7 ઓક્ટોબરનું અંક ભવિષ્ય / અંક 1 ધરાવતાં લોકોને ભાગ્યનો સાથ મળી શકશે, અંક 3ના જાતકોને ધન સંબંધી લાભ મળશે

Daily Numerology predictions of 7 October 2019, DR kumar Ganesh

Divyabhaskar.com

Oct 06, 2019, 03:22 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો શનિવારનો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ-2 દિવસનો અંકઃ-2, 7 મહિનાનો અંકઃ-1 ચિલત અંકઃ-6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2 અને અંક 7માં પરસ્પર વિરોધી યુતિ, અંક 2, 7ની અંક 1ની સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6 ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2,7 સાથે મિત્ર યુતિ.

અંકઃ- 1
રોમાન્સના મામલે ભાગ્ય મહેરબાન રહી શકે છે. મહિલા અધિકારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. પેઢાનો દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને યથેષ્ટ ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

અંકઃ- 2
જે ચાલી રહ્યું છે, ચલાવો. ઉતાવળ કરવા જશો તો મામલો ખરાબ થઇ શકે છે. હ્રદયથી સંતુલિત રૂપથી કામ લેવું.

શું કરવુંઃ- સૂર્ય ભગવાનને જળમાં ચોખા નાખીને અર્ધ્ય આપવું.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અંકઃ-3
લાંબા સમયથી અટકાયેલાં કાર્યો બની શકે છે. કોઇ મહત્વપૂર્ણ વિવાદ કે વિવાદ જેવા મામલાઓમાં વિજય મળશે. ધન સંબંધી લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂરનું તિલક લગાવવું.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંકઃ-4
તમારાથી મોટી ઉંમરની મહિલા પરિચિત અથવા સંબંધીઓની મદદ કરવામાં ધન ખર્ચ થઇ શકે છે. કોઇ જૂનું દેવું ચૂકવી શકો છો.

શું કરવુંઃ- ગાયને ગોળ આપવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

અંકઃ-5
ફિલ્ડમાં કામ કરતાં લોકોને કોઇ મોટું કામ, ઉલ્લેખનીય સોદો અથવા ડીલ મળી શકે છે. મનની ચંચળતા પર નિયંત્રણ રાખવું. કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા કપડાં અર્પણ કરવાં.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

​​​​​​​

અંકઃ-6
સાજ-સજ્જાની વસ્તુઓનું વેચાણ કરતાં લોકોને સારા અવસર મળી શકે છે. વેપાર વધારવા માટે યોજના બનાવી રહ્યા છો તો આગળ વધો. સમય તમારી મદદ કરી શકે છે.

શું કરવુંઃ- ઇષ્ટને પીળી મીઠાઈનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

​​​​​​​

અંકઃ-7
આઉટસોર્સિંગ પર આઈ ટીનું કામ કરતાં લોકોને ઉલ્લેખનીય કામ મળી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. ભોગ-વિલાસ માટે ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- કુળદેવીને ઘરમાં બનેલાં લોટના હલવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંકઃ-8
કોઇ અન્યની મદદ કરવા માટે આગળ વધતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે સમય સંવેદનશીલ છે. નજીકના સંબંધોને સંભાળો.

શું કરવુંઃ- ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

​​​​​​​

અંકઃ-9
ભાવનાત્મક રૂપથી ઝટકો લાગી શકે છે. તમારી આકાંક્ષાઓને નિયંત્રણમાં રાખો. શરીરમાં કોઇ ઘાવ થયો હોય તો સાવધાન રહેવું.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગળ્યું દૂધ અર્પણ કરવું.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

X
Daily Numerology predictions of 7 October 2019, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી