તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Daily Tarot Rashifal Of 8 November 2019 Know Your Tarot Bhavishya Of 8 November 20`19

શુક્રવારે વૃશ્ચિક જાતકો માટે દિવસ શુભદાયી રહેશે અને જીવનમાં ઉન્નતિની નવી તકો મળી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેષ- The Fool

આજે કોઈ વાતને લઈને પરેશાનીઓથી ઘેરાયેલાં રહેશો. જો કોઈ નિર્ણય લેવામાં દુવિધા આવી રહી હોય તો કોઈની સલાહ લો. પોતાની અંતરાત્માનો અવાજ સાંભળો. આજે પોતાની ભાવુકતા ઉપર નિયંત્રણ રાખો. જો કોઈ પરેશાનીઓ ચાલી રહી હોય તો તે ઝડપથી હલ થશે. સમજ્યા-વિચાર્યા વગર કોઈ નિર્ણય ન લો.
કરિયર- આજે કામમાં મન નહીં લાગે. કરિયરની પસંદગી માટે કોઈની સલાહ જરૂર લો. કોઈપણ નિર્મય જાતે ન લો નહીં તો ભૂલ થઈ શકે.
લવ- પ્રિયજનોની સાથે કોઈ વાતે તણાવ પેદા થઈ શકે. પરેશાન થવાને બદલે કોઈ સારા ગુરુ કે કાઉન્સેલરને મળો, લાભ થશે.
હેલ્થ- સ્વાસ્થ્યના લક્ષણોની અનદેખી ન કરો.

-----------------

વૃષભ- The Chariot

આજે તમારા કામ પર ફોકસ રાખો. જીવનમાં જોઈ બંધાયેલાં મહેસૂસ કરી રહ્યા હોવ તો જીવનને નવી દિશા આપવાનો યોગ્ય દિવસ છે. ભીડમાં ન દોડો, એ જ કરો જે તમને યોગ્ય લાગે, જેનાથી તમને ખુશી અને સંતોષ મળે. જો તમે સંબંધોમાં ખુશ ન હોવ તો પોતે આ બંધનમાં બાંધવાને બદલે પોતાના અસ્તિત્વ માટે કંઈક કરો, તેનાથી સંબંધો સુધરશે.
કરિયર- ઓફિસમાં જો તમારા કરિયરથી ખુશ ન હોવ તો તમને ઝડપથી કોઈ તક મળશે જે તમને ખુશી અને સમૃદ્ધિ પ્રદાન કસે.
લવ- સંબંધોમાં સુધારો લાવવાની આજે તક મળે. તેને જવા ન દો. પ્રિયજન સાથે થોડો સમય વિતાવો. સંબંધ ગાઢ બનશે.
હેલ્થ- આજે કોઈ જૂનો રોગ પરેશાન કરી શકે. અલ્ટરનેટિવ થેરાપીથી લાભ થશે.

-----------------

મિથુન- Judgement

આજે તમારા મનમાં તણાવપૂર્ણ સ્થિતિ રહી શકે છે. મનમાં ઘણા વિચારો ચાલતા રહે પરંતુ તેને લાગૂ ન કરી શકતાં ન હોવાથી દુવિધા રહેશે. બીજાના ભરોસો કરવાનું શીખો. પરફેક્શન પર એટલું ધ્યાન આપો કે તેનાથી તમારું સ્વાસ્થ્ય, મનની શાંતિ અને સંબંધો બગડી શકે. હકારાત્મક દ્રષ્ટિકોણ રાખો.
કરિયર- ઓફિસમાં સહકર્મિઓની સાથે કોઈ વાતે તણાવ રહેશે. વિચારો હકારાત્મક રાખો નહીં તો નુકસાન થઈ શકે.
લવ- આજે સંબંધોમાં નકારાત્મકતાને લીધે તણાવ રહી શકે. કારણ વગર શંકા ન કરો.
હેલ્થ- જૂની બીમારીથી છુટકારો મેળવવા તન અને મનથી ઉપચાર કરો.

-----------------

કર્ક- Six of Swords

આજે તમે વધુ ભાવુક રહેશો જેથી મૂડ સ્વિંગ રહેશે. તમારી ભાવનાઓ પર કંટ્રોલ રાખો નહીં તો નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. કોઈ ધંધો શરૂ કરવો હોય તો તેના દસ્તાવેજને સારીરીતે તપાસી લો. જો આ વ્યવસાય ભાગીદારીમાં હોય તો સાવધાનીથી કામ કરો. નુકસાન થઈ શકે. જવાબદાર બનો.
કરિયર- ઓફિસમાં ફોકસ રાખો. કામમાં ખોટ ન આવવા દો નહીં તો તેનો દોષ તમને મળી શકે. નુકસાન થઈ શકે.
લવ- પ્રિયજનોની સાથે આજે સમય વિતાવવાની તક મળે. તમને નવી પ્રપોઝલ મળી શકે તેને ના નહીં કહી શકો.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહે. પરંતુ મૌસમી બીમારીઓથી પરેશાની થશે.

-----------------

સિંહ - Five of Cups

આજે બનાવેલા પ્લાન પૂરાં ન થાય તો પરેશાની આવી શકે. મનને સ્થિર રાખો અને લક્ષ્ય તરફ આગળ વધો. પોતાની જાતને સમજવાનો પ્રયાસ કરશો તો જીવનમાં અનેક પરેશાનીઓનો હલ મળશે. કોઈનું માર્ગદર્શન લો.
કરિયર- ઓફિસમાં આજે કામમાં કોઈ કારણે મોડું થઈ શકે. મહેનત કરતાં રહો.
લવ- જો તમારા સંબંધોમાં તણાવ ચાલતો હોય તો બીજા વ્યક્તિની દ્રષ્ટિએ પણ જોવા પ્રયાસ કરો. જેનાથી પરેશાનીઓ ઓછી થશે.
હેલ્થ- અલ્ટરનેટિવ થેરાપીની મદદ લો જેનાથી રોગોમાં લાભ થશે.

-----------------

કન્યા- Strength

આજનો દિવસ ઘણી પરેશાનીઓવાળો રહેશે. ભવિષ્ય માટે આજે કોઈ યોજના ન બનાવો નહીં તો તેમાં ફેરફાર કરવો પડશે. આજે જૂની ભૂલોને લીધે પરેશાની ઊઠાવવી પડશે. કોઈ વાતને દિલ પર ન લગાવો. કોઈની વાત દિલ પર ન લગાવો. પોતાના અહંને વધવા ન દો નુકસાન થઈ શકે. તેને લીધે સંબંધો બગડી શકે અને સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે. પોતાની ભૂલોનો સ્વીકાર કરો. તમારું લક્ષ્ય નજીક છે ધૈર્યથી કામ લો.
કરિયર- સ્થિતિ પ્રતિકૂળ હોઈ શકે છે આજે પરંતુ તમારો સંયમ જાળવી રાખો. પરિસ્થિતિ પ્રમાણે ઢળો.
લવ- પ્રિયજનની સાથે કોઈ વાતે તણાવ રહી શકે. આજે તમારો સ્વભાવ અડગ ન રાખો, પ્રિયજનના દ્રષ્ટિકોણને સમજવા પ્રયાસ કરો.
હેલ્થ- જૂના રોગથી રાહ મળી શકે.

-----------------

તુલા- The Hermit

આજે જૂની યાદોમાં ન ખોવાશો, વર્તમાનમાં રહો. તમને ઘણી નવી તકો મળી રહી છે તેનાથી જીવનમાં ઉન્નતિ થશે અને અધ્યાત્મિક રીતે તમારી વૃદ્ધિ થશે. કોઈની વાતથી તમે નારાજ હોવ તો તે વ્યક્તિને માફ કરી દો. કોઈ કામ કે સંબંધોમાં વધુ પ્રયાસ કરવાને બદલે સમય પર છોડી દો.
કરિયર- કામમાં ફોકસ રાખો. નકામા ગોસિપમાં ન પડો, નહીં તો તમને ખોટા સમજવામાં આવશે.
લવ- પરિવારજનોની સાથે આજે સમય વિતાવો. જૂની વાતોને યાદ કરી આજે દુઃખ મનાવવાથી સમય નષ્ટ થશે.
હેલ્થ- ચિંતા કોઈ વાતનો હલ નથી. તણાવથી બચો. જૂનો રોગ પરેશાન કરી શકે.

-----------------

વૃશ્ચિક- The Emperor

આજે દિવસ સારો અને ફળદાયી રહેશે. જીવનમાં ઉન્નતિની નવી તકો મળશે. તેને અપનાવવામાં ખચકાટ ન કરશો. પોતાની યોગ્યતા પર શંકા ન કરો. તમે સફળ થઈ શકો છો. પોતાની પર ભરોસો રાખો. વડીલોની સલાહને નજરઅંદાજ ન કરો પરંતુ નિર્ણય પોતે જ લો. પોતાની આસપાસની નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત ન થશો.
કરિયર- ઓફિસમાં તમારી પાસે બધા સંશાધનો છે. માત્ર આત્મવિશ્વાસથી બધા કામ શરૂ કરો. પોતાની આવડતને બહાર આવવા દો.
લવ- કોઈની પર હંમેશાં નિર્ભર રહેવાથી તણાવ આવી શકે છે. તમારી અંદર કોઈ વાતની ખોટ નથી. પોતાની માટે થોડો સમય ફાળવો.
હેલ્થ- કોઈ રોગથી પરેશાન હોવ તો ડોક્ટરની સલાહ લો.

-----------------

ધન- Eight of Wands

મિત્રો સાથે મળવાની તક મળશે તેમ છતાં મનમાં એક ખાલીપણુ લાગશે. થોડો સમય મેડિટેશનમાં વિતાવો, તેનાથી મનને શાંતિ મળશે. આધ્યાત્મિક પ્રગતિ માટે પણ એક સારું પગલું છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં તો ભવિષ્યમાં પરેશાની પેદા થઈ શકે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધુ મહેનતની જરૂર છે.
કરિયર- લક્ષ્ચ પૂરાં કરવા માટે વધુ મહેનતની જરૂર છે. વિચારોમાં સ્થિરતા લાવવા પ્રયાસ કરો.
લવ- પરિવારની સાથે આજે ફરપોવાની યોજના બનાવી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તે તમારા કામ પર અસર નહીં કરે.
હેલ્થ- તણાવ અને ચિંતાને લીધે કેટલીક પરેશાનીઓ આવી શકે છે.

-----------------

મકર- Queen of Swords

બીજા સાથે પોતાની સરખામણી ન કરો. તે તમારી અંદર અંહને વધારશે કે આત્મવિશ્વાસની ખોટને લીધે વ્યક્તિ અદ્વિતિય હોય છે. તમારું ફોકસ બગડશે અને તેની અસર કામ અને અંગત જીવન પર થશે. પોતાની આવડરનો ઉપયોગ કરીને આગળ વધો. પોતાની ખામીઓને દૂર કરવા પ્રયાસ કરો.
કરિયર- ઓફિસમાં પોતાની સરખામણી બીજા સાથે ન કરો. પોતાની યોગ્યતા પર ધ્યાન આપો, પોતાના કૌશલ્યને નિખારો.
લવ- પરિવારમાં સંબંધીઓની સાથે અણબનાવ થઈ શકે. પોતાના સંયમને જાળવી કો. પ્રિયજનનો સહયોગ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યને લગતી કોઈ સલાહ તમને મળે તો વિચારી લો કે તે કેટલી યોગ્ય છે, નુકસાન પણ કરી શકે છે.

-----------------

કુંભ- The Moon

આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. પ્રોફિશનલ રીતે આજે કેટલીક પરેશાની રહે, પરંતુ અંગત જીવનમાં તમારી ભાવનાત્મકતાને લીધે કોઈ મોટા તણાવથી બચી શકો છો. આજે તમે પોતાની માટે થોડો સમય ફાળવો અને પોતાની દેખભાળ કરો. જેટલો સમય તમે પોતાની માટે આપશો એટલા જ શાંતિ મહેસૂસ કરશો.
કરિયર- ઓફિસમાં આજે ફોકસની ખોટ રહે પરંતુ સ્વાસ્થ્યને લીધે ડેડલાઈન પૂરી કરવામાં કઠિનાઈ આવી શકે.
લવ- સંબંધોમાં તમારી લાગણીને લીધે બીજાને સમજવામાં મદદ મળશે. અંગત જીવનમાં કોઈ દેખાડો ન કરો.
હેલ્થ- સ્વાસ્થ્ય સુધારા માટે આધ્યાત્મિક સાધના અને વ્યાયામની મદદ લો.

-----------------

મીન- Justice

આજનો દિવસ સામાન્ય રહેશે. કોઈ વાતને લઈને ચિંતા રહે. તેનો ઝડપથી ઉકેલ મળશે. આજે કામમાં સારું ફોકસ છે, તેનો ઉપયોગ કરો અને પોતાના વેપાર-ધંધામાં ગંભીરતાથી વિચાર કરો. મનમાં કોઈપણ પ્રકારનો ભય હોય તો દૂર કરો. તમે જેવા ફેરફાર ઈચ્છો છો તેવા ફેરફાર જીવનમાં થઈ શકે.
કરિયર- ઓફિસમાં આજે મહેનત કરવી પડશે ત્યારે જ ફળ મળશે. નોકરી બદલવાની તક મળી શકે જે તમારી માટે સારી રહેશે.
લવ- પ્રિયજનોની સાથે આજે થોડો સમય જરૂર ફાળવવા પ્રયાસ કરો. કામને એટલું મહત્વ ન આપો કે તમારી માટે જ સમય ન ફાળવી શકો.
હેલ્થ- મનની શાંતિ માટે મેડિટેશન કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો