ટેરો રાશિફળ / ગુરૂવાર મેષ જાતકો માટે પોઝિટિવ રહેશે, મિથુન રાશિના લોકો માટે દિવસ અશુભ સાબિત થશે

daily Tarot predictions of 23 January 2020, Shila M Bajaj

Divyabhaskar.com

Jan 22, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 23 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Ten of Swords
આજનો દિવસ તમારા માટે ખૂબ જ પોઝિટિવ રહી શકે છે. થોડાં માંલાઓમાં તમે તમારા મનનો અવાજ સાંભળશો અને કાર્યોમાં સારી સફળતા હાંસલ કરશો. આજના દિવસે તમે તમારી અંદર સારી ઊર્જા અનુભવ કરી શકશો.

કરિયરઃ- મોટું જોખમ ઉઠાવાની યોજના બનાવી શકો છો.
લવઃ- તમારા પ્રિય વ્યક્તિને તમારી ભાવનાઓ વ્યક્ત કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

વૃષભઃ- Five of Wands
આજે તમે કંઇ જ નક્કી કરવાની સ્થિતિમાં રહેશો નહીં. થોડાં લોકો તમને તમારી કાર્યશૈલીમાં ભુલ બતાવી શકે છે. આ કારણે તમે તમારા કામમાં આગળ વધવા માટે દુવિધાપૂર્ણ સ્થિતિમાં રહી શકો છો.

કરિયરઃ- જોબમાં તમે પોતાને મોટિવેટ અનુભવ કરી શકો છો.
લવઃ- તમે સંબંધમાં કંઇક સારું કરવાનું ઇચ્છો છો, પરંતુ જવાબદારીઓ તમને અટકાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા માટે સમય ઠીક રહેશે.

મિથુનઃ- Wheel of Fortune
આજનો દિવસ તમારા માટે થોડો બેચેનીભર્યો રહી શકે છે. તમને તમારા કામ કરવાની રીત ઉપર થોડો વિચાર કરવો પડી શકે છે. આજે તમે અન્ય ઉપર વિશ્વાસ કોઇ કામ કરશોતો તેમાં તમારે હાનિનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- આજે તમારે વ્યાવહારિક પહેલૂઓ ઉપર ધ્યાન આપવું પડશે
લવઃ- પ્રેમમાં પડેલાં વ્યક્તિઓ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય સામાન્ય છે.

કર્કઃ- The Hierophant
આજનો દિવસ તમારા માટે સહયોગ અને સમર્થનથી ભરપૂર રહેશે. તમારા માટે મિત્રોની સલાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તેના માટે તમારે પોતાને થોડો સમય આપવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કરિયરના મામલે આજે યોજનાઓ વિફળ થશે.
લવઃ- પારિવારિક તણાવને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે થાક રહેશે.

સિંહઃ- The Tower
આજે તમારા માટે દિવસ નવી આશા અને મહત્ત્વકાંક્ષાઓ સાથે શરૂ થશે. થોડાં મામલે તમારે તમારી યોજનાઓને બદલવી પડી શકે છે પરંતુ તે તમારા માટે હિતકારી સાબિત થશે. આજે તમે સમય સાથે ચાલશો.

કરિયરઃ- કાર્ય અથવા વ્યવસાય સાથે સંબંધિત યાત્રાનું સારું પરિણામ મળશે.
લવઃ- આજે તમને પરિવાર અને પ્રેમીનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- એલર્જીના મામલે સાવધાન રહેવું.

કન્યાઃ- Three of Cups
આજે તમને કોઇ આત્મગ્લાનિ કે અપરાધબોધ જેવી ભાવનાઓના કારણે નિરાશા અને હતાશાનો સામનો કરવો પડી શકે છે. આવી ભાવનાઓને નિયંત્રિત રાખવી તમારા માટે જરૂરી છે.

કરિયરઃ- જોબ અને બિઝનેસમાં કોમ્પિટિશન ઉપર તમારી નજર રહેશે.
લવઃ- થોડાં લોકો તમારા તરફ આકર્ષિત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમને વાયરલ તાવ કે ઇન્ફેક્શન અનુભવ થઇ શકે છે.

તુલાઃ- Ace of Pentacles
આજનો દિવસ તમારા માટે અનેક ઉપલબ્ધિઓ મેળવવાનો હોઇ શકે છે. તમે તમારા સ્તરે સારા પ્રયાસ કરશો, જેનું પરિણામ તમને મળશે. થોડાં મામલે પરિસ્થિતિઓ તમારા વિરૂદ્ધ જઇ શકે છે.

કરિયરઃ- શાંત રહીને મહેનત કરતાં રહો.
લવઃ- આજે પ્રેમ અને લગ્નજીવન માટે તમારો સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- આજે એલર્જી કે ઇન્ફેક્શનથી બચીને રહેવું.

વૃશ્ચિકઃ- The Star
આજનો દિવસ થોડાં મામલે બચીને રહેવાનો છે. જો કોઇ એવો નિર્ણય લેવા માંગો છો તો તમારા જીવનને ભવિષ્યમાં પ્રભાવિત કરશે તો તે નિર્ણય આજે ટાળી દેવો જોઇએ. પારિવારિક કે કરિયરના મામલે તમારે નિર્ણયોનો વિરોધ પણ થશે.

કરિયરઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ કે અધિકારી તમારા વિચારોનો વિરોધ કરી શકે છે.
લવઃ- જૂના લોકો સાથે મુલાકાત તમારા દિવસને સુધારશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ રહી શકે છે.

ધનઃ- The World
આજે તમે તમારી આત્માનો અવાજ સાંભળીને તેના હિસાબે ચાલવાનો પ્રયાસ કરો. તે તમારા માટે થોડી લાભકારી પરિસ્થિતિઓનું નિર્માણ કરાવી શકે છે. કોઇપણ પ્રકારના લક્ષ્યને હાંસલ કરવા માટે તમે તૈયાર રહેશો.

કરિયરઃ- આજે તમે કરિયરના મામલે તમારા ટાર્ગેટ ડિસાઇડ કરશો.
લવઃ- આજે તમારી અંદર ઊર્જાનું પ્રમાણ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- ગળ્યું ભોજન કરવાથી બચવું.

મકરઃ- Strength
આજનો દિવસ તમારા માટે તમારી ટીમ સાથે થોડો વધારે મહેનત કરવાનો છે. તમારે ટાર્ગેટ મેળવવા માટે આજે વધારેમાં વધારે સમય આપવો પડી શકે છે. આજે કરેલી મહેનતથી તમને સારું પરિણામ મળી શકે છે.

કરિયરઃ- તમને તમારા કામ અને યાત્રાથી લાભ મળશે.
લવઃ- પરિવાર અથવા પ્રેમી સાથે કોઇ ટ્રીપ પર જવાની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- શરદી કે ઉધરશથી પ્રભાવિત રહી શકો છો.

કુંભઃ- Ace of Cups
આજે તમે ભવિષ્યની યોજના અને વર્તમાન કાર્યોને ગતિ આપવા ઉપર ધ્યાન આપશો. તેનાથી તમને માનસિક તણાવ પણ રહેશે. થોડાં નિર્ણયો તમને રાહત આપી શકે છે. જેથી તમને લાભ પણ મળશે.

કરિયરઃ- તમને જોબ અને બિઝનેસમાં પરિસ્થિતિ થોડી વિપરિત લાગી શકે છે.
લવઃ- જીવનસાથી કે પ્રેમી સાથે આજે તમારો વ્યવહાર અને વાતચીત ખૂબ જ સારી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીનઃ- Knight of Wands
આજે તમને અલગ પ્રકારના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરવી પડી શકે છે. તમે તમારા લક્ષ્યને મેળવવાની કોશિશ કરી રહ્યા છો. આ પરિસ્થિતિ તમને થોડી પરેશાન કરી શકે છે અથવા તમારું ફોકસ ઘટી શકે છે.

કરિયરઃ- તમે લાંબા સમયથી આકરી મહેનત કરી રહ્યા છો, તો થોડો આરામ કરી લેવો.
લવઃ- આજનો દિવસ કોઇ ખાસ વ્યક્તિ સાથે પસાર થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે થાક અને તણાવ તમને થોડી નબળાઈ આપી શકે છે.

X
daily Tarot predictions of 23 January 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી