ટેરો રાશિફળ / ટેરો કાર્ડ્સ પ્રમાણે, શનિવાર વૃષભ જાતકો માટે રહેશે શુભ, રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે

daily Tarot predictions of 15 February 2020, Shila M Bajaj

Divyabhaskar.com

Feb 14, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 15 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Six of Pentacles
આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. થોડાં કાર્યોના મામલે તમને સહયોગીઓની મદદ મળશે. તમે દરેક કામના પરિણામને લઇને નિશ્ચિત રહી શકો છો. તમારે લેપટોપ અને કમ્યુટર ઉપર કામ કરવાથી બચવું જોઇએ.

કરિયરઃ- તમારા બધા પ્રોજેક્ટ સરળતાથી પૂર્ણ થઇ શકે છે.
લવઃ- તમારો સાથી તમારી કંપનીનો આનંદ માણશે.
સ્વાસ્થ્યઃ- આંખમાં બળતરા થઇ શકે છે.

-------------------------

વૃષભઃ- Queen of Coins
તમારા માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા અપાવનાર રહેશે. થોડાં લોકોને તેમના કામના પરિણામમાં ભરપૂર ધન અને ખ્યાતિ મળવાના યોગ છે. થોડાં લોકોને તેમના ખાસ મિત્ર દ્વારા નવી જોબ અથવા બિઝનેસની ઓફર મળી શકે છે.

કરિયરઃ- સંગીતકાર અને ગાયક રચનાત્મક રહેશે.
લવઃ- તમારો સાથી તમારું સમર્થન કરશે.
સ્વાસ્થ્યઃ- તમને કમરનો દુખાવો થઇ શકે છે.

-------------------------

મિથુનઃ- Justice
થોડાં મામલે ચુનોતિઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઉપર બમણી જવાબદારી આવી શકે છે. થોડાં લોકો નવું કામ શરૂ કરવાનું મન બનાવી શકે છે. નવા કામ માટે સમય અનુકૂળ છે.

કરિયરઃ- તમે નોકરી બદલી શકો છો.
લવઃ- તમારો પ્રેમી તમારા પાસેથી પ્રેમ ઇચ્છે છે.
સ્વાસ્થ્યઃ- માથા અને આંખમાં સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

-------------------------

કર્કઃ- Wheel of Fortune
આજે તમને નવા અવસર પ્રાપ્ત થશે. તમને તમારા કાર્યસ્થળ ઉપર લોકોનો ભરપૂર સહયોગ મળી શકે છે. લોકોને તમારા પાસેથી ઘણી આશા છે. તમારે અંગત જીવનની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવું જોઇએ.

કરિયરઃ- બોસ તમારી પાસેથી સારા પ્રદર્શનની આશા રાખે છે.
લવઃ- તમે પ્રેમી સાથે બહારગામ જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમારા ભોજન ઉપર ધ્યાન આપો.

-------------------------

સિંહઃ- Judgement
આજે તમે જે કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તેમાં કોઇપણ પ્રકારના નિર્ણય લેતાં પહેલાં યોગ્ય રીતે રિસર્ચ અને વિચાર-વિમર્શ કરી લેવો જોઇએ. ત્યાર બાદ જ કોઇ નિર્ણય લેવો. તમારો સાંજનો સમય પ્રેમી કે જીવનસાથી સાથે ક્યાંક બહાર જવા માટે રાખવો જોઇએ.

કરિયરઃ- રોકાણ કરતાં પહેલાં તેના વિશે યોગ્ય તપાસ કરો.
લવઃ- તમારા સાથી સાથે મૂવી ડેટ તમને આરામ કરવામાં મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- સ્વસ્થ રહેવા માટે યોગ અને રેકી શરૂ કરી શકો છો.

-------------------------

કન્યાઃ- Strength
તમારે આજે તમારા વ્યવહારને થોડો મિશ્રિત રાખવો પડી શકે છે. થોડાં મામલે તમારા માટે પરિસ્થિતિઓ સામાન્ય રહેશે. થોડા મામલે તમારે ગુસ્સો અથવા નિરાશા વ્યક્ત કરવી પડશે. આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સારો રહેશે.

કરિયરઃ- તમારે કામ દરમિયાન ઇનામ અને માન્યતા મળશે.
લવઃ- તીર્થયાત્રાની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- કોઇપણ કામને સાવધાનીથી કરો.

-------------------------

તુલાઃ- Queen of Swords
આજનો દિવસ તે લોકો માટે ખાસ રહેશે જે થોડું અલગ અથવા કંઇક નાનો ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. તમારા માટે આ સમય ખૂબ જ સારો રહેશે. થોડાં મામલે તમને લોકો પાસેથી નવા પ્રકારની સલાહ અથવા કોઇ ક્રિએટિવ પ્લાનિંગ મળી શકે છે.

કરિયરઃ- તમે એક નાનો વ્યવસાય સ્થાપિત કરી શકો છો.
લવઃ- નવા રિલેશનશિપમાં આકર્ષણ વધશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે.

-------------------------

વૃશ્ચિકઃ- The Lovers
તમારા માટે આજનો દિવસ અનેક લોકોને મળવાનો રહેશે. અનેક લોકોને તમે મળશો અને તેમની પાસેથી પ્રોત્સાહન પણ મેળવશો. આવનાર દિવસોમાં તમારે અનેક યાત્રાઓ કરવી પડી શકે છે.

કરિયરઃ- તમે વિવિધ શહેરોની યાત્રા કરી શકો છો.
લવઃ- પારિવારિક સમારોહ તમને તમારા પ્રેમ નજીક લાવશે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.

-------------------------

ધનઃ- Five of Swords
તમારા માટે આ સમય અનેક વસ્તુઓને એક્સટેન્ડ કરવા અને તેમને નવું સ્વરૂપ આપવાનો અવસર મળશે. તમારે તમારા ક્રિએટિવ આઇડિયાઝને હંમેશાં લોકો માટે ખુલ્લા રાખવા જોઇએ.

કરિયરઃ- નવા ઉપક્રમોમાં રોકાણ કરવાનો સમય છે.
લવઃ- તમારો સાથી તમને સમજશે.
સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધી કોઇ સમસ્યા થઇ શકે છે.

-------------------------

મકરઃ- Three of Wands
આજનો દિવસ તમારા માટે કામ ઉપર ફોકસ કરવાનો છે. તમને લોકો પાસેથી સારી સલાહ અને મદદ મળી શકે છે. જીવનમાં થોડી ઉન્નતિ થવાના યોગ પણ છે. તમને તમારા વરિષ્ઠ લોકો પાસેથી ખૂબ જ પ્રોત્સાહન મળશે.

કરિયરઃ- કામમાં પ્રમોશન મળી શકે છે.
લવઃ- પ્રેમીઓ માટે ડેટિંગનો સમય છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક ગતિવિધિઓને વધારવી જોઇએ.

-------------------------

કુંભઃ- The Hierophant
પ્રોફેશનલ રીતે ઉન્નતિનો માર્ગ ખુલશે. પ્રમોશન થવાના યોગ છે. વેપારમાં જે ટેન્ડર કે પ્રોજેક્ટનો થોડા સમયથી રાહ જોઈ રહ્યા હતાં તે મળી શકે. કોઈ વાતે ઊતાવળ કરશો નહીં. પૂજા-પાઠ કરવા તમારા માટે સારાં રહે. નવાં લોકોને મળવાનું થશે.

કરિયરઃ- જો કોઈ વ્યવસાય કરવા માંગતા હોવ તો તેની માટે મહેનત કરવી પડશે પરંતુ ફળ સારું મળશે અને ઝડપથી મળશે.
લવઃ- પ્રિયજનોની સાથે સમય સારો વિતશે. આજે કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે. જેની માટે તમે તૈયાર છો.
સ્વાસ્થ્યઃ- થોડા આરામથી જૂના રોગથી છુટકારો મળી શકે.

-------------------------

મીનઃ- The World
દિવસ આજે મિશ્રફળદાયી રહેશે. કરિયર કે પર્સનલ લાઈફની પરેશાનીનો ઝડપથી ઉકેલ આવશે. તમારા મનમાં કોઈ નકારાત્મક ભાવ આવવા દેશો નહીં. કામમાં પૂર્ણ ફોકસ રાખો. વ્યવસાય માટે આજનો દિવસ ખાસ રહેશે. તેનો ફાયદો ઊઠાવો.

કરિયરઃ- ઓફિસમાં નેગેટિવિટીભર્યા વાતાવરણને લઇને નિરાશ થશો નહીં.
લવઃ- આજે સંબંધોને લગતો કોઈ નિર્ણય ન લો, યોગ્ય સમયની રાહ જુઓ.
સ્વાસ્થ્યઃ- પોતાની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારો.

X
daily Tarot predictions of 15 February 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી