તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

27 સપ્ટેમ્બર શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ ભાદરવા વદ- 13
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ કાવ્યાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાંઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં: ચલ- 06.31થી 08.01, લાભ- 08.01થી 09.31, અમૃત- 09.31થી 11.01, શુભ- 12.30થી 14.00, ચલ- 17.00થી 18.30, લાભ- 21.30થી 23.01
યોગઃ શુભ 
કરણઃ વિષ્ટિ
રાહુકાળઃ 10.30થી 12.00
દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ ચૌદશનો ક્ષય છે, શસ્ત્ર અસ્ત્રથી અથવા ઘાતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ, શિવરાત્રિ, સૂર્ય હસ્ત નક્ષત્ર પ્રા. 18.28, વાહન ગધેડું, સ્ત્રી-સ્ત્રી- સૂૂ-સૂ, બુધ ઉદય પશ્ચિમે.
આજનો પ્રયોગ: આજે આપના કુળદેવી કે શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કરવું તેમજ રક્તચંદનનું તિલક કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ત્રયોદશીના સ્વામી શ્રી કામદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કામદેવજીની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.
નક્ષત્રઃ આજે રાત્રે 01.05 સુધી પૂર્વાફાલ્ગુની ત્યારબાદ ઉત્તરાફાલ્ગુની.
આજની જન્મ રાશિઃ આવતીકાલે પરોઢિયે 06.20 સુધી સિંહ (મ,ટ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ કન્યા (પ,ઠ,ણ) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
 

આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે માથા-ગળાના દર્દો, લોહીને લગતી સમસ્યા વિશેષ જણાય.
વિદ્યાર્થીઃ જાતકનો વિદ્યાભ્યાસ સારો જણાય. તેઓ રક્ષણ, ગણિત, સર્જરીવિદ્યા, સાહિત્ય, કાયદો જેવા વિષયોમાં વિશેષ પ્રગતિ કરે.
સ્ત્રી વર્ગઃ સતત કાર્યશીલ સ્વભાવના કારણે દરેકના પ્રેમી હોય. વર્ષ દરમિયાન વાદ-વિવાદ ટાળવો.
કૌટુંબિકઃ વર્ષ દરમિયાન કૌટુંબિક સુખ ઉત્તમ જણાય. કૌટુંબિક પ્રશ્નોમાં પોતાની કોઠાસૂઝથી તેનું મધ્યસ્થી બની સમાધાન લાવે.

અન્ય સમાચારો પણ છે...