તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્ડ્સ પ્રમાણે, બુધવારના દિવસે વૃષભ જાતકોએ ભવિષ્યનું પ્લાનિંગ કરવું પડશે, ચિંતા અને તણાવથી દૂર રહેવું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 15 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Six of Pentacles
આજના દિવસે તમને થોડી નવી જવાબદારીઓ મળી શકે છે. આજે કોઇ તમને મોટા કાર્યો કરવા માટે પ્રેરિત કરી શકે છે. જેને તમે સ્વીકાર પણ કરી શકો છો. આજનો દિવસ સારો પસાર થશે. કોઇપણ મામલે નિરાશા હાથ લાગશે નહીં.

કરિયરઃ- તમે ટીમનું નેતૃત્વ કરવા માટે આગળ વધી શકો છો.
લવઃ- સાંજનો સમય પ્રેમ અને રોમાન્સમાં વિતશે.
સ્વાસ્થ્યઃ- આજે પગના પંજામાં સમસ્યા થઇ શકે છે.

વૃષભઃ- Nine of Cups
આજનો દિવસ ભવિષ્યને લઇને અનેક પ્રકારની યોજનાઓ માટે કામ કરવાનો છે. તમે તમારા ભવિષ્યને લઇને પ્લાનિંગ કરી શકો છો. કાર્ડ્સ તમને કોઇ મામલે વધારે ચિંતા કે તણાવ ન લેવાનું સૂચવે છે.

કરિયરઃ- આજે તમને વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે.
લવઃ- કુંવારા લોકોને પ્રેમ અથવા લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- કામની ચિંતાના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

મિથુનઃ- Three of Swords
આજે તમને થોડાં મામલે જૂના કામને આગળ વધારવાની જગ્યાએ વસ્તુઓને નવી રીતે શરૂ કરવા વિશે વિચારી શકો છો. થોડાં જૂના કાર્યોનું પરિણામ આજે તમને મળી શકે છે. તમને થોડી નવી જવાબદારીઓ મળી શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારા વિચારોને લાગૂ કરી શકાશે.
લવઃ- કામ દરમિયાન એક આકર્ષક વ્યક્તિ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્કઃ- Death
આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. તમારા માટે દિવસ સારા પરિણામ આપનાર રહેશે. જેના માટે તમારી કલ્પનાશક્તિ દ્વારા બધું જ સાકાર કરવાનું રહેશે. આજે તમને સારા સમાચાર મળી શકે છે.

કરિયરઃ- આજે તમારી કલ્પનાશક્તિ અને રચનાત્મકતા શાનદાર રહેશે.
લવઃ- સાથી સાથે આજનો દિવસ શાંતિથી પસાર થશે.
સ્વાસ્થ્યઃ- ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે.

સિંહઃ- King of Pentacles
આજના દિવસની શરૂઆત થોડી પરેશાની કે વિવાદ સાથે થઇ શકે છે. તમારી ઉપર કામનો દબાવ થોડો વધારે રહેશે. થોડાં મામલે તમે ગુંચવાઇ શકો છો. પરિવારમાં પણ કોઇના વિરોધનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- આજે તમે શાંત રહેશો, તો વસ્તુઓ આપમેળે ઉકેલાઇ જશે.
લવઃ- સાથી આજે તમારી સાથે તેમની અપેક્ષાઓ વિશે વાત કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- શ્વાંસ સંબંધી થોડી સમસ્યા ઊભી થઇ શકે છે.

કન્યાઃ- The Hierophant
આજે તમને થોડી પરેશાની રહી શકે છે. તમારી આસપાસ પરિસ્થિતિ કંઇક એવી બની શકે છે, જેમાં તમે પોતાને ફસાયેલાં અનુભવશો. તમારે પરિવર્તન ઉપર વિચાર કરવો જોઇએ. આજે તમને થોડાં સારા અવસર પણ મળી શકે છે.

કરિયરઃ- નવી જોબ માટે તપાસ કરી શકો છો.
લવઃ- આજે તમારે તમારી લવ લાઇફ ઉપર ધ્યાન આપવું જોઇએ.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર વિશેષ ધ્યાન આપો.

તુલાઃ- The Star
આજે તમારે તમારા સોર્સ ઓફ ઇન્કમને વધારવા કે અપગ્રેડ કરવા વિશે વિચાર કરી શકો છો. તમારે નવા વિચારો ઉપર કામ કરવું જોઇએ. તમે તમારી ગમતી એક્ટિવિટીને તમારા કરિયર સ્વરૂપે બદલવાનો વિચાર કરી શકો છો.

કરિયરઃ- તમે પાર્ટ ટાઇમ કોર્સ કરી શકો છો.
લવઃ- સાથી સાથે ખૂબ જ યાદગાર સમય વિતશે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવવામાં સાવધાની રાખો.

વૃશ્ચિકઃ- The High Priestess
આજે તમને નવો બિઝનેસ શરૂ કરવા સારો અવસર અથવા ઓફર મળી શકે છે. જો કોઇ સરકારી સ્કીમ હેઠળ થોડું કામ કરવા માંગો છો તો આજે આવેદન કરી શકો છો. આજે તમને ઘણાં સારા પરિણામ મળી શકે છે.

કરિયરઃ- બિઝનેસ લોન માટે આવેદન કરવાનો દિવસ છે.
લવઃ- તમારો સાથી તમને સર્વશ્રેષ્ઠ બનવામાં મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- તમને માંસપેશીનો દુખાવો રહી શકે છે.

ધનઃ- Two of Wands
આજે તમારા માટે કંઇક સારું થવાના યોગ છે. તે પર્સનલ અથવા પ્રોફેશન બંને પ્રકારનું હોઇ શકે છે. તમારે તમારી જવાબદારીઓના સારા પરિણામ મળી શકે છે. કોઇ સારી સૂચના તમારી રાહ જોઇ રહી છે.

કરિયરઃ- તમને પ્રમોશન મળી શકે છે.
લવઃ- તમારો સાથી તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનો મામલો ઠીક રહેવાનો સંકેત છે.

મકરઃ- The Sun
આજનો દિવસ તમારા માટે રચનાત્મક સફળતાનો રહેશે. તમારા ક્રિએટિવ આઇડિયાઝ લોકોને પ્રભાવિત કરી શકે છે. તમારે સારા પરિણામ મેળવવા માટે થોડાં એકસ્ટ્રા એફર્ટ્સ કરવાનો દિવસ છે.

કરિયરઃ- રચનાત્મક વિચારોને ટીમ દ્વારા સ્વીકારવામાં આવશે. 
લવઃ- તમે સાથી સાથે લોન્ગ ડ્રાઇવ પર જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- મોં સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

કુંભઃ- The Chariot
આજનો દિવસ તમારા માટે તમારી ઇમેજ ઉપર કામ કરવાનો છે. લોકો તમારા કામ કરવાની શૈલીના વખાણ કરશે. આજે તમે તમારા કામ અને સંબંધો પ્રત્યે સમર્પણ રહેવું પડશે. જેથી ભવિષ્યમાં તમને તેમની મદદ મળી શકે.

કરિયરઃ- સારા લોકો સાથે રહેવું. કેમ કે, તમને ટીમનું નેતૃત્વ કરવાનો અવસર મળશે.
લવઃ- સાથીને ખુશ કરવા માંગો છો તો શોપિંગ પર લઇ જાવ.
સ્વાસ્થ્યઃ- તમને આંખ અને કાન સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

મીનઃ- Page of Swords
આજે તમારો સમય ખૂબ જ વ્યસ્તતાભર્યો રહી શકે છે. કામમાં તમારો દિવસ વિતશે. થોડાં લોકોએ ઓવરટાઇમ પણ કરવું પડી શકે છે. કામના દબાવમાં આજે તમે વધારે તણાવ અનુભવ કરશો. સમય તમારી અનુકૂળ રહેશે.

કરિયરઃ- તમારે કામમાં વધારે મહેતન કરવી પડશે.
લવઃ- તમારો સાથી તમને વધારે સારા બનાવશે.
સ્વાસ્થ્યઃ- માઈગ્રેન જેવી સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો