2 ડિસેમ્બરનું અંક ભવિષ્ય / સોમવારનો દિવસ અંક 4 અને 7ના જાતકો માટે અશુભ રહેશે, સાવધાન રહેવું

Daily Numerology predictions of 2 December 2019, DR kumar Ganesh

Divyabhaskar.com

Dec 01, 2019, 03:56 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ-3 ચિલત અંકઃ-3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2 અને અંક 7માં પરસ્પર વિરોધી યુતિ અને અંક 3-8 સાથે મિત્ર યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1
ભાગેદારીમાં કરેલાં કામ ઝટકો આપી શકે છે. જીવનસાથીની વાતો ઉપર વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધનો લેપ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2
ગઠબંધનની સરકારને ઝટકો લાગી શકે છે. તમારી સાથે કામ કરતાં લોકો સાથે વિવાદ કરશો નહીં. શરદી-ઉધરસ જેવી સમસ્યા જકડી શકે છે.

શું કરવુંઃ- તમારા કુળદેવીને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3
દૂરની યાત્રા થઇ શકે છે. નજીકના લોકોના મદદથી ઉલ્લેખનીય કાર્ય બની શકે છે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને પીળા ફૂલ ચઢાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4
મહિલા અધિકારીઓ માટે સમય ખરાબ રહેશે. વિભાગીય કાર્ય સંબંધી ફરિયાદનો સામનો કરવો પડી શકે છે. માથાનો દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5
વિદેશમાં જોબ કરતાં પુરૂષ અને મહિલાઓ માટે સમય સારો રહેશે. રેડીમેડ ગારમેન્ટના વેપારીઓ માટે લાભનો દિવસ.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6
દાંપત્યમાં તણાવની સ્થિતિથી બચવું. સામાજિક આયોજનમાં ભાગ લેશો તો લોકોની વાતની પ્રતિક્રિયા સહજ ભાવથી વ્યક્ત કરો.

શું કરવુંઃ- સૂર્ય ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7
જે હાથમાં છે, તેને સંભાળવામાં રહો. ઉતાવળ કરવા જશો તો નુકસાન થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8
મિત્ર વર્ગ અને નજીકના પરિજનોનો સારો સહયોગ મળી શકે છે. મનોવાંછિત કામ બની શકે છે. ઉત્સાહ વધશે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9
મહિલા ન્યાયિક અધિકારીઓ માટે સમય પક્ષનો સિદ્ધ થઇ શકે છે. ખોદકામના કારોબારીઓ માટે સમય લાભદાયક સિદ્ધ થઇ શકે છે. હાડકા સંબંધિત દુખાવામાં રાહત મળી શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

X
Daily Numerology predictions of 2 December 2019, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી