ટેરો રાશિફળ / બુધવારે સિંહ જાતકો ખોટી પરેશાનીઓથી ઘેરાયેલાં રહેશે, ધન રાશિના લોકો દુવિધામાં રહેશે

daily Tarot predictions of 12 February 2020, Shila M Bajaj

Divyabhaskar.com

Feb 11, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Nine of Swords
આજે જૂના વિવાદો કે જૂની પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. કેટલીક જૂની વાતો તમને ભૂલવી પડશે કે માફ કરવી પડશે. આજે તમારું કામમાં સારું ફોકલ છે, તેનો ઉપયોગ પોતાનું કામ કરવામાં કરો. પોતાના વેપાર-વ્યવસાય વિશે ગંભીરતાથી વિચાર કરો.

કરિયરઃ- ઓફિસમાં આજે મહેનત કરવી પડશે ત્યારે ફળ મળશે. નોકરી બદલવાની તક મળી શકે છે જે તમારી માટે સારી રહેશે.
લવઃ- પ્રિયજનોની સાથે આજે થોડો સમય જરૂર ફાળવવા પ્રયાસ કરો. કામને એટલુ મહત્વ ન આપો કે તેની માટે સમય જ ન મળે.
સ્વાસ્થ્યઃ- દવાઓની સાથે-સાથે સારી દિનચર્યા ખાન-પાન અને વ્યાયામ વગેરે ઉપર ધ્યાન આપો.

-----------------

વૃષભઃ- The Moon
આજનો દિવસ થોડો ખરાબ રહી શકે છે. કોઈ પોતાનું જ તમને વાંતોમાં ગુંચવીને તમારો ફાયદો ઊઠાવી શકે છે. તમારા કામમાં ફોકસ રાખો અને પોતાનું કામ પ્રમાણિકતાથી કરતા રહો, તમારે કોઈની વાતથી વિચલિત થવાની જરૂર નથી. પરિસ્થિતિનો સમયની સાથે હલ મળી જશે.

કરિયરઃ- ઓફિસમાં આજે પોતાના કામ ઉપર ફોકસ રાખો. કોઈની વાતોથી વધુ પ્રભાવિત થવાની જરૂર નથી.
લવઃ- પ્રિયજનોની સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. જેને લીધે સંબંધોમાં કડવાશ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઈપણ લક્ષણોને નજરઅંદાજ ન કરો નહીં તો ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે છે.

-----------------

મિથુનઃ- The Hanged Man
જો કોઈની માટે મનમાં ભાવનાઓ હોય તો તેને વ્યક્ત કરો પરંતુ પોતાના આત્મસન્માન માટે કોઈ સમજૂતી ન કરો. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, યોગ્ય સમયની રાહ જુઓ. બીજાના વિચારો અને વાતોથી એટલા પ્રભાવિત ન થશો કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થાય.

કરિયરઃ- ઓફિસમાં પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરો. આજે નવો કોન્ટ્રેક્ટ મળવાની આશા છે. આ તક જવા ન દો. તમારી વિચારસરણી અડગ ન રાખો નુકસાન થઈ શકે.
લવઃ- સંબંધોમાં પોતાના પ્રિયજનોનું મહત્વ સમજો. તેની જરૂરિયાતોને નજરઅંદાજ ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પોતાના સ્વાસ્થ્યનો પોતે જ ઈલાજ ન કરો, ડોક્ટરની સલાહ લો.

-----------------

કર્કઃ- The Tower
કોઈ નિર્ણય જેટલો ટાળશો એટલો જ માથાનો દુઃખાવો વધશે. આજે દિવસ સારો છે. જીવન અને ઓફિસમાં ઉન્નતિની તકો મળશે તેનો ફાયદો ઊઠાવો. નોકરીની શોધ કરી રહ્યા હોવ તો આજે સફળતા મળી શકે છે. જો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા હોવ તો સંસાધનની કોઈ ખોટ નહીં રહે. ધનલાભના યોગ છે.

કરિયરઃ- ઓફિસમાં આજે સ્થિરતા નહીં રહે. કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે નવા સંસાધનો મળી જશે.
લવઃ- સંબંધોમાં કોઈ દુવિધા હોય તો તેની માટે કોઈની સલાહ લો. આ સ્થિતિમાં વધુ વાર ન રહેશો.ો
સ્વાસ્થ્યઃ- કોઈ રોગ પરેશાન કરી શકે છે. પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ કરો.

-----------------

સિંહઃ- Justice
આજે તમે વ્યર્થ પરેશાનીઓથી ઘેરાયેલાં રહેશો જેને લીધે મનમાં તણાવ વધશે અને તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે. જીવનમાં તમને અનેક ગુપ્ત વરદાન છે તેનો ઓળખવાનો પ્રયાસ કરો, માત્ર પરેશાનીઓ પર ફોકસ ન કરો. ધનલાભની અનેક તકો મળે.

કરિયરઃ- હાર્ડ વર્કને બદલે સ્માર્ટ વર્ક કરવાનો પ્રયાસ કરો, તમારી માન-પ્રતિષ્ઠમાં કોઈ ખોટ નહીં આવે.
લવઃ- પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો તેની ઉપર વધુ ધ્યાન ન આપો, તેને મોટો મુદ્દો ન બનાવો.
સ્વાસ્થ્યઃ- તમારા મનને શાંત રાખો, અશાંત મન જ રોગોનું મોટું કારણ છે.

-----------------

કન્યાઃ- Four of Cups
ભાગીદારી કરવા માટે દિવસ સારો છે, લાભની તકો ઊભી થશે. કોઈ નવા વ્યક્તિ સાથે મળવાની તક મળે જેની સાથે ભવિષ્યમાં સારા સંબંધો બનશે. કામને લઈને આજે લાપરવાહી ન કરો. ભાવનાઓમાં પોતાનું ફોકસ ન ખોશો. કોઈ નજીકના પ્રિયજન સાથે મતભેદ થઈ શકે.

કરિયરઃ- ઓફિસમાં આજે કોઈ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. કોઈની સાથે મળીને કોઈ કામ કે વ્યવવાસ કરતાં હોવ તો લાભ થશે.
લવઃ- પ્રેમીની સાથે સારો સમય વિતાવવાની તક મળશે. સંબંધોમાં આજે મધુરતા રહેશે. અવિવાહિતો માટે આજે કોઈ સારો સંબંધ આવી શકે.
સ્વાસ્થ્યઃ- સારા સ્વાસ્થ્ય માટે દિનચર્યા આજે સુધારી લો, સારું ફળ ઝડપથી પ્રાપ્ત થાય. જીવનમાં તાલમેળ બેસાડવા પ્રયાસ કરો.

-----------------

તુલાઃ- The Devil
નાની-નાની વાતોને દિલ પર ન લો. વીતેલી વાતોને યાદ કરવાથી વર્તમાનના સંબંધો ખરાબ થઈ શકે. પરિસ્થિતિ તમારી અનુસાર નહીં રહે, પણ એટલી ખરાબ પણ નહીં રહે કે તમને કોઈ પરેશાની થાય. નકામી ચિંતાઓને છોડો, ઊર્જા અને આઈડિયાને યોગ્ય દિશામાં લગાવો.

કરિયરઃ- ઓફિસમાં કોઈ વાતને લીધે તમારા મનમાં પરેશાનીઓ પેદા થઈ શકે છે. ઘબરાઓ નહીં, ઝડપથી સ્થિતિ તમારી અનુકૂળ થઈ જશે.
લવઃ- પ્રિયજનોની સાથે કોઈ વાતે તણાવ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તણાવથી બચવું. મોસમને લીધે કોઈ રોગ પરેશાન કરી શકે.

-----------------

વૃશ્ચિકઃ- The High Priestess
આજે કોઈ મહત્વપૂર્ણ વિષયને લઈને કોઈ પસંદગી કરવી પડી શકે. જે ઠોડી કઠિન રહે. એ ધ્યાન રાખશો કે તમારો નિર્ણય નજીકના ફાયદા માટે નહીં પણ લાભા સમય સુધી ફાયદો મળી રહે તે માટે હોવા જોઈએ. કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જે તમારા વિચારોને બદલી શકે.

કરિયરઃ- આજે કામમાં મન નહીં લાગે. પરંતુ તમારા કામમાં અડચણ નહીં થાય. બોસ સાથે કોી વાતે બહેસમાં ન પડો.
લવઃ- સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમની શોધમાં હોવ તો જીવનમાં નવા રોમાન્ટિક સંબંધનું આગમન થઈ શકે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ગરદન કે ગળાને લગતી કોઈ બીમારી થઈ શકે.

-----------------

ધનઃ- The Emperor
આજના દિવસે મનમાં દુવિધાઓ ચાલતી રહે. કોઈ નિર્ણયને લઈને પરેશાન ન થશો, તેના વિશે પૂરી જાણકારી મળી જાય ત્યાં સુધી રાહ જુઓ. પોતાના મનનો અવાજ જરૂર સાંભળો. આજે પોતાના મૂડ સ્વિંગને કંટ્રોલ કરો. આજે ભાવનાઓ વધુ ચાલતી રહે જેથી આજે લેવામાં આવેલ નિર્ણય ખોટો સાબિત થઈ શકે.

કરિયરઃ- ઓફિસમાં આજે ફોકસ ન રહે. નોકરી સાથે જોડાયેલ કોઈ મામલામાં પરેશાનીઓ ચાલતી હોય તો પોતાના સિનિયરની મદદ લો.
લવઃ- કોઈની માટે મનમાં લાગણીઓ હોય તો તેને વ્યક્ત કરો. જો તમે સાચા હશો તો સંબંધોમાં મધુરતા આવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નિયમિત વ્યાયામ કરવીથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.

-----------------

મકરઃ- The Hermit
કુંવારા લોકો માટે આજે દિવસ સારો છે. કામમાં કોઈ કઠિનતા હોય તો કોઈ એક્સપર્ટની સલાહ લેશો તો સારું રહેશે. કોઈની વાતોને દિલ પર ન લો. આજે કામાં મોડું થઈ શકે, કેટલીક બાધાઓ પેદા થઈ શકે. તણાવ ન લો, પોતાના પ્રયત્ન હંમેશાં ચાલું જ રાખો.

કરિયરઃ- આજનો દિવસ કામમાં વધુ ફળદાયી નહીં રહે.
લવઃ- આજે કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જેનાથી ભવિષ્યમાં સારો સંબંધ બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ રોગ હશે તો છુટકારો મળી શકે.

-----------------

કુંભઃ- Eight of Swords
આજના દિવસે તમારે કોઈ એવો નિર્ણય લેવો પડી શકે જેને તમે થોડા સમયથી ટાળી રહ્યા હતાં. જેટલા જલદી આ વિષયને ઉકેલી લેશો, એટલી સહતાથી તેનું સમાધાન મળી જશે. વાસ્તવિકતાથી આંખો ફેરવીલેવાથી કોઈ લાભ નહીં થાય.

કરિયરઃ- ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. જો તમે પોતાની નોકરીમાં વાધાઓ અનુભવી રહ્યા હોવ તો ટાળવા માટે આ સમય યોગ્ય છે.
લવઃ- અવિવાહિતો માટે આજે દિવસ સારો રહેશે. નિરાશ ન થશો, જલદી જ વાત પાક્કી થઈ જશે. પ્રેમી કે પ્રેમિકા માટે પઝેસિવ ન રહો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી રોગ દેખાય તો અનદેખી ન કરો.

-----------------

મીનઃ- Three of Wands
આજનો દિવસ દિલચસ્પ રહેશે. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જેનાથી ભવિષ્યમાં સારા સંબંધો સ્થપાશે. પરિસ્થિતિ ઝડપથી અનુકૂળ થશે, જે પરેશાનીઓ હતી તે દૂર થશે. તમને સારી તકો મળી રહે છે તેનો લાભ ઊઠાવો. આજે બદલીની કોઈ તકો મળી શકે. સંબંધોમાં થોડો સંયમ રાખો.

કરિયરઃ- ઓફિસમાં જો તમે પોતાની નોકરી કે કામથી ખુશ ન હોવ તો આજે તેને બદલવા કે તેમાં કેટલોક ફેરફાર લાવવાની તક મળી શકે.
લવઃ- પરિવારજનોની સાથે સમય વિતાવવાની તક મળે. જે સંબંધોમાં અનેક પરેશાની આવતી હોય, તેનાથી આગળ વધી જવામાં સમજદારી છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો કોઈ રોગ ચાલતો હોય તો તેનાથી છુટકારો મળી શકે.

X
daily Tarot predictions of 12 February 2020, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી