ટેરો રાશિફળ / મંગળવારે ટેરો કાર્ડ્સ પ્રમાણે, સિંહ જાતકોને તેમની બુદ્ધિમાનીથી આર્થિક લાભ થશે

daily Tarot predictions of 8 October 2019, Shila M Bajaj

Divyabhaskar.com

Oct 07, 2019, 11:52 AM IST

ધર્મ ડેસ્કઃ મિથુન રાશિના જાતકોને માટે આજનો દિવસ જૂની યાદો અને ભૂતકાળની ઘટનાઓને ભૂલીને આગળ વધવાનો છે. બીજી રાશિઓ માટે કેવું રહેશે ભવિષ્ય જાણો.

મેષઃ- Seven of Wands
જીવનમાં સરળ પરંતુ વધારે સાર્થક વસ્તુઓનો આનંદ લેવાનો સમય છે. આ દિવસ કોઇ મોટો લાભ આપીને જશે. જેની માટે તમારે પહેલાંથી જ તૈયારી કરવી જોઇએ. આજે તમને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે.

કરિયરઃ- ધન મામલે દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે.
લવઃ- પોતાની માટે સાથી પસંદ કરવાનો યોગ્ય સમય છે.
સ્વાસ્થ્યઃ- વધારે પાણી પીવું.

વૃષભઃ- Page of Cups
આખો દિવસ લોકોને મળવામાં પસાર થશે. થોડાં જૂના મિત્રો સાથે પણ મુલાકાત થઇ શકે છે. થોડાં સહયોગિઓ કે પરિચિતોથી તમારે સાવધાન રહેવું પડી શકે છે. કોઇ તમને દગો આપી શકે છે. કોઇપણ વ્યક્તિની વાતોમાં તથ્ય જાણ્યા વિના વિશ્વાસ કરશો નહીં.

કરિયરઃ- એક પોઝિટિવ પરિણામ તમને મળવા જઇ રહ્યું છે.
લવઃ- પ્રેમ સંબંધો માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- તમારા ગળાની વિશેષ રૂપથી સાવધાની રાખો.

મિથુનઃ- Ten of Swords
આજનો દિવસ જૂની યાદો અને ભૂતકાળની ઘટનાઓને ભૂલીને આગળ વધવાનો છે. તમારા અનુભવને લઇને ભવિષ્યની યોજનાઓ ઉપર કામ કરો. દિવસ સફળતા અને ધનલાભ લઇને આવ્યો છે. જૂની વાતોમાં અટકવાથી તમે કોઇ સારો અવસર ગુમાવી શકો છો.

કરિયરઃ- જોબ અને બિઝનેસમાં સફળતા મળશે.
લવઃ- પરિવાર સાથે સંબંધ ખૂબ જ સારા રહેશે.
સ્વાસ્થ્યઃ- સામાન્ય રીતે તણાવના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થશે.

કર્કઃ- Seven of Pentacles
એક મહત્ત્વપૂર્ણ કે લાંબા સમયથી ચાલી રહેલી પરિયોજના એક પોઝિટિવ ચરણ પર પૂર્ણ થશે. આજે બદલાવો સાથે નવી શરૂઆત કરવાનો દિવસ છે. તમારે પોતાને સમય આપવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- થોડાં નિર્ણય લેતાં પહેલાં તમે કરિયરમાં બદલાવ જોવા મળશે.
લવઃ- આજે તમારા સંબંધમાં કોઇ મોટું નુકસાન થવાનો ભય રહેશે.
સ્વાસ્થ્યઃ- કામના દબાવના કારણે તણાવ રહેશે.

સિંહઃ- Three of Wands
આજનો દિવસ મિશ્રિત રહેશે. તમને પરિણામ તો મળશે પરંતુ બની શકે છે થોડાં મોડા કે અટકાઇને મળે. ધૈર્ય રાખવું પડશે. આર્થિક લાભનો સંકેત કાર્ડ્સ કરી રહ્યું છે. તમને તમારી બુદ્ધિમાનીથી લાભ મળી શકે છે.

કરિયરઃ- પ્રોપર્ટી ડીલ માટે સારો સમય છે.
લવઃ- સંબંધોમાં મધુરતા આવશે.
સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

કન્યાઃ- Strength
આ સમય દરમિયાન તમે મજબૂત રહો અને દઢ બનો. તમારી માટે વિચાર કરો કે તમે કોણ છો અને જીવનમાં તમારું લક્ષ્ય શું છે. એક માર્ગ, દિશા અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો અને પ્રતિબદ્ધ રહો. સફળતા તમને અવશ્ય મળશે એવો કાર્ડનો સંકેત છે.

કરિયરઃ- જોબ કે બિઝનેસમાં કોઇ નવું પ્રપોઝલ તમારા કામ આવશે.
લવઃ- બધી જ ગેરસમજને દૂર રાખવા માટે તમારા સાથી સાથે વાત કરો.
સ્વાસ્થ્યઃ- ગળાની સમસ્યા અને માથાનો દુખાવો થઇ શકે છે.

તુલાઃ- The Fool
પોતાને સીમિત રાખશો નહીં. કેમ કે, તેનાથી તમને તે બધી જ સફળતાઓ મળશે જે તમે ઇચ્છો છો. તમારા સાહસ અને આત્મવિશ્વાસની ઉણપ તમને થોડાં સમય માટે સફળતાથી અલગ કરી શકે છે. ધૈર્ય અને સમજદારીથી કામ લેવાથી જીવનમાં જલ્દી જ એક નવો મોડ આવી શકે છે.

કરિયરઃ- તમારી માટે જોબની દ્રષ્ટિથી કોઇ નવો પ્રસ્તાવ સામે આવી શકે છે.
લવઃ- આજે તમે કોઇ સારા વ્યક્તિને મળશો.
સ્વાસ્થ્યઃ- પેટ સાથે સંબંધિત સમસ્યાઓ માટે કાડ્સ સંકેત આપી રહ્યું છે.

વૃશ્ચિકઃ- The Lovers
આજનો વસ વધારેથી વધારે કામ પૂરા કરવા માટેનો છે. મહેનત કરવામાં પાછળ રહેશો નહીં. બની શકે છે કે, આજનો દિવસ તમારી માટે થાકભર્યો હોય પરંતુ છેલ્લે તમને પોઝિટિવ પરિણામ મળશે.

કરિયરઃ- રચનાત્મક ક્ષેત્રના લોકોને સામાન્યથી વધારે મહેનત કરવાની જરૂર છે.
લવઃ- પાર્ટનર સાથે ચાલી રહેલાં તણાવને દૂર કરવા માટે તમારી વાત સ્પષ્ટતા સાથે તેમની સામે રાખો.
સ્વાસ્થ્યઃ- તમે આત્મવિશ્વાસની ઉણપથી પરેશાન રહી શકો છો.

ધનઃ- The Tower
આજનો દિવસ તમારી માટે થોડો નેગેટિવ સૂચનાઓ લઇને આવી શકે છે. તમારો વધારે મિલનસાર કે સીધો સ્વભાવ તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે. આજે કોઇ કાનૂની મામલે તમે પરેશાનીનો અનુભવ કરશો.

કરિયરઃ- ઓફિસમાં સાવધાન રહેવું.
લવઃ- એક નવો સંબંધ બને તેવા યોગ છે.
સ્વાસ્થ્યઃ- માનસિક રૂપથી તમે પરેશાન રહેશો.

મકરઃ- The Sun
આજે થોડી નવી યોજનાઓને શરૂ કરવાનો સમય છે. થોડાં કાર્યોમાં આજે વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. વિવાદોથી દૂર રહેવું અને કોઇ સાથે વાતચીત કરતી સમયે સમજી-વિચારીને બોલવું. ગ્રુપ એક્ટિવિટીથી દૂર રહેવું.

કરિયરઃ- નવા વ્યવસાય માટે ધનની વ્યવસ્થા કરો.
લવઃ- સંબંધોને લઇને તમે ખૂબ જ આદર્શવાદી રહી શકો છો.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત કોઇ સમસ્યા થઇ શકે છે.

કુંભઃ- The Hanged Man
થોડાં અધૂરા કાર્યોને લઇને આજે તમે પરેશાન રહી શકો છો, સમયે કામ પૂર્ણ કરવા ઉપર ફોકસ કરવાની જરૂર છે. તમને થોડી આળસ અને ઊંઘ પરેશાન કરી શકે છે.

કરિયરઃ- અધૂરા કારોબાર ઉપર ધ્યાન આપવાનો સમય છે.
લવઃ- આજનો દિવસ રોમાન્સ માટે ખૂબ જ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

મીનઃ- The Tower
આજે થોડાં વિવાદ થવાના યોગ બની રહ્યા છે. તમારા જ લોકો તમને ગુસ્સો કરવા પર મજબૂર કરી શકે છે. મામલાને વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરવો. ધનલાભ અને સફળતા મળવાના યોગ છે.

કરિયરઃ- તમને અનેક વિચાર અને પ્રસ્તાવ મળશે.
લવઃ- વિવાદોથી વાતોનો ઉકેલ લાવવો.
સ્વાસ્થ્યઃ- આવનાર સમયમાં તણાવનું સ્તર ચરમ પર રહેશે.

X
daily Tarot predictions of 8 October 2019, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી