23 જાન્યુઆરીનું અંક ભવિષ્ય / કુમાર ગણેશ પ્રમાણે, અંક 8 ધરાવતાં જાતકોએ શુભફળ મેળવવા કુબેર કવચનો પાઠ કરવો

Daily Numerology predictions of 23 January 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Jan 22, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1 ની અંક 5 સાથે પ્રબળ મિત્ર યુતિ/ મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 8 ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 3 ની અંક 5 સાથે મિત્ર/ પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1
ચિકિત્સા અધિકારીઓ માટે ધીરજ રાખવાનો સમય છે. દવા વહેચતા લોકો માટે વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- કીડીને દાણા નાખો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2
C.A અને C.S માટે સમય ઉન્નતિદાયક સિદ્ધ થઇ શકે છે. પરીક્ષા-પરિણામ પક્ષમાં આવી શકે છે. સ્વાસ્થ્ય ઢીલું રહી શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3
બજારમાં નવું રોકાણ કરવા માંગતાં હોવ તો આજે ટાળી દો. મ્યૂચુઅલ ફંડનું જૂનું રોકાણ લાભ આપી શકે છે. કમરનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મીઠું દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4
વિદેશમાં જોબ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો અનુકૂળતા રહેશે. નર્સિંગનું કામ કરતાં લોકો માટે રાહતનો સમય રહેશે.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5
મહિલા વકીલો માટે પ્રેક્ટિસમાં ખાસ અનુભવ થઇ શકે છે. ટ્રાન્સફર માટે અરજી કરી રાખી છે તો પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6
દૂરની યાત્રા કરી શકો છો. કોઇ ખાસ કામ માટે બહારથી કોઇનો સહયોગ પણ મળી શકે છે.

શું કરવુંઃ- જળમાં ચંદન મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7
ચુંટણી લડી રહેલાં વ્યક્તિઓ ખૂબ જ વિશ્વાસ અને ગુપ્ત રીતે યોજના બનાાવીને ચુંટણી લડે. પ્રમોશનની રાહ જોઇ રહેલાં અધિકારીઓ માટે સમય થોડો સામાન્ય રહેશે.

શું કરવુંઃ- સફેદ વસ્તુની ભીખ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8
ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતાં લોકો માટે ફાયદાનો સોદો રહેશે. ઓફિસ કે દુકાન વેચવા માંગો છો તો આગળ વધો.

શું કરવુંઃ- કુબર કવચનો પાઠ કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9
R.T.O કર્મચારીઓ માટે ખુશખબર રહેશે. રેડીમેડ ગારમેન્ટના કારોબારીઓ માટે લાભકારી સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ 3 વખત કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

X
Daily Numerology predictions of 23 January 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી