• Home
  • Dharm Darshan
  • Rashi Upay
  • Lions will give their confidence to the people of the country on Tuesday. The big success will be the victory of Kumbh Rashid by the will.

ટેરો રાશિફળ / સિંહ રાશિના જાતકોને મંગળવારે આત્મવિશ્વાસથી કરેલાં કામ આપશે મોટી સફળતા તો કુંભ રાશિવાળાને ઈચ્છાશક્તિથી કરેલાં કામમાં જીત મળશે

ddivyabhaskar.com

May 13, 2019, 04:43 PM IST
Lions will give their confidence to the people of the country on Tuesday. The big success will be the victory of Kumbh Rashid by the will.

ધર્મ ડેસ્ક- મગળવાર એટલે 14 મેના દિવસે કર્ક રાશિના જાતકોને અસુરક્ષાની લાગણી પરેશાન કરી શકે અને દુઃખી મન વધુ દુઃખ લાવી શકે છે એટલે લાગણીઓને કંટ્રોલમાં રાખજો. ધન રાશિવાળાને મંગળવારે નુકસાન થવાના યોગ છે, જો કે નુકસાન ભરપાઈ થઈ જશે. તેથી નકામી બાબતોમાં અફસોસ ન કરશો. અન્ય રાશિઓ માટે મંગળવાર કેવો રહેશે જાણો ટેરો રિડર ભૂમિકા કમલ પાસે-

મેષ રાશિ-


Two of Cups કાર્ડ પ્રમાણે આજે જીવનસાથી કે પ્રેમીની સાથે તમારી સમીપતા વધવાથી તમારો આત્મવિશ્વાસ આસમાને રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થાય.
લકી કલર-ક્રીમ, લકી નંબર-2

વૃષભ રાશિ-


The Hanged Man કાર્ડ પ્રમાણે આજે તમારે સમર્પણની ભાવનાથી કામ કરવું પડશે. સહયોગીઓ સાથે વિવાદ થવાને લીધે માનસિક અશાંતિ ચાલતી રહેશે. ગળામાં તકલીફ થઈ શકે છે.
લકી કલર-લીલો, લકી નંબર-8

મિથુન રાશિ-


Six of Pentacles કાર્ડ પ્રમાણે આજનો દિવસ પાછું આપવાનો દિવસ છે, જે પણ આપણે પ્રકૃતિ કે સમાજ પાસે લઈ રહ્યાં છીએ તેને કોઈની મદદ કરીને કે દાન પુણ્ય કરીને પાછું આપો. બાકી દિવસ શુભ છે.
લકી કલર- પીળો, લકી નંબર-5

કર્ક રાશિ-


Four of Pentacles કાર્ડ પ્રમાણે આજે અસુરક્ષાની લાગણી તમને પરેશાન કરશે અને તમે આસપાસની બીનજરૂરી વસ્તુઓ પ્રત્યે આસક્ત થશો. દુઃખી મન વધુ દુઃખ લાવે છે, એટલા માટે લાગણીઓ પર કંટ્રોલ રાખો.
લકી કલર- રાખોડી, લકી નંબર-5

સિંહ રાશિ-


Knight of Wands કાર્ડ પ્રમાણે આજે એડ્વેન્ચર ભરેલો દિવસ રહેશે, તમારો આત્મવિશ્વાસ જ તમારી સફળતાની ચાવી છે. નવાં પ્રયોગો સફળ થશે. તમારી યાત્રા રોમાંચક રહેશે.
લકી કલર- આસમાની, લકી નંબર-5

કન્યા રાશિ-


Temperance કાર્ડ પ્રમાણે આજે કોમ્બિનેશન અને કોમ્પ્રોમાઈઝ ભરેલો દિવસ રહેશે. આજે નવાં પ્રયોગો કરવાથી તમને સફળતા મળશે, પરંતુ બીજાના ઓપિનિયનનું ધ્યાન રાખો.
લકી કલર- વાદળી, લકી નંબર-8

તુલા રાશિ-


Five of Wands આજનો દિવસ તમને ખૂબ જ સંઘર્ષ કર્યા પછી પરિણામ આપશે. પરંતુ આ દરમિયાન કોઈ નવાં લોકો સાથે મુલાકાત થશે, જે જીવનને નવાં પાઠ શીખવશે.
લકી કલર- જાંબુડીયો, લકી નંબર-8

વૃશ્ચિક રાશિ-


Ace of Swords કાર્ડ પ્રમાણે આજે તમે ઈમોશનલી ખૂબ જ સ્ટ્રોંગ મહેસૂસ કરશો, તમારા સંબંધો પણ મજબૂત થશે. કામના સ્થળે સફળતા મળશે.
લકી કલર- ગાઢ લીલો, લકી નંબર-8


ધન રાશિ-


Five of Cups કાર્ડ પ્રમાણે આજે નુકસાન થવાના યોગ છે, નુકસાન થાય તો વધુ દુઃખી થવાની જરૂર નથી, નુકસાન ભરપાઈ થઈ શકે છે. આજે તમે નકામી બાબતોમાં અફસોસ મનાવી શકો છો.
લકી કલર- પિંક, લકી નંબર-0

મકર રાશિ-


Page of Cups કાર્ડ પ્રમાણે આજે તમારા કરિયરમાં પરિવર્તન થઈ શકે છે. તમારી સભ્યતાને ટકાવી રાખો. આજે શિક્ષાના યોગ છે.
લકી કલર- સફેદ, લકી નંબર-1


કુંભ રાશિ-

Strength કાર્ડ પ્રમાણે આજે માતૃશક્તિની આરાધના કરવા માટે શુભ દિવસ છે. આજે તમે પોતાને સ્ટ્રોંગ મહેસૂસ કરશો. તમારી ઈચ્છા શક્તિ આજે તમને જીત અપાવશે.
લકી કલર- લાલ, લકી નંબર-3

મીન રાશિ-


Ten of Swords કાર્ડ પ્રમાણે આજનો દિવસ વિપરિત પરિસ્થિતિઓ લઈને આવ્યો છે. મનમાં નર્વસનેસનો ભાવ રહેશે, સંબંધોમાં દલીલો થઈ શકે છે.
લકી કલર- હળવો લીલો, લકી નંબર-6

astrobhoomi@gmail.com

X
Lions will give their confidence to the people of the country on Tuesday. The big success will be the victory of Kumbh Rashid by the will.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી