તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે કર્ક જાતકોને કોઈ નવી શરૂઆત કરવા માટે દિવસ શુભ રહેશે તો સિંહ રાશિવાળા માટે દિવસ શંકાઓથી ભરેલો રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેષ- The Empress

આજનો દિવસ તમારા માટે ઘણો પ્રગતિશીલ રહેશે. તમને અનેક નવી વસ્તુઓ સમજવા અને શીખવાની તક મળશે. તમારે હકારાત્મક રહેવું પડશે. કોઈપણ મામલામાં તમારે ઊતાવળ કરવાની જરૂર નથી. તમારા માટે ધૈર્યથી કામ લો. પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો.
કરિયર- તમે તમે કરિયરમાં પ્રગતિ કરશો. નવા કૌશલ્ય શીખવા માટે સમય સારો છે.
લવ- તમારા સાથી રોમાંસ તમારી રીતે જ કરે છે. સંબંધોને સંભાળવાના તમારા પ્રયાસો અને પદ્ધતિઓની પ્રશંસા થશે
હેલ્થ- તમારા દાંતમાં દુઃખાવો થઈ શકે.
----------------

વૃષભ- Two of Cups

આજે તમારા માટે અનેક નવી વસ્તુઓના પ્રસ્તાવ આવી શકે છે. મિત્રો અને પરિચિતોનો તમને પૂરો સહયોગ મળશે. તમારા માટે આ સમય ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવા માટે ખૂબ સારો સમય છે. તમારા માટે દિવસ ખૂબ જ સારું પરિણામ આપનારો છે, તેથી તેનો ઉપયોગ કરો. તમને મિત્ર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે. બેરોજગારો મળવાની સંભાવના છે.
કરિયર- કોઈ મિત્ર બિઝનેસ પ્લાન લઈને તમારી પાસે લઈને આવશે. તમે એકી સાથે કામ કરવા ઉપર વિચાર કરી શકો.
લવ- તમે પોતાના સાથીની સાથે પોતાની હોબિઝને શેયર કરી શકે છો કારણ કે તેઓ તમને ખૂબ સારી રીતે સમજી શકો છે.
હેલ્થ- તમને માથાનો દુઃખાવો થઈ શકે. ઊંઘ પૂરી લો અને આંખોને આરામ આપો.

----------------

મિથુન- Nine of Wands

આજે તમારા કામમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. કેટલીક એવી વાતો થશે જે તમારો મૂડ ખરાબ કરી શકે છે. તેનાથી તમારું મન ઉચાટ અનુભવશે. પરંતુ, તમારે ટાર્ગેટથી અલગ ન વિચારવું જોઈએ. નહીંતર, તમારું ધારેલું પરિણામ મળવામાં સમસ્યા આવી શકે.
કરિયર- કામની વસ્તુઓ તમારા મૂ઼ડને પ્રભાવિત કરશે. શાંત રહો, તમારું કામ સમયસર પૂરું કરવા પર ધ્યાન આપો.
લવ- તમે તમારા સાથીની કોઈ ઉપહાર આપી શકો જે તેમને પસંદ હોય. તે તમને ખુશ કરવાનો પ્રયાસ કરશે.
હેલ્થ- ગેસ્ટ્રિક પ્રોબ્લેમ તમને પરેશાન કરી શકે.
----------------


કર્ક- The World

આજે કોઈ નવી શરૂઆત કરવાનો દિવસ છે. પ્રોફેશનલ કે પર્સનલ લાઈફમાં તમે કેટલાક એવા કામ કરવા માંગશો, જેનાથી તમને ભવિષ્યની યોજનાઓને પૂરાં કરવામાં મદદ મળશે. તમને મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે પરંતુ તમે ઊતાવળમાં કોઈ નિર્ણય ન લો, દરેક મામલામાં ગંભીરતાથી વિચાર કરો.
કરિયર- તમે કોઈ નવો ઉદ્યોગ શરૂ કરી શકો છો. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં થોડું વિચારી લો.
લવ- તમારા સાથી તમારા કાર્યોમાં તમારી મદદ કરશે. તે તમારી વાતોને સાંભળશે, તમારે તેમને તમારા વિચાર બતાવવા પડશે.
હેલ્થ- જંકફૂડથી બચો, તમને પાચનને લગતી સમસ્યા થશે.
----------------

સિંહ- The Star

આજનો દિવસ તમારા માટે બોર કે શંકાઓથી ભરેલો રહી શકે છે. તમે કેટલીક મુશ્કેલીઓમાં ઘેરાયેલાં હોવ તેવું લાગશે. તમને ભવિષ્યને લઈને કેટલીક શંકા પણ રહી શકે છે. તેની માટે તમને કેટલાક અનુભવી લોકો પાસે સલાહ અને મોટિવેશનની જરૂર રહેશે. તમારા માટે સમય થોડો વિપરિત રહી શકે, પરંતુ આગામી દિવોસમાં પરિણામ તમારા પક્ષમાં રહેશે.
કરિયર- તમે તમારી નોકરીમાં ગુંચવાયેલાં મહેસૂસ કરશો. આ પ્રક્રિયામાં વિશ્વાસ કરો, તમારા માટે સમય સારો જરૂર આવશે.
લવ- રોમાંસ અને દિલચસ્પ વાતચીતથી ભરેલ ડિનર ડેટની યોજના બનાવો, તેનાથી તમારા સાથીની સાથે સંબંધ બનાવવામાં મદદ મળશે.
હેલ્થ- સૌંદર્ય સંબંધી સમસ્યાઓનો તમને સામનો કરવો પડશે.
----------------
કન્યા- Justice

આજે તમારા માટે દિવસ ફેરફાર કરવાનો છે. કેટલાક લોકો જોબને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છે. શક્ય છે કે વર્તમાન જગ્યાએ જ તમને કોઈ નવી જવાબદારી મળી જાય. તમને વડીલ લોકોથી પણ માર્ગદર્શન મળવાના યોગ છે. આજે તમારી કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે જે લાંબા સમયથી તમારાથી દૂર છે. એવા લોકોની ગર્મજોશીથી સ્વાગત કરવું જોઈએ.
કરિયર- તમારે નોકરીના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય લાવવા માટે સારો દિવસ છે. તમે તમારી ટીમ લીડરનું માર્ગદર્શન લઈ શકે.
લવ- તમારા સાથી લાંબા સમય પછી તમને મળવા આવશે. સુનિશ્ચિત કરો કે તમારો વ્યવહાર તેમની અનુકૂળ હોય.
હેલ્થ- તમને દાંતની સમસ્યા રહી શકે.
----------------

તુલા- Knight of Cups

જીવન અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિની તકો મળશે, તેનો ભરપૂર લાભ ઊઠાવો. નોકરીની શોધ કરી રહ્યાં હોવ તો આજે સફળતા મળવાના ચાન્સ છે પરંતુ સ્થિરતા આવવામાં થોડો સમય વધુ લાગી શકે. જો કોઈ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યાં હોવ તો સંસાધનની કોઈ ખોટ નહીં રહે. એક સમયે એક જ કામ ઉપર ફોકસ કરો, ઝડપથી સફળતા મળશે.
કરિયર- કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે સંસાધાન આસાનીથી મળીજશે. કામ ફોકસ સાથે કરો.
લવ- પ્રિયજનોની સાથે આજે સારો સમય વિતાવવાની તક મળશે. વિવાહ માટે વધુ ટાળ-મટોળ ન કરો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ રોગ પરેશાન કરી શકે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ કરો.
----------------
વૃશ્ચિક- Death

દિવસ સામાજિક મેળાવડામાં પસાર થશે. ઓળખ વધારી શકો જે તમારી માટે લાભદાયી રહેશે. આજે તમારામાં ઊર્જાની ખોટ નહીં રહે, તેને યોગ્ય દિશામાં વાળો તો લાભ થશે. આજે તમારા માટે થોડો સમય જરૂર ફાળવો. જીવનમાં સ્થિરતા માટે તમારા વિચારોમાં સ્થિરતા લાવાવની જરૂર છે. એટલું જ કામ કરો જેટલી તમારા શરીરની ક્ષમતા હોય.
કરિયર- ધનલાભના યોગ છે. આજે કોઈ નવા કામ માટે પાયો નાખવા માટે દિવસ સારો છે.
લવ- લગ્ન સંબંધી નિર્ણય લેવા માટે આજનો દિવસ શુભ છે. કામ વિઘ્ન વગર પૂર્ણ નથી.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સારા સ્વાસ્થ્ય માટે કરેલી મહેનત ફળશે.
----------------

ધન- The Hierophant

કામમાં તમારું ફોકસ ખૂબ જ સારું રહેશે. પરંતુ તેને લીધે તમારા પરિવાર અને અંગત જીવનની જવાબદારીઓને અનદેખી ન કરો. તેની તરફ ધ્યાન આપો. કોઈ પરિવારજનોની સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા હોવ તો સારું રહેશે. આજે સામાજિક મેળાવડામાં એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જેની સાથે તમારા સારા સંબંધો સ્થપાશે.
કરિયર- આજે કામમાં તમારું ફોકસ સારું રહેશે. પરંતુ સફળતા માટે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. તમારી રચનાત્મક ઊર્જાને યોગ્ય દિશામાં વાળો.
લવ- બાળકો માટે પ્રયાસ કરી રહ્યાં હોવ તો ઝડપથી સફળતા મળી શકે. જો કોઈ સંબંધની શોધમાં હોવ તો તમારા જીવનમાં તેની માટે યોગ્ય સમય ફાળવો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જૂના રોગથી મુક્તિ મળી શકે.
----------------

મકર- Eight of Swords

આજનો દિવસ દિલચસ્પ રહેશે. ઘણા સમયથી ચાલતી પરેશાનીઓનો હલ મળશે. તેને લીધે સંબંધો અને ઓફિસમાં મંચ પરિવર્તન થઈ શકે છે જે શરૂઆતમાં સારા નહીં લાગે, પરંતુ તમારા માટે એક નવા અને સારા સમયની શરૂઆતનું પ્રતીક છે. આ પરિવર્તનનું દિલ ખોલીને સ્વાગત કરો.
કરિયર- આજે તમને કામની નવી તક કે આઈડિયા મળશે, જેનાથી તમારા કાર્યક્ષેત્રની દિશા બદલાઈ જશે.
લવ- કોઈપણ સારા સંબંધનો પાયો હોય છે પોતાની સમજ. તમે પોતાની સાથે જેવો વ્યવહાર કરશે, બીજા પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રોગ સામે ઝઝૂમી રહ્યાં હોવ તો તેની માટે કરવામાં આવતા પ્રયાસ ઝડપથી ફળદાયી રહેશે.
----------------

કુંભ- Four of Cups

આજનો દિવસ તમારી માટે અનેક વિકલ્પ લઈને આવશે. જો જીવનમાં એવી સ્થિતિમાં તમારે નિર્ણય લેવાની જરૂર છે, તો નિર્ણય લઈ લો. તમારા દિલથી હોય, નહીં કે મગજ કે સામાજિક દબાણને ધ્યાનમાં રાખીને. જો નોકરીને લગતો કોઈ ફેરફાર કરવો હોય તો આજે આ દિશામાં પગલું ભરો.
કરિયર- જો કોઈ નવું કામ કરવા માંગતા હોવ તો આજે તમારા માટે સારો દિવસ છે. કોઈની સલાહ કે મંજૂરી માટે રાહ જોઈ રહ્યાં હોવ તો એ જ કરો જે તમને યોગ્ય લાગે.
લવ- સંબંધોને લગતા કોઈ મામલે તમારી સલાહ અને વિચારથી ચાલો. કોઈ બીજાની રાહ ન જુઓ.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રોગથી છુટકારો મેળવવા માટે પ્રયાસરત રહો.

----------------

મીન- Page of Swordsવાતોને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. આજે જીવનમાં કંઈક નવું કરવાની તક મળશે, તેનાથી પાછળ ન હટો. આજનો દિવસ રોમાંચકારી પણ રહી શકે. તમારા જૂના અનુભવો પ્રમાણે જો બધા નિર્ણય લેશો તો કંઈ નવું નહીં શીખી શકો. રિસ્ક લો, આજે લાભ થશે. નવા લોકો સાથે મળવાની તક મળે. આ બધી ગતિવિધિઓમાં તમારો ખયાલ પણ રાખો.
કરિયર- ઓફિસમાં ફેરફાર આવી શકે છે જેને લીધે તમારે સ્થાન પરિવર્તન કરવું પડશે.
લવ- સંબંધોમાં કોઈ નાનકડી વાતે ઝઘડો થઈ શકે. ક્યારેક-ક્યારેક વાતોની અનદેખી કરવી સારી હોય છે શાંતિ બનાવી રાખો.
હેલ્થ- સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. કોઈ જૂના સમયથી ચાલતા રોગ ઝડપથી છુટકારો મળી શકે. તમારા પ્રયાસો ચાલું રાખો.

અન્ય સમાચારો પણ છે...