ટેરો રાશિફળ / મિથુન રાશિના જાતકોને જૂના મિત્રો સાથે મુલાકાત થશે, કર્ક રાશિના જાતકોને અવરોધ આવશે

Tarot Rashifal for 10 june

Divyabhaskar.com

Jun 09, 2019, 02:28 PM IST

ધર્મ ડેસ્ક : 10 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે ટેરો રિડર ભૂમિકા કમલ અહીં જણાવી રહ્યા છે.


મેષ


The World
આજે દિવસ દરમિયાન હકારાત્મક રહેશો. કોઈ નવા કામની યોજના ઉપર કામ કરી શકો છો. આજે મહત્વનું કામ પણ પૂરું થશે.
લકી કલર- પીળો, લકી નંબર-1


........................

વૃષભ


The Wheel of Fortune
આજે તમારા ભાગ્યમાં વધારો થશે. આજે તમે જે પણ કામ શરૂ કરશો તેમા સફળતા મળશે. આજે તમારા સંબંધમાં પણ સુધારો થશે.
લકી કલર- લાલ, લકી નંબર-1

................................

મિથુન


Ace of Cups
આજે જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ઘર ખર્ચ પણ વધશે. હિંમત સાથે આગળ વધવું. સફળતા મળશે.
લકી કલર- ગોલ્ડન, લકી નંબર-8

...........................

કર્ક


Two of Swords
કોઈ વાતને લઈને નિર્ણય લેવામાં અવરોધ આવી શકે છે. મનને શાંત રાખવું. આજે મહત્વનો નિર્ણય ન લેવો.
લકી નંબર- લીલો, લકી નંબર-4

..........................

સિંહ


Four of Wands
આજનો દિવસ તમારા માટે પ્રગતિશીલ રહેશે. સફળતા મળશે. યાત્રા પણ થઈ શકે છે.
લકી કલર- પીળો, લકી નંબર-2

............................

કન્યા


The fool
જીવનમાં નવા અનુભવ થશે. તમારી ક્રિએટિવિટી અને સંવેદનશીલતાના કારણે તમે અંદરથી ખુશ રહેશો.
લકી કલર- જાંબલી, લકી નંબર-2

........................

તુલા


King of Wands
આજે નિર્ણય લેવાનો અને કામ કરવાનો દિવસ છે. કોઈપણ વાતમાં પાછળ રહેવું નહીં. સફળતા મળશે.
લકી કલર- સફેદ, લકી નંબર-4

.......................

વૃશ્ચિક


Nine of Pentacles
તમે ભૌતિક સુખની અપેક્ષા વધારે રાખશો. ખર્ચ વધવાની સંભાવના છે. આજે સંભાળીને રહેવું.
લકી કલર- લાલ, લકી નંબર-10

..........................

ધન


The Magician
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. બધા કામ સરળતાથી થશે. માન-સન્માન પણ મળશે.
લકી કલર- ગોલ્ડન, લકી નંબર-1

.......................


મકર


Knight of Cups
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ઉર્જાનો અનુભવ થશે. તમારા કામમાં થોડો અવરોધ પણ આવી શકે છે. કોઈ વચન આપવું નહીં.
લકી કલર- ગુલાબી, લકી નંબર 4

.....................


કુંભ


Eight of Swords
આજનો દિવસ તમારા માટે નકારાત્મક વિચારો લઈને આવશે. પોતાની જાત ઉપર કાબૂ રાખવો. તમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં. નિર્ભય રહીને બહાર જવું અને કામ કરવું.
લકી કલર- ક્રીમ, લકી નંબર-3


..................................


મીન

Five of Pentacles
આજે તમે અસુરક્ષાનો અનુભવ કરશો. મનને શાંત રાખવું. મિત્રો અને નજીકના લોકો ઉપર વિશ્વાસ રાખવો.
લકી કરલ- લીલો, લકી નંબર- 6

X
Tarot Rashifal for 10 june
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી