ગ્રહ પરિભ્રમણ / આજથી કન્યા રાશિમાં બુધ અને શુક્રનું પરિભ્રમણ, વિદ્યાર્થીઓને લાભ થશે તો ધંધાર્થીઓ માટે તેજીના એંધાણ

Planetary rotation:Mercury and Venus move in the zodiac

Divyabhaskar.com

Sep 09, 2019, 10:35 AM IST

ધર્મ ડેસ્ક. ગ્રહ ગોચર પરિભ્રમણમાં આજે તારીખ 9 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં બુધ અને શુક્રનું પરિભ્રમણ થશે. જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર નૈસર્ગિક કુંડળીમાં કન્યા રાશિ છઠ્ઠી આવે છે જે બેકી, સ્ત્રી વર્ગ, દ્વિસ્વભાવની ગણાય છે. બુધ આ રાશિમાં સ્વગૃહી બને છે. જેને કારણે સમાજમાં નવા-નવા પ્રકાશનો, મેગેઝીન, નાન-મોટા અખબારો બહાર પડી શકે. સંદેશાવ્યવહાર નવી-નવી શોધો કે સવલતો ઉપલબ્ધ બની રહે. વિદ્યાર્થીગણ માટે આવો સમય વધારે શુભ ગણી શકાય.જયારે કન્યા રાશિમાં શુક્ર 23 દિવસ માટે સતત પરિભ્રમણ કરશે.

આગામી તા. 17 સપ્ટેમ્બરના સૂર્ય કન્યા રાશિમાં પરિભ્રમણ કરવાથી આ બંને ગ્રહો સૂર્યથી આગળ રહેશે જેને કારણે માર્કેટમાં મંદિનું પ્રમાણ ઓછું થાય. કન્સલટનશીનો વેપાર વ્યવસાય કરનાર અને ધંધામાં તેજી બની રહે. રહીશોના સરકારી ક્ષેત્રે અપેક્ષિત કામો ન થાય. જમીન-મકાનના મિલકતના રોકાણો વધે. સરકારી ટેન્ડર ભરનાર વેપારી વર્ગ અને શુભ સમય. મોટી ઉંમરની વ્યક્તિએ આવા સમય દરમ્યાન તબિયત માટે વધારે સભાન રહેવું. આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને ચંદ્ર રાશિથી કેવું રહેશે તે અંગે પૂર્વીબેન જોષીના જણાવ્યાનુસાર...

(1) મેષ રાશિ (અ,લ,ઈ): લાંબા સમયના કામો ઉકેલાય.યેન-કેન પ્રકારે થી શુભ સમય.લગ્નજીવન અત્યંત મુશ્કેલીમાં આવે.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ): અનેકવિધ જગ્યાઓથી આવક ઉભી થવાના સંજોગો પ્રેદા થાય. પ્રેમ-પ્રસંગો થવાની સંભાવના.

(3) મિથુન રાશિ( ક,છ,ઘ): માનસિક મૂંઝવણ વધતિ જણાય. આરોગ્ય બાબતે સાવચેતી સમય.

(4) કર્ક રાશિ (હ,ડ): નોકરીમાં સુખ-શાંતિ બની રહે.મિત્ર- સ્વજન તથા પાડોશી થી મદદ મળે.

(5) સિંહ રાશિ (મ,ટ): કામકાજનો ભાર વધે.અગત્યનાં અટવાલેલા કામો હાય.બેનંબરી લક્ષ્મી પ્રાપ્તિ થાય.

(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) : યોગ્યતા મુજબ સફળતા ન મળે. નોકરિયાત વર્ગ ને પ્રમોશન મળે. નિર્ણાયક બાબતોમાં દ્વિધાભરી પરિસ્થિતિ બને.

(7) તુલા રાશિ (ર,ત): માતાજીની મહેરબાની થાય.સોના-ચાંદીમાં રોકાણોથી લાભ.કાર્યમાં સફળતા સર્વ પ્રકારે બની રહે.

(8) વૃશ્ચિક રાશિ (ન,ય): છેલ્લા સમયે અટવાયેલું કાર્ય પૂર્ણ થાય. વિલંબથી વિજાતીય પાત્ર મળે. જૂના મિત્રો ની વિદાય વસમી પડે.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ): નોકરી-ધંધામાં શુભ સમય. આંધળુકીયા રોકાણ કરવા નહીં.

(10) મકર રાશિ (ખ,જ): નોકરિયાત વર્ગને સુખ-શાંતિ થી નોકરી પુરી થાય.આરોગ્ય બાબતે સચેત રહેવું.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) : નવા કાર્યમાં સફળતા મળે.લોખંડ કે મકાનની ખરીદીમાં શુભ તક મળે.

(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ): સામાજિક પ્રવૃત્તિમાં યોગદાન વધે.નવા-નવા પ્રવાસથી નવી મુલાકાત બની રહે.

X
Planetary rotation:Mercury and Venus move in the zodiac

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી