13 ઓક્ટોબરનું રાશિફળ / રવિવારનો દિવસ કુંભ જાતકો માટે શુભ રહેશે, પરિવારના સભ્યો તથા મિત્રોનો સહયોગ મળશે

daily astrology predictions of 13th October 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Oct 13, 2019, 08:32 AM IST

ધર્મ ડેસ્કઃ 13 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિવારના સભ્યોની જરૂરિયાતને પૂર્ણ કરશો. વેપારીઓ કોઇ નવી પરિયોજના ઉપર કામ શરૂ કરી શકે છે. કાર્યસ્થળ ઉપર તમારું પ્રદર્શન સારું રહેશે અને નક્કી સમયે લક્ષ્ય સુધી પહોંચવામાં સફળતા મળશે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો. પ્રિયજનો માટે સમય કાઢવો મુશ્કેલ થશે, તમારા વ્યસ્ત કાર્યક્રમમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવીને રાખો.

લવઃ- તમારો પ્રેમી તમને તેના ગુસ્સાનો શિકાર બનાવી શકે છે.
વ્યવસાયઃ- કારોબારમાં લાભ થશે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી આસપાસ પોઝિટિવ ઊર્જાનો અનુભવ કરશો. કાર્યશૈલીમાં રચનાત્મકતા તમને કાર્યજીવનમાં પ્રગતિ માટે પ્રેરિત કરી શકે છે. પરિજનો સાથે આનંદના ક્ષણો વિતાવવાની થોડી યોજના બનાવી શકો છો.

નેગેટિવઃ- આર્થિક દ્રષ્ટિથી થોડાં ખર્ચ ઉપર નિયંત્રણ કરવાની જરૂર છે. તમારું ભાગ્ય સાથ આપશે અને તમે જે કાર્યને કરશો તેમાં સફળતા મળવાની સંભાવના છે.

લવઃ- પરણિતા જાતકોમાં શુક્ર દેવનું નિર્બળ હોવું તમારી માટે સારું રહેશે નહીં.
વ્યવસાયઃ- અચાનક ધનલાભ અને શુભ સમાચાર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- તમે કોઇ બીમારીથી પીડિત થાવ તેવી સંભાવના છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધન કમાવા માટે નવા સ્ત્રોત મળી શકે છે. મહેનતથી કારોબારમાં સારો લાભ થશે. પરિવારમાં કોઇ સાથે મનમુટાવ ચાલી રહ્યો છે તો તમારા સંબંધોમાં સુધાર થવાની સંભાવના છે. કોઇ જૂના સાથી સાથે મુલાકાત પણ આશ્ચર્યચકિત કરી શકે છે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી થોડી મુશ્કેલીમાંથી પસાર થઇ શકો છો, પરંતુ ધીમે-ધીમે ગાડી પટરી ઉપર આવે તેવી આશા છે. પરિવારમાં ભરપૂર સહયોગ મળી શકે છે. સમય અને પરિસ્થિતિને જોતાં કાર્ય કરવું જોઇએ.

લવઃ- પ્રેમ સંબંધિત મામલે સમય થોડાં મિશ્રિત પરિણામ જ લઇને આવ્યો છે.
વ્યવસાયઃ- કરિયરની દ્રષ્ટિથી કોઇ નિર્ણય લેવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કાર્યોમાં સફળતા મળશે અને કરિયરને આશાની પાંખ લાગી શકે છે. કાર્યસ્થળ પર વસ્તુઓ તમારા પ્રમાણે રહેવાની સંભાવના છે. કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- કોઇ નવું કામ શુભારંભ આ સમયે ન કરશો. જે કાર્યોની ફરી શરૂઆત તમે આ સમયે કરવા માંગો છો તે વધારે સારું કરવાની કોશિશ કરો.

લવઃ- આ સમયે તમારા મનની ગુંચવણ તમને તમારા સાથીથી દૂર કરી શકે છે.
વ્યવસાયઃ- ધન સંપત્તિને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કરિયરમાં તમારું પ્રદર્શન સારું થવાની સંભાવના છે. સાથીને પૂર્ણ સહયોગ મળવા અને સંબંધો મધુર થવાની સંભાવના છે. નોકરી કે બિઝનેસમાં તમને સારા પરિણામ મળશે.

નેગેટિવઃ- વધારે ધન ખર્ચ થશે. પારિવારિક કાર્યોની પાછળ ધન ખર્ચ થશે. દુશ્મનો પરેશાન કરવાની કોશિશ કરી શકે છે. ધૈર્ય રાખવું.

લવઃ- આ સમયે તમને તમારા સાથીની જરૂર પડી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમારી પરેશાની વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- નિયમિત કસરત શરૂ કરી દેવી જોઇએ.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજના દિવસે તમે તમારી ભાવનાઓમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. આ પરિવર્તન તમને ખુશ કરી શકે છે. કામની વચ્ચે પરિજનો સાથે સમય વ્યતીત કરી શકશો. પરિવારમાં કોઇ મોટું આયોજન થઇ શકે છે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખવાની જરૂર છે. તમારા નાના ભાઈ-બહેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં કોઇ પ્રકારની ઘટના અચાનક ઘટી શકે છે.

લવઃ- આ સમયે તમને તમારા પ્રેમી સાથે વાત કરવાનું મન ઓછું થશે.
વ્યવસાયઃ- ધન સંબંધી પરેશાનીમાંથી રાહત મળશે.
સ્વાસ્થ્યઃ- આજે શાંત રહેવાની કોશિશ કરવી.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- રચનાત્મક કાર્યોમાં રસ રાખતાં લોકો માટે સમય સારો છે. મિત્રો અને પરિજનો સાથે સમય વિતશે. ખૂબ જ પ્રસન્ન રહેશો અને ભવ્યતા અને સભ્યતા પર ભાર રહેશે. ખર્ચ અને રોકાણ વધશે.

નેગેટિવઃ- આર્થિક લાભને લઇને તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેનાથી કાર્ય પણ ખરાબ થવાની સંભાવના છે. ધનના આદાન-પ્રદાનમાં સાવધાની રાખવી તથા વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો.

લવઃ- ચંદ્રની દ્રષ્ટિ તમારા અને જીવનસાથીના વ્યવહારમાં પ્રેમ લાવશે.
વ્યવસાયઃ- કાર્ય વ્યવસાય સાથે સંબંધિત સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઇ ગંભીર ચિંતાઓ ઉત્પન્ન થવાની સંભાવના છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- લાંબા સમયથી ચાલી રહેલાં કાનૂની વિવાદ આજે દૂર થશે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. કારોબારમાં આર્થિક લાભ મળશે. ઘર પરિવારમાં વડીલોનું સુખ વધશે.

નેગેટિવઃ- તમે તમારા સંબંધીઓને તમારા કાર્યમાં જોડવાનો પ્રયત્ન કરશો નહીં. નહીંતર તમે આર્થિક નુકસાનમાં જશો અને માનસિક અશાંતિ પણ વધી શકે છે. બિનજરૂરી ધન કોઇને આપવું નહીં.

લવઃ- પ્રેમ સંબંધિત મામલે સમય સારો રહેશે.
વ્યવસાયઃ- જો તમે કોઇપણ પ્રકારના રોકાણનું મન બનાવી રહ્યા છો તો સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધી સમસ્યાની ફરિયાદ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કારોબારમાં નફો થશે. બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થશે. જેના દ્વારા તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં સુખદ વાતાવરણ બની રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ દૂર થશે.

નેગેટિવઃ- ધનનું આદાન-પ્રદાન ઓછું કરવું. સગા-સંબંધીઓ સાથે સંબંધ સારા થઇ શકે છે. તેમની સાથે મળીને કોઇ કાર્ય પણ કરી શકો છો. આર્થિક ક્ષેત્રમાં હંમેશાં સજાગ રહેવું.

લવઃ- તમારે આજે મર્યાદામાં રહેવાની જરૂર છે.
વ્યવસાયઃ- આજે વ્યાપારિક દ્રષ્ટિએ ધનલાભનો પ્રયાસ સફળ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે આરોગ્યની સ્થિતિ સારી રહે તેવી સંભાવના છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કાર્ય સ્થળ પર ખૂબ જ મહેનત કરશો. જેનો લાભ ભવિષ્યમાં તમને મળશે. મહેનત અને લગનથી આગળ વધતાં રહો. ઘર પરિવારમાં હર્ષનું વાતાવરણ બની રહેશે. માનસિક રૂપથી સુખનો અનુભવ થશે.

નેગેટિવઃ- પ્રતિસ્પર્ધામાં આગળ રહેશો. કોઇ નવા કાર્યની શરૂઆત કરવી નહીં. સારા સમયની રાહ જોવી. તમારે તમારા ધનને સારી દિશા આપવાનો પ્રયાસ કરવો.

લવઃ- તમારા સાથીને કામમાં મદદ કરવી.
વ્યવસાયઃ- નોકરીમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતાઓ ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નવા વ્યાવસાયિક સંબંધ મજબૂત થશે. જીવનસાથી, પરિવારના સભ્યો, સાસરિયા પક્ષનો તથા મિત્રોનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બનશે.

નેગેટિવઃ- તમારા સંબંધીઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો, નહીંતર આર્થિક નુકસાનની સાથે શારીરિક અને માનસિક નુકસાન પણ થશે.

લવઃ- તમારે આજે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું જોઇએ.
વ્યવસાયઃ- ધન એકઠું કરવાનો પ્રયત્ન અસફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે મિત્રોને મળવાનું થશે. કળા-કૌશલ્યને બળ મળશે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે. પોતાને માનસિક રૂપથી ખૂબ જ મજબૂત અનુભવ કરશો.

નેગેટિવઃ- આકસ્મિક ખર્ચ વધવાથી તમે તણાવ અનુભવ કરશો. બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. ધન એકઠું કરવાનો પ્રયાસ અસફળ રહેશે.

લવઃ- તમે તમારા જીવનસાથી ઉપર વિના કારણે ગુસ્સે થશો.
વ્યવસાયઃ- આર્થિક લાભની સ્થિતિ સારી દિશામાં જઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યને લઇને કોઇપણ પ્રકારનો સાંધાનો દુખાવો કે ઇન્ફેક્શનનો સામનો કરવો પડી શકે છે.

X
daily astrology predictions of 13th October 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી