ટેરો રાશિફળ / સોમવારે ટેરો કાર્ડ્સ પ્રમાણે, કન્યા જાતકોને ધનપ્રાપ્તિ અને વેપારના સોદા માટે દિવસ શુભ રહેશે

daily Tarot predictions of 7 October 2019, Shila M Bajaj

Divyabhaskar.com

Oct 06, 2019, 03:18 PM IST

ધર્મ ડેસ્કઃ કર્ક રાશિના જાતકોને આજે થોડી નેગેટિવિટી અનુભવાશે. નવા વ્યક્તિને મળવાનો અવસર મળશે. બીજી રાશિઓ માટે કેવું રહેશે ભવિષ્ય જાણો.

મેષઃ- Justice
આજે તમારી સલાહ કોઇ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તમારા વ્યવહારમાં નમ્રતા જાળવી રાખો. મહેનત રંગ લાવશે અને ઉન્નતિના માર્ગ મળશે. બીજા લોકોની મદદ કરવી સારી વાત છે પરંતુ પોતાનું જ નુકસાન કરીને બીજાની મદદ કરવી નહીં. મદદ તેમની જ કરવી જે યોગ્ય હોય. આજે કોઇ નવા રોમેન્ટિક સંબંધનો તમારા જીવનમાં પ્રવેશ થઇ શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમને પ્રશંસા મળશે.
લવઃ- પ્રેમી સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભઃ- The Emperor
આજે કાર્યક્ષેત્રમાં કોઇ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી હતી તો તેનો ઉકેલ જલ્દી જ મળશે. અટકાયેલાં કાર્યો બનશે. પરિસ્થિતિ તમારી અનુકૂળ રહેશે નહીં. બદલતી પરિસ્થિતિ સાથે તમે પોતાને ઢાળશો. તમારી આસપાસ કંઇ એવું થઇ રહ્યું છે જેની તમે અદેખી કરી રહ્યા છો તો તમારું જ નુકસાન થઇ શકે છે.

કરિયરઃ- આજે તમારે પોતાને થોડો બ્રેક આપવાની જરૂર છે.
લવઃ- કોઇ વાતને લઇને વધારે પરેશાન થવું નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મિથુનઃ- Death
થોડો સમય પ્રાકૃતિક વાતાવરણમાં વિતાવવો સ્વાસ્થ્ય માટે લાભકારી રહેશે. આજનો દિવસ પરિસ્થિતિમાં બદલાવના કારણે મનમાં અસમંજસ વધારે રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળશે. તમે તમારા કામ અને જવાબદારીઓ ઉપર ફોકસ જાળવી રાખો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં જે ગતિહીનતા આવી ગઇ હતી, તે પૂર્ણ થશે.
લવઃ- પ્રિયજનો સાથે આજે થોડો સમય વિતાવવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કર્કઃ- Page of Pentacles
આજે તમને તમારી અંદર થોડી નેગેટિવિટી અનુભવ થઇ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી પરિસ્થિતિઓમાં પરિવર્તન આવશે જેના કારણે મનમાં નિરાશા અનુભવ થઇ શકે છે. પરિવર્તન જ જીવનનો નિયમ છે. આજે તમે તમારા ઇષ્ટ દેવને યાદ કરો અને તેમની પૂજા કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં થોડાં બદલાવ આવી રહ્યા છે જે તમારી ભલાઈ માટે છે.
લવઃ- પ્રિયજન સાથે જો તણાવ વધતો જઇ રહ્યો છે તો આ સંબંધને પૂર્ણવિરામની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ- The Star
તમે તમારી સાથે જેવો વ્યવહાર કરશો, બીજા પણ તમારી સાથે તેવો જ વ્યવહાર રાખશે. આજનો દિવસ સારો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળશે. જેના કારણે સંબંધો અને કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે.

કરિયરઃ- આજે તમને કામમાં કોઇ નવો અવસર અથવા આઈડિયા મળશે જેનાથી તમારા કાર્યક્ષેત્રની દિશા બદલાઇ શકે છે.
લવઃ- જો તમે તમારા સંબંધોમાં તમારી માન પ્રતિષ્ઠા જાળવી રાખવા માંગો છો તો તમારા આત્મસન્માનને ક્યારેય ઠેસ પહોંચાડશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારી ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું.

કન્યાઃ- Ace of Wands
આજે વિદેશ યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. ધનપ્રાપ્તિ અને વેપારના સોદા મામલે દિવસ સારો રહેશે. અંગત જીવનમાં થોડી પરેશાની આવી શકે છે. કાર્ય સંબંધિત કોઇ સારા સમાચાર મળવાના અણસાર છે જેનાથી તમારા કાર્યો પૂર્ણ થશે.

કરિયરઃ- નવા પ્રોજેક્ટ મળવાના અણસાર છે જેનાથી ધનલાભ થશે.
લવઃ- અવિવાહિતો માટે આજનો દિવસ ફળદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સારું બનાવવા માટે યોગ્ય પ્રયાસ કરવાની જરૂર છે.

તુલાઃ- The Hierophant
આજનો દિવસ તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જવાબદારી પ્રત્યે સાવધાન રહો, તેને પૂર્ણ સમર્પણથી નિભાવો. કોઇ પરેશાની ચાલી રહી છે તો તેનો ઉકેલ જલ્દી જ મળી જશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. તમારી મહેનતમાં કોઇ કમી આવશે નહીં.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં અટકાયેલાં કાર્યો જલ્દી પૂર્ણ થઇ જશે.
લવઃ- પ્રિયજનોને આજે મળવાનો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ- The Sun
તમે જેવા છો તેવા જ રહો. કોઇની વાતોમાં આવશો નહીં. આજે તમારું ફોકસ ખરાબ થશે અને તેની અસર તમારા કામ અને અંગત જીવન ઉપર પડી શકે છે. તમે જો તમારી તુલના અન્ય લોકો સાથે કરશો તો પોતે જ પરેશાન થશો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારી તુલના કોઇ અન્ય સાથે ન કરો.
લવઃ- પરિવારમાં કોઇ સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી સલાહ માનતા પહેલાં તે ફાયદાકારક છે કે નહીં તે તપાસવું.

ધનઃ- The World
આજે યોગ્ય દિનચર્યા અને ખાનપાનથી લાભ થશે. અટકાયેલાં કામ આજે પૂરા થવાના યોગ છે. તમારા કામ ઉપર સંપૂર્ણ ફોકસ કરતાં રહો. આજે કોઇ બેદરકારી કરવી નહીં. તમારા મૂડ સ્વિંગ ઉપર નિયંત્રણ રાખો. થોડાં સમયથી ચાલી રહેલાં કામ આજે સંપન્ન થઇ શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે કામમાં મન લાગશે નહીં.
લવઃ- કુંવારા લોકો સાથે સારા સંબંધની રાહ જોવી પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મકરઃ- Seven of Wands
આજે અંગત જીવન સાથે સંબંધિત કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં કોઇની સલાહ અવશ્ય લેવી. આજનો દિવસ થોડી પરેશાની ભર્યો રહી શકે છે. કોઇ વાતની ચિંતા કરવાની જગ્યાએ તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- નોકરી શોધી રહ્યા છો તો તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવવા દેશો નહીં.
લવઃ- પ્રેમી કે પ્રેમિકા સાથે મનની વાત વ્યક્ત કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

કુંભઃ- Queen of Swords
આજનો દિવસ સામાન્ય રહેશે. તમારી યોગ્યતામાં કોઇ ખોટ નથી, પરંતુ જે પ્રકારની સફળતા તમે શોધી રહ્યા છો તો તેના માટે તમારા કૌશલથી બધાનું ભલુ કરો. આજે કોઇ ખાસ નિર્ણય લેતાં પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લેજો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતાની આજે બોસ પ્રશંસા કરી શકે છે.
લવઃ- પ્રિયજનો સાથે નરમ વ્યવહાર કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મીનઃ- The Tower
આજે કરવા માટે ઘણું છે જેના કારણે તમને થોડો તણાવ અનુભવ થઇ શકે છે અને કામમાં મન લાગશે નહીં. તમારી પ્રાથમિકતાઓને યોગ્ય પ્રકારે સમજીને કામ કરશો તો સારું રહેશે. આજે ફોકસ રહેવું જરૂરી છે નહીંતર મન ભટકી શકે છે.

કરિયરઃ- કાર્યભાર વધારે રહેશે.
લવઃ- ધૈર્ય અને સંયમ જાળવી રાખો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

X
daily Tarot predictions of 7 October 2019, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી