ટેરો રાશિફળ / કન્યા રાશિના કુંવારા લોકો માટે માગું આવી શકે છે, તુલા રાશિના જાતકો બિનજરૂરી ચિંતા ટાળે

Tarot card Rashifal for 8 September 2019, Shila M. Bajaj

Divyabhaskar.com

Sep 07, 2019, 12:29 PM IST

ધર્મ ડેસ્ક. રવિવાર, 8 સપ્ટેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ રાશિ - Seven of Pentacles

જો તમે તમારા વ્યક્તિત્વમાં સુધારો કરશો, તો તમારા સંબંધો વધુ મજબૂત બનશે. જીવનમાં ઉન્નતિ માટે તમને નવી તકો મળશે. તેને અપનાવવામાં અચકાશો નહીં. તમારી ક્ષમતા પર શંકા ન કરો. જો તમારી પાસે એવા બધા જ ગુણો છે, જે તમારે સફળ થવા માટે જરૂરી હોય. પોતાની જાત પર વિશ્વાસ કરો અને વડીલોની સલાહ લેવાની સાથે તમારા પોતાના નિર્ણયો લેવાનો પ્રયાસ કરો. તમારી આજુબાજુની નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થશો નહીં. ઘરમાં કપૂર બાળી લો, તેનાથી ઘર અને મન બંનેમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે.

કરિયર: કોઈ મોટી વ્યક્તિની સલાહથી જ નવી નોકરી શરૂ કરો. આજે ધંધામાં નવો પ્રસ્તાવ આવી શકે છે.

લવ: પ્રિયજનો સાથે આજે સારો સમય વિતાવશો. તમારા માટે પણ થોડો સમય કાઢો.

સ્વાસ્થ્ય: જો તમે કોઈ રોગથી પરેશાન છો, તો તેનાથી મુક્તિ મેળવવા માટે તણાવ ઓછો કરો અને સારા ડૉક્ટરની સલાહ લો.

-------------

વૃષભ રાશિ - The Tower

વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો, નહીં તો તમે આજની સુંદર ક્ષણો ગુમાવશો અને જીવવાનું ભૂલી જશો. આજે તમારા જીવનમાં તમારા વરદાન જોવાનો પ્રયાસ કરો. તમારી આજુબાજુના આશીર્વાદો અને વરદાનને ઓળખો. તમને જીવનમાં પ્રગતિની ઘણી સુંદર તકો મળી રહી છે, તેમને જવા દેશો નહીં.

કરિયર: તમારી મહેનત મુજબ પગાર વધારવાની વાત કરો. તમારી ક્ષમતા પર વિશ્વાસ કરો.

લવ: અવિવાહિતો માટે આજનો દિવસ સારો રહેશે. સારુ માગું આવી શકે છે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ લક્ષણોને અવગણશો નહીં.

------------

મિથુન રાશિ - Eight of Cups

તમારું ધ્યાન ભટકી શકે છે, તમારા મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખો. આજે તમારી પાસે ઘણી સર્જનાત્મક ઉર્જા રહેશે. તેને યોગ્ય દિશામાં મૂકો. આજે તમને ગમે તે પ્રકારનું રચનાત્મક કાર્ય કરો જેમ કે લેખન, ચિત્રકામ, નૃત્ય, રસોઈ વગેરે. આનાથી તમારા મનમાં સંતોષનો ભાવ વધશે અને સ્વાસ્થ્યમાં લાભ થશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે. તમને કામનું યોગ્ય ફળ મળશે.

લવ: પ્રિયજનો સાથે સારો સમય વિતાવશો. કુદરતી વાતાવરણમાં ફરવાની તક મળશે.

સ્વાસ્થ્ય: જો તમે કોઈ રોગ સામે સંઘર્ષ કરી રહ્યા છો, તો શારીરિક ઉપચારની સાથે તમારા મન અને ભાવનાઓ પર પણ ધ્યાન આપો.

--------------

કર્ક રાશિ - The Star

નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા સંસાધનો સરળતાથી મળી શકશે. જીવન અને કાર્યક્ષેત્રે પ્રગતિની તકો મળશે, તેનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળવાની સંભાવનાઓ છે. સ્થિરતા મેળવવામાં થોડો વધુ સમય લાગશે. જો કોઈ પ્રોજેક્ટ શરૂ કરશો તો સંસાધનોની અછત રહેશે નહીં. સંપૂર્ણ ધ્યાન સાથે એક સમયે ફક્ત એક જ કાર્ય કરો. સફળતા ટૂંક સમયમાં મળશે. ધન લાભના યોગ છે.

કરિયર: આજે કાર્યક્ષેત્રમાં સ્થિરતાનો અભાવ જણાય. કાર્યમાં સંપૂર્ણ ધ્યાન આપો.

લવ: તમે સંબંધોમાં જે સ્થિરતા શોધી રહ્યા છો, તમારે તેને પોતાના બનાવવાનો પ્રયત્ન કરવો પડશે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈપણ રોગ પરેશાન કરી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયત્ન કરો.

-------------

સિંહ રાશિ - The Emperor

પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખો, આજે તમારા માટે થોડો સમય કાઢો. જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો તેનું જલ્દીથી નિવારણ થઈ જશે. તમારી ખામીઓને બદલે તમારી શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સ્વભાવમાં રહેલી નકારાત્મકતાને ટાળો, ફક્ત સારી બાબતો પર ધ્યાન આપો. પોતાની જાત પર વિશ્વાસ કરો તમે તમારામાં સંપૂર્ણ અને લાયક છો. આજે કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી. સમય જતા બધું ઠીક થઈ જશે.

કરિયર: કામના સ્થળે કોઈની સાથે ઝગડો થઈ શકે છે, પરંતુ કોઈ નુકશાન નહીં થાય. પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર રહો.

લવ: તમે જે રીતે તમારી જાત સાથે વર્તાશો, અન્ય લોકો પણ તમારી સાથે તેવી જ રીતે વર્તશે. તેથી જો તમે તમારા સંબંધોમાં તમારું ગૌરવ જાળવવા માંગતા હો તો ક્યારેય તમારા આત્મસન્માનને નુકસાન પહોંચાડશો નહીં.

સ્વાસ્થ્ય: જો તમે કોઈ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તેના માટે કરવામાં આવતા પ્રયત્નો જલ્દી ફળદાયી સાબિત થશે.

---------------

કન્યા રાશિ - The Hierophant

કુંવારા લોકો માટે આજે કોઈ સારુ માગું આવી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ શુભ છે. તમારી સલાહ ઘણા લોકોને ઉપયોગી થશે, તેથી તમારા શબ્દો બોલવામાં અચકાશો નહીં. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો રહેશે. ઘણું શીખવા મળશે. પરિસ્થિતિ અનુકૂળ રહેશે. જોબેદરકારી દાખવશો, તો નુકસાન પણ થઈ શકે છે. આજે દાન કરો, પરંતુ એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર હોય.

કરિયર: નોકરી બદલાવવાની અથવા તેમાં થોડો ફેરફાર કરવાની તકો મળી શકે છે.

લવ: પ્રેમી સાથે સારો સમય વિતાવવાની તક મળશે. આજે સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે.

--------------

તુલા રાશિ - The Magician

આજે કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી, અથવા કોઈ પણ બાબતમાં તમારું જીદ્દી વલણ રાખશો નહીં. નહીં તો તમારું નુકસાન થઈ શકે છે. કામ તેના સમય પ્રમાણે જ થશે. તમારું ધ્યાન રાખો અને બિનજરૂરી ચિંતાઓ ટાળો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે, તેઓને કંઇક નવું શીખવા મળશે. તમારી જાતને હંમેશા શીખવા માટે તૈયાર રાખો. પરિવારમાં સંપત્તિને લઈને થોડો વિવાદ થઈ શકે છે, તેનાથી પ્રભાવિત ન થશો, તમને તમારો અધિકાર મળશે.

કરિયર: કોઈના પર તમારા વિચાર થોપવા દબાણ ન કરો. સમય જતાં બધું ઠીક થઈ થશે.

લવ: સંબંધોમાં કંઈપણ ઉતાવળ ન કરો, ખાસ કરીને લગ્ન સંબંધી નિર્ણયો માં.

સ્વાસ્થ્ય: આજે હળવો વ્યાયામ કરો. તમને રોગથી રાહત મળશે, કોઈ પણ સારવારમાં દોડાદોડ ન કરો.

--------------

વૃશ્ચિક રાશિ - Page of Swords

તમારો આત્મવિશ્વાસ અડગ રાખો. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પેહલાં સંપૂર્ણ તપાસ કર્યા પછી જ નિર્ણય લો. આજે કોઈ સજ્જનને મળવાની તક સાંપડે, જે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આજે મનમાં કેટલીક ચિંતાઓ રહેશે જેના કારણે તમારા કાર્યમાં ધ્યાનનો અભાવ જણાય. કોઈની વાત તમારા મન પર ન લેશો, પોતાના પર વિશ્વાસ રાખો.

કરિયર: કોઈની નિંદાથી પ્રભાવિત ન થાઓ, તમારી ક્ષમતા અને સખત મહેનતમાં કોઈ અભાવ નથી.

લવ: જ્યાં સુધી સંબંધોમાં પારદર્શિતા ન હોય ત્યાં સુધી ગાઢ સંબંધ નહીં રહે. સંબંધોમાં કોઈ ઉણપ નથી, ફક્ત તમારી વિચારસરણી બદલવાની જરૂર છે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા ખોરાક અને કસરતની કાળજી લો.

----------------

ધન રાશિ - Strength

તમારી ઓળખાણમાં વધારો થશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમારી ઉર્જા ખૂબ જ સક્રિય રહેશે, જેના કારણે તમારું કાર્ય જલ્દીથી થઈ જશે. આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન કરવાની તક પણ મળશે. ગભરાશો નહીં, આ તકનો પૂર્ણ લાભ લો. તમારા કામની પ્રશંસા થશે અને તમારી પ્રગતિનો માર્ગ મોકળો બનાવશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં આજે સાહેબ તરફથી પ્રશંસા મળશે અને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે.

લવ: પ્રિયજનો સાથે આજે સારો સમય પસાર કરવાની તક સાંપડે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સારા સ્વાસ્થ્ય માટે કરેલી મહેનત ફળ આપશે. દીર્ઘકાલિન રોગથી ટૂંક સમયમાં મુક્તિ મળશે.

---------------

મકર રાશિ - Judgement

કામનું ભારણ વધુ રહેશે. આસપાસના લોકો સાથે સંઘર્ષ થવાની સંભાવના છે. તમારા માટે જેટલું કામ આરામદાયક છે તેટલું જ કામ કરો. મલ્ટિટાસ્કિંગથી દૂર રહો. વધુ પડતુ કામ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આજે કોઈપણ પ્રકારનો સોદો ખૂબ કાળજીપૂર્વક થવો જોઈએ. નહીં તો છેતરપિંડી થઈ શકે છે. જો તમે નવું મકાન અથવા મિલકત ખરીદી રહ્યા છો, તો તેના કાગળો સારી રીતે તપાસો.

કરિયર: આજે કાર્યક્ષેત્રમાં નુકસાન થઈ શકે છે. જો તમે તમારો વર્કલોડ શેર કરી શકો છો તો તે તમારા માટે સારું રહેશે.

લવ: દરેકને ખુશ કરવાનો પ્રયાસ ન કરો, તમારી જાતને પણ ખુશ રાખો. રિલેશનશિપમાં વિચારપૂર્વક બોલો નહીં તો વાત કર્યા વિના કોઈ ઝઘડો થઈ શકે છે.

સ્વાસ્થ્ય: શારીરિક અને માનસિક ક્ષમતા જેટલું જ કામ કરો. તણાવ ટાળો.

--------------

કુંભ રાશિ - Ten of Wands

આગામી સપ્તાહના અંતમાં ઉજવણી કરવા માટે તમે આજે કોઈ યોજના બનાવી શકો છો. નજીકમાં બહાર જવા માટે એક પ્રોગ્રામ બનાવી શકાય. આજે જુના રોકાણથી પૈસા મળવાની સંભાવના છે. જેટલું જરૂરી કામ કરો, તેનાથી વધુ તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત જીવનને નકારાત્મક અસર કરશે. સંબંધોને પગલેતમારા જીવનમાં ઘણો આનંદ મળશે, તેને વળગી રહેવું.

કરિયર: તમારી મહેનત નિરર્થક ન થવા દો. વિચારપૂર્વક કામ કરો અને તમારા હકની માંગણી કરતા ખચકાશો નહીં.

લવ: કોઈ સ્વજન માટે તમારું બલિદાન ન આપો. કોઈને એટલો જ પ્રેમ કરો કે તેઓ તમારું મહત્વ જાળવી રાખે. તમારા આત્મગૌરવને જાળવીને સંબંધ બનાવો.

સ્વાસ્થ્ય: તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે થોડો સમય નિયમિતપણે કાઢો. હવામાનને કારણે આજે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.

------------

મીન રાશિ - Ace of Swords

આજે થોડી ભાવનાત્મકતા વધારે રહેશે, જેનાથી મૂડ પણ બદલાશે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો, નહીં તો આવી સ્થિતિમાં લીધેલા નિર્ણયો ખોટા હોઈ શકે છે. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો, તો પછી તેનાથી સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરો. જો વ્યવસાય ભાગીદારીમાં છે, તો સાવચેત રહો અને બધી પ્રક્રિયાઓ લેખિતમાં કરો. તમારું નુકસાન અજાણતાં ન થવા દો. તમારી જવાબદારીઓને અવગણશો નહીં.

કરિયર: કાર્યક્ષેત્રમાં તમારા કામને કેન્દ્રમાં રાખો. કોઈ પણ કારણસર તમારા કામમાં કોઈ કમી ન થવા દો, નહીં તો તમને ઠપકો મળશે. તેનાથી વધુ નુકસાન થઈ શકે છે.

લવ: પ્રિયજનો સાથે આજે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. તમે નવો પ્રસ્તાવ લાવી શકો છો, જેનો તમે ઇનકાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પરંતુ બદલાતા હવામાનને લીધે, કોઈપણ રોગ પરેશાન કરી શકે છે.

X
Tarot card Rashifal for 8 September 2019, Shila M. Bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી