રાશિફળ / ડિસેમ્બરમાં ગ્રહોની ઊથલ-પાથલ રહેશે, આ મહિનો અનેક લોકો માટે મોટા બદલાવ લઇને આવશે

Monthly Horoscope of  December 2019: this month will be big change for many people

  • ડિસેમ્બરમાં સૂર્યગ્રહણ થશે અને ધન રાશિમાં પંચગ્રહી યોગ બનશે, થોડાં લોકો માટે સમય ઠીક રહેશે નહીં

Divyabhaskar.com

Dec 02, 2019, 09:49 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ વર્ષના છેલ્લાં મહિનામાં ગ્રહોની ઊથલ-પાથલ રહેશે જેના લીધે અનેક લોકોની જોબ અને બિઝનેસમાં બદલાવ આવી શકે છે. આ મહિને ધન રાશિમાં પંચગ્રહી યોગ બનશે. મહિનાના છેલ્લાં દિવસોમાં સૂર્ય ગ્રહણ પણ થશે. નક્ષત્રોની આવી સ્થિતિના પ્રભાવથી થોડાં લોકોને ધનહાનિ થઇ શકે છે. ત્યાં જ, થોડાં લોકોના કામકાજમાં મોટાં બદલાવ પણ આવી શકે છે. આ સિવાય થોડાં લોકો માટે આ મહિનો સારો રહેશે.

આ મહિનો 12 રાશિઓ માટે આવો રહેશેઃ-

મેષઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
બુધ-મંગળ-ગુરૂની દ્રષ્ટિથી પણ ભાગ્ય સાથ આપશે નહીં. કાર્યમાં મોડું થશે. જરૂરિયાત પ્રમાણે આવક થશે. સહયોગની અપેક્ષા બેકાર જશે. સંતાનનો સહયોગ બની રહેશે. ચંદ્ર વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાની શક્તિ આપશે. જીવનસાથીનો સહયોગ મળશે. વિવાદોથી બચવું. કોર્ટના મામલાઓ લંબાવશો તો સારું રહેશે.

11 થી 20 ડિસેમ્બરઃ- સમય સંભાળીને રહેવાનો છે. જોખમી કાર્યોથી દૂર રહેવું તથા યોજનાઓને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવો. ભાગીદારી ઉપર નજર રાખવી તથા રોકાણથી બચવું. કોઇ પાસે મદદની આશા રાખવી નહીં. સમય બેકાર કાર્યોમાં ખર્ચ થશે તથા આવક સામાન્ય બની રહેશે. પરિવારની ચિંતા રહેશે.

21 થી 31 ડિસેમ્બરઃ- ચંદ્રની દ્રષ્ટિથી થોડી રાહત અનુભવ થશે તથા આવકમાં વૃદ્ધિ થશે. કાર્યમાં આવતી બાધાઓ દૂર થશે તથા સમય પર કામ સંપન્ન થશે. મિત્રો પાસેથી સહયોગની ઇચ્છા પૂર્ણ થશે. સંપૂર્ણ સમય રાશિ સ્વામી મંગળની દ્રષ્ટિ હોવાથી આવક સંબંધી સમસ્યા થશે નહીં.

નોકરીઃ- મંગળ અને ચંદ્રનો સહયોગ મળશે. મહિનો મિશ્રિત રહેશે. ખર્ચ વધી શકે છે.
વેપારઃ- વેપારમાં નવો સમજોતો થવાના યોગ છે. કોઇ કાર્યમાં પાર્ટનરશિપની ઓફર પણ મળી શકે છે
પરિવારઃ- પરિવારનો સહયોગ મળશે. મહેમાનના આવવાથી તમને આનંદ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંય સારો છે. દોડભાગથી બચવું.
દાંપત્યઃ- જીવનસાથી તમારી અનુકૂળ રહેશે. કોઇ પ્રકારના વિવાદની સંભાવના છે.
સંપત્તિઃ- સંપત્તિ માટે સમય મધ્યમ છે. લાભ કે હાની થઇ શકે છે.
ઉપાયઃ- શિવજીના મંદિરમાં રૂદ્રાક્ષની માળા ચઢાવો. કોઇ કન્યાને સફેદ મીઠાઈ ખવડાવો.

વૃષભઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
સૂર્ય-મંગળની દ્રષ્ટિ રાશિ પર છે. ચંદ્રનું ગોચર અનુકૂળતા પ્રદાન કરશે. યોજનાઓ સફળ થશે તથા કાર્ય વધારે રહેશે. આવક પણ સારી રહેશે તથા સારા સમાચાર પ્રાપ્ત થશે. યાત્રાઓ સુખદાયક રહેશે. સમાજ હિતનું કામ કરતાં લોકોને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. અટકાયેલાં કાર્યોમાં ગતિ આવશે. પરિવાર પાસેથી સહયોગ પ્રાપ્ત થશે.

11 થી 20 ડિસેમ્બરઃ- ભાગ્યનો સાથ મળશે. અચાનક કામનું દબાણ વધી જશે. વ્યસ્તતા વધારે રહેશે. કામમાં મન લાગશે તથા પરિણામ પણ સુખદ પ્રાપ્ત થશે. જીવનસાથી પાસેથી સહયોગ પ્રાપ્ત થશે તથા કાર્યો ઝડપથી આગળ વધશે. મિત્ર અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.

21 થી 31 ડિસેમ્બરઃ- મન પ્રસન્ન રહેશે. કાર્ય સ્થાન ઉપર ઇચ્છાનુસાર વાતાવરણ રહેશે તથા કારોબારમાં ગતિ આવશે. પ્રેમ પ્રસ્તાવોમાં સફળતા પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ બની રહેશે. રોકાણથી લાભ તથા અટકાયેલાં ધનની પ્રાપ્તિ સંભવ છે.

નોકરીઃ- આ મહિનો માત્ર કાર્યો પૂર્ણ કરવા માટે રહેશે. તમારે સહયોગીઓ અને સહકર્મિઓની મદદ પણ કરવી પડી શકે છે.
વેપારઃ- વેપારનું ક્ષેત્ર અને ગતિ બંને વધી શકે છે. સતત બિઝનેસમાં લાભ મળવાના યોગ છે.
પરિવારઃ- પરિવાર માટે સમય ઓછો મળશે. પરિવારજનોનો સહયોગ મળવાથી ચિંતાઓ ઓછી થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. જૂના રોગમાં સુધાર આવશે.
દાંપત્યઃ- દાંપત્ય જીવન અનુકૂળ રહેશે. સંતાન સંબંધી કોઇ યોજના વિશે વિચાર કરી શકો છો.
સંપત્તિઃ- સંપત્તિમાં રોકાણ કરવું શુભ રહેશે. અટકાયેલું ધન કે સંપત્તિ પ્રાપ્ત થઇ શકે છે.
ઉપાયઃ- શનિના ઉપાય નિયમિત કરતાં રહો. ઢૈય્યા લાભ આપવાની અવસ્થામાં રહેશે. કોઇ ગરીબને એજ્યુકેશનમાં મદદ કરો.

મિથુનઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
શુક્ર, ગુરૂ, શનિ તથા કેતુની દ્રષ્ટિ સાથે રાહુનું ગોચર છે. આવકમાં અસ્થિરતા રહેશે, પરંતુ ચંદ્રના કારણે આવક બની રહેશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે તથા કોર્ટ કાર્ય પક્ષના રહેશે. કાર્ય સ્થાન પર મજાક પણ બની શકે છે. કારોબાર યાત્રા સફળ રહેશે તથા નવા વ્યાપારિક મિત્ર પણ બનશે. રોકાણથી બચવાનો પ્રયાસ કરો.

11 થી 20 ડિસેમ્બરઃ- ચંદ્રનું ગોચર કાલથી રાશિમાં રહેશે તથા કાર્ય વધારે હોવાની સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે. મોટાં ધાર્મિક સ્થળ પર જવાનો અવસર મળશે. યોજનાઓ સફળ થશે. સજાવટના સામાન ઉપર ખર્ચ વધારે થશે. સંતાન પાસેથી સુખ મળશે.

21 થી 31 ડિસેમ્બરઃ- કાર્ય સ્થાન પર પ્રશંસા પ્રાપ્ત થશે તથા પ્રસન્નતા બની રહેશે. અચાનક યાત્રાનો યોગ બની શકે છે. કારોબારમાં સફળતા મળશે. જોખમી કાર્યોથી બચવું તથા અજાણ્યા લોકો સાથે લેણદેણ કરવી નહીં. પરિવારનો સહયોગ મળશે.

નોકરીઃ- રોજગાર માટે સમય સારો રહેશે. બેરોજગાર અથવા નવી નોકરીની શોધ કરી રહેલાં લોકોને સફળતા મળવાના યોગ છે.
વેપારઃ- વેપાર સારો રહેશે. કોઇ જૂની ઉધારી આ મહિને ચૂકવાઇ જશે. કોઇ મિત્ર પાસેથી વેપારમાં મદદ મળશે.
પરિવારઃ- પરિવાર માટે સમય સારો રહેશે. મહિનાના અંતમાં તમે કોઇ પારિવારિક યાત્રાની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. તણાવનો સમય રહેશે.
દાંપત્યઃ- જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે. સંતાનને લઇને કોઇ યોજના વિશે વિચારી શકો છો.
સંપત્તિઃ- સંપત્તિ માટે સમય સારો છે. વાહન વગેરે ઉપર ખર્ચ થઇ શકે છે.
ઉપાયઃ- ભગવાન શિવને ફળનો રસ અથવા ફળ ચઢાવો. કોઇ ભિખારીને જૂના કપડાં દાન કરો.

કર્કઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
ચંદ્રની પૂર્ણ દ્રષ્ટિ રાશિમાં છે. 3-4 તારીખને છોડીને બાકીનો સમય શુભ રહેશે. આવકમાં નફો થશે તથા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. બધી જ બાજુથી સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર અનુકૂળ બની રહેશે તથા સ્વાસ્થ્યમાં સુધાર થશે. સંતાન પાસેથી પણ સુખ પ્રાપ્ત થશે.

11 થી 20 ડિસેમ્બરઃ- 13 સુધી બધા કાર્યો સંભાળીને કરશો તો સારું રહેશે. ગુસ્સાથી નુકસાન સંભવ છે. 14 તારીખથી સમય પક્ષનો થઇ જશે. આવકમાં સુધાર થશે તથા કામમાં ગતિ આવશે. વિદેશ જતાં લોકોને સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે તથા નોકરીમાં બદલાવનું મન બનશે. મહેમાનોનું આગમન થઇ શકે છે.

21 થી 31 ડિસેમ્બરઃ- દરેક કાર્યમાં સફળતા તથા આવકના સાધન પ્રાપ્ત થશે. કાર્યમાં ઉન્નતિ તથા વેપાર ઉત્તમ રહેશે. ભાગ્યનો સાથ મળશે તથા પ્રતિષ્ઠિત લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થશે. યાત્રા પર જવાનું મન થશે. ધનની આવક આ મહિનાના અંતમાં અટકી જશે.

નોકરીઃ- જોબમાં તમને સાથી અને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઇ પ્રોજેક્ટ તમારા હાથમાં હશે જે તમે સમયે પૂર્ણ કરી શકો છો.
વેપારઃ- વેપારમાં તમને સારી સૂચનાઓ મળી શકે છે. આવક સારી રહેશે. લાભના અવસર મળશે.
પરિવારઃ- પરિવાર સાથે સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કોઇ પ્રકારની સમસ્યા થશે નહીં. શ્વાંસના રોગીઓને રાહત મળી શકે છે.
દાંપત્યઃ- જીવનસાથી માટે તમે થોડો સમય કાઢી શકશો. કોઇ સારી યાત્રાની યોજના પણ બની શકે છે.
સંપત્તિઃ- સંપત્તિ માટે સમય સામાન્ય રહેશે. થોડાં મામલાઓ તમારે ટાળવા પડશે.
ઉપાયઃ- શિવલિંગ ઉપર ગંગાજળ મિક્સ કરેલાં પાણીથી અભિષેક કરો. ગરીબોને ફળનું દાન કરો.

સિંહઃ-
1 થી 10 ડિસેમ્બરઃ- ગુ
રૂની દ્રષ્ટિ રાશિ પર છે. વિચારેલાં કાર્યો સરળતાથી કરવામાં સક્ષમ રહેશો. 7-8એ ચંદ્રના વિપરિત થવાથી યોજનાઓ વ્યક્ત થઇ શકે છે. વિવાદિત મામલાઓથી દૂર રહો તથા વિરોધીઓ ઉપર નજર રાખો.

11 થી 20 ડિસેમ્બરઃ- ગુરૂની દ્રષ્ટિથી કાર્ય યોગ્ય રીતે ચાલશે તથા ધનન આવક પણ બની રહેશે. સંતાન પાસેથી સુખ મળશે તથા વિરોધી શાંત રહેશે. સમયાનુસાર સહયોગ પ્રાપ્ત થશે. વ્યાપારિક યાત્રાઓ સફળ થશે. નોકરીમાં કાર્ય ભાર ઓછો થઇ શકે છે.

21 થી 31 ડિસેમ્બરઃ- સમય પહેલા કરતાં સારો છે. સારા સાથી મળશે તથા યોજનાઓ સફળ થતી જોવા મળશે. હરવા-ફરવાનો અવસર પ્રાપ્ત થશે. જીવનસાથી પાસેથી સહયોગ પ્રાપ્ત થશે. રાજનીતિમાં જોડાયેલાં લોકોને સારા અવસરની પ્રાપ્તિ થઇ શકે છે.

નોકરીઃ- નોકરીમાં તમને રાહત મળશે. કામમાં ગતિ આવશે. કોઇ સારી સૂચના પણ મળી શકે છે. યાત્રાના યોગ છે.
વેપારઃ- વ્યાપારિક યાત્રાઓમાં સફળતાના યોગ છે. કોઇપણ મામલે રોકાણ કરતાં પહેલાં તમારે યોગ્ય રીતે વિચાર કરી લેવો.
પરિવારઃ- પરિવારનો સાથ મળશે. થોડાં માંગલિક આયોજન થઇ શકે છે. સંતાન તરફથી સમસ્યાઓ ઓછી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિ સમય સારો છે. જૂની બીમારીઓથી છુટકારો મળશે. સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું.
દાંપત્યઃ- જીવનસાથી પાસેથી સુખ પ્રાપ્ત થશે. કોઇ સારી સૂચના મળી શકે છે. પ્રેમમાં નિરાશા મળશે.
સંપત્તિઃ- સંપત્તિ મળવાના યોગ બનશે. જમીનના મામલાઓ ઉકેલાશે. નવું ઘર લેવાનો વિચાર પણ થઇ શકે છે.
ઉપાયઃ- કોઇ મંદિરમાં શ્રૃંગારની સામગ્રીનું દાન કરો. ભગવાન વિષ્ણુની આરાધના અને ધ્યાન કરો.

કન્યાઃ-
1 થી 10 ડિસેમ્બરઃ- શનિની દ્રષ્ટિ તથા પાંચમા ભાવમાં ચંદ્ર હોવાથી કાર્યોમાં વિલંબ થશે તથા આવકમાં પણ વિઘ્ન આવી શકે છે. સ્થાયી સંપત્તિમાં વિવાદ ઊભો થઇ શકે છે. પરિવારમાં વર્ચસ્વ જળવાઇ રહેશે તથા યોજનાઓ બદલવી પડી શકે છે.

11 થી 20 ડિસેમ્બરઃ- શનિની દ્રષ્ટિ બની રહેશે. શનિની ઢૈય્યાનો પ્રભાવ છે. તેમ છતાં રાશિ વ્યવસ્થિત રહેશે. કાર્ય સમયાનુસાર થતાં રહેશે તથા વાહન સુખ પ્રદાન કરતી વસ્તુઓમાં ખર્ચ થઇ શકે છે.

21 થી 31 ડિસેમ્બરઃ- ચંદ્રનું અનુકૂળતાથી ધનની આવક ઉત્તમ રહેશે. પરંતુ પ્રતિસ્પર્ધા આકરી કરવી પડી શકે છે. સમકક્ષ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. પોતાની ઉપર વિસ્વાસ રાખીને આગળ વધો. વ્યાપારિક યોજનાઓ સફળ થશે.

નોકરીઃ- કામમાં મુશ્કેલીઓ આવી શકે છે. આવકના સાધનો ઉપર સંકટ રહેશે. ધનની આવક અટકી શકે છે. અધિકારી તમારા કામથી થોડો અસંતુષ્ટ રહી શકે છે.
વેપારઃ- વેપારમાં મંદીનો સમય રહેશે. છેલ્લાં મહિનાના પ્રમાણે આવક ઓછી રહેશે. કોઇ સાથે ધન સંબંધી વિવાદ પણ થઇ શકે છે.
પરિવારઃ- પરિવારમાં તમારું વર્ચસ્વ અને પ્રભાવ સારો રહેશે. તમારી યોજનાઓ અને વાતો ઉપર પરિજનની સ્વીકૃતિ રહેશે. સુખ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટેસમય સારો રહેશે. કોઇ મોટી સમસ્યા આ મહિને આવે તેવી સંભાવના નથી.
દાંપત્યઃ- જીવનસાથીનો સહયોગ મળશે. તમને સન્માન અને સહયોગ મળતો રહેશે.
સંપત્તિઃ- વારસાગત સંપત્તિમાં કોઇ વિવાદ ઊભો થઇ શકે છે. કોઇ સંપત્તિથી તમને લાભ મળવાના યોગ પણ છે.
ઉપાયઃ- દક્ષિણામુખી હનુમાનજીની આરતી કરો અને સિંદૂર ચઢાવો. ગરીબોને સન્માન સાથે ભોજન કરાવો.

તુલાઃ-
1 થી 10 ડિસેમ્બરઃ- બુધ-મંગળનું ગોચર તથા ચતુર્થ ચંદ્રથી પરાક્રમ શ્રેષ્ઠ રહેશે, પરંતુ મનગમતી સફળતા મળવામાં શંકા રહેશે. સફળતા મેળવવા માટે વધારે પ્રયાસ કરવો પડશે. આવક સામાન્ય રહેશે તથા ભાઈઓ પાસેથી સહયોગ પ્રાપ્ત થશે.

11 થી 20 ડિસેમ્બરઃ- સ્થાયી સંપત્તિ સાથે સંબંધિત વિવાદમાં પક્ષ નબળો રહી શકે છે. અજ્ઞાત ભયની ચિંતા રહેશે તથા વિવાદ પણ વધી શકે છે. સહયોગની અપેક્ષા બેકાર જઇ શકે છે. પ્રેમમાં નિરાશા હાથ લાગશે. વૈવાહિક માધુર્ય જળવાઇ રહેશે.

21 થી 31 ડિસેમ્બરઃ- આજથી ચંદ્રનું ગોચર રાશિમાં છે. કાર્ય વિસ્તારની યોજના બનશે. ટાળવાનો પ્રયાસ કરો. ધનની યોગ્ય વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવશે. આવક નબળી રહેશે. કાર્ય વધારે અને લાભ ઓછો રહેશે.

નોકરીઃ- કોઇ વાત તમારા અધિકારીઓને ખરાબ લાગી શકે છે. સફળતા માટે તમારે વધારે પ્રયાસ કરવા પડી શકે છે.
વેપારઃ- વેપારમાં કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. આત્મનિર્ભર રહીને જ કામ કરવું.
પરિવારઃ- પરિવાર માટે સમય સારો રહેશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય ઠીક રહેશે. કોઇ સારા સમાચાર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ઠીક રહેશે. કફ અને શ્વાસના દર્દીઓને થોડી સમસ્યા રહેશે.
દાંપત્યઃ- જીવનસાથી સાથે તમારું તાલમેલ સારું રહેશે.
સંપત્તિઃ- સંપત્તિમાં તમને કોઇ શંકાજનક વ્યક્તિ સાથે કોઇ ડીલ કરવી જોઇએ નહીં.
ઉપાયઃ- લક્ષ્મીજી સાથે ગણેશજીને પણ લાલ ગુલાબ ચઢાવો. કન્યાઓની પૂજા કરીને તેમને ભેટ આપો.

વૃશ્ચિકઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
મિત્ર સૂર્યનો ગચર તથા બુધનો પ્રવેશ થશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આવક સારી જળવાશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે તથા લાંબાગાળાના કાર્યો સમય સંપન્ન થશે. સાથે જોડાયેલાં લોકોની અણસમજથી તમને નુકસાન થઇ શકે છે.

11 થી 20 ડિસેમ્બરઃ- ચંદ્ર આઠમા ભાવમાં હોવાથી 13મીની સાંજ સુધી આવકથી પરેશાની આવશે તથા કાર્ય સ્થળ પર કર્મચારી પરેશાન કરી શકે છે. ત્યાર બાદ સમય અનુકૂળ રહેશે. કાર્યમાં ગતિ આવશે તથા સફળતાઓ પ્રાપ્ત થશે.

21 થી 31 ડિસેમ્બરઃ- બારમા ભાવમાં ચંદ્ર ફરી આવકને બાધિત કરી શકે છે. કાર્યની રૂપરેખા ખરાબ થઇ શકે છે. કાર્ય સ્થાન પર પીઠ પાછળ બોલવાનું થઇ શકે છે. 23થી ફરી સ્થિતિઓ કાબૂમાં આવી જશે. સમય મનોરંજનમાં વ્યય થશે.

નોકરીઃ- આ મહિને લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનું સમાધાન મળી શકે છે. કામમાં ગતિ આવશે.
વેપારઃ- વેપારમાં લાભના અવસર મળી શકે છે. પરિસ્થિતિઓ ઉપર તમારું નિયંત્રણ રહેશે.
પરિવારઃ- પરિવારની સ્થિતિ સુખદ રહેશે. સંતાન સાથે સતત તમારો સંવાદ રહેશે. ભાઇઓ પાસેથી સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. શારીરિક અને માનસિક તણાવ ઓછો રહેશે.
દાંપત્યઃ- જીવનસાથી તમને કોઇ ભેટ આપી શકે છે. કોઇ વાતને લઇને તણાવમાં રહેશો.
સંપત્તિઃ- સંપત્તિને લઇને આ સમયે તમારે કોઇ જોખમ લેવું નહીં. રોકાણ કરતાં પહેલાં તમારે વિચાર કરી લેવો જોઇએ.
ઉપાયઃ- હનુમાન મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરો. ગરીબ લોકોને કાળો ધાબળો ભેટ કરો.

ધનઃ-
1 થી 10 ડિસેમ્બરઃ
- શુક્ર, ગુરૂ, શનિ તથા કેતુનું ગોચર. બીજા ભાવમાં ચંદ્રનું ગોચર રહેશે. રાહુની દ્રષ્ટિ રહેશે. આવક સારી બની રહેશે, પરંતુ સુખ-સુવિધાઓમાં કમી આવશે. કાર્ય વધારે રહેશે. વિરોધી સક્રિય રહેશે. કાર્ય વિસ્તારની યોજના ઠંડી પડી શકે છે. કામમાં મન ઓછું લાગશે તથા શાંત જગ્યાએ જવાનું મન થશે.

11 થી 20 ડિસેમ્બરઃ- ચંદ્રની દ્રષ્ટિ રાશિ પર છે. પૂર્વવત ગ્રહ સિવાય સૂર્યની દ્રષ્ટિ પણ પ્રાપ્ત થશે. લાભ વૃદ્ધિ તથા આવકમાં સુધાર થશે. કાર્ય નિર્બાધ ગતિથી ચાલશે. અટકાયેલાં કાર્યો પણ ગતિ પકડશે. સમયાનુસાર બધું જ કરવામાં સફળ થશો.

21 થી 31 ડિસેમ્બરઃ- 24-25 સુધી સમય સામાન્ય રહેશે. 28થી સ્વાસ્થ્યમાં સુધાર રહેશે તથા માતા-પિતા સહયોગ પ્રદાન કરશે. મહિનાના અંતમાં બધું સુખદ રહેશે. અટકાયેલાં ધનની પ્રાપ્તિ થશે.

નોકરીઃ- સમય સારો રહેશે. જોબમાં અધિકારીઓ અને માલિકો ઉપર વિશ્વાસ કરવો.
વેપારઃ- વેપારમાં આ મહિને વરિષ્ઠો અને અનુભવી લોકોની સલાહ લેવી.
પરિવારઃ- પરિવારમાં તમારો પ્રભાવ રહેશે. તમને દરેક પ્રકારનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે થોડું સાવધાન રહેવું. વાહન સંભાળીને ચલાવવાં.
દાંપત્યઃ- દાંપત્યમાં તમને સારું અનુભવ થશે. જીવનસાથી સાથે સમય પ્રેમથી પસાર કરો.
સંપત્તિઃ- સંપત્તિના મામલે તમને લાભ મળશે. ભાડુઆત સાથે વિવાદ થઇ શકે છે.
ઉપાયઃ- દેવી દુર્ગાની ઉપાસના અને ધ્યાન કરો. ગુરૂ મંત્રનો નિયમિત જાપ કરો.

મકરઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
પ્રથમ ચંદ્ર અને મંગળની દ્રષ્ટિ રાશિ પર છે. સમય બધા સમય માટે અનુકૂળ છે. કાર્યો સમયસર થશે અને યોજનાઓ સફળ થશે. રાજકારણીઓને લાભ થશે અને આર્થિક આધાર મજબૂત રહેશે. યોજનાઓ સફળ થશે અને શત્રુઓનો વિજય મળશે.

11 થી 20 ડિસેમ્બરઃ- મંગળની દ્રષ્ટિએ આવક વધશે અને વિદેશમાં રહેતાં લોકોને ફાયદો થશે અને વિઝા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. શુક્ર રાશિમાં પ્રવેશ કરશે. કામમાં સુધાર થશે. અધિકારીઓ નોકરીમાં સંતુષ્ટ થશે અને પગારમાં વધારો થઈ શકે છે.

21 થી 31 ડિસેમ્બરઃ- મંગળ પૂર્વવત રહેશે અને ચંદ્રનું પરિવહન લાભકારક પરિસ્થિતિઓ પણ બનાવી રહ્યું છે. ક્રિયા યોજના સફળ થશે અને ધંધામાં લાભ સાથે નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. મંગળની દ્રષ્ટિ સમાપ્ત થશે અને મિત્ર શુક્રમાં રહેશે. અટકેલા કાર્યો પૂરા થશે.

નોકરીઃ- સમય તમારી અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રોજેક્ટ સમય પર પૂર્ણ થશે. આવકના સંસાધનોમાં વૃદ્ધિ પણ થઇ શકે છે.
વેપારઃ- વેપાર માટે સમય અનુકૂળ છે. તમારી સમજ અને અનુભવ તમને થોડી વિપરિત પરિસ્થિતિઓને હેન્ડલ કરવામાં મદદ કરશે.
પરિવારઃ- પરિવાર સાથે સમય પ્રેમ પૂર્વક પસાર થશે. સંતાન પાસેથી શુભ સમાચાર મળશે. માતા-પિતાનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પરિસ્થિતિ ઠીક રહેશે. તણાવથી બચવા માટે મેડિટેશનની મદદ લેવી જોઇએ.
દાંપત્યઃ- જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. જીવનના થોડાં સ્તરનો અનુભવ તમને થશે.
સંપત્તિઃ- જમીન વિવાદમાં તમને વિજય મળશે. નવી સંપત્તિ કે વાહન લેવાનું મન થશે.
ઉપાયઃ- પીપળામાં રોજ સવારે જળ ચઢાવો. રાતે દીવો પ્રગટાવવો. દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો.

કુંભઃ-
1 થી 10 ડિસેમ્બરઃ
- ચંદ્ર બારમાં ભાવમાં હોવાથી ખર્ચ વધારે થશે. જીવનસાથી તણાવમાં રહેશે અને પ્રેમી સાથે મળીને વિદાય કરી શકે છે. કામમાં સુધારો 4 તારીખથી આવશે. પાર્ટી વગેરેમાં જવાની તક મળી શકે છે. મિત્રોનો સહયોગ મળશે.

11 થી 20 ડિસેમ્બરઃ- શનિની દ્રષ્ટિ રાશિના જાતકો પર રહેશે. કામ વધારે રહેશે તથા પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. વૈવાહિક પ્રસ્તાવો પ્રાપ્ત થશે. ખર્ચાઓ ઓછા કરવાં. યોજનાઓ સફળ થશે અને મદદ પણ પ્રાપ્ત થશે.

21 થી 31 ડિસેમ્બરઃ- શનિની દ્રષ્ટિ પૂર્વવત છે. પહેલા જેવું કામ ચાલુ રહેશે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સલાહ લેવી. પરિવાર તરફથી વૈચારિક તણાવ આવી શકે છે. બિનજરૂરી કારણોસર ઘરની બહાર વિવાદ સર્જાય તેવી સ્થિતિ બની રહી છે.

નોકરીઃ- નોકરીમાં કામ વધારે રહેશે પરંતુ પરિણામ અપેક્ષા અનુરૂપ મળશે નહીં.
વેપારઃ- વેપારમાં તમને સારા અનુભવ મળી શકે છે. આશા કરતાં વધારે ખર્ચ કરવો પડી શકે છે.
પરિવારઃ- પરિવારમાં બધા મળીને રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે તમારે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પગમાં દુખાવો થઇ શકે છે.
દાંપત્યઃ- જીવનસાથી સાથે મનમુટાવ થશે. પ્રેમીઓ માટે સમય સામાન્ય રહેશે.
સંપત્તિઃ- સંપત્તિથી તમને લાભ મળી શકે છે. સંપત્તિ માટે તમારે થોડી યોજનાઓ બનાવવી પડી શકે છે.
ઉપાયઃ- ભગવાન શ્રીકૃષ્ણને દૂધનો ભોગ ધરાવો. સવારે દૂધથી અભિષેક કરો. બટુકોને ભોજન કરાવો.

મીનઃ-
1 થી 10 ડિસેમ્બરઃ-
મહિનો દશમા ભાવના ચંદ્રથી આરંભ થશે. કોઇ અન્યના વિશ્વાસે કાર્ય છોડશો તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વાહનથી કષ્ટ થઇ શકે છે. આવક સારી બની રહેશે. ભાડુઆત પરેશાન કરી શકે છે.

11 થી 20 ડિસેમ્બરઃ- આવક સારી બની રહેશે. ઘરના જરૂરી કાર્યો પર ખર્ચ થઇ શકે છે. અન્ય લોકોની મદદ કરવી પડી શકે છે. નોકરીમાં પરેશાની ઓછી થશે તથા વેપારમાં વધારે વ્યસ્ત રહેશો.

21 થી 31 ડિસેમ્બરઃ- દાંત તથા કાનમાં દુખાવો થઇ શકે છે. બિનજરૂરી પરેશાની પણ થઇ શકે છે. કોર્ટના કાર્યોમાં સ્થિતિ મજબૂત રહેશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે.

નોકરીઃ- જોબમાં કોઇ અન્યના વિશ્વાસે રહેવું નહીં. કોઇ પ્રોજેક્ટ ખરાબ થવાના યોગ છે.
વેપારઃ- વેપારમાં આવક સારી બની રહેશે. પરેશાનીઓ ઓછી રહેશે. સ્થિતિ અનુકૂળ રહેશે.
પરિવારઃ- પરિવાર તમારી માટે સારો રહેશે. કોઇ સુખદ અને આશ્ચર્યજનક કરતી સૂચના મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સ્થિતિ અનુકૂળ છે પરંતુ કોઇ અન્યની ભૂલથી તમને નુકસાન થવાના યોગ બની રહ્યા છે.
દાંપત્યઃ- જીવનસાથી પાસેથી પ્રેમ મળશે. મતભેદ દૂર થશે. પ્રેમ સુખદ રહેશે.
સંપત્તિઃ- તમારી સંપત્તિમાં સારો નફો થવાના સંકેત છે. લાભ મળી શકશે.
ઉપાયઃ- ગુરૂજનો અને માતા-પિતાનો આશીર્વાદ લેવો અને સન્માન કરવું. શિવ મંદિરમાં પૂજારીને દક્ષિણા આપવી.

X
Monthly Horoscope of  December 2019: this month will be big change for many people

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી