ટેરો રાશિફળ / રવિવારે વૃષભ જાતકો પરેશાન રહેશે, વૃશ્ચિક રાશિના લોકોનો દિવસ સામાજિક મેલજોલમાં વિતશે

daily Tarot predictions of 12 January 2020, Shila M Bajaj

Divyabhaskar.com

Jan 12, 2020, 11:00 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ રવિવાર, 12 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Six of Pentacles
દિવસ થોડાં અકસ્માત બદલાવ અથવા ઘટનાભર્યો રહી શકે છે. જો કોઇ પ્રકારનો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારી માટે યોગ્ય છે. તમારે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર પગલાં ભરવા પડી શકે છે. શરૂઆતમાં તેમાં થોડી પરેશાની આવશે પરંતુ તે તમારા ભવિષ્ય માટે લાભકારી રહેશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે નોકરી મળવાના અણસાર છે.
લવઃ- પરિવારજનો સાથે સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------

વૃષભઃ- Five of Wands
દિવસ થોડી પરેશાનીઓ ભર્યો રહી શકે છે. કોઇ વાતની ચિંતા કરવાની જગ્યાએ તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. બધું જ જાણતાં હોવા છતાં ચૂપ રહેશો નહીં. આજે અંગત જીવન સાથે સંબંધિત કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સલાહ લેવી.

કરિયરઃ- નોકરી શોધી રહ્યા છો તો ઇન્ટરવ્યૂમાં તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવવા દેશો નહીં.
લવઃ- પ્રિયજન સાથે તમારી વાત વ્યક્ત કરવામાં ગભરાશો નહીં.
સ્વાસ્થ્યઃ- સારા સ્વાસ્થ્ય માટે તમારા ભાવ અને વિચારોને ખુલીને વ્યક્ત કરો.

----------------------

મિથુનઃ- Two of Swords
જૂના અટકાયેલાં કાર્યો બનશે. આજનો દિવસ ફળદાયક રહેશે. કોઇ ગુરૂ અથવા સમજદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમને આવનાર સમય માટે માર્ગદર્શન કરશે. આજે બાળકો સાથે થોડો સમય જરૂર વિતાવવો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમને નવા આઇડિયાઝ આવશે.
લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------------

કર્કઃ- Seven of Wands
ઘર, પરિવાર અને હાલની સ્થિતિ પર ધ્યાન આપો. કામ અને પારિવારિક જીવન વચ્ચે સંઘર્ષ થશે. કંઈ પણ આયોજન પ્રમાણે થશે તેવી આશા ન રાખશો. આજે ઘણું તમારા ધાર્યાથી વિરુદ્ધ થઈ શકે. જો કોઈ આજે પોતાનો નિર્ણય લેવા માંગતા હોય તો તે ટાળી દો.

કરિયરઃ- આજે કરિયર કે જોબને લઈને તમને કોઈ સારી ખબર મળે. તમે પોતાને ભાગ્યશાળી સમજશો.
લવઃ- જીવનસાથી સાથે કોઈ મામલે તણાવ રહી શકે.
સ્વાસ્થ્યઃ- ભોજનનું ધ્યાન રાખો.

----------------------

સિંહઃ- Five of Cups
દિવસ હકારાત્મક અને આશાવાદી છે. તમે આખો દિવસ આસાનીથી ચાલતા મૂડમાં રહેશો. દિનચર્યા સારી રહે અને તમે નાણાકીય સ્થિતિઓમાં સુધારો કરવા પ્રયાસ કરશો. સામાજિક રીતે તમે સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકો.

કરિયરઃ- કાર્ય કે વ્યવસાયને લગતી યાત્રા સારી રીતે પૂરી થઈ શકે. તમને ભરપૂર લાભ મળી શકે.
લવઃ- પોતાના પ્રિયજન સાથે સમય વિતાવો. કોઈની અનદેખી થઈ શકે, જે તમારો મૂડ ખરાબ કરી શકે.
સ્વાસ્થ્યઃ- આજે રમત કે એક્સરસાઈઝના કામમાં સમય વિતાવો, સ્વાસ્થ્ય લાભ થશે.

----------------------

કન્યાઃ- The Fool

તમારે નકામી અને આત્મગ્લાનિની પ્રવૃત્તિથી બચવું જોઈએ. તમે પોતાના ઘર અને ઓફિસ માટે વસ્તુઓ ખરીદી શકો. જો યોગ્ય ઉપયોગ કરશો તો તમારી રચનાત્મક પ્રતિભા આકર્ષક સાબિત થશે. દિવસ તમારી માટે સારો સાબિત થશે. કેટલીક સારી તકો તમારી સામે આવી શકે.
કરિયરઃ- કરિયરમાં તમારી કોઈ ભૂલ થઈ શકે, જેનાથી તમારો આખો દિવસ અપરાધ-બોધ મહેસૂસ થશે. સંભાળીને રહેવું.
લવઃ- રોમાન્ટિક સંબંધ સ્થિર થશે. સાથી સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકો.
સ્વાસ્થ્યઃ- આજે આળસ અને અતિનિદ્રાથી બચવા પ્રયાસ કરો.

----------------------

તુલાઃ- Knight of Cups
જીવન અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિના અવસર મળશે, તેનો ભરપૂર લાભ ઉઠાવવો. નોકરીની શોધ કરી રહ્યા છો તો આજે સફળતા મળવાના સારા અણસાર છે પરંતુ સ્થિરતા આવવામાં થોડો સમય લાગશે.

કરિયરઃ- કોઇ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે સંસાધન સરળતાથી મળી જશે.
લવઃ- પ્રિયજન સાથે આજે થોડાં સારા ક્ષણો વિતાવવાં મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------------

વૃશ્ચિકઃ- earth
દિવસ સામાજિક મેલજોલમાં વિતશે. ઓળખાણ વધશે જે તમારી માટે લાભકારી રહેશે. આજે તમારામાં ઊર્જાની કમી રહેશે નહીં. તેને યોગ્ય દિશામાં લગાવશો તો લાભ થશે. આજે પોતાની માટે થોડો સમય અવશ્ય કાઢો.

કરિયરઃ- ધનલાભના યોગ છે.
લવઃ- લગ્ન સંબંધી નિર્ણય લેવા માટે આજનો દિવસ શુભ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------

ધનઃ- The Hierophant
કામમાં તમારું ફોકસ સારું છે. પરંતુ પરિવાર અને અંગત જીવનની જવાબદારીઓને અદેખી કરશો નહીં. કોઇ પરિવારજન સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો સારું રહેશે. આજે સામાજિક મેલજોલમાં કોઇ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જેની સાથે તમારા સંબંધ સારા બનશે.

કરિયરઃ- આજે કામમાં તમારું ફોકસ ખૂબ જ સુંદર બનેલું છે.
લવઃ- બાળકો માટે પ્રયાસ કરી રહ્યા છો તો જલ્દી જ સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------------

મકરઃ- Two of Swords

તમને તમારા કામમાં પોતાની કલ્પનાનો ઉપયોગ કરવાની ક્ષમતાથી ઘણો વધારો સંતોષ મળશે. યાત્રાના યોગ છે. એક મિશન કે કામ આજે બીજાને કઠોર મહેનત જેવી લાગશે, પરંતુ તે તમારી માટે સુખદ પડકારપૂર્ણ રહી શકે.
કરિયરઃ- પોતાની મહેનતના બળે તમે કેટલીક એવી ઉપલબ્ધિઓ મળી શકે છે, જે બીજાની માટે માત્ર કલ્પના જ હોય.
લવઃ- સપ્તાહના અંતે યાત્રાની યોજના બનાવો અને પોતાના પરિવારને સરપ્રાઇઝ આપી શકો. લવલાઈફ સુખદ રહે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં થાક અને સ્ટ્રેસ બંને વધુ રહેશે. તમારી ઊંઘની જરૂર છે.

----------------------

કુંભઃ- Four of Wands

આજનો દિવસ તણાવ અને દબાણ સાથે પસાર થશે. કોઈપણ સ્થિતિમાં તમે આ બંને મોર્ચે એકી સાથે કામ કરી શકો. તમારી માટે પોતાની ઈમેજ સુધારવાની જરૂર છે. કેટલાક મામલે દિવસ આજે તમારી ફેવરમાં છે. સિંગલ કે અવિવાહિત લોકો માટે દિવસ સારો સંકેત આપે છે.
કરિયરઃ- તમારી માટે બે સ્તરે તણાવ રહી શકે. એક પોતાના કામથી આગળ વધવા માટે અને બીજી કેટલીક બગડેલી વાતોને સુધારવાનો.
લવઃ- પ્રેમીની સાથે દિલચસ્પ વાત આજે તમને એક નવી દિશા તરફ લઈ જશે. જીવનસાથીની સાથે સારો સમય વિતશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં નબળાઈ લાગશે. પૌષ્ટિક આહાર લો અને એક્સરસાઈઝ કરો.

----------------------

મીનઃ- The Tower

આજે પારિવારિક જવાબદારીઓનો દિવસ છે. ઘરના વડીલો અને બાળકો વધુ ધ્યાન આપવાની માંગણી કરી રહ્યા છે. તમને થાક અને તણાવને લીધે કામ કરવાનું મન નહીં થાય. કોઈ મામલાને ટાળવાનો પ્રયાસ કરશો. જો શક્ય હોય તો જવાબદારીઓ એટલી ન લો, જેટલી તમે પૂરી ન કરી શકો.

કરિયરઃ- હવે તમે લાંબા સમયથી કઠોર મહેનત કરી રહ્યા છો, એટલા માટે જો શક્ય હોય તો થોડો આરામ કરો.
લવઃ- તમારે કોઈ ખાસ વ્યક્તિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ- યોગ કરવા માટે સમય ફાળવવાની જરૂર છે.

X
daily Tarot predictions of 12 January 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી