8 ઓક્ટોબરનું અંક ભવિષ્ય / મંગળવારે અંક 3 ધરાવતાં લોકોને ભાગ્યનો સાથ મળશે, 4 માટે સામાન્ય દિવસ

Daily Numerology predictions of 8 October 2019, DR kumar Ganesh

Divyabhaskar.com

Oct 07, 2019, 03:03 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો શનિવારનો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ-3 દિવસનો અંકઃ-9 મહિનાનો અંકઃ-1 ચિલત અંકઃ-6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 8ની અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ, અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 1 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ, અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ.

અંકઃ-1
તમારી જીદ્દ પર અડગ રહેશો તો નુકસાન તમારું જ થશે. તમારાથી નીચેના પદ પર કામ કરતાં લોકો સાથે નમ્રતાથી વ્યવહાર કરો. માથાનો દુખાવો પરેશાન કરી શકો છો.

શું કરવુંઃ- હનુમાન જીને એક લવિંગવાળું પાન અર્પણ કરવું.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંકઃ-2
કોઇ ખાસ પારિવારિક કાર્ય માટે યાત્રા કરવી પડી શકે છે. નજીકના પરિચિતો સાથે સંબંધ સુખ આપી શકે છે. બિનજરૂરી ભાવનાઓ વિશે વિચારશો નહીં.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંકઃ- 3
સમય મહેરબાન છે, દરેક પાસા પક્ષમાં પડી શકે છે. કોઇ મોટાં મામલે વિજય મળી શકે છે. ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- તમારા કુળદેવતા/કુળદેવી માટે ઘરમાં પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

અંકઃ- 4
દિવસને ખૂબ જ સાવધાનીથી અને સંભાળીને પસાર કરવો. બધા જ પ્રકારના જોખમ લેવાથી બચવું. ધનના કારણે દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા તલ અને કાળા કપડાં અર્પણ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

અંકઃ- 5
માર્કેટિંગવાળા લોકોને સારા અવસર મળી શકે છે. સર્જિકલ વસ્તુઓના વેપારીઓને અનુકૂળતા રહી શકે છે. અપચાની ફરિયાદ રહી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી ખવડાવવી.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો.

અંકઃ- 6
મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો તો જરૂરી સલાહ લઇને જ કરવું. લાભમાં રહી શકશો. કોઇને આપેલું ધન આજે પાછું આવી શકે છે. યૂરિન સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગળ્યું દૂધ ચઢાવવું.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

અંકઃ-7
સંવિદાકર્મિઓને અનુકૂળતા રહી શકે છે. લાંબા/પાતળા આકારના ચહેરા તથા પાતળું ગળું ધરાવતાં લોકોને અંગત સંબંધો મામલે સુખદ અનુભૂતિ થઇ શકે છે. ખોટાં પરોપકારથી બચવું.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્ત્રોતનો પાઠ કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અંકઃ-8
એક્સપોર્ટ કરતા લોકોને થોડી તુલનાત્મક અનુકૂળતા રહી શકે છે. ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો મોટો ખતરો ઉઠાવવાથી બચવું. નજીકના લોકો ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળની ભેલી અને દૂર્વા ચઢાવવી.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અંકઃ-9
ઈંટ ભટ્ટા અને સીમેન્ટના કારોબારીઓ માટે સમય લાભકારી રહેશે. મધ્યસ્થી બનીને કોઇની મદદ કરવી પડી શકે છે, જેમાં સફળ રહેશો. જૂના ઓપરેશન સંબંધી સમસ્યા ઊભી થઇ શકે છે.

શું કરવુંઃ- ઇષ્ટને ધૂપ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

X
Daily Numerology predictions of 8 October 2019, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી