વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસસાનુકૂળ તારીખ

પ્રતિકૂળ તારીખ

નવેમ્બર1,5,10,15,20,26,29   2,6,9,13,17,19,23,28
ડિસેમ્બર5,8,11,14,17,28   3,6,16,19,25,27
જાન્યુઆરી3,6,9,17,23,25,29   2,8,10,13,15,26,28
ફેબ્રુઆરી2,7,14,17,21,24,28   3,5,10,12,15,19,25
માર્ચ1,10,13,18,21,27,29   2,4,6,8,17,19,25
એપ્રિલ5,9,12,16,21,26,28   3,6,8,10,15,17,19
મે1,11,17,21,25,27   2,12,16,18,25,28
જૂન3,6,9,11,17,21,25   2,13,14,18,26,29
જુલાઇ8,13,15,19,21,24   1,4,6,7,10,12,20,22
ઓગસ્ટ1,3,6,10,15,20,26   2,4,8,13,19,24,30
સપ્ટેમ્બર3,5,8,12,17,23,29   1,2,5,9,13,18,24,30
ઓક્ટોબર4,6,9,14,19,24,30   1,3,7,10,15,20,26,28

મિથુન રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર : ક્લીં કૃષ્ણાય નમઃ|
 • અનુકૂળ દેવતા : ભગવાન શ્રીકૃષ્ણ
 • અનુકૂળ વ્યવસાય : મકાન નિર્માણ, પેઢી કે ફાઈનાન્સ
 • અનુકૂળ રત્ન : નીલમ
 • અનુકૂળ ગ્રહ : શનિ
 • શુભ રંગ : કાળો
 • શુભ અંક : 6
 • શુભ વાર : મંગળવાર
 • શુભ દિશા : દક્ષિણ
 • મિત્ર રાશિ : સિંહ, મીન
 • શત્રુ રાશિ : કુંભ

1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

વર્ષની શરૂઆતમાં ગુરુ મહારાજ આપની રાશિથી સપ્તમ સ્થાને ભ્રમણ કરશે. ધનનો ગુરુ આપને યશસ્વી બનાવે. જીવનમાં રોજબરોજ બનતી ઘટનાઓમાં નવીન સુધારા જોવા મળે. આપના દ્વારા નેતૃત્વના પ્રબળ યોગ બને. આવકના માર્ગ બનાવી શકો. ધનનો ગુરુ આપને આધ્યાત્મિક તેમજ ધર્મના વિષયોમાં ઊંડાણ સુધી લઇ જાય. જો આપ સરકારી નોકરી માટે પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોવ તો આ વર્ષ લાભદાયી બની શકે.

શનિ મહારાજ આપની રાશિથી સાતમાં સ્થાને ભ્રમણ કરશે જેના કારણે જીવનમાં તબક્કાવાર મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. ભાગીદારી માટે સમય ઉત્તમ ગણાય. શનિ મહારાજની કૃપાથી અટકેલા કાર્યો આ વર્ષે સરળતાથી પૂરાં કરી શકશો. કોઈ પ્રકારની વિવાદિત મિલકત લેવાનું ટાળજો. જાન્યુઆરી પછી શનિ મહારાજ રાશિ બદલતા હોવાથી દરેક ક્ષેત્રોમાં સાવધાની રાખવી. એકંદરે આ વર્ષ દરમ્યાન શનિની કૃપા બનેલી રહેશે.

આ વર્ષના આરંભે દેવ સ્થાનમાં રહેલો રાહુ અને તેના પર પડતી શનિની દૃષ્ટિ આપના જીવનમાં ખળભળાટ લાવી શકે છે. શરીરમાં વાયુનું પ્રમાણ વધવાથી તબિયત લથડી શકે છે. શોર્ટકટથી પૈસા કમાવાની લાલચે આપ કેટલીક મુશ્કેલીઓને જાતે જ આમંત્રિત કરશો. મિત્રવર્તુળમાં બદલાવ નહીં કરો તો જીવનમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. એકંદરે રાહુના ફળને કારણે આપના જીવનમાં અસ્થિરતા રહેશે. કાર્યક્ષેત્રમાં છબી ખરડાય નહીં તે જોવું.

લગ્નજીવનમાં કે પરિવારમાં મહત્ત્વનો સમય આપી શકાય. પત્ની સાથે કોઈ પણ પ્રકારનું મનદુઃખ થયું હોય અથવા તો ગેરસમજ થઇ હોય તો વાતચીતથી તેનું નિરાકરણ લાવી શકશો. સાસરી પક્ષના સંબંધમાં વ્યાવહારિક બાબતે મનદુઃખ ન થાય તેની વિશેષ કાળજી રાખવી. જેમના લગ્ન નથી થયા એવા લોકોને વર્ષના મધ્ય ભાગ સુધીમાં મનપસંદ જીવનસાથી મળી શકે છે. જેમનું દાંપત્યજીવન એક અવસ્થાએ પહોંચ્યું છે તેવા વડીલોના આશીર્વાદથી દાંપત્યજીવનનો પૂરતો આનંદ લઇ શકશો, એકંદરે આ વર્ષે દાંપત્યજીવન માટે મધુર ગણી શકાય.

િક્રમ સંવત 2076માં આપે આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે. જે બાબત આપને સામાન્ય લાગતી હોય તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે. માર્ચ, 2020 પછી હાડકાં સંબંધિત મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જૂના રોગનું નિદાન અને સારવાર કરાવવામાં આળસ ન રાખવી. આ વર્ષ દરમ્યાન આનંદદાયક પ્રવાસનું આયોજન કરી શકો છો. જોકે, યાત્રા પ્રવાસમાં કેટલીક અડચણો આવશે, પરંતુ વિનમ્રતાથી તેને દૂર કરવાના ઉપાયો કરવા. વ્યવસાયિક પ્રવાસો વધશે.

આ વર્ષ દરમ્યાન આપના સંતાનના અભ્યાસ કે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા રહ્યા કરે. તેને કારણે ધાર્યો ન હોય તેટલો ખર્ચ કરવો પડે, પણ આ ચિંતાને કારણે આપનું સ્વાસ્થ્ય ન બગડે તેની કાળજી રાખવી. જો સંતાનો પરણિત હોય તો તેમનો સાથ-સહકાર આપને મળી શકે. સંતાનોના ઘરે સંતાન આવવાને કારણે આપના આનંદ અને ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કેટલીક બાબતોમાં અટવાઓ તો યોગ્ય વ્યક્તિ, માર્ગદર્શક કે માતા-પિતાની સલાહ લેવી માટે લાભદાયી રહેશે.

આ વર્ષના યોગો નોકરીમાં ધીમી પ્રગતિ સૂચવે છે. આપ જે સ્થાને નોકરી કરો છો ત્યાં ઉપરી અધિકારીનો વિશ્વાસ સંપાદન કરવાથી મુશ્કેલીઓનો અંત આવશે. સહકર્ચારીઓનો સાથ-સહકાર આપને મળશે. આ વર્ષ દરમ્યાન શક્ય હોય ત્યાં સુધી નોકરી ન છોડતા. જે સ્થાને છો તે સ્થાને રહેવાથી લાભ થાય. વ્યવસાયને આગળ વધારવા માટે કેટલાક જોખમ ઉઠાવવા પડે, પરંતુ નિર્ણયો ઉતાવળમાં લેવાથી કોઈ મુશ્કેલી ન સર્જાય તેની કાળજી રાખવી.

સ્થાવર કે જંગમ મિલકતમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. નવી મિલકત શોધવા કે ખરીદવા માટે તમારે વધારે સમય ફાળવવો રહ્યો. જમીન કે મિલકતમાં કોઈ પ્રકારના દાવા કે છેતરામણીનો ભય સતાવી શકે છે. સોના કે ચાંદીનું રોકાણ આપના માટે લાભદાયી બની શકે. હાલમાં જે મકાન છે તેનાથી મોટું અને વધારે સુવિધાવાળું મકાન બનવાના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપતિ બાબતે જો વિવાદ ચાલતો હોય તો તેનું યોગ્ય અને સુખદ નિરાકરણ આવે.

આપના જીવનમાં ક્યારેય ન બનેલી ઘટના સર્જાતા આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષના શરૂઆતના સમયમાં શત્રુઓ ઊભા થતા મન ખિન્ન રહે, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી સામ, દામ, દંડ, ભેદથી આપ શત્રુઓને પરાસ્ત કરી શકશો. જેને કારણે દાવાદુવીમાં આપનો વિજય થાય. જૂનાં કેસો ચાલતા હોય તો તેનું આ વર્ષે નિરાકરણ આવી શકે છે. અંગત કે કૌટુંબિક કાર્ય બાબતે કચેરીઓના ધક્કા ખાવા પડી શકે છે. જોકે, ધક્કા ખાધા પછી કાર્ય સફળ થતા આનંદ અનુભવશો.

સ્ત્રીઓ માટે આવનારું વર્ષ ખૂબ જ લાભદાયી રહશે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા એકલવાયું જીવન આપને માટે હાનિકારક છે. કોઈની ખોટી ચિંતા કરી પોતાનું સ્વાસ્થ્ય બગાડવું નહીં. આ વર્ષે જે પ્રભુતામાં પગલા માંડવાના છે તેમને આનંદના સમાચાર મળે.જે સ્ત્રીઓ પોતાના પગ પર ઊભી છે તેમને વ્યાવસયિક દૃષ્ટિકોણથી લાભ થઇ શકે તેમ છે. વર્ષના અંતે આપના દ્વારા બોલાયેલી કેટલીક બાબતોનું ફળ આપે ભોગવવું પડે. બાળકોને સંભાળવાનું થોડું મુશ્કેલ બનશે.

આપ સમગ્ર વર્ષ દરમ્યાન પ્રેમમાં ગળાડૂબ રહેશો. તમે જેને પ્રેમ કરો છો તેના માટે આખી દુનિયા સામે લડવા તૈયાર રહેશો. પ્રેમ સંબંધોમાં મનદુ:ખ ઊભું ન થાય તેની કાળજી રાખવાની સલાહ છે. પ્રેમ સંબંધમાં દગો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ કાળે મર્યાદા ન ઓળંગવી. વર્ષના મધ્યભાગમાં પ્રિયપાત્રનું વાસ્તવિક રૂપ આપને જોવા મળશે. પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમે તે માટે મિત્રોનો સાથ મળી રહેશે. પ્રિયજનને જે કોઈ વચન આપ્યા હોય તેને તમે પાળી શકશો.

આ વર્ષ દરમ્યાન આપનું વિદેશ જવાનું સ્વપ્ન પૂરું થાય.નોકરીમાં બઢતી મળવાને કારણે કંપનીના કામ માટે વિદેશ જવાનું થઈ શકે છે. જે વિદ્યાર્થીમિત્રો વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમને ચોક્કસ લાભ થાય. વિદેશમાં રહેતા સ્વજનોથી આપને આર્થિક લાભ થશે. વિદેશમાં કરેલું રોકાણ સારામાં સારું વળતર આપી શકે છે. વિદેશ માટેની ફાઈલ કરી હશે તો તેમને આ વર્ષે સફળતાનું મુખ જોવા મળી શકે છે. પરિવાર સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી શકશો.

મિથુન રાશિના જાતકોએ જીવનમાં વધારે પ્રગતિ માટે 108 મણકાવાળી સ્ફટિકની માળા લેવી અને પીળા રંગના આસન પર બેસી એક પીળું કપડું સામે બાજઠ પર પાથરી દેવું. સ્ફટિકની માળા એ કપડા પર મૂકીને રાશિના મંત્રથી અભિમંત્રિત કરવી. પછી કેસર કે ચંદનથી રાશિના મંત્રથી પૂજન કરવું. અગિયાર દિવસ સુધી દરરોજ 21 માળા જાપ કરવો. 11 દિવસ પછી એ માળા વિજયમાળા બનશે. જેના થકી દરેક ક્ષેત્રમાં આપને લાભ થઇ શકે છે.

વર્ષના પ્રારંભથી માનસિક પરેશાની વધુ ભોગવવી પડે. એક સંબંધ સુધારવામાં બીજા સંબંધો તૂટવાથી મન બેચેન રહ્યાં કરે. વર્ષના મધ્ય ભાગમાં જૂના મિત્રોને મળવાથી મન તાજગી અનુભવે. માનસન્માન પ્રાપ્ત થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આ વર્ષ માનસિક દૃષ્ટિકોણથી મિશ્ર ફળદાયી રહે.

આર્થિક દૃષ્ટિએ આ વર્ષ ખૂબ લાભ કરાવી જાય. કોઈ પણ ક્ષેત્રમાંથી નાણાં મળવાને કારણે આનંદ થાય. 04/05/2020થી ભાગ્ય થોડું કામ કરતું થાય. જેના પ્રભાવે નાણાંની કમાણીના નવા સ્રોત ઊભા થાય. જૂનું દેવું વહેલી તકે પૂર્ણ કરવું આપના હિતમાં રહેશે. પત્નીના નામે રોકાણથી લાભ થાય.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)

અન્ય સમાચારો પણ છે...