ટેરો કાર્ડ / મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે, પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે

Tarot card Rashifal for 9 September 2019, Shila M. Bajaj

Divyabhaskar.com

Sep 08, 2019, 05:21 PM IST

મેષ
Justice
જો કેટલાક જૂના સંબંધો દૂર જઈ રહ્યા હોય તો નિરાશ ન થશો. આ તમારા માટે સારું છે. જો કોઈ વસ્તુ જકડી રાખવાનો પ્રયત્ન કરશો તો તમને જ દુઃખ થશે. તમારી જાતને સંજોગો અનુસાર ઢાળવાનો પ્રયત્ન કરો. પરિવર્તન એ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને તે તમારા માટે ફાયદાકારક પણ છે. સ્થાન પરિવર્તન કરવાથી તમારાં સ્વાસ્થ્યને સારી અસર થશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે. કામ સંબંધિત કોઈ મુસાફરીનો યોગ બની રહ્યો છે. કરિયર લાઇન અથવા નોકરી બદલવાનો વિચાર તમારી પ્રગતિ માટે સારો રહેશે.

લવ: સંબંધોમાં પરિવર્તનને લીધે મનમાં થોડી મૂંઝવણ ઊભી થઈ શકે છે. પરંતુ આ પરિવર્તન તમારા હિતમાં છે, તેનાથી ડરશો નહીં.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત કસરત કરવાથી ઝડપથી સારાં પરિણામો મળશે.
......................................
વૃષભ
The High Priestess
જો તમે તમારા કામથી સંતુષ્ટ ન હો તો પછી તે કામ કરો જેમાં તમે ખુશ છો. આજે તમારા માટે થોડો સમય કાઢો અને તમારા આવનારાં જીવનનો માર્ગ અને લક્ષ્ય નક્કી કરો. ભગવાનની કૃપાથી તમને ઘણું બધું મળ્યું છે, તમારી કુશળતાથી અન્યને માર્ગદર્શન આપો. તમારી પાસે બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા છે, તમારી પોતાની આ જવાબદારી નિભાવશો. જ્યાં સુધી તમે તેનાથી ભાગતા રહેશો ત્યાં સુધી જીવનમાં અસંતોષની લાગણી બનેલી રહેશે.

કરિયર: આજે તમને કામ કરવાનું મન નહીં થાય. તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવ: આજે પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. સંતાનો સાથે સારો સમય પસાર કરશો.

સ્વાસ્થ્ય: સારાં સ્વાસ્થ્ય માટે તમારા પ્રયત્નો કરતા રહો. રેકી, ધ્યાન, પ્રાણાયામ વગેરે કરવાથી લાભ થશે.
.....................................
મિથુન
The Empress
વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન રાખવાનો પ્રયાસ કરો. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. નિષ્ણાતની સલાહ લેવી સારી છે. જો તમે કોઈ વાતથી ચિંતામાં હો તો તેને શેર કરો. આવું કરવાથી તમને કોઈ નબળું નહીં સમજે. તમારી મુશ્કેલીઓ વ્યક્ત કરવી એ શક્તિનું સૂચક છે. તમારી ક્ષમતામાં કોઈ કમી નથી, પરંતુ તમે જે પ્રકારની સફળતા શોધી રહ્યા છો તે માટે તમારી કુશળતાથી બધાનું સારું કરો. તેને તમારા સુધી મર્યાદિત ન રાખો.

કરિયર: જો તમારે આ ક્ષેત્રે પ્રગતિ કરવી હોય તો પોતાનો અહંકાર છોડી દો અને તમારી કુશળતા બીજાને શીખવો.

લવ: તમારા કામમાં એટલા મગ્ન ન થઈ જાઓ કે તમે તમારા પરિવાર અને પ્રિયજનો માટે સમય ન કાઢી શકો.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈપણ રોગનું કારણ દબાયેલી લાગણીઓ હોય છે.
....................................
કર્ક
Four of Wands
જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો તેને કોઈની સાથે શેર કરો. આનાથી મન હળવું થશે અને ચિંતામાં સમાધાન મળશે. ભવિષ્યની ચિંતા કરશો નહીં, બધું જ સમય સાથે હલ થશે. આજે તમારી ઊર્જામાં અભાવ નથી. તેને યોગ્ય દિશા તરફ વાળો. તમારાં સ્વાસ્થ્યની સારી સંભાળ રાખો.

કરિયર: કાર્યમાં આજનો દિવસ બહુ ફળદાયી રહેશે નહીં. કામમાં કોઈ મુશ્કેલી આવવાને કારણે નિષ્ણાતની સલાહ લેવી સારી રહેશે.

લવ: જો તમે તમારા પ્રિયજનથી નારાજ હો તો તેને શેર કરો, તેને ધ્યાનમાં રાખશો તો કોઈ સમસ્યા કે વિવાદ હલ થશે નહીં.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારાં મનની વાત વ્યક્ત કરવાથી તમારાં સ્વાસ્થ્યને પણ લાભ થશે. કોઈ સારા સલાહકારને મળો.
......................................
સિંહ
Nine of Cups
આજે બીજાની વાતોમાં ન આવતા, તમે સમજી વિચારીને કામ કરો. જરૂરી નથી કે બીજાની સલાહ તમારા માટે લાભકારી હોય. કોઈ નજીકના જાણકારથી સાવધાન નહીં રહ્યા તો તમારે નિરાશ થવું પડશે. આજે મેડિટેશન વગેરે ક્રિયાઓમાં થોડો સમય આપો, તમારા માટે આ સારું રહેશે.

કરિયર: આજે કામમાં ફોકસ બનાવી રાખો. બીજી બાબતોમાં ધ્યાન આપશો તો નુકસાન થઇ શકે છે.

લવ: કોઈપણ સંબંધમાં આત્મસમ્માન જાળવી રાખો નહીં તો તે સંબંધોમાં કડવાશ આવી શકે છે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તણાવથી બચો. મેડિટેશન જેવા કોઈ આધ્યાત્મિક વિચારવાળા કામ સાથે જોડાઓ.
---------------------
કન્યા
Two of Wands
સફળતા માટે ઘણી મહેનત કરવી પડશે. તમારા વિચારો અને પ્લાન્સ ટૂંક સમયમાં જ સફળ થશે જેને કારણે તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કામમાં તમારું ફોકસ ઘણું સારું રહેશે પરંતુ તેને કારણે તમારા પરિવાર અને અંગત જીવનની જવાબદારીને નજરઅંદાજ ન કરો. કોઈ પરિવારના સભ્ય સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો સારું રહેશે. આજે સામાજિક મેળાવડામાં કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જેની સાથે તમારા સારા મજબૂત સંબંધો બનશે.

કરિયર: આજે કામમાં તમે સારી રીતે ફોકસ કરી શકશો. બોસ અને સહકર્મચારીઓની પ્રશંશા મળશે.

લવ: પ્રિયજનો સાથે આજે થોડો સમય અવશ્ય પસાર કરો. તેનાથી તમને સહયોગ મળશે. તેમની જરૂરિયાતોને નજરઅંદાજ ન કરો.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય આજ સારું રહેશે. કોઈ વ્યાયામ વગેરેનું નિયમિત રૂપે પાલન કરો.
--------------------
તુલા
Two of Swords
જીવનની ભાગદોડમાં ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના જીવનનું લક્ષ્ય ભૂલી જાય છે. આજે તે લક્ષ્ય જાણવાનો પ્રયાસ કરો અને તે તરફ પ્રયાણ કરો. જો આર્થિક રૂપે સ્થિતિ સાનુકૂળ નથી તો તે ટૂંક સમયમાં સામાન્ય થઇ જશે. પોતાની જાત પર ભરોસો રાખો.

કરિયર: જો કોઈ નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો લાભ થશે. ધન લાભના યોગ બની રહ્યા છે.

લવ: પરિવારજનો સાથે થોડો સમય પસાર કરવાથી સંબંધો સુધરશે. તમારા વિચારોને અડિયલ ન થવા દો.

સ્વાસ્થ્ય: તમારા વિચારો સારા રાખશો તો શરીરમાં પણ રોગોથી ટૂંક સમયમાં છૂટકારો મળશે.
-------------
વૃશ્ચિક
Six of Cups
બીજા લોકોની વાતથી પ્રભાવિત થઈને ખોટા નિર્ણય ન લો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો. તણાવ માટે કોઈ એક્સપર્ટ અથવા કાઉન્સિલરને મળો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હસમુખ સ્વભાવથી મુશ્કેલીઓનું જલ્દી નિવારણ આવે છે. મદદ માગવાથી સહેલાઇથી મળી રહેશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં તમારા બોસ કે સહકર્મચારીઓ વાતથી પ્રભાવિત ન થવું. નહીં તો તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવશે. તેનાથી તમારું નુકસાન થશે.

લવ: સંબંધોમાં આત્મસન્માનની અવગણના ન કરો. કોઈની વાતમાં આવીને જલ્દી નિર્ણય ન લો.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વાસ્થ્યના કોઈ રિપોર્ટ અનુકૂળ ન હોય તો અન્ય ડોક્ટર્સની સલાહ લો.
-------------------------
ધન
The Chariot
પોતાની ઊર્જાને ઉચિત દિશામાં લગાવવાનો અવસર નહીં મળે. તમારા મનમાં કોઈ તણાવ ઉત્પ્ન્ન ન થવા દો. જો તમને કોઈ તક નથી મળી રહી તો તો થોડા સમય બાદ ચોક્કસથી મળશે જ.આજે કોઈક નવી શરૂઆત કરવા માટે સારો દિવસ છે. કોઈક નવી યોજના બનાવો પરંતુ તેના પાછળ કાર્યશીલ પણ રહો.

કરિયર: કાર્યક્ષેત્રમાં કોઈ નવી તક મળશે. નોકરી શોધી રહેલા લોકો માટે સારો દિવસ છે.

લવ: કોઈ પણ વાતની ચિંતા ન કરો, સંબંધોમાં પરિસ્થિતિ જલ્દી અનુકૂળ બનશે.

સ્વાસ્થ્ય: જૂના રોગથી જલ્દી છૂટકારો મળશે. ઉર્જાની ઊણપ નથી તેને યોગ્ય જાળવી રાખો.
--------------
મકર
Temperance
ઘરના નિર્ણયોમાં અન્ય વ્યક્તિની સલાહને મહત્ત્વ ન આપો. નહીં તો મુશ્કેલી આવશે. દિવસની શરૂઆત મધ્યમ રહેશે, ઉર્જાની ઉણપ વર્તાઈ શકે છે. આજે ઓછો પ્રવાસ કરો. પ્રવાસ કરવાથી મુશ્કેલી આવી શકે છે.અન્ય લોકોની સલાહને મહત્ત્વ આપવાથી તમારી ઓળખ ગુમાવશો.

કરિયર: સાવચેતી રાખો. તમારું ફોકસ તમારા લક્ષ્ય પર જ રાખો.

લવ: પરિવારમાં કોઈની વાતને દીલ પર ન લો.

સ્વાસ્થ્ય: તણાવથી દૂર રહો. મેડિટેશન, યોગ અને પ્રાણાયામ કરવાથી લાભ થશે.
------------------
કુંભ
Nine of Cups
દરેક સમસ્યાનો નિવારણ ત્યારે થશે જ્યારે સમસ્યાથી દૂર ભાગવાની જગ્યાએ તેનો સ્વીકાર કરીવે તેને સમજવાનો પ્રયાસ કરો. આધ્યાત્મિક પ્રગતિનો પણ આ સમય છે. આ તકને વ્યર્થ ન જવા દો. કોઈ એવી વ્યક્તિ જલ્દી મળશે જે તમારું માર્ગદર્શન કરશે. આજે કંઈક નવું શીખવા મળશે. તેનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે.

કરિયરઃ કરિયાર બદલવાનું વિચારી રહ્યા હોય તો આ સમય તમારા માટે યોગ્ય છે.

લવ: આજે સંબંધોમાં અમુક બદલાવ અને પરિવર્તનના કારણે પરિવારમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાને લઈને હેરાન થઈ શકો છો. તેને નજરઅંદાજ ન કરો.

------
મીન
Six of Pentacles
પોતાના કાર્ય અને પોતાની જવાબદારીથી દૂર ન ભાગવું નહીં તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. પોતાના કાર્ય પર ધ્યાન આપવું. આજે કોઈ લાપરવાહી ન રાખવી. મૂડ ખરાબ થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલું કામ આજે પૂરું થશે. થોડી ધીરજ રાખવી. સંબંધીઓને મળવાની તક ઉભી થશે. પોતાની જ્વાબદારીને પૂરી કરવાથી દૂર ન ભાગવું.

કરિયરઃ આજે હાથમાં આવેલ કાર્યથી ભાગવું નહીં, કેમ કે, આવેલી તક તમારા હાથમાં નીકળી જશે.

લવઃ પ્રિયજનની સાથે આજે બહાર જવાનું થઈ શકે છે. સંબંધીઓને મળવાની તક મળશે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય તો યોગ્ય સ્વાસ્થ્ય માટે થોડો પ્રયાસ કરવાની જરૂરિયાત છે.

X
Tarot card Rashifal for 9 September 2019, Shila M. Bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી