તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારે કુંભ જાતકોને ભાગ્યનો સાથ મળશે, મીન રાશિના લોકોને પાર્ટનરશિપની ઓફર મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ સોમવાર, 13 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Ten of Cups
આજનો દિવસ કરિયરના મામલે સફળતા મળવાનો સંકેત કરી રહ્યો છે. લાંબા સમયગાળાથી અટકાયેલી કોઇ ઓફર આજે સ્વીકારવામાં આવી શકે છે. કોઇ જૂની યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે.

કરિયરઃ- વ્યાવસાયિક સોદા ઉપર આજે હસ્તાક્ષર થશે.
લવઃ- તમારો સાથી તમારી આસપાસ રહેવાનું પસંદ કરે છે.
સ્વાસ્થ્યઃ- ભારે કામમાં સાવધાની જાળવવી.

વૃષભઃ- Four of Swords
આજે નક્ષત્રોનો સાથ ઓછો મળશે. થોડાં મામલે તમને નિરાશા મળી શકે છે. તમારે અન્ય કાર્યોને સાઇડ લાઇન કરીને તમારા મૂળ કામ ઉપર ફોકસ કરવું જોઇએ. આજે કોઇ મામલે તમારે પાછળ રહેવું નહીં.

કરિયરઃ- આજે તમારે વધારે મહેનત કરવી પડશે.
લવઃ- તમારા સાથી સાથે કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસની અસર થઇ શકે છે.

મિથુનઃ- Strength
આજે થોડાં મિત્રોની સલાહ અથવા સહયોગથી ઉન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. તમારે બધાની વાતો સાંભળવાની આદત રાખવી પડશે. જે તમારા ભવિષ્ય માટે સારું રહેશે. થોડાં લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. 

કરિયરઃ- સાથી પાસેથી મળેલાં ફિડબેક મદદગાર સાબિત થશે.
લવઃ- સંબંધોના કારણે નિરાશા અનુભવશો.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.

કર્કઃ- The Star
આજનો દિવસ તમારા માટે ક્રિએટિવ આઇડિયાઝથી ધનલાભ કમાવાનો છે. થોડાં લોકોને તેમના કામ માટે પ્રસિદ્ધિ અને પુરસ્કાર પણ મળી શકે છે. આજે તમારી ક્રિએટિવિટીને નક્ષત્રોનો સાથ મળી શકે છે.

કરિયરઃ- ફેશન ડિઝાઇનમાં લાભ કમાઇ શકો છો.
લવઃ- પ્રેમી અને તમારા મિત્રો સાથે બહાર જાવ.
સ્વાસ્થ્યઃ- આજે કામના દબાવ અને તણાવથી બચવું પડશે.

સિંહઃ- The Fool
આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને હોલ્ડ ઉપર રાખવાનો છે. ઉતાવળ તમારા કામને ખરાબ કરી શકે છે અથવા મનગમતા પરિણામ મળવાની સંભાવના ઓછી છે. આજે કોઇ બાબતને લઇને ઉતાવળમાં નિર્ણય લેવો નહીં.

કરિયરઃ- તમે ધીમે-ધીમે બધા કાર્યો પૂર્ણ કરશો.
લવઃ- તમારા પ્રેમી વિશે પરિવારને જણાવવાનો સમય છે.
સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.

કન્યાઃ- Knight of Wands
આજનો દિવસ તમારા માટે લાભ કમાવાનો અને તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવાનો છે. થોડાં લોકોને બિઝનેસમાં અનેક પ્રકારના લાભ મળી શકે છે. આજે અનેક વસ્તુઓને એકસાથે આગળ વધારી શકાય છે.

કરિયરઃ- તમે કપડાનો ધંધો શરૂ કરી શકો છો.
લવઃ- તમારા સંબંધને એક અલગ સ્તરે લઇ જવા માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- એલર્જીના કારણે શરદી અથવા ઉધરસ થઇ શકે છે.

તુલાઃ- Four of Pentacles
આજે તમે તમારા માટે થોડાં લાભ કમાવાની યોજનાઓ અને રોકાણની રીત ઉપર વિચાર કરી શકો છો. શેર અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. તમે તમારા આસપાસના લોકો પાસેથી આ વિશે સંકેત મળી શકે છે.

કરિયરઃ- ધન પ્રાપ્તિની સંભાવના ઓછી છે.
લવઃ- સંબંધને ગાઢ બનાવવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- તમારે સિઝનલ બિમારીનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિકઃ- Temperance
આજે તમારો સ્વભાવ થોડો ચિડીયો થઇ શકે છે. થોડાં લોકોની વાતે તમને આઘાત પહોંચાડી શકે છે અથવા કોઇ વ્યક્તિ સાથે તમારે વિવાદ થઇ શકે છે. કોઇપણ મામલે તમારે ગુસ્સો કે ઉતાવળમાં નિર્ણય લેવો જોઇએ નહીં.

કરિયરઃ- તમે કોઇ હોટલમાં રોકાણ કરી શકો છો.
લવઃ- તમારો સાથી તમારી સમસ્યાને ઉકેલવા માટે તમારા આત્મવિસ્વાસ અને ક્ષમતાને પસંદ કરે છે.
સ્વાસ્થ્યઃ- તણાવ અને અનિદ્રા જેવી પરેશાની થઇ શકે છે.

ધનઃ- The Emperor
આજે તમારે થોડો લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કોઇ મામલે તમને મુંજવણ થશે. જેનો ઉકેલ લાવવામાં આખો દિવસ પસાર થશે. તમારે આ દરમિયાન થોડાં લોકોથી સાવધાન રહેવું પડશે. 

કરિયરઃ- તમારા પાર્ટનરને કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે.
લવઃ- તમારા પ્રેમી સાથે યાત્રાની યોજના બનાવો.
સ્વાસ્થ્યઃ- ઘૂટણની સમસ્યા થઇ શકે છે.

મકરઃ- The Hermit
આજે તમને તમારા ભવિષ્યને લઇને ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. પરિસ્થિતિમાં ઝડપથી બદલાવ આવી શકે છે અથવા તમે તમારી આસપાસની વસ્તુઓમાં ખૂબ જ પરિવર્તન અનુભવ કરી શકો છો.

કરિયરઃ- તમે કરિયરમાં બદલાવ ઉપર વિચાર કરી શકો છો.
લવઃ- તમારો પ્રેમી તમારી પાસેથી ઘણું શીખી રહ્યો છે.
સ્વાસ્થ્યઃ- મોઢાની કોઇ સમસ્યા તમારો દિવસ ખરાબ કરી શકે છે.

કુંભઃ- The World
આજે તમને અનેક મામલે ભાગ્યનો સાથ મળી શકે છે. થોડાં લોકો તમને તમારી સફળતાનો શ્રેય પણ આપશે અને તમારી કાર્યશૈલીને પસંદ પણ કરશે. કોઇ ઈનામ પણ મળી શકે છે. આજે તમે અન્ય લોકોને તેમના કરિયરમાં મદદ પણ કરી શકો છો.

કરિયરઃ- કોઇ મોટું કામ તમને મળી શકે છે.
લવઃ- સાથીને તેના સપના પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપો.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બિમારી પરેશાન કરી શકે છે.

મીનઃ-Two of Swords
આજનો દિવસ હળી-મળીને કામ કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. તમને પાર્ટનરશિપ માટે ઓફર મળી શકે છે. કોઇપણ પરિસ્થિતિમાં તમારા પરિજનો અથવા પ્રિયજનોની અદેખી કરશો નહીં.

કરિયરઃ- નવા બિઝનેસને લઇને તમે ખૂબ જ ઉત્સાહી રહેશો.
લવઃ- તમારા સાથીને પ્રેમ અને દેખરેખ આપો.
સ્વાસ્થ્યઃ- હેલ્ધી ભોજન કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો