• Home
  • Dharm Darshan
  • Rashi Upay
  • On Wednesday, the people of Kirk Rashi can control the home and office, while the old desires of Libra zodiac can be fulfilled today.

ટેરો રાશિફળ / બુધવારે કર્ક રાશિના જાતકો ઘર અને ઓફિસને કંટ્રોલમાં રાખી શકશે તો તુલા રાશિવાળાની જૂની ઈચ્છાઓ આજે પૂરી થઈ શકે છે

ddivyabhaskar.com

May 14, 2019, 05:29 PM IST
On Wednesday, the people of Kirk Rashi can control the home and office, while the old desires of Libra zodiac can be fulfilled today.

ધર્મ ડેસ્ક- 15 મે 2019 એટલે બુધવારનો દિવસ કોની માટે ખાસ રહેશે? કન્યા રાશિવાળા આજે આત્મવિશ્વાસથી કામ કરશે અને પ્રમોશન અને મોટી ડીલ મેળવી શકે છે. તુલા રાશિવાળાની આજે જૂની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને કુંભ રાશિવાળા પ્રકાશ તરફ જતાં હોય તેવું ફિલ કરશે. તમારી માટે શું લખ્યું છે બુધવારે જાણો ટેરો રિડર ભૂમિકા કમલ પાસે-

મેષ રાશિ-


Eight of Wands કાર્ડ પ્રમાણે આજે યાત્રાના યોગ બનશે જે શુભ રહેશે. વિદેશ જવા કે કોઈ નવાં કામની પણ શરૂઆત થઈ શકે છે.
લકી કલર-પીળો, લકી નંબર-9

વૃષભ રાશિ-


ueen of Pentacles કાર્ડ પ્રમાણે આત્મવિશ્વાસ અને રચનાત્મકતાથી દિવસ ભરેલો રહેશે. આજે નવાં કામ શરૂ થઈ શકે છે, સંબંધોમાં પણ સુધારો થશે.
લકી કલર-પીળો, લકી નંબર-8

મિથુન રાશિ-


Death કાર્ડ પ્રમાણે આજે ન ગમતા ફેરફાર થવાને લીધે તમને બધુ લૂંટાઈ ગયું હોય તેવું લાગશે. આજે તમારા ભાગ્યને ન અજમાવો.
લકી કલર- સફેદ, લકી નંબર-3

કર્ક રાશિ-


King of Swords કાર્ડ પ્રમાણે આજે ઘર, ઓફિસ અને બધી જગ્યાએ તમારા કંટ્રોલની અસર રહેશે. સમસ્યાઓનું સમાધાન કરવામાં સક્ષમ રહેશો. નિર્ણય માનવામાં આવશે.
લકી કલર- લાલ, લકી નંબર-2

સિંહ રાશિ-


The Devil કાર્ડ પ્રમાણએ આજે તમે પોતાની આસપાસના સંબંધો અને વસ્તુઓ સાથે લગાવ મહેસૂસ કરશો. અસુરક્ષાની ભાવનાથી નકારાત્મકતા રહેશે.
લકી કલર- રાખોડી, લકી નંબર-8

કન્યા રાશિ-


Six of Wands કાર્ડ પ્રમાણે આજે તમે આત્મવિશ્વાસથી ભરેલાં રહેશો. તમને કોઈ પ્રમોશન કે મોટી ડીલ થવાના સમાચાર મળી શકે છે.
લકી કલર-લીલો, લકી નંબર-6

તુલા રાશિ-


Seven of Cups કાર્ડ પ્રમાણે આજે કોઈ જૂની ઈચ્છાને પૂરી કરવાની આશા જાગશે. પરંતુ કોઈપણ પરિણામમાં હકીકતથી દૂર જવું તમારા માટે ફાયદાકારક રહેશે.
લકી કલર- હળવો લીલો, લકી નંબર-5

વૃશ્ચિક રાશિ-


Five of Swords કાર્ડ પ્રમાણે આજે તમને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. મનમાં ગુસ્સો આવશે, કદાય તેની પાછળનું કારણ તમારી નજીકના કોઈ વ્યક્તિએ તમારી સાથે દગો કર્યો હોઈ શકે છે.
લકી કલર- મરૂણ, લકી નંબર-6

ધન રાશિ-


Ten of Cups કાર્ડ પ્રમાણે આજના દિવસે જૂનાં બગડેલાં સંબંધો સુધરી શકે છે. સંબંધોમાં સુધારો થતાં તમને ખુશી અપાવશે. મિત્રો પ્રત્યે તમારો લગાવ વધુ રહે.
લકી કલર-મરુન, લકી નંબર-5

મકર રાશિ-


Ace of Pentacles કાર્ડ પ્રમાણે આજનો દિવસ સુખ-સુવિધા ભરેલો રહેશે. તમારા સંબંધોમાં તાજગીનો અનુભવ થશે. જે તમને નવી ઊર્જા આપશે.
લકી કલર- પીળો, લકી નંબર-4

કુંભ રાશિ-


The Sun કાર્ડ પ્રમાણે આજે જીવનમાં પ્રકાશ તરફ જઈ રહ્યાં હોવ તેવું લાગશે. આજે તમે પારંપરિક રસ્તાઓ છોડીને પોતાના રસ્તે ચાલશો. અસ્તિત્વ તમારી સાથે છે.
લકી કલર- ગોલ્ડન, લકી નંબર-10

મીન રાશિ-


Three of Pentacles કાર્ડ પ્રમાણે આજે ટીમવર્ક કરીને તમને ઉત્સાહ અને ઊર્જા પ્રાપ્ત થશે. ઝડપથી નવાં કામની યોજનાઓ ઉપર કામ શરૂ થઈ શકે છે.
લકી કલર-આસમાની, લકી નંબર-1

astrobhoomi@gmail.com

X
On Wednesday, the people of Kirk Rashi can control the home and office, while the old desires of Libra zodiac can be fulfilled today.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી