6 નવેમ્બરનું અંક ભવિષ્ય / ગણેશજીની કૃપાથી અંક 2ના જાતકોની અધૂરી કામના આજે પૂર્ણ થશે, સામાજિક પ્રતિષ્ઠા વધશે

Daily Numerology predictions of 6th November 2019, DR kumar Ganesh

Divyabhaskar.com

Nov 05, 2019, 11:57 AM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ-2 દિવસનો અંકઃ-5 મહિનાનો અંકઃ-2 ચિલત અંકઃ-9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ; અંક 6ની અંત 2 સાથે મિત્ર યુતિ, અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
બેંક અને વીમા ક્ષેત્રના લોકોએ સંભાળીને રહેવું. વર્કિંગ વુમનને વધારે અનુકૂળતા રહેશે. નાક સંબંધી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

અંકઃ-2
લાંબા સમયથી અધૂરી રહેલી કામના પૂર્ણ થઇ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. ઉત્સાહ વધેલો રહેશે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને દેશી ઘીનો દીવો કરવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

અંકઃ-3

ધન સંબંધી મામલે મહત્ત્વપૂર્ણ ગતિવિધિ થઇ શકે છે. પહેલાં કરેલી યાત્રાનું ફળ મળી શકે છે. માથાનો દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોતીચૂરના લાડવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અંકઃ-4
રાજનીતિ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. ખાસ પારિવારિક જવાબદારી નિભાવવા મળી શકે છે. બ્લડ શુગરના શિકાર છો તો આ મામલે ખાસ સાવધાની રાખવી.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંકઃ-5
ધન સંબંધી કોઇ ખાસ સમસ્યા જોવા મળી રહી નથી. લાંબી યાત્રા ટાળવી. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને તલના તેલનો દીવો કરવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

અંકઃ-6
ઘરેલૂ સજાવટનો સામાન વેચતા વેપારીઓને સારો અવસર મળી શકે છે. શુક્રની કૃપા દ્રષ્ટિથી આ અંકના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. ભારે ભોજન કરવાથી બચવું.

શું કરવુંઃ- ગાયને રોટલીમાં ગોળ નાખીને ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

અંકઃ-7
ઓફિસમાં સહકર્મિઓનો વ્યવહાર દુઃખી કરી શકે છે. જીવનસાથીના વ્યવહારથી પરેશાન થઇ શકો છો. માનસિક વિચલન કષ્ટ આપી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં સિંદૂર મિક્સ કરીને અર્પણ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંકઃ-8
ઘરેથી જ વેપાર ચાલી રહ્યો હોય અથવા ઘરમાં જ ઓફિસ હોય તો પરિસ્થિતિ અન્ય દિવસોની તુલનામાં વધારે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી કોઇ મોટી સમસ્યા રહેશે નહીં.

શું કરવુંઃ- શિવ-પરિવારને પીળી માળા અર્પણ કરો.
શુભ અંકઃ-2
શુભ રંગઃ-સફેદ

અંકઃ-9
સેનેટરી સામાનના વેપારીઓ માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. નાના ઠેકેદારોને નવું કે ઉલ્લેખનીય કામ મળી શકે છે. આસપાસના પરિવેશમાં પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- જળમાં ચંદન મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

X
Daily Numerology predictions of 6th November 2019, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી