• Home
  • Dharm Darshan
  • Rashi Upay
  • Gemini species should seek expert advice before making any important decision, Aries people will have a good day in the field

ટેરો રાશિફળ / મિથુન રાશિના જાતકોએ કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી, મેષ રાશિના લોકોનો કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે

Gemini species should seek expert advice before making any important decision, Aries people will have a good day in the field

Divyabhaskar.com

Sep 08, 2019, 05:35 PM IST

ધર્મ ડેસ્કઃ શનિવાર, 9 સપ્ટેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ
Justice

જો કેટલાક જૂના સંબંધો દૂર જઈ રહ્યા હોય તો નિરાશ ન થશો. આ તમારા માટે સારું છે. જો કોઈ વસ્તુ જકડી રાખવાનો પ્રયત્ન કરશો તો તમને જ દુઃખ થશે. તમારી જાતને સંજોગો અનુસાર ઢાળવાનો પ્રયત્ન કરો. પરિવર્તન એ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને તે તમારા માટે ફાયદાકારક પણ છે. સ્થાન પરિવર્તન કરવાથી તમારાં સ્વાસ્થ્યને સારી અસર થશે.

કરિયર: કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે. કામ સંબંધિત કોઈ મુસાફરીનો યોગ બની રહ્યો છે. કરિયર લાઇન અથવા નોકરી બદલવાનો વિચાર તમારી પ્રગતિ માટે સારો રહેશે.

લવ: સંબંધોમાં પરિવર્તનને લીધે મનમાં થોડી મૂંઝવણ ઊભી થઈ શકે છે. પરંતુ આ પરિવર્તન તમારા હિતમાં છે, તેનાથી ડરશો નહીં.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત કસરત કરવાથી ઝડપથી સારાં પરિણામો મળશે.
......................................
વૃષભ
The High Priestess

જો તમે તમારા કામથી સંતુષ્ટ ન હો તો પછી તે કામ કરો જેમાં તમે ખુશ છો. આજે તમારા માટે થોડો સમય કાઢો અને તમારા આવનારાં જીવનનો માર્ગ અને લક્ષ્ય નક્કી કરો. ભગવાનની કૃપાથી તમને ઘણું બધું મળ્યું છે, તમારી કુશળતાથી અન્યને માર્ગદર્શન આપો. તમારી પાસે બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા છે, તમારી પોતાની આ જવાબદારી નિભાવશો. જ્યાં સુધી તમે તેનાથી ભાગતા રહેશો ત્યાં સુધી જીવનમાં અસંતોષની લાગણી બનેલી રહેશે.

કરિયર: આજે તમને કામ કરવાનું મન નહીં થાય. તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવ: આજે પરિવાર સાથે ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. સંતાનો સાથે સારો સમય પસાર કરશો.

સ્વાસ્થ્ય: સારાં સ્વાસ્થ્ય માટે તમારા પ્રયત્નો કરતા રહો. રેકી, ધ્યાન, પ્રાણાયામ વગેરે કરવાથી લાભ થશે.
.....................................
મિથુન
The Empress

વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન રાખવાનો પ્રયાસ કરો. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. નિષ્ણાતની સલાહ લેવી સારી છે. જો તમે કોઈ વાતથી ચિંતામાં હો તો તેને શેર કરો. આવું કરવાથી તમને કોઈ નબળું નહીં સમજે. તમારી મુશ્કેલીઓ વ્યક્ત કરવી એ શક્તિનું સૂચક છે. તમારી ક્ષમતામાં કોઈ કમી નથી, પરંતુ તમે જે પ્રકારની સફળતા શોધી રહ્યા છો તે માટે તમારી કુશળતાથી બધાનું સારું કરો. તેને તમારા સુધી મર્યાદિત ન રાખો.

કરિયર: જો તમારે આ ક્ષેત્રે પ્રગતિ કરવી હોય તો પોતાનો અહંકાર છોડી દો અને તમારી કુશળતા બીજાને શીખવો.

લવ: તમારા કામમાં એટલા મગ્ન ન થઈ જાઓ કે તમે તમારા પરિવાર અને પ્રિયજનો માટે સમય ન કાઢી શકો.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈપણ રોગનું કારણ દબાયેલી લાગણીઓ હોય છે.
....................................
કર્ક
Four of Wands

જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો તેને કોઈની સાથે શેર કરો. આનાથી મન હળવું થશે અને ચિંતામાં સમાધાન મળશે. ભવિષ્યની ચિંતા કરશો નહીં, બધું જ સમય સાથે હલ થશે. આજે તમારી ઊર્જામાં અભાવ નથી. તેને યોગ્ય દિશા તરફ વાળો. તમારાં સ્વાસ્થ્યની સારી સંભાળ રાખો.

કરિયર: કાર્યમાં આજનો દિવસ બહુ ફળદાયી રહેશે નહીં. કામમાં કોઈ મુશ્કેલી આવવાને કારણે નિષ્ણાતની સલાહ લેવી સારી રહેશે.

લવ: જો તમે તમારા પ્રિયજનથી નારાજ હો તો તેને શેર કરો, તેને ધ્યાનમાં રાખશો તો કોઈ સમસ્યા કે વિવાદ હલ થશે નહીં.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારાં મનની વાત વ્યક્ત કરવાથી તમારાં સ્વાસ્થ્યને પણ લાભ થશે. કોઈ સારા સલાહકારને મળો.
......................................

X
Gemini species should seek expert advice before making any important decision, Aries people will have a good day in the field
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી