6 નવેમ્બરનું ટેરો રાશિફળ / બુધવારે વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ શુભાશુભ રહેશે અને મીન રાશિના લોકોને નવા કામ શરૂ કરવા માટે સારો સમય છે

Tarot Rashifal of 6 November 2019

Divyabhaskar.com

Nov 05, 2019, 04:59 PM IST

મેષ- Ace of Swords

કામમાં મન નહીં લાગે, રજા ભોગવવા માટે આજે પ્લાન બનાવી શકો છો, ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. જૂનું કરેલું રોકાણ આજે લાભ આપી શકે છે. એટલું જ કામ કરો જેટલી જરૂરિયાત હોય, તેનાથી વધુ તમારું સ્વાસ્થ્ય અને અંગત જીવન બંને નકારાત્મક અસર કરેશે. સંબંધોમાં તમારા જીવનમાં અનેક ખુશીઓ છે જેને યાદ કરો.
કરિયર- ઓફિસમાં તમારી મહેનતને બેકાર ન જવા દો. સમજી-વિચારીને કામ કરો અને પોતાનો હક માંગવામાં પાછી-પાની ન કરો.
લવૃ - કોઈ સંબંધી કે પ્રિયજન ઉપર તમે એટલા ન્યોછાવર ન થઈ જાઓ કે તેઓ તમારું મહત્વ જ ભૂલી જાય. તમારા આત્મસન્માનને ટકાવી રાખીને જ કોઈ સંબંધ નિભાવો.
હેલ્થ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે થોડો સમય નિયમિત રીતે જરૂર ફાળવો. મોસમને લીધે આજે પરેશાન થવું પડશે.

--------


વૃષભ- The Empress

સંબંધોના મામલે આજે ભાગ્ય સાથ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કેટલીક વાતોને લઈને મનમાં પરેશાની પેદા થઈ શકે છે. ધીરજ રાખો અને મૂડ સ્વિંગ ન થવા દો. આજે કોઈપણ વાત સમજીવિચારીને જ બોલો જેથી તમારી વાતને અજાણતાં કોઈને ખોટી ન લાગે. કામકાજમાં વધારો થઈ શકે, પરંતુ કોઈપણ નિર્ણયને લઈને અડગ ન રહો.
કરિયર- ઓફિસમાં પોતાની ક્ષમતા ઉપર શંકા ન કરો. તમારામાં કોઈ ખોટ નથી. બોસ કે કલિગ્ઝ ટિકા કરે તો દિલમાં ન લેશો. સારા સમયની રાહ જુઓ.
લવ- સંબંધોમાં ઊંજાણ માટે પારદર્શિતાની જરૂર છે. પોતાની ભાવનાઓને ખુલીને વ્યક્ત કરો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પીઠદર્દ અને સાંધાનો દુઃખાવાથી પીડિત હોવ તો આજે વધુ પરેશાન થઈ શકો.


--------


મિથુન- Justice


દિવસ ફળદાયક સાબિત થઈ શકે છે. જીવનમાં ઉન્નતિની નવી તકો પ્રાપ્ત થશે. તેને અપનાવાવમાં ખચકાશો નહીં. પોતાની યોગ્યતા ઉપર શંકા ન કરો. તમારામાં પણ એ ગુણ છે તો જે સફળ થવા માટે જોઈએ. પોતાના ઉપર ભરોસો રાખો. વડીલોની સલાહને નજરઅંદાજ ન કરો, પરંતુ પોતાના નિર્ણય પણ ભરોસો રાખો. આજુબાજુની નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત ન થશો, તેને દૂર કરવા માટે ઘરમાં કર્પૂર સળગાવો.
કરિયર- ઓફિસમાં તમારી પાસે બધા સંસાધન આસાનીથી મળી રહે છે, માત્ર પોતાના આત્મવિશ્વાસ ખોટ ન આવવા દેશો. નકારાત્મકતા તમારા કામને બહાર નથી આવવા દેતી તેને જૂર કરો.
લવ- કોઈની પર હંમેશા નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેય પણ તણાવ પેદા ઓથઈ શકે છે. તમારી અંદર કોઈ વાતની ખોટ નથી. પોતાની માટે પણ સમય કાઢો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ રોગથી પરેશાન હોવ તો તેનાથી છુટકારો મેળવવા માટે તણાવ ઓછો કરો. ડોક્ટરને મળો.

--------

કર્ક- Two of Swords

આજનો દિવસ સારો રહેશે. સામાજિક મેળમિલાપમાં દિવસ વિતશે. વ્યવસાયમાં નવીતકો મળશે. આત્મવિસ્વાસની ખોટ ન આવવા દો.વડીલોની સલાહ જરૂર લો કોઈ નિર્ણય લેતા પહેલાં. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. આજે ધનલાભની તકો મળશે.
કરિયર- ઓફિસમાં આજે નવી તકો મળશે. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. બોસ પ્રશંશા કરશે. નોકરીની શોધમાં હોવ તો આજે સફળતા જરૂર મળશે.
લવ- પ્રિયજનોની સાથે સરો સમય વિતાવવાની તક મળશે. આજે કોઈ સામાજિક મિલાપમાં નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે આગળ વધીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
લવ- સ્વાસ્થ્ય સારું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થસે. જો કોઈ રોગથી પરેશાન હોવ તો તેની માટે અલ્ટરનેટિવ થેરાપીથી લાભ મળશે.


--------


સિંહ- The Moon

આજે કામમાં મનમાં નહીં લાગે. તમારો મૂડ સ્વિંગ થાય તો કંટ્રોલમાં રાખો નહીં તો હાથમાં આવેલી તકો ખોઈ નાખશો. જો કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવ તો બની શકે કે તેમાં મોડું થઈ શકે, ઉતાવળ ન કરો, દરેક કામ પોતાની ગતિથી પોતાના સમયથી જ પૂરું થશે. કામના ક્ષેત્રમાં કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. ધૈર્ય અને સહનશીલતાનો આ સમય લાભદાયી છે.
કરિયર- કોઈપણ કામની ઉતાવળ ન કરો. જે કામ જ્યારે પૂરું થવાનું હશે ત્યારે તે પૂરું થશે, તેની માટે પ્રયાસરત રહો.
લવ- તમારા એક ખરાબ અનુભવને લીધે તમારા બધા સંબંધો ઉપર શંકા ન કરો. અનુભવોથી શીખ લો અને વર્તમાનમાં સુખદ બનાવવા પ્રયાસ કરો.
હેલ્થ- સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. જો કોઈ રોગ સામે ઝઝૂમી રહ્યા હોવ તો તેનાથી છુટકારો મેળવવા મેળવવા માટે થોડો વધુ સમય લાગશે.


--------


કન્યા- Six of Pentacles

મનમાં અસંતોષની ભાવના રહેશે. મિત્રો સાથે મળવાનો મોકો મળશે તેમ છતાં મનમાં એક ખાલીપણુ મહેસૂસ થઈ શકે. આજે કંઈક નવું જરૂર કરો. થોડો સમય મેડિટેશનમાં વિતારો, તેનાથી તમારા મનને શાંતિ મળશે અને અધ્યાત્મિક પ્રગતિ માટે એક સારું પગલું છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં પરેશાની આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડી મહેનતની જરૂર છે.
કરિયર- પોતાનું લક્ષ્યને મેળવવા માટે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. પોતાના વિચારોમાં સ્થિરતા લાવવા પ્રયાસ કરો.
લવ- આજે પરિવારની સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો, પરંતુ ધ્યાન રાખો કે તે તમારા કામ પર કોઈ અસર ન કરે.
હેલ્થ- જો કોઈ રોગથી ગ્રસિત હોવ તો તેની માટે મહેનત કરો જરૂર મટી જશે.]

--------


તુલા- The Devil

તમને એવો કોઈ નિર્ણય લેવો પડી શકે છે જેને તમે થોડા સમયથી ટાળી રહ્યા હતાં. જેટલા જલતી આ વિષયને ઉકેલી લેશો, એટલી જ સહજતાથી તેનું સમાધાન આવી જસે. વાસ્તવિકતાથી આઁખો ફેરી લેવાથી કોઈ લાભ નહીં થાય. કોઈપણ સ્થિતને આવતાં પહેલાં તેના વિશે વિચારો અને નિર્ણય લેતી વખતે ગિલ્ટી ન કરો. ક્યારેક એક સારા ભવિષ્ય માટે નિર્ભયતાની પગલું ઊઠાવવું જોઈએ.
કરિયર- ઓફિસમાં તમારા કામની સરાહના થશે. જો તમે પોતાની નોકરીમાં બંધાયેલાં મહેસૂસ કરી રહ્યા હોવ તો આ યોગ્ય સમય છે તેની માટે પ્રયાસ કરવા માટે.
લવ- સંબંધોમાં ફેરફાર આવી રહ્યા છે, તેની સાથે જ ઢળવાનો પ્રયાસ કરો નહીં તો સંબંધોમાં અંતર વધી શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે કોઈપણ સ્વાસ્થ્ય સંબંધી લક્ષણોને અનદેખી ન કરો. શરીરની સાથે મન અને મસ્તિષ્કને સારું રાખો.


--------


વૃશ્ચિક- The Hanged Man


તમારો આજનો દિવસ શુભાશુભ ફળદાયક રહેશે. જૂના બગડેલાં સંબંધોમાં સુધારો થશે. નવા સંબંધોની શરૂઆત થવાની તક છે. કોઈ નવા રોમાન્ટિક સંબંધો શરૂઆત હોઈ શકે જેને લીધે મનમાં ખુશી ચાલતી રહેશે. કામકાજને લઈને થોડું ફોકસ વધારવાની જરૂર છે. ધૈર્ય અને કુશળતાનો પ્રયોગ કરો.
કરિયર- ઓફિસમાં આજે દિવસ સારો રહેશે. બોસની પ્રશંશા મળશે. ઝડપથી ઉન્નતિ થશે. જો નોકરી શોધી રહ્યા હોવ તો આજે સફળતા મળી શકે.
લવ- પ્રિયજનોની સાથે આજે સારો સમય વિતાવવાની તક મળશે. લગ્નની વાત આગળ વધશે. પરિવાજનોનો સહયોગ મળશે.
હેલ્થ. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગથી છુટકારો મળશે.

--------


ધન- Six of Wands

આજે થોડો સમય પોતાની માટે ફાળવો અને પોતાના આવનારા જીવનના લક્ષ્ય નિર્ધારિત કરો. દૈવિય કૃપાથી તમને ઘણું મળશે. પોતાના કૈશલ્યથી બીજાનું માર્ગદર્શન કરો, બીજાના જીવનમાં હકારાત્મકત ફેરફાર લાવવાની તમારામાં આવડત છે.
કરિયર- આજે કામમાં મન નહીં લાગે. કામમાં ફોકસ રાખો. એ જ કામ કરો જેમાં તમારું મન લાગે.
લવ- પરિજનોની સાથે ફરવા જવાની તક મળશે.
હેલ્થ- રેકી, હીલિંગ, ચક્ર હીલિંગ થેરાપીની મદદથી રોગો દૂર કરો.

--------


મકર- Ten of Cups

ઓળખાણ વધશે જે તમારી માટે લાભદાયી રહેશે. આજે તમારી ઊર્જા સક્રિય રહેશે જેના લીધે કામ ઝડપથી પૂરું થસે. આજે ઓફિસમાં ફેરફારની તક મળશે જેનાથી ઘબરાશો નહીં, તકોનો પૂરો લાભ ઊઠાવો.
કરિયર- ઓફિસમાં બોસ તમારી પ્રશંશા કરશે.
લવ- પ્રિયજનની સાથે સારો સમય વિતશે.
હેલ્થ- રોગો દૂર કરવા માટે કરેલી મહેનત કામે લાગશે.

--------


કુંભ- King of Swords

આજના દિવસે કરવા માટે ઘણું છે જેના લીધે તણાવ રહેશે અને કામમાં મન નહીં લાગે. તમારી પ્રાથમિકતાઓને સમજીને કામ કરશો તો સારું રહેશે. આજ કામમાં ફોકસ રાખવું જરૂરી છે નહીં તો મન આમતેમ ભટકી શકે છે.
કરિયર- આજે કામનો ભાર વધુ રહેશે.
લવ- સંબંધોમાં ચાલતી પરેશાનીનો ઉકેલ આવશે.
હેલ્થ- નકામી ચિંતાઓ અને તણાવને લીધે સ્વાસ્થ્ય ખરાબ થશે.

--------

મીન- The Emperor

આજનો દિવસ સારો રહેશે. નવા કામ શરૂ કરવા આજે સમય સારો છે. સ્થિતિ અનૂકૂળ છે પરંતુ લાપરવાહી નુકસાન પહોંચાડી શકે. દાન કરવું જોઈએ પણ જેને જરૂરી હોય તેને જ કરો. તમારી સલાહ ઘણા લોકોને કામ આવશે.
કરિયર- બોસ તમારા કામથી ખુશ થશે અને તમારી સલાહની પ્રશંશા કરશે.
લવ- આજે પરિવારની શાંતિ માટે કંઈક દાન કરો.
હેલ્થ- સારી દિનચર્યા રાખો નહીં તો રોગો થઈ શકે.

X
Tarot Rashifal of 6 November 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી