તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારનો દિવસ થોડી રાશિઓ માટે અશુભ રહેશે, સાવધાન રહેજો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ 28 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સમાનમાં માન-સન્માન મળશે. કારોબારમાં આર્થિક લાભના યોગ છે. સામાજિક કાર્યોમાં યશ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રભાવ વધશે.

નેગેટિવઃ- સ્વભાવમાં કઠોરતા રાખશો તો આખો દિવસ ખરાબ જશે. લોકો સાથે વિના કારણે વિવાદ થવાની સંભાવના છે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બિનજરૂરી ખર્ચ વધવાથી ચિંતા પણ રહેશે.

લવઃ- તમારું દાંપત્ય જીવન પણ સારું રહેશે તેવી સંભાવના છે.
વ્યવસાયઃ- આર્થિક રોકાણ ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ- બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે સમય સારો વિતશે. પારિવારિક સુખ અને ધનમં વધારો થશે. સમાજના કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મળશે. શરીરમાં ઊર્જા રહેવાના કારણે તમે તમારા બધા જ અટકાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- આખો દિવસ ભાગદોડ રહેશે. વાદ-વિવાદ અને ઝગડાના કારણે માનસિક કષ્ટ વધશે. કારોબારમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ વાતને લઇને વિવાદ થવાના અણસાર છે.

લવઃ- કપલે એકબીજા સાથે સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરવો.
વ્યવસાયઃ- નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખવું.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમાજના કાર્યોમાં આજે તમે ઉત્સાહ સાથે ભાગ લેશો. ધન સંબંધિત કાર્યો પૂર્ણ થશે. માનસિક શાંતિની શોધમાં આધ્યાત્મ સાથે જોડાવાનો અવસર મળશે. પરિવારમાં માંગલિક કાર્ય થઇ શકે છે.

નેગેટિવઃ- આકસ્મિક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. સાથે જ, બિનજરૂરી અને ખોટાં ખર્ચ પણ વધારે રહેશે. આ ખર્ચાના કારણે પરિવારમાં ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે. વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે.

લવઃ- સમય પ્રમાણે તમને તેનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ- નોકરી અથવા વેપારમાં સફળતાના અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવે તેવી સંભાવના છે.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને પ્રતિયોગિતાઓમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. નવા લોકો સાથે સંપર્ક વધશે. જમીન-સંપત્તિ સંબંધી મામલાઓ પૂર્ણ થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.

નેગેટિવઃ- મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાથી ખોટા વિવાદોથી બચી શકો છો. ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું. કાર્યક્ષેત્રમાં થોડું પરેશાન થવું પડી શકે છે.

લવઃ- દાંપત્યજીવનને લઇને સમસ્યા ઊભી થઇ શકે છે.
વ્યવસાયઃ- પ્રોપર્ટીમાં રોકાણ લાભદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- જીવનસાથી અને માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જેવું કર્મ કરશો, તેવું જ ફળ પ્રાપ્ત થશે. કઠોર મહેનતથી બધા જ કાર્યોમાં સફળતા મળશે. આકસ્મિક ધનલાભના યોગ રહેશે. સમજી-વિચારીને લીધેલાં નિર્ણય લાભદાયક રહેશે અને યોજનાઓ સફળ થશે.

નેગેટિવઃ- મિત્રોની અદેખાઇ કરવી નહીં. સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન અને પ્રતિષ્ઠામાં હાનિ થઇ શકે છે. પરિવારના લોકો સાથે કોઇ વાતને લઇને મનમુટાવ થઇ શકે છે.

લવઃ- એકબીજા સાથે મનમુટાવ થવાના કારણે ઘરમાં સમસ્યાઓ વધી શકે છે.
વ્યવસાયઃ- વેપારીઓને આકસ્મિક ધનલાભ અને નોકરીમાં ઉન્નતિના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- કાર્યભાર વધવાથી માનસિક અને શારીરિક થાકનો અનુભવ કરશો.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો, જે આગળ શુભ ફળદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં કઠોર પરિશ્રમ સાથે કાર્યોમાં સફળતા મળશે. કાર્યમાં સફળતા મળવાથી મન ઉત્સાહિત રહેશે. પારિવારિક સમસ્યાઓનું નિવારણ થશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે.

નેગેટિવઃ- તમારો દ્રષ્ટિકોણ મિત્રો અને સંબંધીઓ ઉપર થોપવાની કોશિશ કરવી નહીં. થોડાં લોકો માટે આકસ્મિક યાત્રા દોડભાગ અને તણાવપૂર્ણ રહેશે. સાંભળેલી વાતો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં.

લવઃ- પ્રેમના મામલે દબાવ બનાવવાની કોશિશ કરવી નહીં.
વ્યવસાયઃ- જમીન સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ રહેશે. નવા કામની શરૂઆત કરી શકો છો. ધાર્મિક કાર્ય તથા પ્રવાસ થઇ શકે છે. રચનાત્મક કાર્ય પ્રત્યે રસ વધશે. આ અવસરનો લાભ ઉઠાવો. વડીલો પાસેથી સલાહ લેવી તમારી માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ- ઘરમાં પરેશાનીઓ આવી શકે છે, પરંતુ નાની-નાની વાતોમાં ટોણા મારતાં પહેલાં વિચારવું. તમે તમારા પરિજનો ઉપર નિર્ણયો થોપવાની કોશિશ કરશો નહીં.

લવઃ- તમારા જીવનમાં પ્રેમનું આગમન થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં સારો નફો થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની કોશિશ કરવી.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ સારા સમાચાર મળી શકે છે. તમારે આરામ કરવાની અને નજીકના મિત્રો તથા પરિવાર સાથે થોડી ક્ષણો વિતાવવાની જરૂર છે. દિવસ રોમાંચક બનાવવા માટે નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો.

નેગેટિવઃ- પરિવારના સભ્યો અનેક વસ્તુઓની માંગ કરી શકે છે. તમે જેના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો, તે તમારો વિશ્વાસ તોડી શકે છે.

લવઃ- રોમેન્ટિક વિચાર દરેક વ્યક્તિને જણાવશો નહીં.
વ્યવસાયઃ- વેપારને વિકસિત કરવા બાબતે વધારે ધ્યાન આપવું.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય વધારે સારું રહેશે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે જે નવી જાણકારી હાંસલ કરી છે, તે તમને તમારા પ્રતિસ્પર્ધિઓ સામે ઉન્નતિ અપાવશે. સેમિનાર દ્વારા તમે નવી જાણકારીઓ એકઠી કરી શકશો. આજના દિવસે શરૂ કરેલું નિર્માણનું કાર્ય સંતોષજનક રૂપથી પૂર્ણ થશે.

નેગેટિવઃ- બિનજરૂરી વસ્તુઓ ઉપર રૂપિયા ખર્ચ કરીને તમે તમારા જીવનસાથીને નિરાશ કરી શકો છો. આજે એવી અનેક વસ્તુઓ થશે, જેની તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- તમારી અને તમારા પ્રેમી વચ્ચે વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયના કાર્યોમાં વ્યસ્ત રહેશો.
સ્વાસ્થ્યઃ- પેટની સમસ્યા થઇ શકે છે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ગૃહ પ્રવેશ માટે દિવસ શુભ છે. તમારો કિંમતી સમય બાળકો સાથે પસાર કરો. તેઓ આધ્યાત્મિક રીતે ધરતી ઉપર સૌથી વધારે તાકાતવર અને ભાવનાત્મક લોકો છે. તેમની સાથે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો.

નેગેટિવઃ- ગાડી ચલાવતી સમયે સાવધાન રહેવું. શિક્ષા પ્રતિયોગિતામાં ભાગ લેતા લોકોએ વધારે મહેનત કરવી પડી શકે છે. મકાન-ભૂમિ સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી.

લવઃ- રોમેન્ટિક જીવનમાં બદલાવ જરૂરી છે.
વ્યવસાયઃ- આજનો દિવસ કારોબારીઓ માટે સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે. પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે હોવાથી માનસિક અસ્વસ્થતા ઊભી થઇ શકે છે. સંતાનોની ચિંતા થશે. સંપત્તિ સંબંધી મામલાઓને લઇને સાવધાન રહેવું. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ- લગ્નજીવનમાં એક સુંદર બદલાવ આવશે.
વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભ અને નોકરીમાં ઉન્નતિના યોગ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. વેપારમાં વિકાસ થવાથી મનમાં આનંદ રહેશે. કપડાં અને ઘરેણાંની ખરીદી તમારી માટે રોમાંચક અને આનંદદાયી રહેશે. કળા પ્રત્યે તમારો રસ વધારે રહેશે. 

નેગેટિવઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખવી. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો નથી. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કરવાં.

લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- વેપારના વિસ્તારની નવી યોજનાઓ શરૂ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- અચાનક બીમારી તમને ઘેરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...