આજનું પંચાંગ / 13 ઓક્ટોબર, રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

13th October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Oct 13, 2019, 08:26 AM IST

તિથિઃ આસો સુદ- 15
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ દિનકરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાંઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં: ચલ- 08.04થી 09.31, લાભ- 09.31થી 10.58, અમૃત- 10.58થી 12.26, શુભ- 13.53થી 15.20, શુભ- 18.15થી 19.45, અમૃત- 19.45થી 21.20, ચલ- 21.20થી 22.53
યોગઃ વ્યાઘાત
કરણઃ વિષ્ટિ
રાહુકાળઃ 16.30થી 18.00
દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ વ્રતની પૂનમ, કોજાગર- માણેક ઠારી પૂનમ, વાલ્મીકિ જયંતી, ડાકોરનો મેળો, કાર્તિક સ્નાનારંભ, આયંબિલ ઓળી સ. (જૈન), પંચક, અન્વાધાન.
આજનો પ્રયોગ: રવિવારના દિવસે શ્રી સૂર્યનારાયણજી અને શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કરવાથી સારા આરોગ્ય તેમજ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.
તિથિના સ્વામી: પૂર્ણિમાના સ્વામી શ્રી ચંદ્રજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી ચંદ્રજીની પૂજા કરવાથી મનની શાંતિ મળે છે તેમજ પોતાના આધિપત્યમાં વધારો થાય છે.
નક્ષત્રઃ સવારે 07.54 સુધી ઉત્તરા ભાદ્રપદ ત્યારબાદ રેવતી.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મીન રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ દ,ચ,ઝ,થ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સાનુકૂળતાવાળું જણાય. તેઓને મુખ્યત્વે પેટ, કમર, માથાનો દુખાવો તેમજ રક્ત વિકાર વધુ જણાય.
વિદ્યાર્થીઃ જાતક નવા સંશોધનો કરે, મિત્ર વર્ગથી મધ્યમ જણાય. વિજ્ઞાન, રસાયણ, ગૂઢવિજ્ઞાન, એન્જિનિયરિંગ વિષયોમાં રુચિ જણાય.
સ્ત્રી વર્ગઃ સર્જનાત્મકતા તેમજ શિસ્તના આગ્રહી હોય, કાર્ય, યોજનાઓમાં તેમની સમજદારીથી વર્ષ દરમિયાન મધુર રસ ચાખવા મળે.
કૌટુંબિકઃ સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે. મિત્રો તેમજ કૌટુંબિક લોકો પ્રત્યે વફાદાર રહે.

X
13th October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી