તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

29 સપ્ટેમ્બર રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ આસો સુદ- 1
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ શૈલપુત્રયૈ નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાંઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં: ચલ- 08.01થી 09.31, લાભ- 09.31થી 11.00, અમૃત- 11.00થી 12.30, શુભ- 13.59થી 15.29, શુભ- 18.28થી 19.59, અમૃત- 19.59થી 21.29, ચલ- 21.29થી 22.59
યોગઃ બ્રહ્મ 
કરણઃ કિસ્તુંઘ્ન
રાહુકાળઃ 16.30થી 18.00
દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ ઘટસ્થાપન, ચંદ્ર દર્શન, મુ.30 સામ્યાર્ધ, બુધનો તુલા રાશિ પ્રવેશ 13.01, ઈષ્ટિ રાજયોગ 20.14થી સૂર્યોદય, વિશ્વ હૃદય દિવસ.
આજનો પ્રયોગ: આજે 'નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીનુ પૂજન' અર્ચન કરવું તેમજ કોઈ દુર્ગા સ્તોત્ર કે ઉપરોક્ત મંત્રનો જાપ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: એકમ તિથિના સ્વામી શ્રી અગ્નિદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી અગ્નિદેવજીની પૂજા-અર્ચના કરવાથી કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
નક્ષત્રઃ આજે રાત્રે 19.07 સુધી હસ્ત ત્યારબાદ ચિત્રા.
આજની જન્મ રાશિઃ આવતીકાલે પરોઢિયે 05.45 સુધી કન્યા (પ,ઠ,ણ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ તુલા (ર,ત)થી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!

આરોગ્યઃ વર્ષ દરમિયાન જાતકને આરોગ્ય ક્ષેત્રે સાનુકૂળતા જણાય. તેઓને મુખ્યત્વે કફ, વાયુ, પાચનશક્તિ, લોહીને લગતી સમસ્યા વધુ જણાય.
વિદ્યાર્થીઃ વિદ્યાભ્યાસમાં જાતકને નવા પડાવ સર થાય. તેઓ મનોવિજ્ઞાન, સાહિત્ય, કાવ્ય, સંગીત, ભાષા જેવા વિશેષ રુચિ રાખે.
સ્ત્રી વર્ગઃ ઉત્સાહી તેમજ ચંચળતાનું પ્રમાણ વિશેષ જણાય. અપ્રામાણિક લોકો ન ગમતા હોવાથી ગૃહ કે કાર્યક્ષેત્રમાં સામાન્ય મતભેદ જણાય.
કૌટુંબિકઃ વર્ષ દરમિયાન કૌટુંબિક સમરસતા જળવાઈ રહે. કૌટુંબિક આર્થિક પ્રશ્નોમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે.

અન્ય સમાચારો પણ છે...