ટેરો રાશિફળ / બુધવારે તુલા અને વૃશ્ચિક રાશિના લોકો તણાવમાં રહેશે, ધન જાતકોએ સાવધાન રહેવું

daily Tarot predictions of 22 January 2020, Shila M Bajaj

Divyabhaskar.com

Jan 21, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 22 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Hermit
આજનો દિવસ સામાન્ય પરિણામ આપશે. તમને તમારા કામને લઇને વધારે સાવધાની જાળવવી પડશે, નહીંતર તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. કામને લઇને આજે કોઇ બેદરકારી કરશો નહીં. ભાવનાઓમાં તમારું ફોકસ ગુમાવશો નહીં. તમારા વ્યવહારમાં અને વિચારોમાં સંયમ અને સહનશીલતા જાણવી રાખવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળવાના યોગ છે.
લવઃ- સંબંધોમાં આજે મધુરતા બની રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારા જીવનમાં તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરો.

-------------------------------------

વૃષભઃ- Two of Cups
આજે કામમાં મન લાગશે નહીં. જો તમે તમારા કામથી કંટાળી ગયા છો તો જે કામમાં રસ હોય તેના માટે નિયમિત રૂપથી થોડો સમય જરૂર કાઢો, જેથી મન અને મસ્તિષ્ક તરોતાજા રહેશે અને નવા લોકો સાથે મળવાનો અવસર મળશે.

કરિયરઃ- લાંબા સમયથી જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છો તે પૂર્ણ થવામાં છે.
લવઃ- કુંવારા લોકોએ સંબંધ શોધવામાં તણાવની સ્થિતિ ઉત્પન્ન કરવી નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

-------------------------------------

મિથુનઃ- Eight of Wands
આજનો દિવસ તમારી માટે અનેક નવા અવસર લઇને આવશે, જેનાથી જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક પ્રગતિમાં પણ લાભ થશે. તમારી યોગ્યતાની બધા પ્રશંસા કરે છે પરંતુ તમારા આત્મવિશ્વાસમાં કમી આવવા દેશો નહીં. આજે ભવિષ્યની યોજનાઓ બનાવો.

કરિયરઃ- નોકરી શોધી રહ્યા છો તો આજનો દિવસ ફળદાયી રહેશે.
લવઃ- સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------------------

કર્કઃ- Knight of Cups
દિવસ સામાન્ય રહેશે. કોઇ વાતને લઇને ચિંતા બની રહેશે. તેનો જલ્દી જ ઉકેલ મળશે. તમારું આજે કામમાં ફોકસ ખૂબ જ સારું છે, તેનો ઉપયોગ તમારા કામમાં કરવો. મનમાંથી કોઇપણ પ્રકારનો ભય દૂર કરી દેવો જોઇએ.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે મહેનત કરવી પડશે ત્યારે જ ફળ મળશે.
લવઃ- પ્રિયજનો સાથે આજે થોડો સમય અવશ્ય વિતાવવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------------------

સિંહઃ- Judgement
પરિસ્થિતિ સામે લડવાની જગ્યાએ તેમાં ઢળવાનો પ્રયાસ કરો. જેટલું લડશો, સંઘર્ષ કરશો, તેટલી જ પરિસ્થિતિ ખરાબ થઇ જશે. આજે કાર્યોમાં વિલંબ થઇ શકે છે, થોડી બાધા ઉત્પન્ન થઇ શકે છે. તણાવ લેવો નહીં. અંગત જીવનમાં કોઇ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં તમારા વિચારો પર પોઝિટિવ અસર કરશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સામાન્ય રહેશે.
લવઃ- જીવનમાં કોઇ નવા સંબંધનું આગમન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

-------------------------------------

કન્યાઃ- The Tower
કોઇ વ્યક્તિ ઉપર હંમેશાં નિર્ભરતા રહેવાથી સંબંધોમાં ક્યારેય તણાવ ઉત્પન્ન થાય છે. આજનો દિવસ તમારી માટે સારો રહેશે અને ફળદાયક પણ સાબિત થઇ શકે છે. જીવનમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. તમારી યોગ્યતા ઉપર શંકા કરશો નહીં.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારી પાસે બધા સંસાધન સરળતાથી મળી રહ્યા છે. આત્મવિશ્વાસ જાળવી રાખો.
લવઃ- તમારી માટે થોડો સમય કાઢો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

-------------------------------------

તુલાઃ- Seven of Swords
કોઇ વાતને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે. ભવિષ્ય માટે આજે કોઇ યોજના ન બનાવો. આજે જૂની ગેરસમજના કારણે પરેશાની ઉઠાવવી પડી શકે છે. તમે તમારા લક્ષ્યની ખૂબ જ નજીક છો, ધૈર્યથી કામ લેવું.

કરિયરઃ- પરિસ્થિતિ પ્રતિકૂળ હોઇ શકે છે.
લવઃ- આજે તમારો સ્વભાવ અડિયલ રાખશો નહીં.
સ્વાસ્થ્યઃ- આજે સ્ફટિક ક્રિસ્ટલ ધારણ કરવાથી લાભ થશે.

-------------------------------------

વૃશ્ચિકઃ- The Lovers
આજે બધાને ખુશ કરવાનો પ્રયાસ કરશો નહીં. દિવસ થોડો તણાવપૂર્ણ બની રહ્યો છે. કામનો ભાર વધારે રહેશે અને આસપાસના લોકો સાથે મનમુટાવ થવાના અણસાર છે. માત્ર તેટલું જ કામ સંભાળે જેટલું તમારી માટે યોગ્ય હોય.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજના દિવસે કોઇ નુકસાન થઇ શકે છે.
લવઃ- આજે વિના કોઇ વાતે ઝગડો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવથી બચવું.

-------------------------------------

ધનઃ- The Star
આજે પરિસ્થિતિઓમાં બદલાવના કારણે થોડી પરેશાની આવી શકે છે. પ્રત્યેક પરેશાનીનો ઉકેલ ત્યારે જ મળે છે જ્યારે તમે પરેશાનીને નકારવાની જગ્યાએ પહેલાં તેનો સ્વીકાર કરશો અને પછી તેને સમજશો. આ સમય આધ્યાત્મિક ઉન્નતિનો છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં બદલાવના કારણે પરેશાની અને તણાવ આવી શકે છે.
લવઃ- આજે સંબંધોમાં થોડો બદલાવ અને પરિવર્તનના કારણે પરિવારમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી કોઇ લક્ષણ આજે પરેશાન કરી શકે છે.

-------------------------------------

મકરઃ- Justice
આજે તમે કંઇક એવું કરશો જેનાથી તમારા જીવનની અનેક જૂની રીત દૂર થઇ જશે, એવું જે તમારા જીવનની ધરાને યોગ્ય દિશામાં લઇ જશે. જીવનની દોડભાગમાં વ્યક્તિ ક્યારેય તેમના જીવનના મૂળ લક્ષ્યોને ભૂલી જાય છે. આજે તે લક્ષ્યને જાણવાનો પ્રયાસ કરવો.

કરિયરઃ- નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો લાભ થશે.
લવઃ- પરિવારજનો સાથે થોડો સમય વિતાવવાથી સંબંધોમાં સુધાર આવશે.
સ્વાસ્થ્યઃ- તમારા વિચારોમાં નરમી રાખશો તો શરીરમાં પણ રોગોથી છુટકારો મળશે.

-------------------------------------

કુંભઃ- Ace of Pentacles
આજે તમારી અંદર ઊર્જા વધારે રહેશે પરંતુ તેને યોગ્ય દિશામાં વાપરવાનો અવસર મળશે નહીં. આ કારણે તમારા મનમાં કોઇ તણાવ આવવા દેશો નહીં. અવસર મળી રહ્યો ના હોય તો અવસર આપમેળે બનાવવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં કોઇ સારો નવો અવસર મળશે.
લવઃ- સંબંધોમાં કોઇપણ વાતથી ચિંતિત થવું નહીં.
સ્વાસ્થ્યઃ- કોઇ જૂના રોગથી જલ્દી જ છુટકારો મળી શકે છે.

-------------------------------------

મીનઃ- Page of Wands
નવા અઠવાડિયાની શરૂઆત થોડી ધીમી રહેશે, આજે ઊર્જામાં ઘટાડો થઇ શકે છે. આજના દિવસે યાત્રા ઓછી કરવાનો પ્રયાસ કરવો. યાત્રા દરમિયાન થોડી પરેશાની થઇ શકે છે. કોઇપણની સલાહ માનતાં પહેલાં તે સલાહ તમારી માટે કારગર છે કે નહીં તે ચકાસો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં ખોટી વાતોમાં સમય બરબાદ કરશો નહીં.
લવઃ- ઘરના નિર્ણયોમાં બહારના લોકોની સલાહને વધારે મહત્ત્વ આપવું નહીં.
સ્વાસ્થ્યઃ- તણાવથી બચવું.

X
daily Tarot predictions of 22 January 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી