7 નવેમ્બરનું ટેરો રાશિફળ / ગુરુવારે મિથુન જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને સિંહ રાશિવાળાની વ્યાવસાયિક પ્રગતિ થઈ શકે છે

Know your Tarot Rashifal of 7 November 2019 Tarot Card Future of  7 November 2019

Divyabhaskar.com

Nov 06, 2019, 02:00 PM IST

મેષ- The Hermit

આજે તમારે કરિયરના મામલામાં કોઈ જૂના મિત્રની મદદ લેવી પડશે. પોતાના પ્રિય લોકોની મદદથી તમે કોઈ પણ મોટી સમસ્યા ઉપર વિજય મેળવી શકો છો. તમારું વ્યક્તિત્વ આજે આકર્ષક લાગશે. પોતાની ભાવનાઓેને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે આજે યોગ્ય દિવસ છે. તમારે ધનને લગતા મામલાઓમાં સાવધાની રાખવી પડશે.
કરિયર- અનેક મિત્ર તમને નોકરીની તકો મળી શકે છે.
લવ- તમે કોઈ વ્યક્તિના કામમાં આકર્ષક રહેશો. તેમને એ જણાવવાનો સમય છે કે તમે તેમને પ્રેમ કરો છો.
હેલ્થ- પોતાને ડિટોક્સ કરવા માટે તાજા ફળોનો રસ પીવો.


--------


વૃષભ- The Moon


આજે જૂના સંબંધોને ફરી જીવિત કરવાનો સમય છે. પોતાના લોકો અને પોતાના ગ્રૂપ સાથે જોડાયેલાં જૂના દિવસોને યાદ કરવા માટે સારો દિવસ છે. પોતાના લોકોની વચ્ચે રહેવાથી પ્રેમ અને શાંતિનો અનુભવ રહેશે. પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે વધુ કામ કરવાનો બોજ ન લો. વચ્ચે થોડો બ્રેક લો.
કરિયર- પોતાના નેટવર્કને સુધારો અને તે પોતાના કામને ગંભીરતાથી કરતા રહો. તમારી કંપની દરેક જણ પસંદ કરે છે.
લવ- તમારો દિવસ રોમાન્સ અને આત્મીયતાભર્યો રહેશે. પોતાના પ્રેમી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરો.
હેલ્થ- લાંબા સમય સુધી કોમ્પ્યૂટર સ્ક્રીન પર બેસવાથી બચજો, તમારી આંખો ખરાબ થઈ શકે.

--------


મિથુન- Ten of Swords


આજનો દિવસ તમારા માટે કેટલીક નવી પ્રતિષ્ઠા અને ખ્યાતિ આપનારો રહેશે. તમારા પ્લાન અને કાર્યશૈલીની પ્રશંશા થશે. આ સમયે તમારી માટે તમારી રચનાત્મકતાને દેખાડવાનો સૌથી સારો સમય છે. પોતાના સંબંધીઓથી તમને લાભ થશે. અંગત સંબંધોમાં તમને સારા સમાચાર મળે.
કરિયર- આજે તમે કામને લઈને સમાચારોમાં રહેશો. તમારી ઉપલબ્ધિઓને ટીમ દ્વારા ઓળખવામાં આવશે.
લવ- પોતાના પ્રેમીની સાથે ગલતફેમી થઈ શકે. ભૂતકાળને એક બાજુ રાખો.
હેલ્થ- યોગ કે રેકીના અભ્યાસથી સ્વાસ્થ્ય લાભ થશે.


--------


કર્ક- Six of Pentacles


આજનો દિવસ તમારા અંગત જીવન માટે સારો સાબિત થશે. તમારા પ્રિયજન અને સંબંધીઓમાં કમિટમેન્ટને લઈને તમારી પ્રશંશા થશે. આજે તમારા તર્કોને સાંભળવામાં આવશે અને માનવામાં આવશે. કેટલાક લોકોની ટીકાથી આહત થઈને કોઈ વાતને દિલ પર ન લગાવો.
કરિયર- કામમાં તમારા તર્ક યોગ્ય સાબિત થશે. કૂટનીતિક બનો અને વસ્તુઓને વ્યક્તિગત રીતે ન લો.
લવ- તમારા સાથી દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને દેખભાળની પ્રશંસા કરી શકો. તે ખુશી વ્યક્ત કરો.
હેલ્થ- માંસપેશીઓની સાથે સમસ્યાઓ માટે ઓસ્ટિયોપેથી ઉપચાર પ્રયાસ કરો.


--------


સિંહ- Five of Cups


તમારી અંગત અને વ્યવસાયિક પ્રગતિ માટે આજનો દિવસ સારો સાબિત થશે. તમારે તમારા લોકો પર ભરોસો દેખાડવો પડશે અને તેને વિશ્વાસ અપાવવો પડશે કે તમે તેમની સાથે ઊભા છો. તમારા માટે આજનો દિવસ પોતાની વ્યાવસાયિક અને વ્યાવહારિક વિચારોની પરીક્ષા જેવો હોઈ શકે છે.
કરિયર- એક સ્થાપિત બ્રાંડની સાથે એક સંયુક્ત ઉદ્યમમાં આવવાનો એક સારો મોકો છે. સુનિશ્ચિત કરો કે તમે પોતાના ભાગીદારો ઉપર ભરોસો કરો છો.
લવ- તમે પોતાના સાથીની સાથે કોઈ એવી જગ્યાએ યાત્રાની યોજના બનાવી શકો છો જે તમને સારી રીતે બાંધવામાં મદદ કરે.
હેલ્થ- માઈગ્રેઈનની સમસ્યા તમને પરેશાન કરી શકે.


--------


કન્યા- King of Wands


આજે તમને કેટલાક કામોમાં ફરીથી વિચારવા અને શરૂઆત કરવાનો દિવસ છે. શક્ય છે કે કરિયર કે જોબ સાથે જોડાયેલી નવી ઓફિર તમારી સામે આવી શકે છે. આજે તમારી સાંજ શાંતિ અને રાહતભરેલી રહી શકે છે, જે તમને નવી ઊર્જા આપશે. વાહન ચલાવતા કે દોડવામાં સાવધાની રાખવી. કાર્ડ્સનો સંકેત છે કે તમને ઘાવ લાગી શકે છે.
કરિયર- તમે તમારી નોકરીમાં લાગેલા રહેશો. જો કે હાલ સારી નોકરીની શોધ માટેનો સારો સમય છે.
લવ- ખુશી અને ઉત્સાહથી ભરેલ એક ડેટ્સની યોજના બનાવો, તમે પોતાની મુલાકાતનો આનંદ લો.
હેલ્થ- પગમાં ઘાવ થઈ શકે છે, સાવધાન રહો.

--------


તુલા- The Star

આજનો દિવસ તમારી માટે ખૂબ જ પ્રોડક્ટિવ હોઈ શકે છે. અનેક કામોમાં તમે સારા પરિણઆમ મેળવી શકો છો, સાથે જ જો કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય તો તમે આજે પૂરું કરી શકો છો. આજે તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે જે તમને આનંદિત કરી શકે છે.
કરિયર- તમે ખૂબ જ વધુ કામમાં વ્યસ્ત રહેશો. કામ ઉપર પોતાના વિચારોને દોડાવો, જે તમારો લોડ ઘટાડી શકે છે.
લવ- તમારા સાથી તમને કોઈ પ્રેઝન્ટ આપી સરપ્રાઈઝ કરી શકે છે. તેમને ધન્યવાદ આપો
હેલ્થ- કાનમાં દુઃખાવો થઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.


--------


વૃશ્ચિક- The Empress


આજનો દિવસ વધુ પ્રયાસ કરવાનો છે. અંગત અને વ્યાવસાયિક બંને મામલાઓમાં તમારા પ્રયત્નો તમને સારો લાભ આપી શકે છે. કેટલાક મામલાઓમાં તમારા લોકોના મનમાં બેઠેલા ભ્રમને દૂર કરવા માટે પ્રયાસ કરવા પડશે, તમારે તમારા જીવન માટે સારી યોજના બનાવવા માટે પ્રેરણા મળી શકે છે.
કરિયર- ખાદ્ય ઉદ્યોગોમાં લોકો ખૂબ જ લાભ કમાય છે. તમારા ઉત્પાદક સાથે રચનાત્મક રહો, કારણ કે તે બજારમાં એક મોટો ભાગ મેળવામાં તમારી મદદ કરી શકે છે.
લવ- કોઈપણ ભ્રમને દૂર કરવા માટે તમારા સાથી સાથે વાત કરો. નાના પ્રયાસો તમારા સંબંધને બચાવવામાં મદદ કરશે.
હેલ્થ- દાંતો અને દાઢની સમસ્યા તમારો મૂડ ખરાબ કરી શકે છે.


--------


ધન- Wheel of Fortune

આજનો દિવસ તમારી માટે એ વિચારવાનો છે કે ભવિષ્યમાં કઈ દિશામાં જવાનું છે કે કંઈ દિશામાં જવાથી તમને લાભ મળી શકે છે. શાંત મગજે અને શાંત મને વિચારો અને યોજના બનાવો. તમને કેટલાક લોકો સારી રીતે સલાહ આપી શકે છે.
કરિયર- તમારી પ્રગતિ માટે કઈ આવડતની જરૂર છે જેની માટે કોઈ નિષ્ણાત વ્યક્તિ પાસે સલાહ લો.
લવ- સાંજના સમેય કોઈ સમારોહમાં તમને એક આકર્ષક વ્યક્તિ મળશે. તમે તેની સાથે વાત કરી શકો છો.
હેલ્થ- તમને માથાનો દુઃખાવો કે માથામાં ઘાવ થઈ શકે છે. સાવધાન રહેવું.


--------


મકર- Ace of Wands

આજનો દિવસ કેટલીક પરેશાનીઓથી ભરેલો રહેશે. કામને લઈને કોઈ ખોટી વાત કે ગલતફેમી તમારી સમસ્યાઓને વધારી શકે છે. પોતાના લોકોને પૂરી રીતે ભરોસામાં લઈને કામ કરો, પોતાની સાથે જોડાયેલા લોકોને પૂરી રીતે સમસ્યાઓને અવગત કરો. આજે કેટલાક મામલાઓમાં તમને ગુસ્સો આવી શકે છે, જે સંબંધો માટે યોગ્ય નથી.
કરિયર- કામમાં ગુંચવણ છે. પોતાનું કમ્યુનિકેશન સ્પષ્ટ રાખો અને પોતાની ટીમની સાથે વિનમ્ર રહો.
લવ- આજે પોતાના સાથીની યાદ આવશે. તેમના સંપર્કમાં આવવા પ્રયાસ કરો અને તેમને જણાવો કે તે તમારી માટે મહત્વ ધારાવે છે.
હેલ્થ- ચામ઼ીની સમસ્યાઓ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.


--------


કુંભ- The Emperor

આજનો દિવસ તમારા મિત્રો અને પરિવારના લોકોની મદદ કરવાનો છે. જે લોકો તમારી માટે ચિંતા કરે છે, તેઓ તમારી માટે સહાયક સિદ્ધ થઈ શકે છે. કરિયર કે બિઝનેસમાં પરિવર્તનના યોગ છે. તમે પોતાની ખ્યાતિને અનુરૂપ સફળતા મેળવી શકો છો. તમારે લગાતાર પ્રયાસ કરવાની જરૂર છે.
કરિયર- તમારો પરિવાર અને મિત્રો તમને નોકરી અપાવવામાં મદદ કરશે. સુનિશ્ચિત કરો કે તમે પ્રતિષ્ઠા મેળવવા માટે તમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરો.
લવ- ગલતફેમી માટે તમારા સાથી તમારી માફી માંગી શકે છે. અહંને એકબાજુ રાખો અને તેમની માટે સારા બનો.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મૌસમી પરિવર્તનને લીધે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------


મીન- The Tower

આજે તમારે પોતાની માટે નવા વિચારોની સાથે જાગવું પડશે. પોતાના ભવિષ્યને લઈને જાગરૂક થવું પડશે. તમારી માટે આજે અંગત જીવનમાં કેટલીક આશ્ચર્યજનક ઉન્નતિ થઈ શકે છે. તમારે તમારી પ્રોફેશનલ લાઈફમાં કેટલાક સારા સંકેતો મળી શકે છે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મળવાની તક મળી શકે. જે ભવિષ્યમાં તમને લાભ આપશે.
લવ- એ તકો ઉપર વિચાર કરો, જે આશાજનક છે. હોદ્દા અને પગારના મામલે પોતાના કરિયરને આગળ વધારવા પર ધ્યાન આપો.
લવ- તમને મળવા માટે અનેક લોકો રાહ જોઈ રહ્યા છે. એ વ્યક્તિ સાથે ડેટ પર જાઓ જેની સાથે તમે કનેક્ટ છો.
હેલ્થ- દાંતનો દુઃખાવો થતાં તમારો મૂડ બગડી શકે.

X
Know your Tarot Rashifal of 7 November 2019 Tarot Card Future of  7 November 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી