તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28 સપ્ટેમ્બર શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ ભાદરવા વદ- અમાસ
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ મંદાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિનાં ચોઘડિયાંઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
શુભ ચોઘડિયાં: શુભ- 08.01થી 09.31, ચલ- 12.30થી 13.59, લાભ- 13.59થી 15.30, અમૃત- 15.30થી 16.59, લાભ- 18.29થી 19.59, શુભ- 21.30થી 23.00
યોગઃ શુક્લ 
કરણઃ ચતુષ્પાદ
રાહુકાળઃ 09.00થી 10.30
દિશાશૂળઃ પૂર્વ
આજનો વિશેષ યોગઃ સર્વપિતૃ અમાસ, અમાસનું શ્રાદ્ધ, દર્શ અમાવસ્યા, ચૌદશ-પૂનમ- અમાવાસ્યાનું શ્રાદ્ધ, સર્વપિતૃ અમાસ, અન્વાધાન મૃત્યુ તથા યમઘંટ યોગ- 22.02થી સૂર્યોદય.
આજનો પ્રયોગ: શનિવારના અધિપતિ દેવ શ્રી ભૈરવજી અને શ્રી હનુમાનજી છે. આજના દિવસે તેમની પૂજા-અર્ચના કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.
તિથિના સ્વામી: અમાવાસ્યા તિથિના સ્વામી પિતૃદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે આપના દિવંગત પિતૃઓને યાદ કરવા, પિતૃ તર્પણ કરવું અને બ્રહ્મભોજન કરાવવું શ્રેષ્ઠ મનાય છે.
નક્ષત્રઃ આજે રાત્રે 22.02 સુધી ઉત્તરાફાલ્ગુની ત્યારબાદ હસ્ત.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કન્યા રાશિ. આજે જન્મેલા બાળકનું નામ પ,ઠ,ણ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સાનુકૂળતાવાળું જણાય. લોહીનું દબાણ, આંખ-પગ અને હૃદયને લગતી સમસ્યા વધારે જણાય.
વિદ્યાર્થીઃ વિદ્યાભ્યાસ વર્ષ દરમિયાન સારો જણાય. તેઓને ધર્મશાસ્ત્ર, ફાર્મસી, મેનેજમેન્ટ, રાજનીતિ જેવા વિષયોમાં વિશેષ રુચિ હોય.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવના હોય, નકારાત્મક વિચારોને ત્યજી કાર્ય કરે તો વર્ષ દરમિયાન ધાર્યું ફળ પ્રાપ્ત કરે.
કૌટુંબિકઃ કઠોરવાણી ત્યજી મધુર વાણી વાપરવી વધારે હિતાવહ રહેશે. વર્ષ દરમિયાન કૌટુંબિક સામાન્ય મતભેદ જણાય.

અન્ય સમાચારો પણ છે...