8 નવેમ્બરનું અંક ભવિષ્ય / શુક્રવારે અંક 1ના જાતકોને પૈતૃક સંપત્તિના મામલે સાવધાન રહેવું પડશે અને અંક 6ના વેપારીઓને લાભ મળી શકે છે

Know your daily ank Bhavishya of  8 November 2019

Divyabhaskar.com

Nov 07, 2019, 03:38 PM IST

ધર્મ ડેસ્ક- શુક્રવારે દેવઊઠીનો તહેવાર છે. આ દિવસે મૂળાંક-8, ભાગ્યાંક-4, દિનાંક-6, માસાંક-2 અને ચલિત અંક-9 રહેશે. જ્યારે વિશિષ્ટ યુતિની વાત કરીએ તો અંક 8ની અંક 2, 9 ની સાથે મિત્ર યુતિ અને અંક 4 ની સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 6 ની અંક 2 ની સાથે મિત્ર યુતિ, અંક 4 ની સાથે વિરોધી યુતિ અને અંક 9 ની સાથે પરસ્પર વિરોધી યુતિ, અંક 9ની અંક 2 ની સાથે વિરોધી યુતિ અને અંક 2 ની અંક 4 ની સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે.

--------

અંક-1

પિતાની સાથે સંબંધ સંભાળવો, પૈતૃક કામ કરી રહ્યાં હોવ તો ધનને લગતા મામલાઓને હળવાશમાં ન લેશો, સ્વભાવમાં ચિડિયાપણું રહી શકે.
શું કરવું- શિવલિંગ પર ગળ્યું દૂધ ચઢાવો.
શુભ અંક-2
શુભ રંગ- સફેદ.


--------

અંક-2

મદદનિશો અને અંગત સચિવોને વધુ અનુકૂળતા રહી શકે છે. મહિલા અધિકારીઓને કોઈ ખાસ વાત પરેશાન કરી શકે છે. માનસિક અશાંતિ રહી શકે છે.
શું કરવું- કુળદેવીને પારંપરિક પારિવારિક ભોગ લગાવો.
શુભ અંક-3
શુભ રંગ- પીળો


--------

અંક-3

કામને લગતી વ્યસ્તતા વધી શકે છે, કાઉન્સેલિંગ કરનાર લોકોને વધુ અનુકૂળતા રહી શકે છે, થકાવટ વધુ રહી શકે છે.
શું કરવું- વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો.
શુભ અંક-4
શુભ રંગ-વાદળી

--------

અંક-4

પ્રશાસનિક અધિકારીઓને બોસને લગતી સમસ્યા રહી શકે છે, નકામી વાતો દુઃખી કરી શકે છે, બ્લડ પ્રેશરના શિકાર લોકોને ધ્યાન રાખવાની જરૂર છે.
શું કરવું- આદિત્યહૃદયસ્ત્રોતનો પાઠ કરો.
શુભ અંક-1
શુભ રંગ-સોનેરી


--------

અંક-5

ઈલેક્ટ્રોનિક ઈન્જિનિયરો માટે જોબને લગતા મામલાઓમાં વધુ અનુકૂળતા રહી શકે છે, વેપારમાં નવી એજન્સી કે ફ્રેંચાઈઝી લઈ શકો છો તો આગળ વધવાનો સમય આવી ગયો છે, તણાવ વધુ રહી શકે છે.
શું કરવું- ગાયોને લીલું ઘાસ ખવડાવો.
શુભ અંક-7
શુભ રંગ- જાંબુડીયો

--------

અંક-6

સજાવટી સામાનના વેપારીઓ માટે સમય લાભદાયી સિદ્ધ થઈ શકે છે, નજીકના સંબંધીઓની તરફ ખાસ ધ્યાન આપો, આળસ વધુ રહી શકે છે.
શું કરવું- ગણેશ ભગવાનને મોટી બૂંદીના લાડું ચઢાવો.
શુભ અંક-5
શુભ રંગ- લીલો

--------

અંક-7

પરિવારના મોર્ચે ઝટકો લાગી શકે છે, પોતાની ખાસ યોજનાઓ યથાસંભવ ગુપ્ત જ રાખો. ડિપ્રેશનથી બચવું.
શું કરવું- શનિ ભગવાનને તલના તેલનો દીવો પ્રગટાવો.
શુભ અંક-8
શુભ રંગ- કાળો

--------

અંક-8

ન્યાયિક સેવા સાથે જોડાયેલા લોકોને કાયદેસર પ્રમોશનના મામલામાં લાભ થઈ શકે છે. કોઈ વિવાદમાં આવેશમાં આવીને આગળ ન વધો. આડંબરથી બચવું, જેવા છો, તેવા જ રહો.
શું કરવું- હનુમાનજીની સામે સંકટમોચનનો પાઠ કરો.
શુભ અંક- 9
શુભ રંગ-વાદળી

--------

અંક-9

રોડ કોન્ટ્રાક્ટરો માટે સ્થિતિ લાભદાયી રહી શકે છે. મકાન-બાંધકામ-સામગ્રીના સપ્લાયરોને સારી તકો મળી શકે છે. પગોમાં દુઃખાવો થઈ શકે છે.
શું કરવું- લાલ રંગની રસદાર મિઠાઈ ખાઓ.
શુભ અંક-6
શુભ રંગ- ક્રીમી

ફોન નંબર- +91-9929842668
ઈ-મેલ :[email protected]

X
Know your daily ank Bhavishya of  8 November 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી