તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારના દિવસે વૃશ્ચિક જાતકોને નવા અવસર મળશે, આર્થિક નુકસાન થવાની સંભાવના છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 14 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Ten of Wands
આજના દિવસે તમને કિસ્મતનો સાથ મળશે. લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યો આ સમયે પૂર્ણ થશે. તમને તમારી યોગ્યતા પ્રમાણે જવાબદારી મળી શકે છે. જીવનમાં અસંતોષની ભાવના રહેશે.

કરિયરઃ- થોડાં લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે.
લવઃ- જીવનસાથી અથવા પ્રેમી સાથે વિવાદ થઇ શેક છે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની ફરિયાદ રહેશે.
-------------

વૃષભઃ- Seven of Cups
આજનો દિવસ તમારા માટે મુશ્કેલીભર્યો રહી શકે છે. તમને પર્સનલ લાઇફમાં થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કાર્ય સંબંધિત કોઇ સારા સમાચાર મળવાના અણસાર છે, જેનાથી તમારા કામ પૂર્ણ થશે. 

કરિયરઃ- થોડાં લોકો માટે જોબમાં પરેશાની આવી શકે છે.
લવઃ- કુંવારા લોકો માટે આજનો દિવસ ફળદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- બિમારીથી પરેશાન થઇ શકો છો.
-------------

મિથુનઃ- The Sun
આજનો દિવસ તમારા માટે સામાજિક મેલજોલ અને કાર્યોમાં સક્રિય રહેવાનો છે. કોઇ કામના કારણે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્ર સંબંધિત નિર્ણય લેતાં પહેલાં વિચાર કરી લેવો.

કરિયરઃ- આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સામાન્ય રહેશે.
લવઃ- સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવાની સમસ્યા રહેશે.
-------------

કર્કઃ- The Chariot
આજના દિવસે પરિસ્થિતિ તમારી અનુકૂળ નહીં રહે. બદલતી પરિસ્થિતિની સાથે તમે ઢળો. તમારી આસ-પાસ જો કંઈક સારું થઈ રહ્યું હોય જેની તમે અનદેખી કરી રહ્યા હોવ તો તમારી આંખો ખુલશો નહીં તો ઘણું મોડું થઈ જશે અને તમારું નુકસાન થઈ શકે છે. વાતાવરણ પ્રત્યે સચેત રહો. કોઈ નજીકના મિત્ર કે સંબંધી પર એટલો ભરેસો ન કરો કે તમારે નિરાશ થવું પડે.

કરિયરઃ- જો ઓફિસમાં કોઈ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી હોયતો તેનો ઝડપથી ઉકેલ મળશે. રોકાયેલાં કામ પૂરાં થાય.
લવઃ- કોઈ વાતે વધુ પરેશાન ન થશો, તેને એક નવા દ્રષ્ટિકોણથી જોશો તો તેનાથી ઘણું શીખવા મળશે. કોઈને દિલ દુભાવ્યું હોય તો તેને માફ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે. માછલીઓને ભોજન નાંખો.
-------------

સિંહઃ- The Hierophant
આજનો દિવસ ઊર્જાપૂર્ણ રહેશે. આજે લોકો સાથે મળવાનું થશે. જેને લીધે ઓફિસમાં અને અંગત જીવનમાં આગળના દ્વાર ખુલશે. આ બધામાં પોતાની જરૂરિયાતો તરફ ધ્યાન આપો. તમે પણ એટલા જ મહત્વપૂર્ણ છો જેટલા બીજા. પોતાના મનનો અવાજ સાંભળો. તમને કોઈ વાત યોગ્ય ન લાગે તો તે માનવી જરૂરી નથી.

કરિયરઃ- પોતાના વેતન અને પોતાની પ્રતિષ્ઠાને લઈને કોઈ સમજૂતી ન કરો. નોકરીમાં પદોન્નતિના યોગ છે.
લવઃ- આજે કોઈ એવા વ્યક્તિ સાથે મળવાનું થઈ શકે જેનાથી ભવિષ્યમાં સારા સંબંધો બનશે. કુંવારા લોકો માટે આજે દિવસ સારો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહે. પેટને લગતી પરેશાની રહે. તમારી દિનચર્યા સારી રાખો. તેનાથી લાભ થશે.
-------------

કન્યાઃ- The Fool
આજનો દિવસે કોઈ વાતને લીધે તણાવ રહેશે. બીજાની વાતોથી એટલા પ્રભાવિત ન થશો કે તમારા નિર્ણયો ખોટા લાગે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. તણાવ માટે કોઈ એક્સપર્ટ કે કાઉન્સેલરને જરૂર મળો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હંસમુખ મિજાજથી બધી પરેશાનીઓ ઝડપથી હલ થઈ જશે. માંગવાથી આસાનીથી મદદ મળી જશે.

કરિયરઃ- ઓફિસમાં આજે બોસ કે સહકર્મિઓની વાતોથી વધુ પ્રભાવિત ન થશો નહીં તો તેનાથી તમારી કાર્યકુશળતામાં ખોટ આવી શકે છે જેનાથી તમારું નુકસાન થઈ શકે છે.
લવઃ- સંબંધોમાં તમારા આત્મસન્માન સાથે કોઈ સમજૂતી ન કરો. કોઈની વાતોમાં આવીને નિર્ણય ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો ટેસ્ટ રિપોર્ટ અનુકૂળ ન હોય તો કોઈ બીજા ડોક્ટર પાસે એકવાર જરૂર સલાહ લો.
-------------

તુલાઃ- The Devil
કોઈની વાતોમાં ન આવો, કોઈ બીજાની વાત પર સમજી-વિચારીને જ ભરોસો કરો નહીં તો દગો થઈ શકે છે. તમારા કામમાં ફોકસ રાખો અને તમારું કામ ઈમાનદારીથી કરતાં રહો, તમારે કોઈ વાતથી વિચલિત થવાની જરૂર નથી. પરિસ્થિતિનો સમયની સાથે હલ મળી જશે.

કરિયરઃ- ઓફિસમાં આજે તમારા કામ પર ફોકસ રાખો. કોઈની વાતોથી પ્રભાવિત ન થશો.
લવઃ- પ્રિયજનોની સાથે કોઈ વાતેને લઈને અનબનાવ થઈ શકે જેને લીધે સંબંધોમાં કડવાશ આવી શકે.
સ્વાસ્થ્યઃ- કોઈપણ લક્ષણની અનદેખી ન કરો નહીં તો તે ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે.
-------------

વૃશ્ચિકઃ- Six of Wands
દિવસ તમારી માટે નવી તકો લઈને આવશે. આજે મનમાં એક નવી ઊર્જા બની રહેશે, તેને યોગ્ય દિશામાં લગાવો તો સફળતા મળશે. આજે તમારું કામ સમયસર કરો, આજે કોઈ પ્રકારે ટાળમટોળ ન કરો નહીં તો તે તમને ભારે પડી શકે છે. આવેલી તકો હાથમાં આવશે. વ્યવસાયમાં સારો દિવસ છે. પરંતુ સાવધાનીથી રાખવીપડશે, આર્થિક નુકસાન થઈ શકે.

કરિયરઃ- ઓફિસમાં આજનો દિવસ લાભદાયી રહેશે. જે ટેન્ડર માટે તમે પરેશાન હતા, તે તમને આજે મળી શકે.
લવઃ- લગ્નને લગતા મામલાઓમાં નિર્ણય લેવામાં ઊતાવળ ન કરો, પરંતુ તેમાં ટાળશો પણ નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે શરૂ કરેલ વ્યાયામ લાભદાયી રહેશે.
-------------

ધનઃ- Two of Cups
આજનો દિવસ પરેશાનીભર્યો રહેશે. ભવિષ્ય માટે આજે કોઈ યોજના ન બનાવો નહીં તો પાછળથી તેમાં ફેરફાર કરવો પડી શકે. આજે જૂની ભૂલોને લીધે પરેશાનીઓ સહન કરવી પડશે. કોઈની વાત દિલ પર ન લગાવો નહીં તો તેનાથી તમારો અહં વધી શકે છે નહીં તો નુકસાનદાયી સાબિત થઈ શકે છે. પોતાની ભૂલો સ્વીકાર કરો, તેને નકારવાને બદલે તેનાથી શીખ લો.

કરિયરઃ- પરિસ્થિતિ પ્રતિકૂળ રહી શકે છે. આજે તમે સંયમમાં રહો. તમે પરિસ્થિતિ પ્રમાણે ઢળો.
લવઃ- પ્રિયજનની સાથે કોઈ વાતે તણાવ થઈ શકે છે. આજે તમારો સ્વભાવ અડગ ન રાખો, પોતાના પ્રિયજનના દ્રષ્ટિકોણને સમજવા પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- આજે સ્ફટિક ક્રિસ્ટલ ધારણ કરવાથી લાભ થશે.
-------------

મકરઃ- Five of Swords
આજે તમને દૂર સ્થાનો અથવા વિદેશથી કોઇ નિરાશાજનક સૂચના મળી શકે છે. તમારે તમારી સ્થિતિને સુરક્ષિત કરવાની જરૂર છે. ખાન-પનની વસ્તુઓને યોગ્ય રીતે તપાસી લો. 

કરિયરઃ- કોઇ ગેરસમજ ઓફિસનું વાતાવરણ ખરાબ કરી શકે છે.
લવઃ- સંબંધોમાં નવીનતા આવશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખો.
-------------

કુંભઃ- The Moon
આજનો દિવસ તમારા માટે થોડો હળવો રહેશે. કોઇ નજીકના મિત્ર સાથે ફરવા જવાનો અવસર મળશે. તમારે થોડી વાતોમાં સાવધાની રાખવી પડી શકે છે. 

કરિયરઃ- પ્રમોશન કે રાજનીતિ, આ બંનેમાંથી કોઇ એક ઉપર ધ્યાન આપવું.
લવઃ- મિત્રો અને પરિવાર સાથે ફરવા જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- આજે થાક અને તણાવ ઉત્પન્ન થશે.
-------------

મીનઃ- Strength
આજનો દિવસ તમારા માટે પારિવારિક પરિસ્થિતિઓ સાથે તાલમેલ જાળવવાનો છે. પરિવારમાં કોઇ મામલે મુશ્કેલી આવી શકે છે. વિદેશથી કોઇ મહેમાન આવી શકે છે.

કરિયરઃ- તમને દરેક જગ્યાએથી સપોર્ટ મળશે.
લવઃ- સંબંધો માટે સમય ખૂબ જ સારો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો પસાર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો