1 ડિસેમ્બરનું ટેરો રાશિફળ / રવિવારે વૃશ્ચિક રાશિવાળાને આકસ્મિક ધનલાભ મળી શકે અને કુંભ રાશિના જાતકોના દરેક પ્રોજેક્ટ પૂરાં થશે

Tarot Rashifal of 1 December 2019

Divyabhaskar.com

Nov 30, 2019, 03:31 PM IST

મેષ- The Empress

આજનો દિવસ કોઈ નવાચાર માટે છે. તમારે નવા વિચારોની સાથે આગળ વધવું જોઈએ. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. જેને મળીને તમને ઘણી શાંતિ મળી શકે. આજે તમારે વાહન ચલાવવા કે દોડવામાં સાવધાની રાખવી પડશે. દુર્ધટના કે ચોટ લાગી શકે.
કરિયર- તમે તમારા સાથીઓની સાથે નવા વિચારો વિશે વાત કરી શકો છો. તેઓ આ બાબતે તમને સાથ આપશે.
લવ- એક જૂનો મિત્ર તમને મળી શકે. જે તમારી માટે લાગણીઓ વ્યક્ત કરી શકે છે.
હેલ્થ- તમારા પગમાં ઘાવ થઈ શકે. જેનાથી તમારી દિનચર્યાને અસર થશે.

-------------------


વૃષભ- Wheel of Fortune

આજે તમને વધુ શીખવાનું કે નવું કૌશલ્ય જાણવાની તક મળે. જે તમને ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે. કામના સ્થળે તમારે સહયોગ અને પ્રશંસા થશે. જો કે કેટલાક લોકોને થોડી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જેની માટે તમે પહેલાંથી તૈયાર રહો.
કરિયર- તમારા કાર્ય કૌશલ્યનો વિકાસ કરો. તે તમારા કરિયરમાં તમારી મદદ કરશે. કારણ કે તમે પદોન્નતિ માટે દોડમાં છો.
લવ- તમારા સાથીની સાથે ગલતફેમી થઈ શકે. તમારા અહં અને સ્વભાવના મુદ્દાને અલગ રાખો.
હેલ્થ- ભારે કામ સાવધાનીથી કરો. હાથમાં દુઃખાવો થઈ શકે છે.

-------------------


મિથુન- Knight of Swords


આજે તમારે તમારે બેગણી જવાબદારીઓ પૂરી કરવી પડશે. અંગત અને વ્યાવસાયિક બંને મામલાઓમાં તમારે વધુ સમય અને ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. આજે તમે કામને ઝડપથી પૂરું કરવા ફોકસ કરો. જો કામ ટાળવા પ્રયાસ કરશો તો કામનો બોજો વધી જશે.જેનાથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
કરિયર- તમારા કામ પર ધ્યાન આપો કારણ કે તે લગાતાર વધી રહ્યું છે. ટાઈમ મેનેજમેન્ટ કરશો તો કામ ઝડપથી પૂરાં થઈ શકે.
લવ- આજે તમે રોમાંસ કરવાના મૂડમાં છો. તમારા સાથી તમારા વિચારોને પસંદ કરશે.
હેલ્થ- તમને ગેસ્ટ્રિસ પરેશાની થઈ શકે છે.


-------------------


કર્ક- Five of Cups


તમને આજે લોકોની સલાહ અને મદદ બંને મળી શકે. જો તમે કોઈની મદદથી કેટલાક કામ શરૂ કરવા માંગતા હોવ તો તેની માટે સારો સમય છે. તમારા ગ્રહો સાથે છે. દિવસ અને પરિસ્થિતિઓની તમારી ફેવરમાં છે. જેનો પૂરો લાભ ઊઠાવો. નવી યોજનાઓ કારગર સાબિત થશે.
કરિયર- કોઈ મિત્ર તમને કોઈ બિઝનેસ આઈડિયા આપી શકે. તમે તેની ઉપર કામ કરી શકો અને તેમને સામેલ પણ કરી શકો.
લવ- પ્રેમના મામલામાં ગ્રહો તમારી ફેવરમાં છે. તમને એ પ્રેમ મળી શકે જેની તમે શોધમાં છો.
હેલ્થ- આજે થોડા હતાશ અને નિરાશ રહી શકો છો.

-------------------


સિંહ- Two of Pentacles

આજે કોઈ ખાસ જગ્યાએથી પ્રશંસા અને મોટિવેશન મળી શકે. તમારે કેટલોક સમય સમસ્યાઓને ઉકેલવામાં આપવો પડશે. કોઈ મામલામાં તમારે આજે કોઈ સમાચાર મળી શકે. આજે તમને તમારી ક્ષમતા પ્રમાણે મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે, જેની માટે તમે પોતાની જાતને યોગ્ય માનો છો.
કરિયર- તમારી ટીમ તમને સારું કામ કરવા પ્રેરિત કરશે. તમે વધુ પડકારજનક ભૂમિકા નિભાવી શકો.
લવ- તમે તમારા પ્રેમની સાથે ડિનર-ડેટની યોજના બનાવી શકો.
હેલ્થ- જંકફૂડ ખાવાથી બચવું, તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે.

-------------------


કન્યા- Strength

તમને કોઈ નવી ટ્રેનિંગની જરૂર પડી શકે. જો તમે નોકરી કે બિઝનેસમાં પરિવર્તન કરવાનું વિચારી રહ્યાં હોવ તો તમારે થોડું ધૈર્ય રાખવું પડશે, તેની સાથે જ તમને કંઈક નવું શીખવા મળી શકે. જે તમારી માટે ફાયદાકારક સાબિત થઈ શકે.
કરિયર- તમે કોઈ નવો કોર્સ કરી શકો છો. કોર્સ પૂરો કર્યા પછી તમે નોકરી બદલવા પર વિચાર કરી શકો.
લવ- તમારા પરિવારને તમારા પ્રેમને સ્વીકાર કરવામાં સમય લાગશે. શાંત રહો, વસ્તુઓ સારી થતી જશે.
હેલ્થ- માઈગ્રેન તમારો મૂડ ખરાબ કરી શકે છે.


-------------------


તુલા- The Hanged Man


આજે પૈસાના મામલામાં તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. રોકાણ કરવા માટે સારો સમય છે પરંતુ વિચાર્યા વગર કોઈ જગ્યાએ રોકાણ ન કરો. જો કોઈને ઉધાર આપવા પડે તો દસ્તાવેજ કર્યા વગર પૈસા ઉધાર ન આપો,. પૈસા ડૂબી શકે. પ્રોફેશનલ મામવલામાં સ્થિતિઓ અનુકૂળ રહશે.
કરિયર- તમે રોકાણ કરી શકો છો. મિત્રોને પૈસા ઉધાર આપવા માટે સારો સમય છે.
લવ- તમે તમારા સાથીની સાથે સારો સમય વિતાવશો કારણ કે તમે રોમાંસના વિચારો જાહેર કરશો.
હેલ્થ- ગરદનમાં જકડન કે દુઃખાવો થઈ શકે.


-------------------


વૃશ્ચિક- Judgement


આજે તમને જૂના મામલાઓમાં લાભ મળી શકે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. તમારે ફાઈનાન્શિયલ નિર્ણયો તમને ઘણો લાભ આપી શકે. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. તેની માટે તમારે સમયસર યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. તમારે વ્યાવસાયિક જીવનની સાથે જ વ્યક્તિગત જીવન પર પર પૂરું ધ્યાન આપવું પડશે.
કરિયર- કોઈ જૂનું રોકાણ કે ઉધાર આપેલાં રૂપિયા આજે પાછા આવી શકે છે. નાણાકીય પક્ષ આજે તમારા પક્ષે છે.
લવ- તમારા સાથીને તમારા સહયોગ અને સમયની જરૂર છે. નક્કી કરો કે તેની માટે સમય ફાળવશો.
હેલ્થ- ખાન-પાન પર વિશેષ ધ્યાન આપવું.

-------------------


ધન- Eight of Cups


આજે તમારે તમારા વિચારોમાં સ્પષ્ટતા રાખજો. જો તમે તમારી વાત સ્પષ્ટ રીતે રજૂ નહીં કરી શકો તો તમને નુકસાન થઈ શકે. કોઈપણ વસ્તુમાં આગળ વધવા માટે તમારે તમારી ઉપર ભરોસો રાખવો પડશે. પછી તે બિઝનેસ હોય કે કોઈ અંગત સંબંધ. વિચારીને જ કોઈ પગલું ભરો.
કરિયર- તમારા સાથીની સાથે તમારા વિચારો વિશે સ્પષ્ટ રહો. તેઓ તમારી દરેક સફળતામાં મદદ કરશે.
લવ- જો તમે નિશ્ચિત હોવ તો તમારા સંબંધને આગળ વધારો.
હેલ્થ- સ્વાસ્થ્ય રહેવા માટે આજે ફળોનો રસ પીવો.


-------------------


મકર- Knight of Wands


આજે તમારા વડીલ લોકો તરફથી પ્રશંશા પ્રાપ્ત થશે. કોઈ મામલામાં તમારે અચાનક કોઈ એવી સૂચના મળી શકે, જેનાથી તમારો દિવસ સફળતાની તરફ આગળ વધશે. કોઈ પ્રકારે પૂર્વાગ્રહોથી ઘેરાયા વગર કોઈ કામ કરશો તો તમને સારું પરિણામ મળી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે.
કરિયર- તમારા મેનેજર તમારા વિચારોની પ્રશંસા કરી શકે છે. તમારા વિચારોને આગળ વધારવા માટે આજે સારો દિવસ છે.
લવ- તમારા સાથી તમારી માટે તમારા દ્વારા કરવામાં આવેલ દરેક વસ્તુની પ્રશંસા કરી શકે. તમારી લાગણીઓ તેની સાથે શેયર કરો.
હેલ્થ - તમારા પગના અંગુઠામાં ઘાવ થઈ શકે.


-------------------


કુંભ- Temperance


આજનો દિવસ અનેક રીતે સારો રહેશે. કામમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂરાં થાય. આજે ઘણું શીખવા મળશે. પરંતુ તમારા કામનો તમારા અંગત જીવનની સમસ્યાઓથી ભાગવાનું કારણ ન બનાવો. જે પણ પરેશાની હોય તેનો સામનો કરો, ઝડપથી પરિસ્થિતિઓ તમારી અનુકૂળ થઈ જશે.
કરિયર- તમારું કૌશલ્ય અને સફળતા તમને આગળ સુધી લઈ જશે. તેની માટે તમે તૈયાર રહો.
લવ- આજે કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જેની સાથે ભવિષ્યમાં ગાઢ સંબંધ બની શકે. આજે લગ્ન સંબંધી વાતો થઈ શકે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહે. જૂના રોગથી છુટકારો મળી શકે છે. પેટને લગતી પરેશાની રહી શકે.

-------------------


મીન- The World


આજે તમે કામમાં ફોકસ રાખો અને તમે કામ ઈમાનદારીથી કરતાં રહો, તમને કોઈની વાત વિચલિત કરી શકે છે, જો કોઈની વાત કે નિયર પર શંકા હોય તો અંતર્મનનો અવાજ સાંભળો અને તેની ઉપર અમલ કરો. તમારા વિચારો પર કંટ્રોલ રાખો. પરિસ્થિતિનો સમયની સાથે હલ મળી જશે. તેનાથી પરેશાન થશો તો મુશ્કેલીઓ જ વધતી રહેશે.
કરિયર- કોઈની વાતોથી વધુ પ્રભાવિત ન થસો. જો કોઈની વાત કે નિયત પર શંકા હોય તો તમારા અંતર્મનનો અવાજ જરૂર સાંભલો અને તેની પર અમલ કરો.
લવ- પ્રિયજનોની સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે.
હેલ્થ- જો કોઈ રોગ પરેશાન કરતો હોય તો કોઈ બીજા ડોક્ટરની પણ સલાહ એકવાર જરૂર લો.

X
Tarot Rashifal of 1 December 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી