જ્યોતિષ / બેજાન દારૂવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળઃ આ સપ્તાહ મેષ રાશિના લોકો માટે અતિ શુભ રહેશે

Lifeless Wine Weekly Future: This week will be extremely auspicious for the people of Aries

  • ગજકેસરી અને નીચભંગ રાજયોગના કારણે ભારતનો વિકાસ નિશ્ચિત છે.
  • બિસ્કિટ, કેક, ફરસાણની તમામ આઇટમોનાં ભાવ ધીરે-ધીરે ઘટશે.
  • અમિતાભ અને આલિયા આ વર્ષે સારી ફિલ્મો કરશે.

Divyabhaskar.com

Oct 07, 2019, 08:54 AM IST

મેષ- 21 માર્ચથી 20 એપ્રિલ
આ અઠવાડિયું તમારા માટે આનંદભર્યું પુરવાર થશે. ગયા અઠવાડિયાની ઊર્જા આ અઠવાડિયે પણ જોવા મળશે. સારી- સારી વાતોને તમે અન્ય લોકો સાથે વહેંચશો. તમારે કદાચ અમુક સમસ્યાઓનો સામનો કરવાનો આવે, તો પણ એમને તમે વ્યાવહારિક રીતે ઉકેલી લેશો. પ્રેમ અને પોતાના૫ણું હોય એવી ઘણી ક્ષણો તમે માણશો. છેલ્લા થોડા સમયમાં આપના જીવનમાં આવેલી શુષ્કતા દૂર થશે. હવેનો સમયગાળો ઉત્તેજનાસભર રહેશે. પોતાના પર ધ્યાન વધુ કેન્દ્રિત થશે.

વૃષભ- 21 એપ્રિલથી 21 મે
તમે તમારા ૫રિવાર સાથે તમારો સમય ઘણો સરસ રીતે વિતાવશો. તમારા વ્યક્તિગત સંબંધો વિશે એટલું જ કહેવું જરૂરી રહેશે કે કંઇક મેળવવા માટે કંઇક ખોવું પડે છે. નવાં કાર્યો કે યોજનાઓ બનાવતાં ૫હેલાં એની પ્રતિક્રિયા અને ૫રિણામો વિશે વિચારી લેજો. પ્રેમ અને નિકટતા તેના ઉચ્ચ સ્તરે પહોંચશે. આ તબક્કામાં આપ પ્રેમના પ્રવાહમાં તણાઇ જશો. સમસ્યાઓ ઉકેલાશે અને માર્ગ વધુ સરળ બનશે. આ સંવાદિતા વ્યક્તિગત સંબંધોમાં સહાયરૂપ સાબિત થશે.

મિથુન- 22 મેથી 22 જૂન
આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એકવાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતા પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતાઓ તો વિકસિત કરશો જ, એનો પ્રયોગ પણ કાર્યસફળતા માટે કરીને સફળતા મેળવશો. આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. પરિવાર અને આપની નજીકનાં સ્વજનો સાથે કીમતી સમય પસાર કરશો. રોમાન્સ અને પ્રણય અગ્ર સ્થાને રહેશે.

કર્ક- 23 જૂનથી 22 જુલાઈ
આપ આદર્શવાદી અને દૂરદર્શી દૃષ્ટિકોણ મહત્ત્વનો બની રહેશે. વધુ સંવેદનશીલતાને કારણે તમે ભાવુક કે ઉત્તેજિત થઇ શકો છો, પણ તમારી ભાવનાઓ ઉ૫ર નિયંત્રણ રાખવાનું તમારા જ હાથમાં રહેશે. એ શીખવું ૫ડશે. ઘરના અમુક વણઉકલ્યા પ્રશ્નોને ઉકેલવા ૫ડશે. આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે, તેથી લાલચથી દૂર રહો. બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય. અંતરાત્માનો અવાજ સાંભળવો તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

સિંહ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ
હવે ૫છીનો લગભગ એક આખો મહિનો તમારા માટે શ્રેષ્ઠ છે એટલે આ અઠવાડિયું તો શ્રેષ્ઠ રહેવાનું જ છે એમાં કાંઇ શંકા નથી. આ અઠવાડિયું સારી સંભાવનાઓથી સભર રહેશે. તમારી વ્યાવસાયિક રીતે ૫દોન્નતિ થશે અને ઘરમાં નવેસરથી સમારકામથી માંડીને નવું ઘર ખરીદવા સુધીના ફેરફારો થશે. વડીલો અને ૫રિવારની જવાબદારી પણ સંભાળશો. તંદુરસ્તી બગડે. પ્રણય પ્રકરણમાં ૫ણ અવરોધ આવશે. આવકમાં વધારો કરવા આપ નવા રસ્તા શોધી શકશો.

કન્યા- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
સફળતાને પોતાના પર હાવિ ન થવા દેશો. સુમેળ સાધવાની, કુનેહપૂર્વક વર્તવાની અને ઉતાવળ ન કરવાની સલાહ છે. તમારે તમારી આસપાસના લોકોની જરૂર રહેશે. માટે તમે ગયા અઠવાડિયાઓની જેમ જ આસપાસના લોકો સાથેના સંબંધોમાં ઉષ્મા ફેલાવવા પ્રયત્નશીલ બનશો. એમાં ૫રિવારથી માંડીને ૫ડોશીઓ અને સામાજિક સંબંધીઓ સુધીનો સમાવેશ થાય છે. તમારા પ્રયત્નો ખરેખર સંનિષ્ઠ રહેશે. આ સપ્તાહે આપ કૃતજ્ઞતાની લાગણી અનુભવશો.

તુલા- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
તમે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, ઉન્નતિનું લક્ષ્ય રાખશો. તમે તમારી જીવનશૈલીમાં નવીનતા લાવશો, જેથી શ્રેષ્ઠતા કે ઉન્નતિ જળવાઇ રહે. ઘરમાં અમુક વિલાસી સાધનો, કલાને લગતી વસ્‍તુઓનો સંગ્રહ કરશો, જેથી ઘરનું વાતાવરણ પણ તમારા માટે અનુકૂળ બની રહે. છતાં તમારી મહેનત પણ એટલી જ આકરી હશે. દરેક ક્ષેત્રે તણાવમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને પ્રવાસના સમયે બેપરવા ન રહેશો. આ સપ્તાહે આપ મહત્ત્વના નિર્ણયો લેશો.

વૃશ્ચિક- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર
આત્મવિશ્વાસ તમને ઘર અને કાર્યાલયમાં પુનર્મૂલ્‍યાંકન કરવામાં મદદરૂ૫ બનશે. તમારી પાસે શ્રેષ્ઠ વસ્તુઓ આવતી રહેશે. સાથે- સાથે તમારી પાસે ખર્ચવા માટે પણ ઘણું બધું હશે. તમારી મહેનતને કારણે તમારી યોગ્યતાની પ્રશંસા થશે, તમને પુર‍સ્કાર પણ મળી શકે છે. ઘરમાં વિલાસપૂર્ણ વસ્તુઓ વસાવશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમ્યાન માણશો. કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે.

ધન- 23 નવેમ્બથી 21 ડિસેમ્બર
આપ સપનાં પૂરાં કરવાની મથામણમાં છો, પરંતુ તેના માટે આપે થોડી ધીરજ ધરવી પડશે. આ સમગ્ર મહિના દરમિયાન પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ટતાનો અનુભવ કરશો. ઘર બાબતે તમે કોઇ નવો નિર્ણય લીધો હોય કે પછી એને વ્યવસ્થિત કરવાનો નિર્ણય લીધો હોય તો તમારી ઊર્જા ઘણી મદદરૂપ બનશે. સાધનો પણ નવાં વસાવી શકો છો, પણ એ માટે તમારે ધન મેળવવાની આકરી મહેનત કરવી પડશે. જોકે, તમારી ધૂન તમને એમાં પણ સફળતા અપાવી શકે છે.

મકરઃ- 22 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી
આપને ધનલાભ થઇ શકે છે, ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમના નાણાં છે. સંબંધો તમારા માટે આનંદ અને શાંતિનો એકમાત્ર સ્ત્રોત બનશે. તમારો સ્નેહ ભલમનસાઈ અને સહનશીલતા સાથે વિકસિત થયો છે, માટે એવા આદાનપ્રદાનમાં એક જાતની નિરંતરતા રહેશે. એ સ્નેહને કારણે અમુક સંઘર્ષો ઊભા થતાં પહેલાં જ ધીમા કે બંધ પડી જશે. સંબંધીજનો સાથે સમય પ્રસન્નતાપૂર્વક વિતાવી શકશો. પરિવાર પ્રત્યેનો લગાવ યથાવત્ રહેશે.

કુંભ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી
પોતાની જાત અને પરિવાર માટે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. કાર્ય અને આનંદ મળીને તમને તમારા કાર્યની સાચી રચનાત્મકતા અને પ્રતિષ્ઠા બતાવવાની તક મળશે. મિત્રો સાથે ચર્ચા કરીને ગેરસમજને પણ દૂર કરી શકશો. સામાજિક દૃષ્ટિએ મનોરંજન અને પ્રેમના અવસરો સામે આવશે. વ્યસ્તતા છતાં પ્રગતિ માટે તમે બુદ્ઘિપૂર્વક યોજનાઓ બનાવી શકશો. પ્રેમની તાકાત આપને ગમે તેવી સમસ્યાઓ સામે શાંતિ અને સરળતાથી ઝીંક ઝીલવામાં સહાયરૂ૫ થશે.

મીન- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે આપ ફળીભૂત થતી પણ જોઇ શકશો. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે પણ તૈયાર રહો. પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા પડશે, જેથી ચિંતાઓ ઘટી શકે. તમારા પ્રયાસો જોકે નિષ્કપટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી રચનાત્મકતા અને પ્રતિભાને ખીલવી શકશો. ખર્ચ કરવાનો અને આનંદ પ્રમોદ કરવાનો તબક્કો હજી પણ ચાલુ જ છે. આપ તેને પાત્ર પણ છો. જૂના સ્મરણો માનસપટ પર ઉભરાશે.

X
Lifeless Wine Weekly Future: This week will be extremely auspicious for the people of Aries
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી