ટેરો રાશિફળ / બુધવાર મેષ જાતકો માટે ફળદાયી રહેશે, સફળતા અને ધનલાભ બંને એકસાથે મળવાના યોગ છે

daily Tarot predictions of 9 October 2019, Shila M Bajaj

Divyabhaskar.com

Oct 08, 2019, 03:42 PM IST

ધર્મ ડેસ્કઃ મિથુન રાશિના જાતકોને માટે આજનો દિવસ જૂની યાદો અને ભૂતકાળની ઘટનાઓને ભૂલીને આગળ વધવાનો છે. બીજી રાશિઓ માટે કેવું રહેશે ભવિષ્ય જાણો.

મેષઃ- Six of Swords
આજનો દિવસ તમારી માટે તમારી યોગ્યતાને જોવાનો અવસર આપશે. તમારામાંથી થોડાં લોકોને અમુક મામલે લીડ કરવાનો અવસર મળી શકે છે. કોઇપણ પ્રકારના દબાવમાં રહેવું નહીં. તમારી માટે સમય સારો છે. સફળતા અને ધનલાભ બંને મળવાના યોગ છે.

કરિયરઃ- તમને ટીમનું નેતૃત્વ કરવાનો અવસર મળી શકે છે.
લવઃ- તમે કોઇ વ્યક્તિથી આકર્ષિત થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ-ફિટનેસના સારા પરિણામ મેળવવા માટે તમારી દિનચર્યામાં બદલાવ કરો.

વૃષભઃ- Five of Wands
આજે સમય સારો રહેશે નહીં. થોડાં મહત્ત્વપૂર્ણ કામ કરવા માંગો છો તો આજનો દિવસ ટાળવો. આજે તમને કોઇ તમારી ભૂલ જણાવી શકે છે. પરેશાન થવું નહીં. જૂના કાર્યોનું સારું પરિણામ મળી શકે છે. કોઇપણ પ્રકારના મોટાં નિર્ણયો આજે લેશો નહીં.

કરિયરઃ- આજે સંપત્તિ સાથે જોડાયેલું કોઇપણ કામ કરવું નહીં.
લવઃ- તમને પ્રેમ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંતોષજનક રહશે.

મિથુનઃ- Two of Cups
તમે તમારા જીવનમાં તે સ્તર પર છો, જ્યાં પોઝિટિવિટી તમારા ઉપર હાવી થાય છે. તમારી મહેનતથી નકારાત્મક વિચાર મગજમાંથી સંપૂર્ણ રીતે દૂર થઇ જશે. તમારા સ્વભાવ અને વ્યવહારમાં પોઝિટિવિટીનો અનુભવ આજે તમને થઇ શકે છે.

કરિયરઃ- કામને લઇને તમારી ક્ષમતા પ્રદર્શિત કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે.
લવઃ- તમારો સ્વભાવ અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારી સૂવાની ટેવ પર ધ્યાન આપો.

કર્કઃ- The Star
દિવસ તમારી માટે ખૂબ જ અનુકૂળ રહેશે. ધનની આવક આજે એકથી વધારે જગ્યાઓથી થઇ શકે છે. વધારે કમાણી માટે કોઇ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવી શકો છો. તમારા વ્યક્તિત્વમાં આજે કોઇ આકર્ષણ રહેશે.

કરિયરઃ- કામના સમયે લોકો તમારાથી પ્રભાવિત થશે.
લવઃ- આજે તમારી ઉપર બધાને પ્રેમ આવશે.
સ્વાસ્થ્યઃ- આ સમય તણાવ મુક્ત જીવન જીવવાનો છે.

સિંહઃ- The Empress
કંઇ નવું કરવાની ઇચ્છા રાખતાં લોકોને પરિવારનો સાથ મળશે. થોડાં નવા અવસર તમારી સામે આવી શકે છે. સંબંધોના સ્તરમાં તમારું મન ખૂબ જ ઉત્સાહિત રહેશે. દિવસ ખુશહાલ અને ઉલ્લાસ સાથે વિતશે તેવા યોગ છે.

કરિયરઃ- વેપારનો અવસર મળે તેવી સંભાવના છે.
લવઃ- પાર્ટનરને આજે રોમેન્ટિક આઇડિયા મળશે, જેથી આજે ભાવુક સાંજની આશા કરો.
સ્વાસ્થ્યઃ- કસરત કરવી.

કન્યાઃ- Wheel of Fortune
યંગસ્ટર્સ મજેદાર સમયની આશા કરી શકે છે. એક વ્યાપારિક યાત્રા થવાના ચાન્સ છે, જેમાં તમને એક સારો સોદો કરવાની સંભાવના મળશે. તમારા દ્વારા સેવિંગ કરેલું ધન હવે કામ આવશે. થોડાં ખર્ચાઓ અચાનક તમારી સામે આવી શકે છે.

કરિયરઃ- કામ ઉપર ધ્યાન આપવું તમને લાભ મળવાની સંભાવના છે.
લવઃ- અંગત યાત્રા શાંતિપૂર્ણ અને આનંદદાયી રહેશે.
સ્વાસ્થ્યઃ- લોહી સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

તુલાઃ- Strength
થોડાં મુદ્દાઓને લઇને આજે ઘરમાં વિવાદ થઇ શકે છે. તમે સાવધાન રહેશો નહીં તો એક ગોસિપ તરીકે તમારી છબિ બની જાય તેવી સંભાવના છે. તમારી ઇમેજને લઇને થોડું સાવધાન રહો. કોઇ વ્યક્તિ તમારી વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે.

કરિયરઃ- જે પ્લાનિંગ કરો તેમાં તમારા લાભને ધ્યાનમાં રાખો.
લવઃ- આજે થોડાં લોકો પ્રેમમાં પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- નિયમિત કસરત કરો.

વૃશ્ચિકઃ- Temperance
યાત્રા પ્રત્યે તમારા લગાવને એક સારો અવસર મળી શકે છે. લાંબી યાત્રા કરતાં લોકોએ સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ. વધારે કમાણી માટે તમે તમારી ઇચ્છાશક્તિને જેટલી દઢ કરી શકો તેટલી કરો.

કરિયરઃ- શેર બજારમાં રોકાણ કરવાથી તમે જેટલાં રિટર્નની આશા કરી હતી તેટલું મળી શકશે નહીં.
લવઃ- સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની સમસ્યા થઇ શકે છે.

ધનઃ- The High Priestess
કોઇ ફંક્શનમાં જવામાં મોડું થઇ શકે છે. તમારી અંદરના ઉત્સાહને જાળવી રાખો. આજે થોડી વસ્તુઓ તમને રાહ જોયા બાદ જ મળશે તેવા યોગ છે. માટે ધૈર્યથી કામ લેવું. આ જ તમારી સફળતાનો સૂત્ર છે.

કરિયરઃ- થોડાં નવા કાર્યોથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે.
લવઃ- તમારા પ્રિય વ્યક્તિ માટે તમે એવું કંઇક કરી શકો છો જેની તમને ઇચ્છા નથી.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું છે.

મકરઃ- The Chariot
વસ્તુ અને પરિસ્થિતિઓ ઉપર તમારું નિયંત્રણ જાળવી રાખવાની દ્રષ્ટિએએ દિવસ તમારી માટે ઘણો સારો સાબિત થઇ શકે છે. વૈજ્ઞાનિક ક્ષેત્રના લોકો માટે એક સફળ દિવસ છે. કાનૂની મામલાઓથી પરેશાન લોકો માટે તેમના પક્ષમાં થોડાં પોઝિટિવ પ્રોગ્રેસ જોવા મળી શકે છે.

કરિયરઃ- ફ્રેંચાઇઝી લેવાનું વિચારી રહેલાં લોકોને સારું રિટર્ન મળવાની સંભાવના છે.
લવઃ- સંબંધો માટે દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- તણાવ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

કુંભઃ- The Magician
તમારામાંથી થોડાં લોકો વેકેશનની તૈયારી શરૂ કરી શકે છે. કાર્ડ્સનો સંકેત કોઇ લાંબી યાત્રા પર જવાનો છે. તમે આ સમયને ખૂબ જ યાદગાર બનાવી શકો છો. સ્થિરતા થોડાં સમય માટે રાહત સ્વરૂપે આવશે. સામાજિક દ્રષ્ટિએ તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ છે.

કરિયરઃ- તમારા પ્રતિસ્પર્ધી સાથે એક સીમા નક્કી કરી લેવી જોઇએ.
લવઃ- સરપ્રાઇઝ પાર્ટીનું આજે આયોજન કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- હળવો તાવ રહેશે.

મીનઃ- The Emperor
આજે લાભ માટે તમારે દરેક પ્રકારના પ્રયાસ કરવા પડશે. કોઇ મામલે હાનિ થઇ શકે છે. જેના માટે તમારે પહેલાંથી સાવધાન રહેવાની જરૂર છે. કોઇપણ મામલે બીજાના ભરોસે રહેવું નહીં. પારિવારિક પરિસ્થિતિઓને સારી બનાવવાની બજેટથી વધારે ખર્ચ થવાની સંભાવના છે.

કરિયરઃ- કામ દરમિયાન તમે કોઇ પ્રોજેક્ટનો ભાગ બની શકો છો.
લવઃ- જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ઊંઘમાં સમસ્યા થઇ શકે છે.

X
daily Tarot predictions of 9 October 2019, Shila M Bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી