તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Daily Tarot Predictions Of 14 February 2020, Shila M Bajaj

શુક્રવારનો દિવસ મેષ જાતકો માટે શુભ રહેશે, કુંભ રાશિના લોકોએ દિવસનો સંપૂર્ણ લાભ ઉઠાવવો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Hermit
આજે તમારું મન કામમાં લાગશે નહીં. તમારા જીવનની દિશાને લઇને મનમાં થોડું અસમંજસ બની રહેશે. તમારામાં ભરપૂર યોગ્યતા હોવા છતાં પણ તમે તમારું કૌશલ્ય સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકશો નહીં. જેના કારણે મનમાં અસંતોષની ભાવના રહેશે. તમારા થોડો સપના હોય તો તેને પૂર્ણ કરવા માટે આજે કોઇ પગલું અવશ્ય ભરો.

કરિયરઃ- તમે તમારો વેપાર શરૂ કરવા માંગો છો તો આ સમય યોગ્ય છે.
લવઃ- તમે તમારા પરિવારને તમારી જરૂરિયાતો વિશે સમજાવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
----------------

વૃષભઃ- The Devil
કોઇ ગ્રુપ એક્ટિવિટીમાં ભાગ લેવાથી મન લાગશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને કોઇ ઉત્સવ ઉજવવાનો અવસર મળશે. આજે તમારી ઊર્જા ખૂબ જ સક્રિય બની રહેશે જેના કારણે તમારું કામ જલ્દી બનશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે બોસ તરફથી તમારા વખાણ થશે.
લવઃ- પ્રિયજન સાથે સારો સમય વિતાવવાનો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
----------------

મિથુનઃ- The Moon
મેડિટેશન, યોગ અને પ્રાણાયામ તમારી માટે લાભદાયી રહેશે. જે પરિસ્થિતિને તમે ટાળવા પ્રયાસ કરો છો તેનો સામનો જેટલો જલદી થશે એટલું જ તમારી માટે લાભદાયી રહેશે અને તણાવ પણ દૂર થશે. નેગેટિવ વિચારોથી બચો, કોઈ એક્સપર્ટ કે કાઉન્સેલરને મળો. જૂની વાતોથી વર્તમાન ખરાબ ન કરો.

કરિયરઃ- ઓફિસમાં કોઈ નિર્ણયને લઈને દુવિધામાં હોવ તો કોઈની સલાહ જરૂર લો.
લવઃ- સંબંધોમાં આજે કોઈપણ નિર્ણય ભાવુકતામાં આવીને ન લો, કોઈની સલાહ જરૂર લો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચિંતાઓને લીધે સ્વાસ્થ્ય પર અસર ન થવા દો.
----------------

કર્કઃ- Five of Pentacles
ખોટ છે તો તમારા આત્મવિશ્વાસની બાકી દિવસ સારો છે. ભવિષ્યની ચિંતામાં વર્તમાન ખરાબ ન કરો. ભવિષ્યની વધુ ચિંતા કરો છો તેની પાછળનું કારણ એ છે કે તમને ભગવાન પર ભરોસો નથી, પણ તે સદાય તમારું ધ્યાન રાખશે. નકામી ચિંતાઓને લીધે મનમાં તણાવ વધશે અને કામમાં ફોકસ નહીં રહે. પોતાના વિચારો પર કંટ્રોલ કરો.

કરિયરઃ- ઓફિસમાં ભવિષ્યની ચિંતાઓમાં આજે એટલા ખોવાઈ ન જાઓ કે આજની જવાબદારીઓ, કામને ટાળી દો.
લવઃ- સહનશીલતા સંબંધોને સુંદર બનાવી રાખવા માટે એક મહત્વનો ગુણ છે. પોતાની પરેશાનીઓને લીધે પોતાની કુંઠા પરિવાર પર ન ઢાલવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તણાવથી બચો નહીં તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે. મેડિટેશન કરો.
----------------

સિંહઃ- Six of Swords
આજનો દિવસ રચનાત્મક ઊર્જાવાળો રહેશે. તેને યોગ્ય દિશામાં વાળશો તો લાભ થશે. આજે પ્રયાસોનું પરિણામ લાવવા પ્રયાસ કરો. ધૈર્ય અને સંયમથી કામ લો.ધનલાભના યોગ છે. પોતાના વ્યવહારને સંયમિત રાખો.

કરિયરઃ- પોતાનો વેપાર વ્યવસાય શરૂ કરવા માટે આજે દિવસ સારો છે.
લવઃ- ઘરમાં કોઈ નવા સદસ્યનું આગમન થઈ શકે. પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે થોડો સમય કાઢો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
----------------

કન્યાઃ- Justice
તમારી અંદર ઊર્જા વધુ રહેશે, પરંતુ તેને યોગ્ય દિશામાં નથી વાળી રહ્યા. તેને લીધે મનમાં કોઈ તણાવ રહે. તક ન મળતી હોય ત્યારે તકો બનાવવાનો પ્રયાસ કરો. આજે નવી શરૂઆત કરવા માટે સારો દિવસ છે. કોઈ નવી યોજના બનાવો પરંતુ તેની ઉપર કામ કરવાની જરૂર છે.

કરિયર- ઓફિસમાં કોઈ સારી તકો મળશે. નોકરી શોધી રહ્યા હોવ તો આજે સફળતા મળવાના ચાન્સ છે.
લવ- સંબંધોમાં કોઈપણ વાતે ચિંતા ન કરશો, પરિસ્થિતિ ઝડપથી સુધરી જશે.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે. ઊર્જાની ખોટ નથી તેને યોગ્ય દિશામાં વાળો.
----------------

તુલાઃ- Ten of Cups
આજનો દિવસ જો કોઇ વ્યક્તિના ખરાબ વ્યવહારના કારણે તમને ઠેસ પહોંચી છે, તો તેને માફ કરી દો. માફીનો અર્થ છે કે તમારા મનમાં કોઇ કડવાશ રાખવી નહીં. પરંતુ જેણે તમને ઠેસ પહોંચાડી છે તેનાથી સાવધાન રહો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમને નવા આઇડિયાઝ આવશે.
લવઃ- સોલમેટ સાથે મળવાનું થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
----------------

વૃશ્ચિકઃ- Queen of Pentacles
જો કોઇ રોગ સામે લડી રહ્યા છો તો તેની સાથે સંબંધિત ભાવ જેમ કે, ગુસ્સો, ભય, નિરાશા વગેરેનો ઇલાજ કરવાથી જલ્દી જ લાભ મળશે. પોઝિટિવ વિચાર ધરાવો. કામમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલી રહેલાં પ્રોજેક્ટ સંપન્ન થશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે.
લવઃ- પ્રિયજન સાથે સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
----------------

ધનઃ- Five of Swords
આજે સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે તમારે નિરંતર પ્રયાસ કરવાની જરૂર છે. પરિસ્થિતિમાં જો કોઇ પરેશાની હશે તો તેનો જલ્દી જ ઉકેલ મળી જશે. તમારા મનમાં કોઇ નેગેટિવ ભાવ રાખશો નહીં. કામમાં સંપૂર્ણ ફોકસ જાળવી રાખો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારા આસપાસના વાતાવરણની નેગેટિવિટીના કારણે નિરાશ થવું નહીં.
લવઃ- આજે તમારા સંબંધને લઇને કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારો.
----------------

મકરઃ- The Chariot
તમારી અંદર કોઇ ખોટ નથી. તમારી માટે પણ થોડો સમય કાઢો. આજનો દિવસ ફળદાયક પણ સાબિત થઇ શકે છે. જીવનમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેને અપનાવામાં કોઇ સંકોચ કરશો નહીં. તમારી યોગ્યતા ઉપર શંકા કરશો નહીં. 

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમને દરેક સંસાધન સરળતાથી મળી શકશે.
લવઃ- કોઇ વ્યક્તિ ઉપર હંમેશાં નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેક તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ રોગથી પરેશાન હોવ તો સારા ડોક્ટરની સલાહ લો.
----------------

કુંભઃ- The Lovers
દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે. જે કામ માટે તમે રાહ જોઇ રહ્યા હતાં તેમાં થોડું મોડું થઇ શકે છે. આજે રવિવારનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આરામ કરો. આજે તમે તમારી માટે થોડો સમય કાઢો. 

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો.
લવઃ- આજે કુંવારા લોકોએ કોઇની સલાહ લેવી નહીં.
સ્વાસ્થ્યઃ- રોગથી છુટકારો મેળવવા માટે મહેનત કરવી પડશે.
----------------

મીનઃ- The Hierophant
કોઇ નવો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. તમારી યોગ્યતા ઉપર તમે વિશ્વાસ રાખો. કોઇપણ વાતને લઇને એટલાં પ્રભાવિત થવું નહીં. તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આજે કોઇ રોમેન્ટિક સંબંધની શરૂઆત થઇ શકે છે.

કરિયરઃ- નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળશે.
લવઃ- પ્રિયજન સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતા કરશો નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો