ગુરૂવારનો દિવસ બારેય રાશિ માટે કેવો રહેશે? કઇ રાશિના જાતકોને સફળતા મળશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 13 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Fool
આજે મેડિટેશન અને આધ્માત્મિક સાધનો સાથે કોઇ શારીરિક કસરત કરવી. પ્રોફેશનલ રીતે આજે થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ અંગત જીવનમાં તમારી ભાવનાત્મકતાના કારણે તમે કોઇ મોટા તણાવથી બચી શકો છો. આજે તમે તમારા માટે થોડો સમય કાઢી શકશો અને તમારી દેખભાળ કરો.

કરિયરઃ- આજે સરળતાથી કરી શકતાં હોવ તેટલું જ કામ કરવું.
લવઃ- લોકોને તેમની ખામીઓ સાથે સ્વીકાર કરવાં.
સ્વાસ્થ્યઃ- દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું.
--------------------------

વૃષભઃ- Two of Pentacles
અસંતોષ અને પરેશાની બની રહેશે. પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યા છે, તેની સાથે તમે તમારી જાતને પણ બદલવાનો પ્રયાસ કરો. તમારો વિચિત્ર સ્વભાવ તમારું જ નુકસાન કરશે. સંબંધોમાં પણ બીજાનો દ્રષ્ટિકોણ જોવાનો પ્રયાસ કરો. પ્રેમી કે પ્રેમિકા આજે કોઇ વાત ઉપર ઝગડો કરી શકે છે.

કરિયરઃ- તમારા આવા વ્યવહારથી તમે કોઇ મહત્વપૂર્ણ ડીલથી વંચિત રહી જશો.
લવઃ- પ્રિયજન સાથે આજે નરમ વ્યવહાર રાખવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

મિથુનઃ- Six of Swords
આજે કોઇની સલાહ લીધા વિના નિર્ણય લેશો તો તમારે પછતાવું પડી શકે છે. પરેશાનીનો જલ્દી ઉકેલ આવશે. અસમંજસની સ્થિતિ ઊભી થઇ શકે છે. કોઇ નિષ્ણાતની સલાહ લેવી. કોઇ જૂના જાણકાર સાથે મુલાકાત થઇ શકે છે. આજે તમને કોઇ નવો અવસર મળશે.

કરિયરઃ- આજે કામમાં મન લાગશે નહીં.
લવઃ- સંબંધોમાં નિર્ણય લેવામાં દુવિધા થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

કર્કઃ- The Chariot
કોઇ જરૂરી કામની ડેડલાઇન પૂરી કરવામાં પરેશાની થઇ શકે છે. દુવિધાઓમાં નિર્ણય લેવો નહીં. પરિસ્થિતિ અનુકૂળ થાય તેની રાહ જુઓ. આજે વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડી શકે છે. કોઇ વ્યક્તિ માટે ભાવના હોય તો તેને જરૂર વ્યક્ત કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં કોઇ નિર્ણયને લઇને દુવિધામાં રહેશો.
લવઃ- આજે તમે પરિસ્થિતિથી બચવાની કોશિશ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

સિંહઃ- Temperance
જૂના રોકાણથી લાભ અને જૂની પરેશાનીઓનો ઉકેલ જલ્દી જ મળશે. જીવનમાં ઉન્નતિ કરવા માંગો છો અને લક્ષ્ય પણ વિચારી રાખ્યું છે. પરંતુ મહેનતમાં ઉણપ હોવાના કારણે અનેકવાર નિરાશ થવું પડી શકે છે. જલ્દી જ તમારી મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.

કરિયરઃ- આજના દિવસે કામનો ભાર વધારે રહેશે.
લવઃ- પ્રેમી વ્યક્તિ પાસેથી આશા હોવી જોઇએ પરંતુ થોડું રિયલિસ્ટિક પણ હોવું જોઇએ.
સ્વાસ્થ્યઃ- આજે શરદી અને ઉધરસથી તમારે બચીને રહેવું.
--------------------------

કન્યાઃ- The World
જૂની યાદોમાં ખોવાઇ રહેવાને બદલે વર્તમાનમાં જીવો. તમને નવા અવસર મળી રહ્યા છે. તમારા જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક રૂપથી તમારી વૃદ્ધિ થશે. કોઇની વાતથી જો તમે હજી નિરાશ થો તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામમાં તમારું ફોકસ જાળવી રાખો.
લવઃ- પરિવારની સાથે આજે તમે સમય વિતાવશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

તુલાઃ- The Hermit
આજના દિવસે પરિસ્થિતિ સામાન્ય બની રહેશે. આજે તમારે બીજાની વાતોમાં આવવું નહીં. તમારે તમારી સમજણથી જ કામ કરવું. કોઇ અન્ય વ્યક્તિની સલાહ તમારી માટે લાભકારી રહેશે તે જરૂરી નથી. આજે મેડિટેશન વગેરે ક્રિયાઓમાં થોડો સમય વિતાવો.

કરિયરઃ- આજ કામમાં ફોકસ જાળવી રાખવું.
લવઃ- સંબંધોમાં આજે તણાવ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

વૃશ્ચિકઃ- Page of Swords
કોઇ વાતના કારણે તણાવમાં રહેશો. બીજાની વાતોથી એટલું પ્રભાવિત રહેવું નહીં. આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં. તણાવ માટે કોઇ નિષ્ણાત કે કાઉન્સલરને જરૂર મળો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે બોસ અથવા સહકર્મીઓની વાતોથી વધારે પ્રભાવિત થવું નહીં.
લવઃ- કોઇની વાતોમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

ધનઃ- The Empress
મિત્રો અને સંબંધીઓને મળવામાં દિવસ વિતશે. વેપારમાં નવા અવસર મળશે. આત્મવિશ્વાસમાં ઘટાડો આવવા દેવો નહીં. નિર્ણય લેતાં પહેલાં એકવાર વડીલોની સલાહ લેવી. ઉન્નતિના યોગ છે. આજે ધનલાભના અવસર પણ તમને મળશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે નવા અવસર મળશે.
લવઃ- આજે કોઇ સામાજિક મેલજોલમાં નવા વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------

મકરઃ- Two of Cups
કામ સમયે પૂર્ણ થશે. જો કોઇ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારી રીતે તપાસ કરીને જ કોઇ નિર્ણય લેવો. કોઇ સજ્જનને મળવાનો અવસર મળશે. જેના દ્વારા તમારા વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવશે. આજનો દિવસ મનમાં થોડી ચિંતાઓ બની રહેશે.

કરિયરઃ- તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો.
લવઃ- સંબંધોમાં કોઇ કમી આવવા દેવી નહીં, માત્ર તમારા વિચારોને બદલો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
--------------------------

કુંભઃ- Nine of Wands
દિવસ સામાન્ય રહેશે. કોઇ વાતને લઇને ચિંતા બની રહેશે. તેનો જલ્દી જ ઉકેલ મળશે. આજે તમારા કામમાં ફોકસ સારું બની રહેશે. તમારા વેપારમાં ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. મનમાં કોઇપણ પ્રકારનો ભય હોય તો તે દૂર કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે મહેનત કરવી પડશે.
લવઃ- પ્રિયજનોની સાથે આજે થોડો સમય વિતાવવાનો પ્રયત્ન કરો.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર આજે ધ્યાન આપવું.
--------------------------

મીનઃ- Nine of Wands
આજનો દિવસ તમારી માટે લાભદાયક અને સુખદ રહેશે. જીવનમાં જે અવસરની શોધમાં તમે છો, તે તમને જલ્દી મળશે. તમારા વિચારોને આજે તમારે પોઝિટિવ રાખવાં. પારિવારિક મેલજોલ માટે દિવસ સારો છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં ખોટી ચિંતાઓ કરવી નહીં.
લવઃ- કોઇ વાતને હ્રદયમાં રાખવી નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...