14 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય / શુક્રવારે દેવી લક્ષ્મીજીની કૃપાથી અંક 4 ધરાવતાં લોકો માટે દિવસ શુભફળદાયી રહેશે

Daily Numerology predictions of 14 February 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Feb 13, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2 સાથે અંક 5 ની પ્રબળ મિત્ર યુતિ અને અંક 6-8ની મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
ભાગેદારીમાં શેર માર્કેટનું કામ કરો છો તો આજે આ સંબંધમાં મોટો નિર્ણય લેવાથી બચવું. નજીકના લોકો તરફથી શોકિંગ ન્યૂઝ મળી શકે છે.

શું કરવુંઃ- કીડીને દાણા નાખો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2
જેમની સગાઈ થઇ ગઇ છે તેમના માટે લગ્નના મુહૂર્ત જોવામાં આવી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે રાહતનો સમય છે. પગમા દુખાવો રહેશે.

શું કરવુંઃ- ગુરૂ સમાન વ્યક્તિ પાસેથી ભેટ લો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3
ફાર્મા સાથે જોડાયેલી મહિલાઓ માટે વધારે અનુકૂળ સમય સિદ્ધ થઇ શકે છે. કેટરિંગનું કામ કરતાં લોકોને વધારે સારું કામ મળી શકે છે. પેટ સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4
યાત્રા નિરર્થક રહી શકે છે. ટેલીકોમ ઉદ્યોગનું કામ કરતાં લોકોને સારો લાભ થઇ શકે છે. ઉત્સાહ વધારે રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંક-ધતૂરો ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5
સમય જેટલો પક્ષનો છે, તેટલો જ વિરોધી પણ છે. અતિ ઉત્સાહથી બચવું. અન્યની સફળતા સાથે તમારી તુલના કરી દુઃખી થવું નહીં.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6
દૂરની યાત્રા થઇ શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત અથવા ખાસ વાત થઇ શકે છે. ખાન-પાન સંબંધી બેદરકારી કરશો નહીં.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7
રેડીમેડ ગારમેન્ટના કારોબારીએ સંભાળીને રહેવું. કોઇ મોટું ઓપરેશન કરાવવાનું છે તો ટાળી દો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને પીળા ફૂલની માળા અને સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8
કોલ સેન્ટરમાં કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. જીવનસાથીનો વ્યવહાર સુખદાયી રહેશે. દાંત સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- સૂર્ય ભગવાનને અર્ધ્ય આપીને દેસી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9
તમારી ગાડી લઇને દૂરની યાત્રાએ જશો નહીં. કોઇ પરિજન સાથે ખાનપાન સંબંધિત કામ કરી રહ્યા છો તો લાભની સ્થિતિ બની શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

X
Daily Numerology predictions of 14 February 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી