ટેરો કાર્ડ / કર્ક રાશિના જાતકો માટે જીવનને નવી દિશા આપવાનો સમય છે, મીન રાશિના લોકોએ કોઈપણ નિર્ણય લેવામાં કાળજી રાખવી

Tarot card Rashifal for 10th September 2019, Shila M. Bajaj

Divyabhaskar.com

Sep 09, 2019, 05:17 PM IST

ધર્મ ડેસ્ક. મંગવાર, 10 સપ્ટેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ- The Empress

કોઈ વાતને લઈને ચિંતા ચાલતી રહેશે. જો કે તેનો ઝડપથી ઉકેલ મળી જશે. આજે તમારું કામમાં સારું ફોકસ છે. તેનો ઉપયોગ પોતાનું કામ કરવામાં કરો. પોતાના વેપાર-વ્યવસાય વિશે ગંભીરતાથી વિચારો. મનમાં કોઈ પ્રકારનો ભય હોય તો દૂર કરો. તમે જેવું ઈચ્છતા હોવ તેવા ફેરફાર ઝડપથી આવશે.

કરિયર- કાર્યક્ષેત્રમાં આજે મહેનત કરવી પડશે ત્યારે જ ફળ મળશે. નોકરી બદલવાની તક મળી શકે છે જે તમારી માટે સારી રહેશે.

લવ- પ્રિયજનોની સાથે આજે થોડો સમય જરૂર ફાળવો કામ તો એટલુ જરૂરી છે કે તેમની માટે સમય જ નહી મળે.

હેલ્થ- દવાઓની સાથે સારી દિનચર્યા, ખાન-પાન અને કસરત વગેરે ઉપર પણ ધ્યાન આપો.

---------------

વૃષભ- The Lovers

ધનલાભના યોગ છે. કોઈ જૂના રોકાણથી આજે લાભ મળી શકે છે. પોતાના વિચારો અને સમૃદ્ધિને માત્ર પોતાની સુધી જ સીમિત ન રાખો, તેને પોતાના પ્રિયજનોની સાથે વહેંચો. આજે પોતાના ગુરુને યાદ કરી તેમને ધન્યવાદ જરૂર આપો, તેનાથી તમારી વિદ્યા ફળશે. પોતાના વિચારોમાં સહનશીલતા ટકાવી રાખો, આઅડિયલ સ્વભાવને લીધે તમને નુકસાન થઈ શકે છે.

કરિયર- કાર્યક્ષેત્રમાં પોતાના ઈઇડિયા આજે રજૂ કરો. તેનાથી તમારું અને તમારી સાથે કામ કરનારું ભલું થશે.

લવ- પ્રિયજનો સાથે પોતાની વાતને કહેવામાં અચકાશો નહીં. આજે તમને પૂરો સહયોગ મળશે. પોતાના વિચારો ઉપર અડગ ન રહો.

હેલ્થ- મનની વાત વ્યક્ત કરવાથી સ્વસ્થ્યમાં સુધારો થશે.

---------------

મિથુન- Ten of Wands

કોઈ નિર્ણયને લઈને પરેશા ન થશો, તેના વિશે પૂરી જાણકારી મળવા સુધી રાહ જુઓ. પોતાના મનનો અવાજ આજે જરૂર સાંભળો. આજે પોતાના મૂ઼ડ સ્વિંગ ઉપર નિયંત્રણ રાખો. આજે ભાવનાઓ વધુ રહેશે જેને લીધે આજે કરવામાં આવેલ નિર્ણય ખોટા પણ સાબિત થઈ શકે છે. પોતાના ગુસ્સાને શાંત રાખવા પ્રયાસ કરો. આત્મવિશ્વાસમાં આજે ખોટ ન આવવા દો.

કરિયર- કાર્યક્ષેત્રમાં આજે ફોસની ખોટ વર્તાય. જો નોકરી સાથે જોડાયેલા હોવ તો કોઈ મામલામાં દુવિધામાં હોવ તો પોતાના સિનિયરની સલાહ લો.

લવ- જો કોઈની માટે મનમાં ભાવનાઓ હોય તો તેને વ્યક્ત કરો. જો તમે સચ્ચાઈથી રાખશો તો સંબંધમાં સુધારો થશે.

હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નિયમિત કસરતથી તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે.

---------------

કર્ક- Four of Cups

જીવનમાં જો તમે બંધાયેલા મહેસૂસ કરી રહ્યા હોવ તો આજે પોતાના જીવનને એક નવી દિશા આપવાનો સમય છે. ઘેટા-બકરાંના ટોળમાં ન ચાલો, એ જ કરો જે તમને સારું લાગે છે, જેનાથી તમને ખુશી અને સંતોષ મળે. સંબંધોમાં જો ખુશી નહીં હોય તો આ બંધનમાં બંધાવાને બદલે પોતાના અસ્તિત્વ માટે કંઈક કરો, તેનાથી તમારા સંબંધોમાં પણ સુધારો થશે.

કરિયર- કાર્યક્ષેત્રમાં જો તમે તમારા કરિયરથી ખુશ ન હોવ તો તમને ઝડપથી નવી તક મળી શકે છે, કંઈક નવું કરવાથી તમને જે સંતોષ અને સમૃદ્ધિ પણ મળશે. એ તરફ જરૂર વિચારો.

લવ- પ્રિયજનોની સાથે થોડો સમય જરૂર વિતાવો, તેનાથી સંબંઘોમાં પ્રગાઢતા વધશે.

હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે કોઈ જૂનો રોગ પરેશાન કરી શકે છે. અલ્ટરનેટિવ ચિકિત્સાથી લાભ થશે.

---------------

સિંહ- The Fool


મિત્રો સાથે મળવાનો મોકો મળશે તેમ છતાં મનમાં એક ખાલીપણું લાગશે. આજે કંઈક નવું જરૂર શીખો. થોડો સમય મેડિટેશનમાં વિતાવો, તેનાથી તમારા મનને શાંતિ મળશે અને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પણ આ સારું પગલું છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં તો ભવિષ્યમાં પરેશાનીઓ આવી શકે છે. કોમ્પીટિશન પરીક્ષા આપવા માટે વધુ મહેનત કરવી પડશે.

કરિયર- કામમાં તમારું ફોકસ છે, પરંતુ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનતની જરૂર છે.

લવ- પરિજનો અને મિત્રોની સાથે આજે સારો સમય વિતશે. પ્રેમીની સાથે સંબંધોમાં પ્રગાઢતા આવશે.

હે્લ્થ- તણાવ અને ચિંતાને લીધે સ્વાસ્થ્યમાં કેટલીક પરેશાનીઓ વધી શકે છે.

---------------

કન્યા- Wheel of Fortune


પ્રોફેશનલ રીતે આજે કેટલીક પરેશાનીઓ આવી શકે છે, પરંતુ અંગત જીવનમાં પોતાની લાગણીઓને લીધે તમે કોઈ મોટા તણાવથી બચી શકો છો. આજે તમે પોતાની માટે સમય જરૂર ફાળવો અને પોતાની દેખભાળ કરો. જેટલો સમય તમે પોતાને આપશો એટલી જ શાંતિ મહેસૂસ કરશો.

કરિયર- એટલુ જ કામ લો જેટલું તમે આસાનીથી પૂરું કરી શકો. કોઈને ઈમ્પ્રેસ કરવા માટે પોતાનો બોજ ન વધારો નહીં તો લેવાના દેવામાં પડશો.

લવ- અંગત સંબંધોમાં કોઈ દેખાડો ન કરો. લોકોને તેમની કમીઓ સાથે જ સ્વીકાર કરો.

હેલ્થ- મેડિટેશન અને આધ્યાત્મિક સાધનાની સાથે સાથે કોઈ શારીરિક વ્યાયામ કે યોગ પણ કરો.

---------------

તુલા- Five of Swords


પોતાના વિચારોને એટલા અડગ ન રાખો નુકસાન થઈ શકે છે. આજે મનમાં તણાવ ચાલતો રહેશે. પરિસ્થિતિ અનુકૂળ નહીં રહે જેને કારણે આજે નુકસાનદાયક સ્થિતિ પણ પેદા થઈ શકે છે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, ઉચિત સમયની રાહ જુઓ. બીજાના વિચારો અને વાતથી એટલા ઈમ્પ્રેસ ન થઈ જાઓ કે તમારું સ્વાસ્થ્ય બગડી શકે. થોડા સમયથી ચાલતી પરેશાનીઓને લીધે માનસિક તણાવ વધી રહ્યો છે જેનો ઝડપથી ઉકેલ મળી જશે. પૂજા-પાઠ, ઈબાદત કે મેડિટેશન નિયમિત રીતે કરો.

કરિયર- ઓફિસમાં તમારા વિચારો ખુલીને વ્યક્ત કરો. આજે નવા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવનાઓ છે. આ તકને જવા ન દો, તેની માટે પ્રયાસ કરો.

લવ- સંબંધોમાં પોતાના પ્રિયજનના મહત્વને સમજો, તેની જરૂરિયાતને નજરઅંદાજ ન કરો.

લવ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કોઈ રોગ સામે લડી રહ્યા હોવ તો તેનાથી આજે છુટકારો મહેનત કરતા રહો, થોડો સમય સમય વધુ લાગશે.

---------------

વૃશ્ચિક- Strength


તમારું મન ખરાબ ન કરશો, કોઈ નકામી બહેસ ન પડો. પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ જશે. કોઈ મહત્વપૂર્ણ વિષયને લઈને કોઈની પસંદગી કરવી પડી શકે છે, જે થોડી કઠિન હશે. આ નિર્ણય તમારા આવનારા સમય અને સ્થિતિઓને પ્રભાવિત કરશે. એટલા માટે સમજી વિચારીને જ કોઈ નિર્ણય લો. એ ધ્યાન રાખો કે તમારો નિર્ણય અને તમારા વિચાર નજીકના ફાયદા માટે નહીં પણ લાંબા સમયના ફાયદા માટે હોવા જોઈએ.

કરિયર- ઓફિસમાં કોઈ સહકર્મી કે બોસની સાથે અણબનાવ થઈ શકે છે.

લવ- જો પ્રેમની તલાશ હોય તો જીવનમાં નવા રોમાન્ટિક સંબંધોનું આગમન થઈ શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ગરદન કે ગળાની લગતી કોઈ પરેશાની થઈ શકે છે. પોતાનું ધ્યાન રાખો.

---------------

ધન- The Tower

કોઈની વાતોથી એટલા પ્રભાવિત ન થઈ જાઓ કે તમારી સ્થિરતા ઉપર અસર પડે. બીજાના વિચારોને સાંભળીને ગ્રહણ કરો, જે તમને યોગ્ય લાગે. તમારા મનમાં અનેક ઈચ્છાઓ છે, તેને નકારવાને બદલે સ્વીકાર કરો, ત્યારે જ મનમાં શાંતિની ભાવના આવશે નહીં તો મનમાં દ્વંદ્ધ ચાલતો રહેશે.

કરિયર- આજે ઓફિસમાં સાથીઓ સાથે બીનજરૂરી વાતો ન કરો નહીં તો તમારી વાત કોઈ ખોટી રીતે રજૂ કરી શકાય છે.

લવ- પ્રેમીની સાથે સમય વિતાવવા મળશે. કોઈ નિર્ણય ન લો.

હેલ્થ- મનમાં સ્થિરતા અને શાંતિ ટકાવી રાખવા માટે મેડિટેશનનો તમારા જીવવનો ભાગ બનાવો.

---------------

મકર- Seven of Swords

ક્યારેક-ક્યારેય શાંતિ ટકાવી રાખવા માટે વાતોની અનદેખી કરવી સારી હોય છે. અંગત અને વ્યવસાયી જીવનમાં આજે તાલમેળ બેસાડવવામાં થોડી પરેશાની આવી શકે છે. સ્વાસ્થ્ય ઉપર પૂરું ધ્યાન આપો નહીં તો નબળી રોગ પ્રતિકારક ક્ષમતાને લીધે રોગ ગ્રસિત કરી શકે છે. આ પરિવર્તનના સમયમાં થોડો અસંમજસ હોવું નોર્મલ છે,તેનાથી પરેશાન ન થશો. પોતાની ચિંતા ઈશ્વર પર છો઼ડી દો, જે થઈ રહ્યું છે, તમારા ભલા માટે જ થઈ રહ્યું છે. પોતાનું ફોકસ કામ પર રાખો.

કરિયર- પૂરાં આત્મવિશ્વાસની સાથે એવું પગલું ભરો, જેનાથી સફળતા મળે. નાની-મોટી પરેશાનીઓને નજર-અંદાજ કરી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.

લવ- સંબંધોમાં કોઈ નાનકડી વાતે ઝઘડો થઈ શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ જૂના સમયથી ચાલતી આવતી બીમારીથી ઝડપથી છુટકારો મળવી જશે. તમારા પ્રયાસ ચાલું રાખો.
---------------

કુંભ- The Sun

તમને સમજૂતી કરવી પડશે એ વાત તમારા મનમાંથી બહાર કાઢી દો. પોતના મુડ સ્વિંગ અને લાગણીઓને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. પોતાની ઊર્જાને યોગ્ય દિશામાં ઉપયોગ કરવા માટે મનપસંદ કામમાં ભાગ લો. જીવનમાં જો કોઈ અડચણ આવતી હોય તો તે માત્ર તમારા આત્મવિશ્વાસની ખોટ છે. પોતાની જાત પર ભરોસો રાખો. થોડું રિસ્ક લેવું ફાયદાકાર્ક રહેશે.

કરિયર- ક્યારેય પણ ઓફિસ પોલિટિક્સ કે ગોસિપમાં ભાગ ન લો નહીં તો પરેશાની વધી શકે છે. જો નોકરીની શોધમાં હોવ તો આજે દિવસ ફળદાયી રહેશે.

લવ- જો લગ્ન માટે સારા પાર્ટનર શોધી રહ્યા હોવ તો ઝડપથી તમને સફળતા જરૂર મળશે.

હેલ્થ- જો કોઈ રોગ સામે ઝઝૂમી રહ્યા હોવ તો તને સંબંધિત ભાવ જેવા કે ગુસ્સા, ભય, નિરાશા વગેરનો ઈલાજ કરાવવાથી ઝડપથી છુટકારો મળશે.

---------------

મીન- The Emperor

નિર્ણય લેવામાં ખૂબ વધુ વાર ન કરવી નહીં તો પરિસ્થિતિ બગડી શકે છે. આજે કામ ડેડલાઈન પર પૂરું કરવામાં પરેશાની આવી શકે છે. દુવિધામાં નિર્ણય ન લો, પરિસ્થિતિને અનુકૂળ થવાની રાહ જુઓ. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આજે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. કોઈ સંબંધોને લઈને પરેશાન હોવ તો તેને લગતા નિર્ણય આજે ટાળી દો નહીં તો કષ્ટદાયક રહેશે. જો કોઈની માટે મનમાં લાગણીઓ હોય તો તેને વ્યક્ત જરૂર કરો.

કરિયર- કાર્યક્ષેત્રમાં કોઈ નિર્ણયને લઈને દુવિધા હો.ય તો કોની સલાહ જરૂર લો.

લવ- જે પરિસ્થિતિથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છો તેનાથી જેટલા જલદી સામનો કરશો એલું જ આસાન રહેશે.

હેૃલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચિંતાઓને લીધે પોતાના સ્વાસ્થ્ય પર અસર ન થવા દો.

X
Tarot card Rashifal for 10th September 2019, Shila M. Bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી