Divyabhaskar.com
Aug 09, 2019, 06:20 PM ISTધર્મ ડેસ્ક. શનિવાર, 10 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.
મેષ રાશિ
The Empress
આજે કેટલીક જૂની માંગણીઓ પૂર્ણ કરવા માટેનો દિવસ છે. સામાજિક દ્રષ્ટિએ થોડું સ્થિર રહેવું પડશે. તમને ખ્યાલ આવશે કે આયોજન કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે અને જલ્દીથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની જરૂર છે. આ કામ કરવાનો સમય છે. તમારે સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે.
કરિયરઃ કરિયર સંબંધિત તમારી અપેક્ષા પૂર્ણ થઈ શકે છે. નોકરીથી સંતુષ્ટ થશો.
લવઃ તમારા સંબંધો ખુશી અને સંબંધોથી ભરપુર હશે. તેને વધુ આગળ લઈ જઈ શકાશે.
હેલ્થઃ આજે શરીરનાં કેટલાક ભાગોમાં તણાવ અનુભવાશે.
ટિપ્સઃ હિમાલયન મીઠું પાણીમાં નાખી તેનાથી સ્નાન કરવું.
-------------
વૃષભ રાશિ
The Hermit
ઘર અને પરિવાર પર ખર્ચ કરવાના કિસ્સામાં ભારે જવાબદારી તમારા પર આવી શકે છે. તમે વધુ સરળતાથી લોકો સાથે જોડાવા માટે સક્ષમ હશો. તમારી વાત સાંભળવામાં આવશે અને તમે તમારી યોજનાઓને યોગ્ય રીતે સમજાવી શકશો. એકંદરે, દિવસ તમને દરેક ક્ષેત્રમાં કેટલાક સકારાત્મક પરિણામો અપાવનારો છે.
કરિયરઃ નાણા તમારા ધ્યાનમાં હોવા છતાં, તે વિશેની યોજનાઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
લવઃ જીવનસાથી સાથેના સંબંધો ખૂબ જ આરામદાયક રહેશે. પ્રેમીઓ માટે પણ સમય અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ સવારે યોગનો અભ્યાસ કરવાથી સ્વાસ્થ્યમાં મદદ મળી શકે છે.
ટિપ્સઃ ઘરની દક્ષિણ-પૂર્વમાં જાંબલી વાસણમાં મની પ્લાન્ટ મૂકો.
-----------
મિથુન રાશિ
Strength
તમને અવું લાગે છે કે તમારા નિયંત્રણની બહારના સંજોગો તમારી ઉત્પાદકતા અને કાર્ય કરવાની ક્ષમતા ઉપર અસર કરે છે. તમે આ વિપરીત પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે. આજે તમને ઈજા થવાની સંભાવના છે. અગ્નિથી પણ સાવધ રહેવાની જરૂર છે.
કરિયરઃ આર્થિક મામલામાં તમે સારી સ્થિતિમાં રહેશો. ભવિષ્યમાં તેમાં વધુ સુધારો થવાની સંભાવના છે.
લવઃ આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે વધુ સારા જીવનસાથી સાબિત થશે.
સ્વાસ્થ્યઃ તમને સામાન્ય શરદી અને ખાંસી થવાનું જોખમ છે.
ટિપ્સઃ સ્નાન કરવાના પાણીમાં લોબાનનું તેલ મિશ્રિત કરવું.
----------
કર્ક રાશિ
The Moon
કેટલીક જવાબદારીઓ અને મહત્ત્વના કાગળો તમારું ધ્યાન આકર્ષિત કરશે, પરંતુ આરામ કરવા અને પરિસ્થિતિ સ્વીકારવા થોડો સમય કાઢો. કારણ કે, રાતોરાત બધું જ પ્રાપ્ત કરી શકાતું નથી. આ સમયે તમારા માટે થોડો સંઘર્ષ કરવો પડશે. પરંતુ સમય તમારા માટે સારો રહેશે. ધીરજ રાખવાની જરૂર છે.
કરિયરઃ તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે લક્ષ્યમાં પાછળ રહેશો તો નિરાશ થશો નહીં, ભવિષ્યમાં તમારું નુકસાન ભરપાઈ થઈ જશે.
લવઃ કેટલાક સંબંધો એટલા મહત્વપૂર્ણ બનશે કે તમે ફક્ત તેમની સંભાળ જ નહીં લેશો, પરંતુ તમે એવી નવી જગ્યાઓ પર જવા ઇચ્છશો જ્યાં કોઈ હાજર ન હોય.
સ્વાસ્થ્યઃ તમને શરદીનું જોખમ છે.
ટિપ્સઃ તમે જ્યાં જાઓ ત્યાં સેનિટાઇઝર રાખો.
------------
સિંહ રાશિ
Four of Cups
સમય તમને બધી બાજુથી સફળતા અને તક આપશે. કોઈ પણ સંજોગોમાં સાથીઓની સલાહ ઉપયોગમાં આવી શકે છે. આર્થિક લાભ અને પ્રસંશા બંને પ્રાપ્ત થશે. આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ રહેશે અને તમે તેનો આનંદ પણ માણશો.
કરિયરઃ આજે તમે યોગ્ય લોકોને મળશો અને વધુને વધુ કમાણીની તકો ઉભી કરશો.
પ્રેમઃ પ્રેમ માટે સમય સારો છે. જીવનસાથી અથવા પ્રેમી સાથે તમારી ભાવનાઓને વહેંચવાનો આ સમય છે.
સ્વાસ્થ્યઃ ઋતુ સંબંધી બીમારીઓ તમારા સ્વાસ્થ્યને સહેજ અસર કરી શકે છે.
ટિપ્સઃ તમારા પર્સમાં તજ અને જાયફળ રાખો.
--------------
કન્યા
The Tower
આજનો દિવસ મીટિંગ અને લોકોને મળવાનો દિવસ છે. તમે અનેક નવા લોકોને મળશો. એક પછી એક મીટિંગ્સ તમને થોડી નર્વસ પણ કરી શકે છે. તમે આ સમયે તમારા લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો. જે તમને ભવિષ્યની સમસ્યાઓથી મુક્તિ આપશે.
કરિયરઃ આજે નોકરીના સ્થળે કંઈક નવું કરવાની તક મળશે, અથવા કોઈ નવી નોકરીની ઓફર પણ મળી શકે છે.
પ્રેમઃ પ્રેમ સંબંધોમાં આજે થોડી દ્વિધાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સંબંધોને સરળ રાખવાનો પ્રયત્ન કરો.
હેલ્થઃ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન કરો.
ટિપ્સઃ તમારા ઘરમાં કોઈ ચાવી વિનાનું તાળુ અથવા તાળા વિનાની ચાવી હોય તો તેને આજે ઘરમાંથી ફેંકી દો.
-------------
તુલા રાશિ
Page of Swords
આજનો દિવસ તમને સફળતા સાથે તમારા વ્યક્તિત્વના નવા પાસાઓનો પરિચય કરાવશે. તમે નમ્ર બનીને રહેશો. તમારી સફળતા લોકો સાથે વહેંચવાની સાથે તમને અન્ય લોકો તરફથી આદર અને પ્રેમ પણ મળશે. આજનો દિવસ તમારા માટે સફળ રહેશે.
કરિયર: તમે તમારું નેતૃત્વ કૌશલ અને વ્યક્તિત્વના બળનો ઉપયોગ કરશો. તમારી મહત્વાકાંક્ષાઓને શુભેચ્છકો દ્વારા ટેકો મળશે.
લવઃ પ્રેમ માટે સમય અનુકૂળ છે. તમને તમારા પ્રિયજન સાથે સમય વિતાવવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ આજે તમારે સ્વાસ્થ્ય માટે કોઈ વધારાનો પ્રયાસ કરવો નહીં પડે.
ટિપ્સઃ કસરત સાથે દિવસ શરૂ કરો.
-------------
વૃશ્ચિક રાશિ
Queen of Pentacles
આજનો દિવસ તમારા માટે સાવચેત રહેવાનો છે. તમે કોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. પરંતુ, તમારે આજે તેને ટાળવું જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. લોકો તેને ગુના તરીકે લેશે અને તમે ઘણા વર્ષોથી બનાવેલો વિશ્વાસ કાયમ માટે ગુમાવી શકો છો. તમારે લોકો વચ્ચે વાતચીત માટે નેતૃત્વ કરવાની જરૂર પડશે.
કરિયરઃ ઓફિસ અથવા કાર્યસ્થળ પર કોઈની સાથે ગેરસમજ થાય તો તે તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. વાતચિત થકી મુદ્દાઓ હલ કરવાનો પ્રયાસ કરો.
લવઃ તમારું વ્યક્તિત્વ કેટલાક લોકોને આકર્ષિત કરી શકે છે. ભવિષ્યમાં આ લોકોમાંથી કેટલાક સાથેના તમારા સંબંધો વધુ ગાઢ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ તમારા રૂટીનમાં સુધારો કરો, કેટલીક કૂટેવ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ટિપ્સઃ વિચારમાં વ્યક્તિલક્ષી બનવાને બદલે ઉદ્દેશ્યપરક બનો.
-------------------
ધન રાશિ
Page of Swords
આજે એટલા દયાળુ કે સરળ ન બનો. કારણ કે કેટલાક લોકો તમારી સરળતાનો લાભ લેવાનો પ્રયાસ કરશે. તમારે તમારા સ્વભાવમાં જરૂરી પરિવર્તન લાવવું પડશે. વધુ સરળ રહેવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે. આ કારણોસર, કેટલાક લોકો તમારી ઇચ્છા વિરુદ્ધ પણ કામ કરી શકે છે.
કારકિર્દીઃ કાર્યસ્થળ પર તમારા અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરી કડક નિર્ણયો લેવાનો દિવસ છે.
લવઃ પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ દિવસ ખૂબ ભાવનાત્મક અને આત્મીયતાથી ભરેલો રહેશે.
સ્વાસ્થ્યઃ તમાકુ, આલ્કોહોલ અને માદક દ્રવ્યોથી દૂર રહેવું. કારણ કે તેનાથી આજે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા આવી શકે છે.
ટિપ્સઃ તમારા શરીરને ડિટોક્સ કરો.
------------------
મકર રાશિ
Death
આજે ઊર્જાની અછત તમને પ્રભાવિત કરી શકે છે. તમે જે પ્રકારનું જીવન જીવવા માંગો છો તેના તરફ તમે જબરદસ્ત આગળ વધી રહ્યા છો. તમારું કાર્ય તમને ઉત્સાહથી ભરશે. તે તમને અનુભૂતિ પણ કરાવે છે કે જે અશક્ય લાગતું તે હવે શક્ય છે.
કરિયરઃ આર્થિક બાબતે કરિયર સારું રહેશે. કોઈ મોટો ફાયદો મળી શકે છે.
સંબંધઃ સંબંધો પ્રત્યેની તમારી બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી જવાબદારીઓ સમજો.
સ્વાસ્થ્યઃ નાના શ્વાસ સંબંધિત રોગો થઈ શકે છે. એલર્જિ વાળા સ્થળોથી દૂર રહો.
ટિપ્સઃ ટાઈગરની આંખનું લોકેટ પહેરો.
-----------
કુંભ રાશિ
Judgement
આજે તમે કોઈ મોટા લક્ષ્ય અથવા કાર્યને પહોંચી વળશો. તમારી નજર યોગ્ય લક્ષ્ય પર રહેશે અને જે લક્ષ્ય બનાવ્યું છે તે પણ યોગ્ય જગ્યાએ છે. ફક્ત ધૈર્ય રાખો, પરિણામ તમારી તરફેણમાં આવશે. તમને ઘણા લોકોનો સારો સહયોગ મળી શકે છે.
કરિયરઃ તમારું બેસવાનું સ્થળ બદલાઈ શકે છે. નવી સાઇટ પર કામ કરવાનું કહેવામાં આવી શકે છે.
લવઃ આજે તમે નવા સંબંધો બનાવી શકો છો. જે ગંભીર હશે અને ઘણા આગળ વધશે.
સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી પડશે. કોઈપણ મોસમી રોગની ઝપેટમાં આવી શકો છો.
ટિપ્સઃ તમારા મનને શાંત કરવા માટે એમિથિસ્ટ ક્રિસ્ટલ તમારી સાથે રાખો.
--------------
મીન રાશિ
Temperance
આજનો દિવસ તમારા સામાજિક સંબંધો સુધારવા અને તમારી ક્ષમતાઓ સુધારવા માટે સારો છે. તમને લોકોનો સહયોગ મળશે. આજે તમે કોઈ પણ સંજોગોમાં સખત મહેનત કરવાના મૂડમાં રહેશો. તમને આજે થોડી સારી માહિતી પણ મળી શકે છે.
કરિયરઃ આજે તમે નોકરીમાં સખત મહેનત કરશો અને તમને સકારાત્મક પરિણામો પણ મળશે. કેટલાક નવા લોકોનો સંપર્ક પણ થઈ શકે છે.
લવઃ સંબંધો માટે આજનો દિવસ સારો નથી. સંબંધો પ્રત્યેની તમારી ઉદાસીનતા, ખાસ કરીને તમારી લવ લાઈફ તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
હેલ્થઃ સ્વાસ્થ્ય માટે દિવસ સારો રહેશે તેમ કહવું મુશ્લેક છે.
ટિપ્સઃ તમારા ઘરના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં સાફ સફાઈ કરો.