તમારા પ્રયત્નોને આરામ આપવાનો અને આત્મસાત કરવાનો સમય છે.

લવઃ તમારે જવાબ તમારા દિલની અંદર જ શોધવો પડશે. સંબંધોમાં નવી ઊર્જાના સંચારની આવશ્યકતા છે. તમારા જીવનસાથી સાથે બહાર સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ અનિંદ્રા તમને પરેશાન કરી શકે છે. સવારમાં ધ્યાન કરવાથી રાહત મેળવી શકો છો.

ટિપ્સઃ જેડ વુલુને શર્ટના ખિસ્સામાં રાખો.

--------------

ધન રાશિ

Five of Swords

આજનો દિવસ થોડો તણાવ અને ચિંતાનો વિષય બનશે. આ ટેન્શન તમને અંદરથી અસર કરશે. તમારે તમારા કાર્યોને પ્રાધાન્ય આપવું જોઈએ અને તે મુજબ તેના અમલની યોજના બનાવવી જોઈએ. કેટલાક લોકો સાથે તમને અબોલા થઈ શકે છે. તમારા નજીકના લોકો સાથે સંપર્કમાં રહો.

કરિયરઃ કારકિર્દીના મોરચે તમે તાણ અથવા અતિશય થાક અનુભવશો. તમે વર્કલોડને પ્રાધાન્ય આપવશો.

લવઃ તમારા જીવનસાથી સાથે સંપર્ક કરો. સંબંધોમાં વિચારોનું સંપૂર્ણ વિનિમય જરૂરી છે.

સ્વાસ્થ્યઃ વધારાના તાણથી આરોગ્યની ગંભીર સમસ્યાઓ આવી શકે છે.

ટિપ્સઃ ધ્યાન તમને કાયાકલ્પ કરવામાં મદદરૂપ થશે.

------------

મકર રાશિ

Knight of Pentacles

આ સમય તમારા મન, શરીર અને આત્માને કાયાકલ્પ કરવાનો છે. તમારા નિત્યક્રમમાંથી વિરામ લો અને બહાર જાઓ. તમારી પ્રસિદ્ધિ આજે તમારા માટે કામ કરશે. તમારી ગરિમા જાળવી રાખો. આજે તમને કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. તમારી પસંદગીના શબ્દો પર ધ્યાન આપો.

કરિયરઃ તમે ખૂબ જ સખત અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છો. તમને ભવિષ્યમાં સારા પરિણામ મળશે.

લવઃ તમારા જીવનસાથી અને પરિવાર સાથે સમય પસાર કરો, તમે તમારા અંગત જીવન પર પૂરતું ધ્યાન આપી નથી રહ્યા.

સ્વાસ્થ્યઃ ભાવનાત્મક તણાવ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

ટીપઃ સારા સ્વાસ્થ્ય માટે, તમારા ઘરની પૂર્વમાં મેડિસિન બુદ્ધાની બોર્ડ ફ્રેમ મૂકો.

-------------

કુંભ રાશિ

Nine of Wands

જ્યારે તમે એક દિશામાં આગળ વધશો, ત્યારે સકારાત્મક પરિસ્થિતિઓ આપમેળે તમારી સામે આવશે. ભાગ્ય તેની પ્રક્રિયા નક્કી કરશે. તમારા પ્રયત્નોને હળવા ન કરો. તમારી સમક્ષ કેટલીક નવી તકો પણ આવી શકે છે. કોઈપણ અનપેક્ષિત ફેરફારો માટે તમારી જાતને તૈયાર રાખો.

કરિયરઃ તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવામાં અચકાશો નહીં. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.

લવઃ તમારા સંબંધોને આરામ આપો અને આત્મનિરીક્ષણ કરો. એક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ ડિટોક્સ આહાર પર ધ્યાન આપો. આ તમારા માટે ખૂબ મહત્વનું છે.

ટિપ્સઃ ગુલાબનું ક્વાર્ટઝ પેન્ડન્ટ પહેરો.

------------

મીન રાશિ

The Moon

જ્યારે વ્યક્તિ જવાબદારીઓ અને મુશ્કેલીઓથી ઘેરાયેલી હોય છે ત્યારે દમન થાય છે. તમારા અતિશ્વાસ અને અતિ ઉત્સાહ પર નિયંત્રણ રાખો. કેટલાક કામ તમારી ઉતાવળના કારણે બગડી શકે છે. આ માટે તમારે કામોને આયોજિત કરી તેનો નિકાલ કરવાની જરૂર છે.

કરિયરઃ તમારા ઉત્સાહ અને ઓળખથી કારકિર્દીની બાબતો બગડે નહીં તેનું ધ્યાન રાખો.

લવઃ તમે પ્રેમ માટે લગ્નેત્તર સંબંધોમાં જોડાઈ શકો છો. પરણિત અને સિંગલ્સ માટે પ્રેમ સંબંધ દર્શાવે છે.

સ્વાસ્થ્યઃ તમારા જીવનમાં નકારાત્મકતાની સ્પષ્ટતા કરો. જે તમને સ્વાસ્થ્યપ્રદ બનાવી શકે છે.

ટિપ્સઃ લાફિંગ બુદ્ધાને તમારા ઘરમાં રાખો.

X
Tarot Rashifal for 12th August 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી