ગ્રહ પરિવર્તન / 46 દિવસ સુધી મંગળ કન્યા રાશિમાં રહેશે, અનેક લોકોના જીવનમાં મોટા બદલાવ આવશે

For 46 days Mars will be in Virgo, many people will have major changes in their lives

  • મંગળના કારણે પ્રોપર્ટી, લેણ-દેણ, રોકાણ, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધિત બદલાવ થશે

Divyabhaskar.com

Sep 25, 2019, 01:20 PM IST

ધર્મ ડેસ્કઃ 25 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી મંગળ કન્યા રાશિમાં રહેશે. લગભગ આ 46 દિવસોમાં અનેક લોકોના જીવનમાં મોટા બદલાવ આવી શકે છે. આ પહેલાં 8 ઓગસ્ટથી મંગળ સિંહ રાશિમાં હતો. 25 સપ્ટેમ્બરે મંગળના રાશિ બદલવાથી 12 રાશિઓના જીવનમાં પ્રોપર્ટી, લેણ-દેણ, રોકાણ, પરિવાર, ધનહાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત બદલાવ થશે. આ પ્રકારે મંગળના રાશિ બદલવાથી થોડાં લોકોના જીવનમાં અચાનક હકારાત્મક બદલાવ થશે ત્યાં જ, થોડાં લોકોની પરેશાનીઓ પણ વધી શકે છે.

તમારી રાશિ ઉપર મંગળના રાશિ પરિવર્તનનો આવો પ્રભાવ રહેશે-

મેષઃ-

મંગળ કન્યા રાશિમાં આવવાથી કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી અને સહકર્મી તમારા કામના વખાણ કરશે. જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ રાશિ પરિવર્તનથી તમારા દુશ્મન ઉપર તમે વિજય પ્રાપ્ત કરશો. આ સમયગાળા દરમિયાન તમે વિશેષ સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. તમે કોઇ પાસેથી ઉધાર કે લોન લીધી હશે તો આ સમયગાળા દરમિયાન તે ચૂકવી શકશો. સ્વાસથ્ય મામલે તમારે સાવધાન રહેવું પડશે. તમને કોઇ શારીરિક રોગ થઇ શકે છે. રૂપિયાના મામલે સાવધાન રહેવું પડશે. તમારો ફાલતૂ ખર્ચો પણ વધી શકે છે.

---------------

વૃષભઃ-

આ સમય તમારી માટે ચુનોતીભર્યો રહેશે. તમારે કામકાજમાં કોઇ પ્રકારનો શોર્ટકટ લેવો નહીં. નોકરી અને જોબમાં તમારે સંભાળીને રહેવું. ભવિષ્યની ચિંતા બની રહેશે. સ્વાસ્થ્યના મામલે પણ તમારે સાવધાન રહેવું પડશે. દુશ્મનોથી બચીને રહેવું. બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી સાથે વિવાદ થાય તેવી સંભાવનાઓ બની રહી છે. આ સમયગાળા દરમિયાન તમે સાવધાન રહો. મંગળના કારણે તમારા ખર્ચ પણ વધી શકે છે. આ દિવસોમાં સમજી-વિચારીને કામ કરવું પડશે.

---------------

મિથુનઃ-

પારિવારિક મામલે તમારે સાવધાન રહેવું પડશે. પરિવારના સભ્યો સાથે કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારું મન અશાંત રહેશે. કોઇ નજીકનો વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે. મંગળના કારણે શારીરિક ઉતાર-ચડાવ પણ અનુભવ થઇ શકે છે. તાવ કે લોહી સંબંધી સમસ્યા ઊભી થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. વાહન પણ સાવધાનીથી ચલાવવા જોઇએ. આ દિવસોમાં દરેક વાતચીતનો ઉકેલ લાવવાની કોશિશ કરવી.

---------------

કર્કઃ-

મંગળનું રાશિ પરિવર્તન તમારી માટે શુભ રહેશે. મંગળના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સમાજમાં પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી તર્ક શક્તિ પણ વધશે. મંગળના ગોચરકાળ દરમિયાન તમને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં કોઇ સરકારી પદ પર રહેલાં વ્યક્તિથી તમને લાભ મળી શકે છે. મંગળના પ્રભાવથી તમારું લગ્નજીવન સુખમય રહેશે. આ દરમિયાન તમારે પરિવારના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. ભાઈના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

---------------

સિંહઃ-

મંગળના રાશિ પરિવર્તનથી તમારે સંભાળીને રહેવું પડશે. આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં વિશેષ ચુનોતીનો સામનો કરવો પડી શકે છે. તમારી મહેનત વધશે પરંતુ મહેનતનું પૂર્ણ ફળ મળી શકશે નહીં. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ અને ક્લેશની સ્થિતિ ઊભી થઇ શકે છે. વિવાદ અથવા મતભેદની સ્થિતિ ઊભી થવાથી તમારે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો પડશે. તમે શેર માર્કેટ કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો. આ સમય જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

---------------

કન્યાઃ-

તમારી રાશિમાં મંગળનો પ્રવેશ ઠીક નથી. મંગળના કારણે તમારા કામ ખરાબ થઇ શકે છે. તમારો ગુસ્સો પણ વધી શકે છે. તમારે સમજી-વિચારીને બોલવું પડશે. સ્વાસ્થ્યના મામલે પણ પરેશાની વધી શકે છે. તાવ અને માથાનો દુખાવો થઇ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે નહીં. મંગળના ગોચર દરમિયાન તમારે વાહન સાવધાનીથી ચલાવવા પડશે. કોઇપણ પ્રકારનો નશો કરવાથી બચવું. મંગળના કારણે કામકાજમાં મહેનત વધારે રહેશે પરંતુ ફાયદો ઓછો મળશે.

---------------

તુલાઃ-

મંગળનું રાશિ પરિવર્તન તમારી માટે શુભ રહેશે. કન્યા રાશિમાં મંગળના પ્રવેશથી જોબ અને બિઝનેસમાં તમને સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઇ ખાસ ઉપલબ્ધિ પણ હાંસલ થઇ શકે છે. મોટા ભાઈ-બહેન સાથે વધારે સમય વિતશે. કોઇ પરેશાનીની સ્થિતિમાં તમને આસપાસના લોકો અને સાથે કામ કરનાર લોકોની મદદ મળી શકે છે. મંગળના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થાય તેવા યોગ બની રહ્યા છે. તમારી આવક વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત તમને વિશેષ લાભ મળવાની સંભાવના છે.

---------------

વૃશ્ચિકઃ-

તમને વિશેષ રૂપથી કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારા કામના વખાણ થશે અને અધિકારીઓની નજરમાં તમારી સારી ઇમેજ બનશે. પારિવારિક મામલાઓમાં પણ તમારી માટે સમય સારો રહેશે. આ દિવસોમાં તમે પ્રોપર્ટી કે શેર માર્કેટમાં રોકાણ કરશો તો ફાયદો મળશે. આ રાશિના બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે પરંતુ ફાલતૂ ખર્ચ પણ વધશે. આ સમયગાળા દરમિયાન લેણ-દેણ અને રોકાણના મામલે તમારે સંભાળીને રહેવું.

---------------

ધનઃ-

મંગળની સારી સ્થિતિથી તમને કાર્યક્ષેત્રમાં ફાયદો થઇ શકે છે. નવા કામ મળી શકે છે. તમારી જવાબદારી વધી શકે છે. મહેનત વધારે કરવી પડશે અને તમને તેનો ફાયદો પણ મળી શકે છે. તમારું કામકાજ વધશે. દાંપત્ય જીવન ઉપર તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. જીવનસાથીને તમારે સમય આપવો. દાંપત્ય જીવનના થોડાં મામલાઓનો ઉકેલ આવશે. મંગળના કારણે તમારા અને જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તમારે સંભાળીને રહેવું.

---------------

મકરઃ-

મંગળના રાશિ પરિવર્તનથી તમારા પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. પરિવારના મામલાઓમાં મંગળની અશુભ અસર પડી શકે છે. જેનાથી તમને નુકસાન થશે. વિવાદ થવાના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેન સાથે મતભેદ થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી આ ગોચરકાળમાં તમારા ખર્ચ વધવાની સાથે તમને આર્થિક લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું અને ધનનો વ્યય સમજી-વિચારીને જ કરવો. મંગળનું ગોચર તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

---------------

કુંભઃ-

કન્યા રાશિમાં મંગળ આવવાથી તમારી માટે સમય ઠીક રહેશે નહીં. મંગળના પ્રભાવથી તમારે કાર્યક્ષેત્રમાં બાધાનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક દ્રષ્ટિએ સમય યોગ્ય નથી. ભાઈ-બહેન સાથે મતભેદ થઇ શકે છે. મંગળના કારણે તમારા સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. મંગળના ગોચર દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. આ સમયગાળા દરમિયાન તમને આંખ સંબંધિત સમસ્યા થઇ શકે છે. આ દિવસોમાં તમે કોઇ એવું કામ પણ કરી શકો છો જેનાથી તમારી ઇમેજ ખરાબ થઇ શકે છે. મંગળના કારણે વિવાદના યોગ બની રહ્યા છે.

---------------

મીનઃ-

આ રાશિ પરિવર્તનનો નકારાત્મક પ્રભાવ તમારા લગ્નજીવન ઉપર પડી શકે છે. આ સમય દરમિયાન જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે. વિવાદ વધવાના યોગ બની રહ્યા છે. થોડી પારિવારિક ચુનોતીઓનો પણ સામનો તમારે કરવો પડી શકે છે. આ સિવાય કાર્યક્ષેત્રમાં તમારી માટે સમય શુભ રહેશે. તમારા કામકાજથી અધિકારી ખુશ રહેશે. મંગળના કારણે પ્રમોશનના યોગ બની રહ્યા છે. તમે મહેનત વધારે કરશો અને તેનો ફાયદો તમને ભવિષ્યમાં ચોક્કસ મળશે.

X
For 46 days Mars will be in Virgo, many people will have major changes in their lives
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી